અન્જોય ઓક્ટોબર – હેપ્પી બર્થ ડે.. હેપ્પી ન્યૂ યર.. જીવન, કવન, સર્જન, મનન, તનન, ધનાધન.. ફન + ફિલોસોફી…

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 5.00 out of 5)
Loading...

ઓક્ટોબર એટલે આનંદ અને ઉલ્લાસનો મોજીલો મહિનો. જે મહિનામાં માતાજીનાં ભક્તિમય ગરબા ખેલાતા હોય, જે માહિનામાં અસત્ય પર સત્યની વિજયના ડંકા તરીકે તહેવારોની લહાણી, ઉત્સવોના ઝૂમખા આસો માસ લઈ આવ્યો હોય, જે મહિનામાં નવવર્ષની વધામણીની શુભ શરૂઆત સ્વરૂપે નવા કપડાં, નાની-મોટી ચીજવસ્તુથી લઈ ઘરેણાંની ધૂમધડાકા સાથે ખરીદી થતી હોય. ઘર, મંદિર, બજારો, રસ્તા-શેરી કલરફૂલ રોશનીથી ઝળહળી ચૂકી હોય, દિવાળીનું એકસ્ટ્રા બોનશ આવ્યું હોય અને શાળા-કૉલેજમાં સેમેસ્ટર પરીક્ષા લેવાઈ વેકેશન પડી સૌ કોઈ નવવર્ષની મુબારકબાદી, રંગોળી, મીઠાઈ-ફરસાણ અને ફટાકડા વચ્ચે આખા ઓક્ટોબર માસને મનમૂકી માણતા હોય, આઉટ સાઈડ ફરવા જવાનું પ્લાનિંગ થતું હોય, મંગલમય મૂર્હતો હોય એ સમયે ક્યાંક છૂટી જતી અધૂરપમાં મધૂરપ ઉમેરવા ગમતી કે ઓળખીતી વ્યક્તિનો બર્થ ડે હોય એવી જાણ થાય તો? યસ, વહાલા વાંચક મિત્રો.
મોહનદાસ ગાંધી, લાલ બહાદૂર શાસ્ત્રી, સરદાર વલ્લભ પટેલ જેવાં મહાન દેશનેતાઓથી લઈ અમિતાભ બચ્ચન, રેખા, હેમા માલિની, કાદર ખાન, શમ્મિ કપૂર, ઓમ પુરી, સન્ની દેઓલ, મલ્લિકા શેરાવત, રવિના ટંડન, ગૌરી ખાન, સ્મિતા પાટીલ, વિનોદ ખન્ના, આશા પારેખ, શ્વેતા તિવારી, પણીનીતિ ચોપડા, રાજકુમાર વગેરે જેવાં કેટલાય નાનાં-મોટાં ફિલ્મી સુપરસ્ટાર્સ ઉપરાંત અનિલ કુંબલે, વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, ઝહીર ખાન, ઈરફાન પઠાણ, પ્રવિણ કુમાર, મિલ્ખા સિંગ, નવજોત સિંગ સિંધુ વગેરે જેવાં ભારતીય ખેલ જગતનાં ગૌરવો અને ઈન્દ્રા નૂયી, આર.કે.લક્ષ્મણ, અબ્દુલ કલામ, આર. કે. નારાયણ, સિસ્ટર નિવેદિતા, હોમી ભાભા, શ્યામજીકૃષ્ણ વર્મા, જયપ્રકાશ નારાયણ, અમજદ અલી ખાન, જોધા બાઈ, બહાદૂર શાહ, જ્યોતિન્દ્ર દવે, રાજેન્દ્ર શુક્લ, નીદા ફાજલી, સુરેશ દલાલ, જય વસાવડા, સંજય છેલ વગેરે જેવાં પોતપોતાનાં ક્ષેત્રમાં પ્રખર પાંડિત્ય ધરાવતા એક હજારથી વધુ ધુરંદર લોકોના જન્મદિવસ ઓક્ટોબર મન્થમાં આવે છે! ઈટ મીન્સ ઓક્ટોબર એ ન્યૂ યર મન્થ સાથ બર્થ ડે મન્થ છે જે માહિનામાં લગભગ સૌથી વધારે ફેર્મસ પર્સનાલિટીનાં જન્મદિવસ છે. તમારો જન્મદિવસ આ મહિનામાં હોય કે ન હોય હેપ્પી બર્થ-ડે એન્ડ ન્યૂ યર ટૂ મી. આ સાથે પ્રસ્તુત છે મારાં જન્મદિન પર આપ સૌ સાથ કેટલીક ફિલોસોફીકલ શાબ્દિક બર્થ-ડે પાર્ટી..
