આરકે યુનિ.ની નવી પેઢી શિક્ષણનાં આધુનિક માર્ગે

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

પ્રોજેક્ટ નોર્થસ્ટાર અને વન કેમ્પસ મલ્ટી એજ્યુ. ફેકલ્ટી સિસ્ટમનાં કન્સેપ્ટ સાથે આરકે યુનિવર્સિટી સૌરાષ્ટ્રની સૌથી મોટી એડવાન્સ ડિજીટલ યુનિવર્સિટી

આરકે યુનિવર્સિટીમાં યુએસએ-યુરોપની પ્રોજેક્ટ બેઈઝ લર્નિંગ સિસ્ટમને અમલમાં મૂકશે ડેનીશ-મોહિત પટેલની જેનનેક્સ્ટ

સમાજમાં ઉપેક્ષા પામેલાં મજૂરનાં દીકરા, લારીમાં બરફ ગોલા વેંચનાર ખોડીદાસભાઈ અને તેમનાં સંતાનો આરકે યુનિવર્સીટીનાં માલિકો

આરકે યુનિવર્સિટીથી સૌ પરિચિત હશે પણ તેમનાં સ્થાપક કે સંચાલક વિશે બહુ ઓછાને ખ્યાલ હશે. આરકે યુનિવર્સિટીનાં પ્રેસિડેન્ટ શ્રી ખોડીદાસભાઈ જીવનમાં એક સમયે સિદ્ધાંત અને આદર્શથી કોઈપણ એવું કામ કરવા તૈયાર હતા જેમાં પૈસા મળે. આ પાછળનું કારણ માત્ર પિતાનાં મજૂરી કામને કારણે સ્કૂલમિત્રોની ઠેકડી અને સમાજની ઉપેક્ષા હતી. પોતાના પરિવારને આર્થિક અને સામાજિક રીતે ઉન્નત બનાવવા માટે નાનપણથી જ ખોડીદાસભાઈએ રાજકોટનાં ગુંદાવાડી વિસ્તારમાં દોઢ વર્ષ સુધી ગોલા વાળવાનું કામ કર્યું, ઓઈલ એન્જિનનાં કારખાનામાં પણ ખૂબ પરસેવો પાડ્યો. બોક્સ બનાવવાની ફેકટરીમાં કામ કરવાનાં અનુભવને આધારે બોક્સ બનાવ્યા. ૧૬ વર્ષની વયે પોતાના પૈસે સાયકલ ખરીદી તેના પર બોક્સની ફેરી શરૂ કરી. ધીમેધીમે બે-પાંચ રૂપિયા કમાતા એક પરિચિત સાથે વોચકેસ(ઘડિયાળ) બનાવવાનું કારખાનું નાના પાયે નાખ્યું. વોચકેસનો વ્યવસાય ખોડીદાસભાઈનાં જીવનનો ટર્નિગ પોઈન્ટ બન્યો. આર્થિક ખેંચને કારણે પોતે ન ભણી શકેલા ખોડીદાસભાઈ પટેલે પાયપાય ભેગી કરી પોતાના બંને દીકરાઓને ઉચ્ચ અભ્યાસ માટે સૌરાષ્ટ્ર બહાર ભણવા મોકલ્યા, જ્યાં પુત્રોને પડતી તકલીફને કારણે ખોડીદાસભાઈને કોલેજ બનાવવાનો વિચાર આવ્યો. આમ, આરકે ગૃપ ઓફ કોલેજીસ અને ત્યારબાદ આરકે યુનિવર્સિટીનો સૂર્યોદય થયો. જે આરકે યુનિવર્સિટી આજે ખોડીદાસભાઈનાં સંતાનો ડેનીશભાઈ અને મોહિતભાઈનાં સંચાલનમાં સૌરાષ્ટ્રમાં એજ્યુ હબ બની છે.
