ઈલેક્ટ્રિક માર્કેટમાં કિરણ ઈલેક્ટ્રિકની નવી પેઢીએ રાજકોટનું નામ જળહળતું રાખ્યું

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

મોટાભાગે સૌરાષ્ટ્ર, ગુજરાત ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સનું હબ ગણાતું નથી. આપણે ત્યાં ઇલેક્ટ્રિક આઈટેમની છુટક પેટા વસ્તુઓ ભલે બનતી હોય પણ ઈલેક્ટ્રિક વસ્તુઓનાં વેંચાણમાં ગુજરાત અને ભારત બહારની કંપનીઓનો દબદબો છે. જોકે, રાજકોટીય અને ગુજરાતીઓ માટે એક ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, આપણે ત્યાં ભારતની આઝાદી અને ગુજરાતની સ્થાપનાથી પણ જૂની કિરણ ઇલેક્ટ્રિક કંપનીએ ઈલેક્ટ્રિક માર્કેટમાં રાજકોટનું નામ જળહળતું રાખ્યું છે ત્યારે આવો જાણીએ કિરણ ઈલેક્ટ્રિક કંપનીની કરંટકથા.
કિરણ ઇલેક્ટ્રિકનાં સ્થાપક બળવંતરાય જટાશંકરભાઈ મહેતાના પિતાશ્રી રાજકોટમાં કાપડની દુકાન ચલાવતા હતા. એકવાર તેમના મોટાભાઈના લગ્નપ્રસંગમાં જ્યારે વાયરમેન લેમ્પ ફિટ કરવા આવ્યો ત્યારે તેણે લેમ્પ ફીટીંગનું ભાડું પાંચ રૂપિયા લીધું! એ જ ઘડીએ બળવંતરાયે નક્કી કરી લીધું કે, પોતાએ પણ વાયરીંગનું કામ શીખવું. બસ પછી તેમના એક મિત્રની દુકાને જઈને તેઓ વાયરમેનનું કામ શીખવા લાગ્યા. છ મહિના સુધી ઈલેક્ટ્રિક કામ શીખ્યા બાદ તેમણે ઇલેક્ટ્રિસિટીનો અભ્યાસ પણ કર્યો. ત્યારપછીથી ધીમેધીમે બળવંતરાયે પિતાનો કાપડનો ધંધો સંકેલી લોકોના ઘરે કે દુકાને સ્વીચ બોર્ડ નાખવા કે વાયર ફિટ કરવા જતાં. ૧૯૪૪ની સાલમાં બળવંતરાયના ઘરે પુત્રનો જ્ન્મ થયો અને તેનું નામ કિરણ રાખવામાં આવ્યું. બળવંતભાઈનાં આ પુત્ર કિરણનાં જન્મ સાથે તેમની ઈલેક્ટ્રિક કંપની કિરણ ઈલેક્ટ્રિકનો પણ જન્મ થયો. જેણે આજે આખા ગુજરાતનાં ઈલેક્ટ્રિક માર્કેટમાં પોતાની ઓજસ પાથરી છે.
બળવંતભાઈનાં છ પુત્રો કિરણભાઈ, રોહિતભાઈ, બીપીનભાઈ, નીતિનભાઇ, વિમલભાઈ અને રાજેશભાઈ પણ પિતાના ઈલેક્ટ્રિક કંપનીનાં વ્યવસાયને આગળ વધારવા ઇચ્છતા હોવાથી ૧૯૬૦ની સાલમાં ઉદ્યમી કિરણભાઇએ અભ્યાસ પૂર્ણ કરીને કિરણ ઇલેક્ટ્રિક કંપનીમાં ટ્રેડિંગ અને કોન્ટ્રાકટનું કામ સંભાળ્યું. કિરણભાઈએ પિતાનાં વ્યવસાયને એક ડગલું આગળ ધપાવતા સાથે જ કિરણ ઈલેક્ટ્રિક કંપનીમાં પ્રગતિનો સ્પાર્ક થયો. બીજી તરફ પિતાના વ્યવસાયમાં મદદરૂપ થવા મહેતા પરિવારનાં સંતાન બિપિનભાઈ અને નિતિનભાઈએ પણ બી.ઈ. અને ડી.ઈ.નો અભ્યાસ ૧૯૭૨ની સાલમાં પૂર્ણ કર્યો. ૧૯૭૫ની સાલમાં વિમલભાઈ તેમજ રાજેશભાઈ એ બી.કોમ તથા બી.એસસીનો અભ્યાસ કરી ચારેય મહેતા બંધુઓ પણ કિરણ ઈલેક્ટ્રિક કંપનીનો કાર્યભાર સંભાળ્યો. રોહિતભાઈ એ નિતિન ઇલેક્ટ્રિક સ્ટોર્સ નામથી ઇલેક્ટ્રિકલ રિટેલ શોપની શરૂઆત કરી જે હાલમાં તેમના સંતાન દેવેનભાઈ અને વિક્રમભાઈ સંભાળી રહ્યા છે.