• આજથી ત્રેવીસ સાલ પહેલાં.. અને મૌત હજુ તું કેટલું દૂર છે? કેટલું દુખ:દ છે? કેટલું દંભી છે? હું દર્પણમાં મારો ચેહરો જોઉ છું. અને પછી આથમતા સૂર્યની દિશામાં એક દિવસ ઢળતી રોશનીમાં ઝૂકી જાવ છું.. કેમ માણસનો જન્મદિવસનો દિન વર્ષનાં બીજા સામાન્ય દિવસો કરતાં વધુ એકલતાભર્યો લાગે છે? માણસને પોતાનો જન્મદિવસની તારીખ યાદ હોય છે છતાં એ દિન યાદગાર કેમ બનતો નથી?
• અને ત્રેવીસ વર્ષ બાદ… મારી આત્માની ઉંમર મને ખબર નથી! મને માત્ર મારી જન્મતારીખ ખબર છે એટલે જન્મદિન ઉજવું છું. જ્યારે મૃત્યુની તારીખ માલૂમ પડી જશે ત્યારે મરણદિન પણ ઉજવાતો રહેશે.. ઉપરવાળો કમાલ છે દરેકની એક એક્સપાયરી ડેટ નક્કી કરી રાખે છે પરંતુ જણાવતો નથી હરેક શુભ-અશુભ શરુઆતનો અંત શું હશે.. ભૂતકાળમાં યાદો સિવાય જવાનો બીજો કોઈ માર્ગ કે રસ્તો કેમ નથી? જિંદગીમાં એક બર્થ-ડે દિવસે ગોડએ માણસને લાઈફમાં રિવાઈન્ડ લાઈફનો ઓપ્શન આપવો જોઈએ. ભૂતકાળમાં ભટકવાનો અવસર.
• જ્યાં સુધી આ શરીરમાં શ્વાસ અને સગા-સ્નેહીનો વિશ્વાસ છે ત્યાં સુધી જિંદગીથી પ્યાર છે, મહોબ્બત છે અને થોડી શિકાયત પણ છે. ક્યાંરેક ક્યાંક આ નહીં તો બીજી જિંદગીમાં કોઈ અજનબી આકાશ નીચે, અપરિચિત ધરતી પર, નવા મહૌલમાં હું ફરીથી મારી પ્રિય વ્યક્તિઓને મળતો રહીશ અને ખુશીનો કોઈ પાર નહીં હોય.. ગમનું કોઈ કારણ નહીં હોય.. હા, થોડી ભૂતકાળનાં ભુલોની રૂસવાઈ જરૂર હશે પણ પછીથી એ મિલનની પળોમાં ખોવાય જશે.. હું, તમે અને આપણે આ ધરતી પર જન્મ લીધો છે એ તારીખથી જીવન શરૂ થયું નથી. વ્યક્તિને નવજીવન અવાર-નવાર પ્રાપ્ય છે.
