આવું છે ગુજરાત..
આવું છે ગુજરાત..
ગુજરાતમાં દરેક સવાર એક તહેવાર છે,
ઉત્સવો મનાવવા માત્ર નિમિત્તની જરૂર છે.
નર્મદાનાં નીર અને ભોજનમાં ખીર ઘેર ઘેર છે,
પ્રેમ કેરો સાદ અને પ્રભુજીનો પ્રસાદ છે.
આવું છે મારું જન્મક્ષેત્ર ગુજરાત…
ગુજરાતમાં ભાવનાની ભરતી અને અકરામણની ઓટ છે,
બુધ્ધીમાન કરતા બદમાશની ખોટ છે.
ફક્ત સામાન્ય માનવીનાં મન જ નહીં, પરંતુ બસ સ્ટેન્ડથી લઈ બગીચા સુધીનાં સ્થાન ચોખ્ખા છે.
બધા એક ડાળનાં પંખી છે.
આવું છે મારું કર્મક્ષેત્ર ગુજરાત. . .
ગુજરાતમાં હરદીન દશહરા અને હર રાત દિવાળી છે,
અહી સ્વતંત્રતા પણ છે અને સલામતી પણ છે.
ગુટખા અને ગાંઠિયા ખાતા લોકો ધંધો મમૂકી રસ્તો બતાવવા આવે તેવા છે.
આવું છે મારું મિત્રક્ષેત્ર ગુજરાત. . .
નીલગગનમાં ઉજાસ અને સહિયર સમી સરકારનો સાથ છે એટલા માટે જ કેડ્બરીથી લઈ કોમ્પ્યુટર અને ડિવીડિ પ્લેયરથી લઈ ડોક્ટર સુધી ગુજરાત નં. એક બનવા પાછળ છ કરોડ ગુજરાતીઓનો હાથ છે.
આવું છે મારું માતૃક્ષેત્ર ગુજરાત…
જય જય ગરવી ગુજરાત..