૨૦૦૧માં સ્થપાયેલુ શ્રી શામજીભાઈ હરજીભાઈ તલાવીયા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે, એસએચટીસી ટ્રસ્ટનું સમાજ અને શૈક્ષણિક સેવાનાં વિકાસ કાર્યનું સૌથી ઉચ્ચતમ અને ઉત્તમ ઉદાહરણ એટલે આરકે યુનિવર્સિટી. રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલી આરકે યુનિવર્સિટી સૌરાષ્ટ્રની સૌ પ્રથમ ખાનગી વિશ્વ વિદ્યાલય હોવાનું બહુમાન ધરાવે છે. એસએચટીસી ટ્રસ્ટ સ્થાપનાકાળથી શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રમાં સામાજિક વિકાસનાં કાર્યો કરતું આવ્યું છે. જેમાં ૨૦૦૫ની સાલમાં આરકે ગૃપ ઓફ કોલેજીસ અને ફિઝ્યોથેરાપી સેન્ટરની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ આ સંસ્થાના ચેરમેન શ્રી ખોડીદાસભાઈ પટેલને વિચાર આવ્યો કે, વિદ્યાર્થીઓને બધા જ પ્રકારનું જ્ઞાન એક જ સ્થળે મળી રહે તો કેવું? જો રાજકોટ કે તેની આસપાસમાં પ્રાઈવેટ યુનિવર્સિટી શરૂ કરવામાં આવે તો સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થીઓને બીજા શહેરોમાં અભ્યાસ કરવા માટે જવું ન પડે ઉપરાંત એન્જિનિયરીંગ અને મેડિકલનાં મેરિટ લિસ્ટમાં જેઓને જગ્યા ન મળે તેઓનું પણ વર્ષ બગડ્યા વિના અભ્યાસક્રમ આગળ વધી શકે. આમ, ૨૦૧૧ની સાલમાં આરકે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.
આરકે ગૃપ ઓફ કોલેજીસમાંથી આરકે યુનિવર્સિટીનું નિર્માણ થતા સંસ્થાનાં ચેરમેન શ્રી ખોડીદાસભાઈનાં બંને સંતાનો ડેનીશભાઈ અને મોહિતભાઈ પણ પિતાની ઈચ્છા અને આદેશ મુજબ આરકે યુનિવર્સિટીમાં જોડાઈને વાઈસ પ્રેસિડેન્ટનો કાર્યભાર સંભાળ્યો. આરકે યુનિવર્સિટીનાં ચેરમેન શ્રી ખોડીદાસભાઈનો અભ્યાસ માત્ર ૯ ધોરણ પણ તેઓની સૂજબૂજ, નિર્ણયશક્તિ, સંચાલન ક્ષમતા દાદ માગી લે તેવી હતી. એટલે આરકે યુનિવર્સિટી શરૂ થતાની સાથે જ વિવિધ શૈક્ષણિક વિભાગોમાં ૨૫૦૦થી વધુ એડમિશન થઈ ગયા. વિદ્યાર્થીઓને વાજબી ફીમાં ઘર આંગણે શિક્ષણ આપવાનો ટ્રસ્ટનો હેતુ સાર્થક નીવડ્યો. હવે? હવે સમય વિદ્યાર્થીઓની પરીક્ષા લેતાં સંસ્થાનાં ચેરમેન શ્રી ખોડીદાસભાઈનાં સંતાનોએ પરીક્ષા આપવાનો હતો. આરકે યુનિવર્સિટીનાં વાઈસ પ્રેસિડેન્ટ ડેનીશભાઈ અને મોહિતભાઈ ઉપર સૌથી મોટી જવાબદારી આવી પિતાનાં સાકાર થતા સપનાંને નવી ઊંચાઈ અપાવવાની અને અહીંથી સફળ સફર શરુ થઈ આરકે યુનિવર્સિટીની, જેણે આજે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વને ક્વોલીટી એજ્યુ. સાથે બેસ્ટ સ્ટુડન્ટસ આપ્યા છે.
ભારતમાં ભણીને અહીંનાં શૈક્ષણિક માળખાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલા ડેનીશભાઈ પટેલે આરકે યુનિવર્સિટીમાં સ્કીલ બેઈઝ, ચોઈસ બેઈઝ એજ્યુ અને સ્ટુડેન્ટ ટ્રેનિંગ પર ભાર મૂક્યો તો બીજી તરફ વિદેશથી ભણી આવેલા મોહિતભાઈ પટેલે આરકે યુનિવર્સિટીમાં ‘પ્રોજેક્ટ નોર્થસ્ટાર’ એજ્યુ. સિસ્ટમને અમલમાં મૂકી. આમ, બંને બંધુઓની સ્તરીયથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ પદ્ધતિએ આરકે યુનિવર્સિટીને ટૂંકાગાળામાં શૈક્ષણિક ક્ષેત્રે શિરમોર બનાવી. આટલું જ નહીં આવનારા સમયમાં આરકે યુનિવર્સિટીમાં યુએસએ-યુરોપની પ્રોજેક્ટ બેઈઝ લર્નિંગ સિસ્ટમને અમલમાં મૂકવા ડેનીશ-મોહિત પટેલ બંધુની જોડી દિવસ-રાત સંશોધન કરી રહી છે.