• કબીરની ભાષામાં કહું તો.. સાચી બાત કહો મૈ અપની, ભયા દીવાના ઔર કી સપની. મતલબ કે હું તો મારી પોતાની સાચી વાત કહુ છું તમારે મને દીવાનો કે સ્વપ્નદર્શી જે સમજવું હોય એ સમજજો.. હકીકત છે એ ગમે તેટલી સ્વપ્નશીલ હોય વાસ્તવિકતાની થપાટ બધી શંકા ખંખેરી નાખે છે.
• જિંદગી ગમે તેવી હોય મને ગમી છે. મારી જિંદગીનું અસ્તિત્વ અને વ્યકિત્વ સમાજ અને સાહિત્યએ કંડાર્યું-કોતર્યું છે. જીવનમાં અઢળક રંગો હોય અને માણસ રંગીન મિજાજી હોય છે, છતાં તેનો પડછાયો રંગીન નથી. એનો આકાર આપણો છે પણ એ પ્રતિબિંબિત અંધકારમય પડછાયો પ્રકાશના તેજમાં સુખ-દુ:ખની જેમ વધારે-ઓછો થાય છે. જીવનની હરેક પરિસ્થિતિ આપણાં પડછાયા જેવી છે. જેને આપણાં કદ સાથે નહીં કર્મ સાથ નિસ્બત છે.
• ઈશ્ર્વરે પસંદ કરી દિધેલા પપ્પા-મમ્મી, ભાઈ-ભાભી, બહેન-જીજાજી, માસા-માસી, ફુવા-ફઈ સગાઓ ને ખુદે પસંદ કરેલાં દોસ્તો, યારો ને દુશ્મનો, સંબંધીઓ. મજા આવી છે. મજા કરી છે. નાની-નાની ચીજો, વ્યક્તિઓ, વિચારમાંથી જે ખુશી, જે ઘટના ને અકસ્માતો મળ્યાં કે બન્યાં તેમણે લડતા, ઝગડતા, હસતા, રડાવતા ને અંતે દિલફાડી જીવતા શીખવ્યું છે. સામાન્યમાંથી સેલિબ્રિટીની સફર નહિ પણ સફર એ સુલતાની કહી શકાય છે. અફસાના-એ-હસ્તી એ આ સઘળુ છે.
• ઈનશોર્ટ ‘ઈટ ડ્રિંક એન્ડ બી મેરી – ફોર ટુમોરો યુ ડાય!’
ખાઈ પી લ્યો, મન ખુશ થઈ જાય એવું કરી લો કે જેથી કરી જિંદગીમાં કાંઈ ન કર્યાની રંજિશ ન રહી જાય!
જિંદગી ભવ્ય સફરનામા હોવી જોઈએ..
આજે કેટલાં રોમાંચ અને રોમાંન્સ વચ્ચે, આપ સૌ સંગ આ સમય પસાર થઈ ગયો ને હજુ જાણે પારાની માફિક મારાં હાથમાંથી આ લમ્હા લૂંટાતો જાય છે. અને આ બધાં વચ્ચે મારે મારી શ્રેષ્ઠતા સાબિત કરવાની છે. બહું જલ્દ મેં પસંદ કરેલાં ક્ષેત્રમાં મહારથ હાંસલ કરવાની છે, પ્રભુકૃપાથી આ આંખ બુજાશે એ પહેલાં બધું થઈ જશે. આપ સૌના અરમાનોને મારે ખરા કરવાના છે. હું જાણુ છું કે મારાં મર્યા બાદ મારી કબર બનાવી તેનાં પર તાજમહલ જેવી ઈમારત નહીં ચણાવાય કે પછી હું કોઈ મ્યુઝીયમની આર્ટ ગેલેરીમાં મીણનું પૂંતડું બનાવી ઊભો રાખવામાં આવું. મારાં જેવાં માણસને આટલી આશા કે આકાંક્ષા શોભતી પણ નથી. મારો જાન ગમે ત્યારે છૂટે મને પરવા નથી. મારે દોસ્તો યારોની જાન બની રહેવું છે. મહોબ્બતનાં જામ છલકાવા છે. ઈતિહાસમાં નામ અમર કરવાની કોઈ ઘેલછા નથી, મારે આત્મિયજનોનાં અંતરમાં વસવું છે. નામના કરતાં ચાહના મોટી ચીજ છે.
