Home

સ્ત્રી એટલે કીર્તિ, શ્રી, વાફ, સ્મૃતિ, મેઘા, ધ્રુતિ, ક્ષમા, સ્નેહ, સમર્પણ અને સ્વનો ત્યાગ… कार्येषु दासी करणेषु मन्त्री रुपेषु लक्ष्मी क्षमया धरित्री भोज्येषु माता शयनेषु रम्भा षट्कर्मयुक्ता कुलधर्मपत्नी સ્ત્રી શું નહીં કરી શકે તેનું લાબું લીસ્ટ છે પણ સ્ત્રી શું-શું કરી શકે તે આપણને ધ્યાનમાં નથી આવતું. દુનિયામાં ભગવાન પછી કોઈ ઉચ્ચ સ્થાને બિરાજમાન છે તો તે એકમાત્ર સ્ત્રી જ છે. કારણ જેમ ભગવાન જીવ આપી શકે તેમ સ્ત્રી જન્મ આપી શકે. એક જીવમાંથી બીજા જીવનો ઉદ્દભવ થવામાં માદા જ નિમિત્ત બને છે. આમ છતાં સ્ત્રીની અવગણના કરવામાં આવે છે. દીકરીનાં જન્મની સાથે જ કુટુંબ અને સમાજને તેને લઈ થોડીઘણી

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

લોકલ કક્ષાએ જેની નોંધ ન લેવાઈ તેની ગ્લોબલ પ્લેટફોર્મ પર પ્રસંશા થઈ આજે એક એવા વ્યક્તિત્વની વાત જે યોગ્ય માર્ગદર્શનનાં અભાવે ડોક્ટર ન બની શક્યા તો માતાપિતાએ એને શિક્ષક બનાવ્યા. આગળ જતા એમણે એ કરી બતાવ્યું જે કોઈ ડોક્ટર, શિક્ષક કે અન્ય વ્યક્તિ કરી તો શું વિચારી પણ ન શકે. એનું નામ અરુણ દવે. બધા એને અરુણ દવે એઈડ્સવાળા કહી બોલાવે. રાજકોટમાં જન્મી, રહીને સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર અરુણ દવેને વિજ્ઞાન વિષય ગમતો. તેમનું સપનું મોટા થઈને ડોક્ટર બનવાનું હતું. પરંતુ યોગ્ય દિશાસૂચન ન મળતા તેઓ સરકારી શાળાનાં શિક્ષક બની રહ્યા અને આજે આ આર્ટસનાં વિદ્યાર્થી અને સરકારી શાળાનાં

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

સંવેદનશીલતાનાં શિકારીઓ માટે ચિત્કાર એ ટોનિક છે અને સિનેમાનાં સ્ટુડન્ટસ માટે ચિત્કાર એ ટેક્સબુક હિતેનકુમાર અને સુજાતા મહેતાએ સાબિત કરી બતાવ્યું કે, બાપ એ બાપ જ હોય, મા એ મા જ હોય અને દીકરા એ દીકરા જ રે.. દીકરી એ દીકરી જ રે.. : ગુજરાતી ભાષામાં રૂપેરી પડદે મનોરોગી વિષયક કથાવસ્તુ ધરાવતી સત્ય ઘટના પ્રદર્શિત કરવી એ ઐતિહાસિક તેમજ અતિસાહસિક અવસર : ભવ્ય રાવલ ચિત્કાર.. ચિત્કાર અને ચિત્કાર.. શું છે આ ચિત્કાર? જે બધા લોકો કહી અને સમજી રહ્યા છે તે સૌથી વિપરીત મારા માટે ચિત્કાર એ કોઈ ફિલ્મ નથી, આ કોઈ નાટકનું ફિલ્મીકરણ પણ નથી. બહુ જ સ્પષ્ટ અને

