આકાંક્ષા ચૌહાણ
સૌ પ્રથમ તો આ એક ઉમદા પ્રયાસ છે. આ અનોખા માધ્યમથી લોકો દ્વારા પોતાના વ્યક્તિત્વનાં પાંસાઓની અમુલ્ય ભેટ મેળવવાનો.
તમારાં વિશે જણાવવા કે કશું કહેવા હું યોગ્ય તો નથી, પરંતુ જે કંઈ મીતાક્ષરી કે લઘુ પરિચય મેં આપણો પરોક્ષ કે પ્રત્યક્ષ કેળવ્યો છે તેના અનુસંધાને જ હું એક ચિત્રકાર તરીકે આપનું શબ્દ કે વ્યક્તિત્વ ચિત્ર ચિત્રણ કરવા માટે પ્રયાસ કરું છું.
આમ તો હું આપને એક પ્રસંગોપાત મળેલી અને જ્યારે તમારા સાક્ષાત દર્શન થયા ત્યારે આપે મને ‘કાવ્યત્વ’ ખરેખર શું છે એ અંગેની માહિતીનો પાક્કો ખ્યાલ મારા સમક્ષ કરેલો. અને મને હું ખરેખર શું છું એ અનુભૂતિ આપે મને કરાવેલી છે.
એ સિવાય મારી રચનાઓ બૂકમાં બંધ બારણે લખાતી હતી. તેને ઉડવા માટે પાંખો પણ હતી. પણ એ ક્યાં, કઈ રીતે, શા દિશામાં ઉડવું એની ભાળ આપે મને આપી. એ માટે તમારો અંત:કરણપૂર્વક આભાર.
-આકાંક્ષા ચૌહાણ