• આજ પણ જૂની યાદો બધી બચપનની સાચવેલી પડી છે જેને ક્યાંરેક જોઉં છું તો થાય છે કે ખરેખર હું બહું ખૂસનસીબ છું. ને છેલ્લાં પાંચ સાલ પર નજર ફેંકુ છું તો થોડો અંધકાર અને ઉજાસ બંને છે. બચપનની મેઘધનુષી જિંદગી હવે યુવાવસ્થાએ પહોંચતા પહોંચતા સપ્ત રંગોમાંથી બેકલરમાં આવી ચૂકી છે – બ્લેક એન્ડ વ્હાઈટ..
હું ખુશનસીબમાંથી કમનસીબ થયો છું, બદનસીબ નહીં. બસ હમ ભૂલ ગયે સબ કુછ લૈકિન તેરા પ્યાર નહિ ભૂલે. મને આજ પણ કોઈથી કોઈ ગમ ઔર શીકવા નથી, કોઈ ફરિયાદ નથી. બધાં મને યાદ છે. આજે પણ પહેલાં જેટલો જ ચાહું છુ, નફરત કરવી મારી ફિદરતમાં નથી. ભૂતકાળ ભવ્ય ન હોવા છતાં કિસ્સાનો કારવા બહું લાંબો છે.. કેટલાં નામ-ધામ-કામ લખવા? ખુશીયાનો દિવસ છે, એક નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે સૌ નો મસ્તક ઝૂકાવી આભાર માનવો છે. સ્નેહથી સલામી ને ગુલામી કરવી છે કે, મને આપે તમારાં કાબીલ સમજ્યો. મને દિલદાર દ્દરજ્જો દિધો ને પોતાનો કિધો.. બડી મહેરબાની બડી મહેરબાની.. થેંક્સ ટુ ઓલ એવરીબડી.. મારી જિંદગીના સારા-ખરાબ દિવસોમા સાથ આપવા બદલ આપ સૌનો આભાર દિલ સૈ.. ચીરાગૈ રોશન ઔર મહેફિલે મુલાકાત..
બહરહાલ વર્ષનો કદાચ દિલગમતો દિવસ આવી ગયો જ્યારે દોસ્ત-દુશ્મન, જાણ્યાં-અજાણ્યાં બધાં જ બર્થ-ડે વીશ કરી લેશે.. ચોકલેટ-પાર્ટી-ગીફ્ટ-¬ધમાલ-મસ્તી- જેમની સાથે દોસ્તી શબ્દનો અર્થ ખબર ન હતી એ સમયથી બનેલાં ભાઈબંધો-બહેનપણીઓ, હિતેચ્છુ-હરિફો અને બીજી કેટલીક ખાસ વ્યક્તિઓ જે આજ ક્યાં છે શું કરે છે ખબર નથી! યાદ અચૂક કરતાં હશે કેમ કે હું જ કહેતો આવ્યો છું કે માણસનાં જીવનમાંથી યાદો કોઈ છીનવી શકતું નથી. આજ મારી પાસે ત્રેવીસ વર્ષની યાદો છે મારાં હમદર્દ કરીબી સાથે વિતાવેલી એ પળો અને એ પળોની યાદગીરીરૂપે રહેલી ચીજો જે કદાચ વર્ષ-દર-વર્ષ વધતી જશે અને એક દિવસ જ્યારે હું તેમને છોડી જતો રહીશ ત્યારે તે અમર બની જશે.. અને ફરી એક નવો જન્મ.. એક નવું શરીર અને મારો જૂનો આત્મા..
સુબહ હોતી હૈ,
શામ હૌતી હૈ,
ઔર જિંદગી યુહી તમામ હોતી હૈ.