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

શિક્ષકની સાથે વિદ્યાર્થી અને વાલી પણ સાધારણ નથી હોતા એવું સાબિત કરી બતાવ્યું ડો. ડી.કે. વાડોદરીયાએ.. આજે એક વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનું જીવન મિરર. જેનું નામ ડો. ડી.કે. વાડોદરીયા છે. વિદ્યાર્થી ડી.કે. વાડોદરીયાનો જન્મ લોધિકા તાલુકાનાં દેવગામે થયો છે. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી શાળામાંથી મેળવ્યું અને ત્યારબાદ રાજકોટની સી.એન. મહેતા સ્કૂલ તેમજ મવડીની પટેલ બોર્ડીંગમાંથી માધ્યમિક કક્ષાનો અભ્યાસ કર્યો. ગણિત-વિજ્ઞાનમાં રસ હોય ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી અને બીએસ.સી. વિરાણી સાયન્સ કોલેજમાંથી તેમજ એમએસ.સી. સૌ.યુનિ.માંથી ભણીને અનુસ્નાતક થયા. આટલું ઓછું ન હોય ડિપ્લોમા માર્કેટિંગ એમ.એસ. યુનિ. બરોડાથી કર્યું. શિક્ષણની જ્ઞાન પીપાસાને સંતોષવા સૌ. યુનિ. સંલગ્ન સંસ્થાઓમાંથી જ પત્રકારત્વ

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

મારું નામ યુગ છે. હું એક અર્ધ સરકારી કચેરીમાં નોકરી કરું છું. થોડાં વર્ષો પહેલાં મારા માતા-પિતાએ મારાં લગ્ન કોમલ નામની છોકરી સાથે કરાવ્યા હતા. હાલમાં મારે પત્ની, દીકરી તેમજ માતા-પિતા સહિત પાંચ સભ્યોનો પરિવાર છે. આ સિવાયની સત્ય અને મુખ્ય વાત એ છે કે, કોમલ મારાં સંતાનોની મા હોવા છતાં હું કોમલને નહીં સિગ્માને ચાહું છું. સિગ્મા અને હું એક જ ઓફિસમાં સાથે કામ કરતાં-કરતાં ક્યારે એકબીજાને ગમવા લાગ્યા એ ખબર જ ન રહી. સિગ્મા મિલનસાર સ્વભાવ ધરાવતી યુવતી. તેને સૌ સાથે ફાવી જતું, બધા સંગે હળીમળી રહેતી. તેની બદલી મારી બ્રાંચમાં થયાનાં થોડાં સમયમાં અમારી ઓફિસનાં સ્ટાફ સાથે

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

અભાવમાં પણ આત્મસંતોષ રાખી આનંદથી જીવનારી ઔરતની કર્મકથા આજની જીવન મિરર કહાણી જે સ્ત્રી પર છે એ સ્ત્રીએ પોતાનાં જીવનમાં ૮૪ વર્ષ સુધી સતત તાપ, ટાઢ અને તોફાનોની પરવા કર્યા વિના, તારીખીયા કે ઘડિયાળમાં જોયા વિના માત્રને માત્ર દિવસ-રાત ઘરકામ કર્યું છે. અમરત નામની મહિલાએ ક્યારેય પોતાનો જન્મદિવસ ઉજવ્યો નથી પણ ઘણાનાં જન્મરા ઉજળા કર્યા છે. અમરત નાનપણમાં શાળાએ ગઈ નથી પણ એની પાસેથી શીખવા-સમજવા જેવું ઘણું છે. અમરતએ હોમસાઈન્સ કે મેનેજમેન્ટનાં કોઈ વર્ગો કરેલા નથી પણ એણે એકલા હાથે કમાઈને દસ વ્યક્તિઓનું ભરણ-પોષણ કર્યું અને કાચા મકાનમાંથી ચાલીસ સભ્યો રહી શકે તેવા ત્રણ માળનું પાક્કું ઘર બનાવી બતાવ્યું. અમરતએ

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

સ્વરૂપવાન સ્ત્રીનાં વિશ્વ ઈતિહાસમાં જોન ઓફ આર્કને દુનિયાની સૌથી સુંદર અને સાહસી સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તે ફ્રાંસની નાયિકાનાં રૂપમાં પણ જાણીતી છે. અસ્પસિયા પણ બહું જ સુંદર મહિલા હતી અને તે પોતાના શારીરિક સૌંદર્ય અને પ્રદર્શનને કારણે જાણીતી હતી. ૧૪મી અને ૧૫મી સદી દરમિયાન આખું ઈટલી જેની પાછળ પાગલ હતું એ હતા, લુકરેજિયા બોર્ગિયા. તેણી પોતાના વાળ, રંગ અને આંખો દ્વારા કોઈને પણ પોતાની તરફ આકર્ષી શકતા હતા. શલોમીની ખૂબસૂરતીનો અંદાજ એ બાબત પરથી આવે છે કે, તેમનો ચેહરો પ્રાચિન સિક્કા પર છપાતો હતો. શલોમી પોતાના નયનગમ્ય અંગ-ઉપાંગ સિવાય નૃત્ય માટે પણ જગ મશહુર છે. જેનાં શારીરિક સૌદર્યની