આરકે યુનિવર્સિટી રાજકોટ-સૌરાષ્ટ્રમાં તમામ પ્રકારની સુરક્ષા અને સ્વચ્છતાથી સજ્જ આરોગ્યની સુવિધા તેમજ રહેવા-જમવાની વ્યવસ્થા સાથે ટ્રાન્સપોર્ટ ફેસેલીટી ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી યુનિ. છે જેમાં મેડિસીન, ફાર્મસી, ફિલોસોફી, મેનેજમેન્ટ, એન્જિનિયરીંગ, કોમ્પ્યુટર સાઈન્સ અને સ્કૂલ ઓફ સાઈન્સ તથા પીએચડી પ્રોગ્રામ સહિત ૫૦થી વધુ ડીપ્લોમા અને ડિગ્રીનાં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ દરમિયાન આરકે યુનિવર્સિટી ટેક્નો કલ્ચર અને ફીઝીયો કલ્ચર ઇવેન્ટનું આયોજન કરે છે. શૈક્ષણિક સિવાય સામાજિક જવાબદારીનાં ભાગરૂપે હેલ્થ સેન્ટર ચલાવે છે અને અધૂરામાં પૂરું આર્થિક રીતે નબળા છતાં ભણવામાં ઉજળા વિદ્યાર્થીઓ માટે કે.એસ. પટેલ સ્કોલરશીપ એવોર્ડ પ્રોગ્રામ પણ ગોઠવે છે. આરકે યુનિવર્સિટીની સેવા, સુવિધા અને ઉપલબ્ધિઓની સૂચી લાંબી છે. જેમ કે, આરકે યુનિ.માં ભારતનું સૌ પ્રથમ મલ્ટીસેન્સરી ઈંટરએક્ટિવ મ્યુઝિયમ છે. જે વિશ્વની સૌથી એડવાન્સ ટેક્નોલોજી સાથે વિદ્યાર્થીઓને ભણાવવા-શીખવવા નિર્માણ કરવામાં આવ્યું છે. આરકે યુનિવર્સિટીમાં ‘ઈંટરનેશનલ રિલેશન સેલ’ દ્વારા સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, વિદેશની યુનિ.માં સ્ટડી ટુર અને વિશ્વવિદ્યાલયો સાથે સેમિનાર, વર્કશોપ અને ગેસ્ટ ટોલ્કનું આયોજન કરવામાં આવે છે. જો વિદ્યાર્થીઓમાં એજ્યુ. અને કેરિયર બાબતે પેશન હોય તો આરકે યુનિવર્સિટીનાં ઈનોવેશન તમને વર્લ્ડ ટોપર બનાવશે.
રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિત હવે તો પૂરા ભારતને સરકારી કોલેજનો શ્રેષ્ઠ વિકલ્પ આપનાર આરકે યુનિવર્સિટીનાં સ્થાપક શ્રી ખોડીદાસભાઈનાં સંચાલક સંતાન ડેનીશભાઈ જણાવે છે કે, આરકે યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારનું શિક્ષણ એક જ સ્થળે આપવામાં આવે છે. દા.ત. કોઈ ફાર્મસીનાં વિદ્યાર્થી ભવિષ્યમાં પોતાની હોસ્પિટલ ખોલવાની ઈચ્છા ધરાવતા હોય તો સ્કૂલ ઓફ મેનેજમેન્ટનાં પ્રોફેસર ફાર્મસીનાં વિદ્યાર્થીને મેનેજમેન્ટનાં પાઠ ભણાવે છે. અન્ય કોલેજી-યુનિ.માં આ શક્ય બનતું નથી. આપણો દેશ ભારત ખેતી પ્રધાન દેશ છે. કૃષિ અને આયુર્વેદનાં મહત્વને ધ્યાનમાં રાખી આરકે યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર અને આયુર્વેદનાં કોર્ષ શરૂ થઈ ચૂક્યા છે. સાથોસાથ ભવિષ્યનાં આયોજન અને વિદ્યાર્થીઓની ક્ષમતાને ધ્યાનમાં લઈ યુરોપિયન યુનિવર્સિટીનાં એસોસિએશન સાથે આરકે યુનિવર્સિટીએ ટાઈઅપ કરેલું છે. એ સિવાય યુનિવર્સિટીમાં પોલેન્ડ, યુકે અને યુએસએની વિવિધ યુનિ. સાથે જોડાણ કરી તાલીમ અને રોજગારલક્ષી પ્રોજેક્ટ અને રિસર્ચ વર્ક ચલાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને અભ્યાસની જોડે આગળના ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.
