અભિમન્યુ મોદી

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 4.50 out of 5)
Loading...

પોતાની ખુદ ઉપર આવું પુસ્તક બનાવવું એ પણ તેના અલગ મિજાજનો એક ગુણ બતાવે છે. હું નથી માનતો કે, આની પહેલા કોઈએ પણ ગુજરાતીમાં ફક્ત પચીસ વર્ષની ઉંમરે આ પ્રકારનું પુસ્તક તૈયાર કરાવડાવ્યું હોય. – અભિમન્યુ મોદી

       ફેસબૂકથી મળેલ ભવ્ય રાવલ સાથે મિત્રતા ઉપરાંતનો પણ સબંધ વખત જતાં બંધાયો. ખૂદ માસ્ટર ઓફ ફાર્મસી કર્યુ હોવા છતાં સંદેશમાં કૉલેજ કાળથી જ કોલમ લખતો માટે અખબારોની દુનિયા તરફ આકર્ષણ રહેતું પણ પત્રકારત્વ ફિલ્ડ સાથે સંકળાયેલા બહુ વ્યક્તિઓ એ સમયે મિત્રો ન હોવાના કારણે એ તરફ કુતૂહલ પણ રહેતું. તો આ સમયે ભવ્ય ફેસબૂકની વર્ચ્યુઅલ દુનિયામાંથી રૂબરૂ મિત્ર બન્યો ત્યારથી પત્રકારત્વ ફિલ્ડ તરફની જીજ્ઞાસા થોડી સંતોષાવાનું ચાલુ થયું. પછી ભવ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ ચાલુ કર્યુ અને ત્યાંની વાતો સાંભળીને મને એની ઈર્ષા થતી કે આવું ભણવા મને તો ન મળ્યું પણ એના બીજા જ અઠવાડિયે પત્રકારત્વ ડિપાર્ટર્મેન્ટમાં ફિલ્મ એપ્રિસિએશનની વિઝીટીંગ ફેકલ્ટી તરીકે જોઈન થવાનું થયું અને ત્યારે જાયું તો સૌથી પહેલો સ્ટુડન્ટ ભવ્ય રાવલ. એટલે જ પહેલા કહ્યું કે અમારો સબંધ મિત્રતાથી પણ વિશેષ રહ્યો છે.

       ભવ્ય તો ભવ્ય છે એવી મુબારકબાદી ઘણા મિત્રોને મેં એને આપતાં સાંભળ્યા છે. ભવ્યે એના અભ્યાસ દરમિયાન જ અનેક કામો એવા કર્યા જે આ પત્રકારત્વ ડિપાર્ટમેન્ટનો સરેરાશ વિદ્યાર્થી ઉંમરનાં આ ગાળામાં નથી કરતો. બાવીસત્રેવીસ વર્ષની ઉંમરે કાઠિયાવાડ પોસ્ટમાં હપ્તાવાર લખાયેલી અન્યમનસ્કતાનામની નવલકથાનું પુસ્તક સ્વરૂપે વિમોચન સીનિયર પત્રકારો, વડીલો અને મહાનુભાવોને બોલાવીને સફળતાપૂર્વક કર્યું. એની પહેલા તો તેમણે ઓહ જિંદગીનામની લઘુનવલ લખી નાખી હતી. એ સમયે જ કદાચ તેની બીજી નવલકથા અને ઓફ ધી રેકોર્ડલખાઈ રહી હશે જે એણે માતૃભારતીમાં હપ્તાવાર લખી. ઓછા સમયમાં એકદમ નિયમિત રીતે પૂરી સમર્પણ ભાવનાથી નવલકથાઓ લખવી, તેને શક્ય એટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી વહેતી મૂકવી અને તે પછી બીજા પુસ્તકોનું કામ પણ ચાલુ રાખવું. આવી સમર્પણભાવના ધરાવતા ભાગ્યે જ કોઈ પત્રકારત્વના વિદ્યાર્થીઓ મળી આવે. યોગેશ ચોલેરા સંપાદિત ૧૦૧ વૈજ્ઞાનિક  સિદ્ધાંતોપુસ્તકનું કામ પણ અત્યારે પૂર્ણતાના આરે છે અને બીજા પુસ્તકોનું કામ જારશોરથી ચાલી રહ્યું છે.