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

૫ નવેમ્બર ૧૯૮૮માં જન્મેલા વિરાટ કોહલીનું હુલામણું નામ ચીકુ છે. વિરાટને ચીકુ નામ તેમનાં દિલ્હી સ્થિત કોચ રાજકુમાર શર્માએ આપ્યું છે. વિરાટનું બીજું એક નામ રનમશીન છે. જે નામ તેને વિશ્વભરનાં કરોડો ક્રિકેટ જાણકારોએ આપ્યું છે. વિરાટ કોહલીનાં પિતાનું નામ પ્રેમ અને માતાનું નામ સરોજ છે. તેમનાંથી મોટા ભાઈ-બહેનનું નામ વિકાસ અને ભાવના છે. વિરાટનાં પિતા ક્રાઈમ એડવોકેટ હતા. તેઓ ૧૮ ડિસેમ્બર ૨૦૦૬માં મગજની બીમારીનાં કારણે મૃત્યુ પામ્યા ત્યારે પિતાનાં મૃત્યુનાં સમાચાર મળ્યા બાદ બીજા દિવસે વિરાટને કર્ણાટક સામે મેચ રમવાનો હતો. જે મેચમાં વિરાટે ૯૦ રનની ઈનીંગ રમતા મેચ પૂરી કરી પિતાને અંતિમ સંસ્કાર આપ્યા. વિરાટ કોહલીએ દિલ્હીમાં રહીને

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

કોઈપણ પરિણામ તમારી લાયકાત કે આવડતનું અંતિમ પરિમાણ નથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથેનાં કેટલાંક વર્ષોના અનુભવોનું ભાથું અને ગૃપ વર્કશોપ તેમજ કાઉંન્સેલિંગ દરમિયાન લોકો સાથેની વાતચીતનાં નીચોડ પરથી વિદ્યાર્થીઓને જીવનની દરેક પરીક્ષામાં ઉત્તર્ણીય થવા માટે કઈ રીતે તૈયારી કરવી એની થોડી સ્માર્ટ ટિપ્સ જ્ઞાનેશ્વરી જોશી આપશે અને છેલ્લે વાલીઓ સાથે કેટલીક વાતો. મનોવૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી આ નાની-નાની બાબતો બહું મોટા પરિવર્તન લાવી શકે છે. રાજકોટમાં રહી છેલ્લાં એક દસકથી એજ્યું. કાઉંન્સેલિંગ અને પેરેન્ટિંગ વર્કશોપ કરતા જ્ઞાનેશ્વરી જોશી જણાવે છે કે, દરેક પડકારનો સામનો કરતા નક્કી કરેલા વાસ્તવિક ધ્યેય તરફ આગળ વધવા માટેનું પ્રથમ સોપાન એટલે આયોજન. ધારેલું લક્ષ્ય

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

આજની હકીકત કથા હૈદરાબાદની બી. અનુષાની છે. અનુષાનો જન્મ નલગોંડા જિલ્લાનાં એક નાનકડા ગામડા કાંડકુરુમાં થયો છે. જ્યાં તેણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. નાનપણમાં અનુષા હજુ થોડી સમજણી થઈ હતી ત્યાં તેના પિતાએ ઘર છોડી બીજા લગ્ન કરી લીધા. ઘર અને પતિથી નિરાધાર થઈ ગયેલી અનુષાની મા અનુષા અને તેના ભાઈને લઈ હૈદરાબાદ આવી ગઈ. હૈદરાબાદ શહેરમાં અનુષાની મા સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી અનુષા અને તેના ભાઈનું ભરણપોષણ કરી શિક્ષણ આપી રહી હતી. અનુષાની જિંદગી બીજી છોકરીઓની જેમ જન્મથી જ સરળ, સામાન્ય ન હતી. તેને નાની ઉંમરમાં જીવનની કડવી, વરવી વાસ્તવિકતાઓને નજીકથી જોઈ અનુભવી લીધી હતી. તન તોડ મહેનત કરી પાઈપાઈ