આરકે યુનિવર્સિટી એએએ, એઆઈસીટીઈ, ડીટીઈ (ગવર્મેન્ટ ઓફ ગુજરાત) અને સીઆઈઆઈની માન્યતા ધરાવતી યુનિવર્સિટી છે. આરકે યુનિવર્સિટીનાં ઈન્ટરપ્રીન્યુટરને બેસ્ટ ઓપોર્ચ્યુંનીટી મળી રહે એ માટે ગર્વમેન્ટ ઓફ ગુજરાત અને નેશનલ ઈન્ટરપ્રીન્યુટર (એનઈએન) સાથે આરકે યુનિવર્સિટીએ ટાઈઅપ કરેલું છે. માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું નહીં પરંતુ આરકે યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પૂર્ણ થતાની સાથે જ પોતાની જળહળતી કારકિર્દીને ઝડપી અને સરળતાથી શરૂ કરી શકે તે માટે આરકે યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ અને જોબફેર જેવાં કાર્યક્રમો યોજાય છે. ટૂંકમાં આરકે યુનિવર્સિટીમાંથી ભણેલા વિદ્યાર્થી ક્યાય પાછળ ન પડે તેવા ખરા અર્થમાં ભણેલા-ગણેલા બનાવવામાં આવે છે.
આરકે યુનિવર્સિટીનાં ચેરમેન શ્રી ખોડીદાસભાઈ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ભણી ન શક્યા. જ્યારે ખોડીદાસભાઈએ શૂન્યમાંથી સર્જન કરી આરકે યુનિવર્સિટી બનાવી ત્યારે તેમનો પ્રયત્ન વિદ્યાર્થીઓને તાલીમલક્ષી અને વ્યવસાયલક્ષી વ્યાજબી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો હતો. આરકે યુનિવર્સિટીનાં માધ્યમથી પિતા ખોડીદાસભાઈનાં શૈક્ષણિક અને સામાજિક સેવાનાં હેતુને પુત્ર ડેનીશભાઈ અને મોહિતભાઈએ સાર્થક બનાવ્યો છે. આજે આરકે યુનિવર્સિટી શૈક્ષણિક વિશ્વવિદ્યાલયોમાં ગૌરવથી લેવામાં આવતું નામ છે. અલબત્ત આરકે યુનિવર્સિટી સૌરાષ્ટ્ર સહિત ઓલ ઓવર યુનિવર્સિટીની પહેલી પસંદ બનતી જાય છે.

આરકે યુનિવર્સિટી : ફેક્ટ ફાઈલ :
સ્થાપના : ૧૪ ઓક્ટોબર ૨૦૧૧
પ્રેસિડેન્ટ : શ્રી ખોડીદાસભાઈ પટેલ
વાઈસ પ્રેસિડેન્ટ : ડેનીશ પટેલ, મોહિત પટેલ
ફેકલ્ટી : મેડિસીન, ટેક્નોલોજી, ફાર્મસી, મેનેજમેન્ટ, સાઈન્સ, કોમ્પ્યુટર સાઈન્સ.. મુખ્ય ૭ ફેકલ્ટી સાથે ૫૦થી વધુ કોર્ષ
સ્ટાફ : ૩૦૦થી વધુ
વિદ્યાર્થીઓ : ૫૦૦૦થી વધુ
કેમ્પસ : આરકે શૈક્ષણિક સંકુલ ૪૦ એકર, આરકે ફાર્મ ૭૦ એકર
એવોર્ડ્સ : ઇન્ડિયન કાઉન્સીલ ફોર ટેકનીકલ એજ્યુ. એવોર્ડ, સ્ટેટ લેવલ આઈએસટીઈ સ્ટુડન્ટસ ચેપ્ટર એવોર્ડ, કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડક્ટીવીટી કાઉન્સીલ એવોર્ડ, બી-સ્કુલ લીડરશીપ એવોર્ડ.