મહેતા પરિવારની નેક્સ્ટ જેનરેશનએ કિરણ ઇલેક્ટ્રિક કંપનીની સાથેસાથે નિતિન ઈલેક્ટ્રિક સ્ટોર્સ, અંબર એન્જિનિયરીંગ એન્ટરપ્રાઇઝ અને અમન પ્રિસીસન પ્રોડક્ટ્સની શરૂઆત કરી. કિરણ ઇલેક્ટ્રિક કંપની શરૂઆતથી જ ફિલિપ્સ, ફિનોલેક્સ, એલ એન્ડ ટી અને લેગ્રાન્ડ જેવી બહુ પ્રતિષ્ઠિત કંપનીઓની ડીલરશીપ ધરાવે છે. મહેતા પરિવારની નવી પેઢીએ આજે ઈલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ અને નામી કંપનીઓની ડીલરશીપથી કિરણ ઇલેક્ટ્રિક કંપની ગૃપને જળહળતું બનાવી દીધું છે. પ્રતિષ્ઠિત કંપનીની ડીલરશીપ તથા ડિસ્ટ્રિબ્યુટરશીપ મેળવી આ કંપનીએ પોતાના ટર્નઓવરમાં ઘણો જ વધારો પણ કર્યો છે.
છેલ્લાં બે દસકમાં ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ સર્જાતા કિરણ ઇલેક્ટ્રિક કંપનીનું કિરણ ચો દિશામાં પ્રજ્વલિત થયું છે. ખાસ તો રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે-જ્યારે શ્રેષ્ઠ ઈલેક્ટ્રિફીકેશન કરવાનું આવે ત્યારે-ત્યારે કિરણ ઇલેક્ટ્રિક કંપનીને જ યાદ કરવામાં આવે છે. ૧૯૭૨ની સાલ બાદ ચાર ભાઈઓ ધંધામાં જોડાતા ઘણાબધા સિનેમા હાઉસ, હોસ્પિટલ્સથી લઈ ઈન્ડસ્ટ્રીઝ વગેરેનાં ઈલેક્ટ્રિક વાયરિંગ વર્કમાં પણ કિરણ ઈલેક્ટ્રિકનો જબ્બર સિંહફાળો રહેલો છે.
કિરણ ઇલેક્ટ્રિક કંપનીની ત્રીજી પેઢી દર્શન કિરણભાઈ મહેતા અને વિશાલ બીપીનભાઈ મહેતાનાં જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રિક સર્વિસ ક્ષેત્રે આધુનિક યુગમાં સુરક્ષાની આવશ્યકતા રહેલી છે. જે ધંધા-વ્યવસાય પૂરતી મર્યાદિત ન રહેતા આજે આપણા ઘર માટે પણ જરૂરી બની છે. ૨૦૦૨ની સાલમાં કિરણ ઈલેક્ટ્રિક કંપની દ્વારા આધુનિક ટેકનોલોજીનાં સીસી ટીવી કેમેરા તથા સિક્યોરીટી સિસ્ટમની મલ્ટીનેશનલ બ્રાંડ દહુઆ તથા સી.પી. પ્લસની એક્સલુઝીવ ડીસટ્રીબ્યુટરશીપ કિરણ ઈલે. સિસ્ટમનાં નામે શરુ કરેલી જે આજે પણ પ્રગતિશીલ છે. ત્યારબાદ ૨૦૦૪ની સાલમાં સીસીટીવી કેમેરા સિક્યોરિટી સિસ્ટમ તથા ઓટોમેંશનના કમ્પલીટ ફીટીંગ સાથેના પ્રોજેક્ટ વર્ક ઈડી સિસ્ટમના નામે શરૂ કરેલ છે. તો દીપેન બીપીનભાઈ મહેતા કહે છે કે, વિશ્વની શ્રેષ્ઠ પાંચ નામાંકિત કંપનીમાની એક કંપની એટલે એલ એન્ડ ટીનું ડીલરશીપ મેળવી તેનું માર્કેટિંગ કિરણ ઈલે. કંપની રાજકોટ. પ્રા.લી.ના નામથી તેઓ સંભાળે છે. આ સિવાય એચ.ટી. તથા એલ.ટી. લાઇનની ઈન્ડસ્ટ્રીઝ તથા કોર્પોરેટ કંપનીઓ જેવી કે એસાર ઓઇલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડિયન રેયોન, જીએચસીએલ કંપની સાથે માર્કેટિંગનું સુકાન સંભાળે છે. જ્યારે રોનક વિમલભાઈ મહેતાએ ગર્વભેર માહિતી આપી કે, ફિલિપ્સ, ફીનોલેક્સ, લેગ્રાન્ડ, એલ એન્ડ ટી અને હેવલ્સ કંપની જેવી બહુ પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે કિરણ ઇલેક્ટ્રિક કંપનીને જોડાવવાની તક મળી છે. જેથી રાજકોટનું નામ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રોશન થયું છે.