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

દરેક માતાપિતાએ પોતાના સંતોનોમાં રહેલી કલાની કદર કરવી જોઈએ.. કાળા વાળ અને એ જ રંગની આંખો. દરેક ભાવની ચાળી ખાતો ચહેરો અને એ ચેહરાથી લઈ પગની પાની સુધીનો એકસમાન પાતળો દેહ. એનું સર્જન જાણે નવ રસની રજૂઆત કરવા માટે થયું હોય તેમ જ્યારે એ પરંપરાગત શાસ્ત્રીય નૃત્ય કરે ત્યારે તેની કાયા સાથે ભાવક પણ નાચી ઉઠે. એ જ્યારે નાટક, સિનેમા કે જાહેરખબરમાં અભિનય કરે ત્યારે તેની અદાકારીથી દર્શક મંત્રમૃગ્ધ થઈ ઉઠે અને એ જ્યારે મહેફિલમાં હસ્તલિખિત કવિતાઓનું સુરીલા સ્વરમાં પઠન કરે ત્યારે તેની રચનાઓ પર શ્રોતાઓ દોબારાની દાદ દઈ ઉઠે. એ વૃંદા છે. વૃંદા નથવાણી. વૃંદાની ઉંમર ૧૯ વર્ષ છે.

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

વાસનાની વેદના અને વાત્સલ્યની સંવેદનાસભર વરવી વાસ્તવિકતા એનું સાચું નામ એને કે કોઈને ખબર નથી, આથી બધા તેને કમલા કહે છે. કમલાને ગુજરાતી આવડતું નથી, કમલા મધ્યપ્રદેશનાં કોઈ આદિવાસી વિસ્તારની વતની હોય તેવું લાગી રહ્યું છે. તેને ખુદને ખબર નથી કે તેનાં મા-બાપ કોણ છે ક્યાં છે અને એને એ પણ ખબર નથી કે તે હમણાં થોડાં દિવસો પહેલાં જ મા બની છે! કમલાએ દીકરાને જન્મ આપ્યો છે પણ એ દીકરો પણ એની માની જેમ જ પોતાની માથી દૂર છે અને તેનો બાપ કોણ છે એ એને કે કોઈને ખબર નથી. કમલાનો દીકરો સમાજનાં કેટલાંક ભલા લોકોનાં હિતથી આવ્યો હોય

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

એનું નામ પાર્થિક છે. આખું નામ પાર્થિક કાલરીયા. પાર્થિકનાં પિતાનું નામ મનસુખભાઈ અને માતાનું નામ નીતાબેન છે. પાર્થિકની ઉંમર ૨૫ વર્ષ છે. પાર્થિક ડોક્ટર છે. પાર્થિક ભારતીય સેનામાં છે. ભારતીય સેનાનાં વીર જવાન કેપ્ટન ડો. પાર્થિક કાલરીયાનું જીવન મિરર તેનાં શબ્દોમાં.. મારો જન્મ એ સમયનાં જામનગર અને હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ તાલુકાનાં સઈ-દેવળીયા નામનાં ખોબા જેવડા ગામમાં ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૩નાં રોજ થયો છે. મેં બાલમંદિરથી આઠમાં ધોરણ સુધીનો અભ્યાસ મારાં ગામની સરકારી તાલુકા શાળા સઈ-દેવળીયામાં કર્યો છે. હું નાનપણથી દર ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટના શાળાના ધ્વજવંદન કાર્યક્રમમાં અચૂકપણે ભાગ લેતો. પિતા મનસુખભાઈ કાલરિયા સમાજસેવક. તેમના દ્વારા દેશપ્રેમ અને

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડીએ.. એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. સત્ય, સમર્પિત અને શ્રેષ્ઠતમ પ્રેમ સ્વયં માટેનો નહીં, સમગ્ર શ્રુષ્ટિ પ્રત્યેનો છે.. એક પતિ-પત્ની છે. પતિ નોકરી કરે છે. પત્ની ઘર સંભાળે છે. હજુ થોડાં મહિનાઓ પહેલાં જ બંનેનાં ગોઠવાયેલાં લગ્ન થયા છે. સાસુ સસરાવાળું ચાર સભ્યોનું મધ્યમ વર્ગનું નાનું કુટુંબ છે. મિત્રવર્તુળ અને પડોશ છે. આ નવ પરણિત દંપતી લગ્નનાં ઘણાં દિવસો પછી પણ એકબીજાની પસંદ નાપસંદ, શોખ, આદત કે ભૂતકાળથી તદ્દન અજાણ હતા. હવે જેમ-જેમ સમય પસાર થતો જાય છે તેમ-તેમ આ બંને પતિ-પત્ની પોતાનાં જૂના પ્રેમસંબંધો અને લગ્નસંબંધોનું બધું લેણદેણ ભૂલીને એકબીજાનાં