આરકે યુનિવર્સિટીનાં સ્માર્ટ, સ્મુથ અને સક્સેસફૂલ મેનેજમેન્ટ પાછળ છે ડેનીશ પટેલનાં આઈડિયા તો પોતાનાં એક્સપીરીયન્સ અને ઈનોવેશનથી મોહિત પટેલે બનાવી આરકે યુનિવર્સિટીને સૌરાષ્ટ્રની સૌથી ડિજીટલ અને એડવાન્સ ટેકનોલોજી ધરાવતી યુનિવર્સિટી
બી.ઈ. કેમિકલનો અભ્યાસ કરેલાં ડેનીશભાઈ પટેલે આરકે યુનિવર્સિટીને પોતાની આવડત અને સમજણથી સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ ખાનગી યુનિવર્સિટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ડેનીશભાઈ પટેલે પોતાનાં વિશિષ્ટ વિચારો અને વહિવટી સંચાલન થકી આરકે યુનિવર્સિટીની ફેકલ્ટીથી લઈને નાનામાં નાનો સ્ટાફ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓથી નવા-આવનારા વિદ્યાર્થીઓ સાથે નિકટનાં સંબંધો અને સાયુજ્ય કેળવી સૌને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. આરકે યુનિવર્સિટી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ શ્રેષ્ઠ કારકિર્દી ઘડી પોતાનાં કાર્યોથી આરકે યુનિવર્સિટી, પરિવાર, સમાજ અને દેશનું નામ દુનિયાભરમાં રોશન કરે તે માટે ડેનીશભાઈ પટેલ પ્રયત્નશીલ છે. તો બીજી તરફ બી.ઈ. મિકેનિકલ. તથા એમ.ફિલ.નો અભ્યાસ યુ.કે.ની કેમ્બ્રિજ યુનિ.માંથી અને એજ્યુ.માં એમએડનો અભ્યાસ યુ.એસ.ની હાર્વડ યુનિ.માંથી કરેલાં મોહિતભાઈ પટેલે આરકે યુનિવર્સિટીમાં મીનીમમ ટેક્સબૂક મેક્સિમમ પ્રેક્ટિકલ એજ્યું સિસ્ટમનાં અમલ ઉપરાંત એડવાન્સ ડિજીટલ ટેકનોલોજીનાં અપનાવેલાં અભિગમથી આજે આરકે યુનિવર્સિટી સૌરાષ્ટ્રની સૌથી ડિજીટલ અને એડવાન્સ ટેકનોલોજી ધરાવતી યુનિવર્સિટી બની છે. આરકે યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ વધુને વધુ ટેકનોસેવી બને તે હેતુસર મોહિતભાઈ પટેલ આરકે યુનિવર્સિટીને માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ ભારતની સૌથી ડિજીટલ અને એડવાન્સ યુનિવર્સિટી બનાવવા સજ્જ છે.

ગુરુમંત્ર : આરકે યુનિવર્સિટીનાં પ્રેસિડેન્ટ શ્રી ખોડીદાસભાઈનાં બંને સંતાનો ડેનીશભાઈ પટેલ અને મોહિતભાઈ પટેલ સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ એન્ડ બ્રિંગ હેપિનેસ લર્નિંગ ફોર ધી સ્ટુડન્ટને પોતાનો ગુરુમંત્ર ગણે છે. આ ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓને મેક ધી કેરિયર ઈન ધી ફિલ્ડ, યુ આર પ્રેઝેન્ટ અબાઉટની એડવાઈસ આપે છે. જે ભણતર ભાર આપે એ કામનું હોતું નથી, શિક્ષણ હંમેશા આનંદ અને વિકાસ સાથે સામાજિક પ્રતિષ્ઠા આપે છે. આરકે યુનિવર્સિટી તથા તેનાં સંચાલક પિતા-પુત્રો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવા માટે માત્ર શ્રેષ્ઠ ફેકલ્ટી જ નહીં પરંતુ બેસ્ટ ફેસેલિટી પણ આરકે યુનિવર્સિટીમાં લઈ આવવાનું જાણે છે. વિદ્યાર્થીઓને ફક્ત પરિક્ષાલક્ષી નહીં પરંતુ કારકિર્દીલક્ષી વ્યવહારુ શિક્ષણ આપવું એ આરકે યુનિવર્સિટીની યુએસપી જણાય છે.