       ભવ્યને જ્યારથી ઓળખુ છું ત્યારથી ખ્યાલ છે કે એમને લખવું બહુ ગમે છે. પછી એ કવિતા હોય, વાર્તા હોય, નવલકથા હોય, અભ્યાસક્રમનાં થિસીસ હોય કે પછી પ્રસંગોચિત લેખ હોય. ફેસબૂક ઉપર તેની અંગત ટાઈમલાઈન ઉપર કે તેના ફેન્સમાટે બનાવેલા પેજ ઉપર સમયસર કંઈક ને કંઈક લખાણ આવી જ જાય. શરૂઆતમાં થોડો સમય ભવ્યના લખાણ ઉપર ચંદ્રકાંત બક્ષીની સીધી અસર દેખાતી હતી. આજે પણ નથી. હા, પોતાના ફોટોઝ પડાવવાનો એ શોખીન. પોતાનો ફોટો મૂક્યો હોય, તેની ઉપર તેણે શીઘ્ર સ્ફૂરિત પંક્તિઓ લખી હોય એવી ફેસબૂક પોસ્ટ પણ જોઈ છે. શરમ રાખ્યા વિના બોલ્ડ લખાણ પણ તે લખી જાણે. ભવ્યની દાઢીમૂછ તો રાજકોટ ખાતે વર્તુળોમાં ચર્ચાનો વિષય રહ્યાં છે એવું કહી શકાય. તેમની વિશિષ્ટ દાઢીમૂછ હવે તેમની આગવી ઓળખ બની ગયા છે.

       ભવ્ય રાવલ એક સાથે ઘણું બધુ કરવા માગે છે અને ઘણું એમણે કરી પણ બતાવ્યું છે. બાળકો માટેનું સેન્ટર ખોલ્યું. પરીક્ષા પછી તેના પેપર ચકાસણી બાબતે તેને પોતાને અન્યાય લાગતા અરજીઓ કરીને માર્કસ્ સુધરાવીને રહ્યો. અત્યારે પી.એચ.ડી.નું કામ ચાલુ છે. વિવિધ પુસ્તકોનું કામ ચાલુ છે. એક સાથે આવા ઘણા કામ તે કરી શકે છે. વધુમાં પત્રકારત્વના લક્ષણો ખાસ કરીને કાઠિયાવાડ માટે જરૂરી એવી પત્રકારત્વની ખાસિયતો તેનામાં છે જે આ ઉંમરે ભાગ્યે જ જોવા મળે છે. ભવ્યને લોકલ સાંપ્રત પ્રવાહોની ઘણી ખબર હોય, ઘણા બધાંની ખબર હોય. અને અમૂક બાબતોમાં તેને જે કહેવું હોય એ કોઈની પણ સાડીબાર રાખ્યા વિના બિંદાસ બોલી પણ દે. માર્ચ ૨૦૧૬ના ગાળામાં ગોંડલથી પાછા ફરતા રસ્તામાં તેણે તેની આગામી નવલમાં આવતી નાયિકાનું સૌંદર્યવર્ણન જે સંભળાવ્યું હતું તે ભૂલાય એમ નથી. ભવ્ય મળે તો તેને આગ્રહ કરીને પણ એ વર્ણન સાંભળવું. પોતાની ખુદ ઉપર આવું પુસ્તક બનાવવું એ પણ તેના અલગ મિજાજનો એક ગુણ બતાવે છે. હું નથી માનતો કે, આની પહેલા કોઈએ પણ ગુજરાતીમાં ફક્ત પચીસ વર્ષની ઉંમરે આ પ્રકારનું પુસ્તક તૈયાર કરાવડાવ્યું હોય.

       ઘણું લખી શકાય એમ છે પણ છેલ્લે એટલું જ કહેવાનું રહે કે ભવ્યમાં લખવાનો ઉત્સાહ ઘણો છે અને પત્રકારત્વના લક્ષણો તો એમનામાં ભર્યા જ છે. આ પચીસમાં જન્મીદિને એવી શુભેચ્છા કે તે ખૂબન પ્રગતિ કરે, ખૂબ આગળ વધે, અલગ પત્રકાર તરીકે ઓળખાઈ આવે અને ખૂબ લખે.

અભિમન્યુ મોદી