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

૯૯ રૂ.માં પતલૂન વેંચી ૯૦૦૦ કરોડનું સામ્રાજ્ય ધરાવતા પેન્ટાલૂનનાં સ્થાપક-સીઈઓ રિટેલ રાજા કિશોર બિયાણી ૨.૭૫ બિલિયન યુએસ ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સ ૨૦૧૭ની યાદીમાં ભારતનાં ૧૦૦ ધનિકોમાં ૫૫માં ક્રમે : ૨૦૧૯ સુધીમાં દુનિયાની ટોપ ટેન ફેશન કંપનીમાં ફ્યૂચર ગૃપનો સમાવેશ થશે.. કિશોર લક્ષ્મીનારાયણ બિયાણીને તમે ઓળખતા હશે કે કેમ તે ખબર નથી પણ તમે બીગ બજાર અને પેન્ટાલૂનમાં તો ગયા જ હશો. બસ કિશોર બિયાણી એ જ ભારતનાં ૨૨૧ શહેરોમાં આવેલાં ૩૫ હજારથી વધુ લોકોને રોજગારી આપતાં બીગ બજાર અને પેન્ટાલૂનનાં ૯૦૦ ઓઉટલેટ્સનાં ફાઉન્ડર છે. મુંબઈનાં માલાબાર હિલ સ્થિત ફ્યૂચર ગૃપનાં સીઈઓ કિશોરનો જન્મ ૯ ઓગષ્ટ ૧૯૬૧માં રાજસ્થાનનાં એક મધ્યમ વર્ગનાં

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

ડોક્ટર સાહેબ હું મારી એક નહીં બે કિડની આપવા રાજી છું. મારી બહેનથી પણ વિશેષ દેરાણીને કઈ ન થવું જોઈએ બસ.. જેઠાણીએ જીવ જોખમમાં મૂકીને દેરાણીની જિંદગી બચાવી.. પોલીસ કોન્સ્ટેબલ અનોપગીરીનાં ધર્મપત્ની ગીતાબેનને અવારનવાર પગમાં સોજા અને પ્રમાણમાં વધુ થાક તેમજ સામાન્ય બિમારીઓની ફરિયાદ ઉઠતી રહેતી. ફેમિલી ડોક્ટર ડો. ગૌતમ દવેએ ગીતાબેનને કોઈ ગંભીર બીમારી હોવાના લક્ષણ જણાતા રાજકોટની પ્રખ્યાત અને વિશ્વસનીય દોશી હોસ્પિટલમાં આગળની તપાસ અને સારવાર લેવા માટે સૂચવ્યું. દોશી હોસ્પિટલમાં ગીતાબેનની પ્રાથમિક તપાસ કરવામાં આવી, રિપોર્ટ થયા. જેમાં સૌથી વધુ આઘાતજનક તથ્ય એ સામે આવ્યું કે, ગીતાબેનની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ છે. દોશી હોસ્પિટલનાં અનુભવી સ્ટાફે

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

સિયાલકોટ.. ૧૯૬૫.. એ પોતાના સાથી સૈનિકો સાથે બંકરમાં બેઠો હતો. અચાનક બહાર સાયરન વાગવાનો અવાજ આવ્યો. તેને થયું રોજની માફક ચા પીવા આવવા માટેની જાણ કરતી ઘંટડી વાગી. એ સાથી સૈનિક સાથે બહાર આવ્યો પણ.. આ શું? આ પાકિસ્તાની સેનાનાં હુમલાનાં એલર્ટનું સાયરન હતું. ચારેબાજુઓથી ધડાધડ ગોળીઓ વરસવાની શરૂ થઈ. તે અને તેની સાથે રહેલા ત્રણ સૈનિકો બહારની દિશામાં ભાગ્યા અને આશરે પોણો કલાક સુધી હુમલાખોરો સામે બચતાં રહ્યાં અને લડ્યા. ત્યારબાદ વિરોધીસેનાને વધુ લડત આપવા તેને પોતાની જગ્યા બદલાવી પડી. તે જેવો ટેકરી ઉપરથી નીકળ્યો કે એક લડાકુ વિમાન તેની ઉપરથી પસાર થતું ગયું અને તેને પગથી લઈ માથા

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

ઋષિકેશ સઠવાણેનો જન્મ મહારાષ્ટ્રનાં યવતમાલમાં ૧૯૭૪ની સાલમાં થયો છે. તેનો ઉછેર અને કારર્કિદીની શરૂઆત પોતાની જન્મભૂમિ યવતમાલમાં જ થઈ. બાર ધોરણ સુધી સારા ક્રમાંકે પાસ થઈને ઋષિકેશે એક વર્ષ સુધી આઈઆઈટીમાં ભણવા જવા માટેની તૈયારી શરૂ કરી. આઈઆઈટી પ્રવેશ માટે દિવસ-રાતની મહેનતનાં પરિણામ સ્વરૂપે તેને એકાદ વર્ષમાં આઈઆઈટીમાં એડમિશન મળી ગયું. આઈઆઈટી મુંબઈથી ફિઝીક્સ વિષયમાં બી.ટેક.ની ડિગ્રી મેળવ્યા બાદ ઋષિકેશે અમેરિકાથી માસ્ટરનો અભ્યાસક્રમ પૂર્ણ કરી એમબીએની પદવી હાંસલ કરી. યુવાની સુધી ઋષિકેશ શારીરિક અને માનસિક રીતે સતત પોતાને બીજાથી અલગ અનુભવી રહ્યો હતો. એ પોતાના વ્યક્તિગત અને દૈહિક અનુભવોને લઈને ખૂબ મુંજવણમાં હતો. કારણ કે, તે કોઈ એવી વ્યક્તિને ઓળખતો

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

મેં તેને મળવાનું નક્કી કર્યું ત્યારે મારાં ડાબા પગનાં અંગૂઠાનો નખ નીકળી ગયો હોવાથી અંગૂઠો પાક્યો હતો અને અસહ્ય વેદના સાથે ચાલવામાં તકલીફ થઈ રહી હતી. છેલ્લા કેટલાંક દિવસથી શરીરમાં છેક નીચેની બાજુએ આવેલો નાનો અમથો અંગૂઠો મારી સૂવા-ઉઠવા, બેસવા-ચાલવા અને કામકાજની સમસ્યાનું કારણ બન્યો છે. શું થાય? આખરે કામ તો કામ છે કરવું જ પડે. ફોન પર જ્યારે મળવાની વાત થઈ ત્યારે તેણે ઉત્સાહિત અવાજે કહ્યું હતું કે, તે એક કારખાનામાં કામ કરે છે તેથી બુધવારે રજા હોવાથી એ રજાનાં દિવસે મળી શકશે. તેણે એ પણ કહ્યું હતું કે, તે ડોરસ્ટેપ ચડી ન શકવાના અને વિકટ્રીફાઈડ ટાઈલ્સ પર ચાલી

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval

અબ ઔર કોઈ રુખ્સાર નહીં પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર શાહપરામાં ગામમાં રહેતા ૩૨ વર્ષીય અબ્દુલ શાહ અને ૩૦ વર્ષીય સબીદા બીબીના ઘરે બે પુત્રો બાદ ત્રીજા સંતાનમાં દીકરી જન્મી. એનું નામ રુખ્સાર રાખવામાં આવ્યું. અબ્દુલ શાહ અને તેનો પરિવાર દીકરી રુખ્સારનાં જન્મથી ખુશ હતો. એક દુર્ગમ્ય વિસ્તારમાં બે ઓરડાવાળા મકાનમાં અબ્દુલ દરજી કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો. વધતી જતી મોંઘવારી અને જરૂરિયાતો વચ્ચે અબ્દુલ અને સબીદા પોતાના ત્રણ બાળકો સાથે અત્યંત ગરીબીમાં પોતાનું જીવન પસાર કરી રહ્યાં હતાં. આ બધા વચ્ચે અબ્બા-અમ્મી અને ભાઈજાનની લાડકી ગુડિયા રુખ્સાર બેગમ જેમ-જેમ મોટી થતી જતી હતી તેમ-તેમ પોતાની માસૂમિયત અને

Read More
Categories : જીવન મિરર
Posted by Bhavya Raval
Page 1 of 812345678