કિરણ ઈલેક્ટ્રિક કંપનીનાં દીપેનભાઈ મહેતા દાદા બળવંતરાયને મહેતા પરિવારના ગુરુ અને પથદર્શક માને છે એવું જણાવી કહે છે કે, જ્યારે કિરણ ઇલેક્ટ્રિક કંપનીનાં શો રૂમનું ઉદ્દઘાટન કરવાનું હતું ત્યારે કોઈ સેલિબ્રિટિના હસ્તે નહીં પણ દાદા બળવંતરાયના હાથે જ કરવામાં આવ્યું હતું. કિરણ ઈલેક્ટ્રિક કંપની માર્કેટમાં આવતી પ્રત્યેક ઈલેક્ટ્રિક પ્રોડક્ટને અન્ય ઇલેક્ટ્રિક કંપની કરતાં વહેલા-પહેલા લોકો સુધી પહોચાડે છે. કિરણ ઇલેક્ટ્રિક કંપની હાલમાં અન્ડર વન રૂફ ફિલિપ્સ, તમામ નામી પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝ જેવી કે, ઈલેક્ટ્રિક ફીટીંગ, ઈલે. ટ્રેડીંગ, ડિસ્ટ્રીબ્યુશન, મેન્યુફેક્ચરિંગ, ઈલે. કન્સલટન્સી અને સીસી ટીવી સિક્યોરિટી સિસ્ટમ પૂરી પાડે છે.
ભારતની આઝાદી અને ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાંથી જે કંપનીની શરૂઆત થઈ એવી કિરણ ઈલેક્ટ્રિક કંપનીની આજે ત્રીજી પેઢીએ તેમનાં બાપા-દાદાની કિરણ ઇલેક્ટ્રિક કંપનીની પ્રતિષ્ઠા અને પ્રગતિને જાળવી કંપનીને અવનવી ઊંચાઈઓ પર લઈ જવા કટિબદ્ધ છે. આથી જ ખાસ કરીને જ્યારે રાજકોટ-સૌરાષ્ટ્રમાં ઈલેક્ટ્રિક આઈટમ કે સર્વિસની વાત આવે છે ત્યારે કિરણ ઇલેક્ટ્રિક કંપનીની ન્યુ જનરેશનને યાદ કરવામાં આવે છે.

ફેક્ટ ફાઈલ : કિરણ ઇલેક્ટ્રિક કંપની
સ્થાપના : ૧૯૪૫
સ્થાપક : બળવંતરાય જટાશંકરભાઈ મહેતા
સંચાલક : કિરણભાઈ મહેતા, બીપીનભાઈ મહેતા, નીતિનભાઈ મહેતા, વિમલભાઈ મહેતા, રાજેશભાઈ મહેતા
નવી પેઢી : દીપેનભાઈ મહેતા (ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ – એલ એન્ડ ટી), દર્શનભાઈ મહેતા અને વિશાલભાઈ મહેતા (સીપી પ્લસ દહુઆ સીસીટીવી કેમેરા), રોનકભાઈ મહેતા અને જયભાઈ મહેતા (ડોમેસ્ટિક બિઝનેસ ડેવલોપમેન્ટ – ફિલિપ્સ, ફીનોલેક્સ), દેવેનભાઈ મહેતા અને વિક્રમભાઈ મહેતા (ડોમેસ્ટિક એપ્લાયનસીઝ), તેજસભાઈ મહેતા અને ચેતનભાઈ મહેતા (કંટ્રોલ પેનલ મેન્યુફેક્ચરિંગ), ભાવેશભાઈ મહેતા અને હાર્દિકભાઈ મહેતા (અંબર મોટર્સ મેન્યુફેક્ચરિંગ)
સ્ટાફ : ૫૦
પ્રોડક્ટ્સ – સર્વિસિસ : ફિલિપ્સ લાઇટિંગ, ફીનોલેક્સ વાયર, લેગ્રાન્ડ, ગોલ્ડમેડલ સ્વીચીઝ, રેકોલ્ડ ગીઝર, ક્રોમ્પટન અને હેવલ્સ ફ્રેન, એલ એન્ડ ટી સ્વીચ ગીયર્સ તેમજ દહુઆ અને સી.પી. પ્લસ કેમેરા
વર્ક એક્સપોર્ટ : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત
વિઝન : પ્રામાણિકતા, પારદર્શકતા અને દીર્ઘદ્રષ્ટા સાથે શ્રેષ્ઠ કાર્ય કરવું
એવોર્ડ : આઈઆઈએમ દ્વારા ‘બેસ્ટ ડિલર્સ એવોર્ડ’ સતત બે વર્ષ દિલ્હીમાં શ્રી સીતારામ કેસરી અને પ્રણવ મુખર્જીના હસ્તે આપવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયર્સ દ્વારા શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર – ગુજરાતનો મી.સેફટી એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલિપ્સ, લેગ્રાન્ડ, એલ એન્ડ ટી, ફીનોલેકસ, દહુઆ અને સી.પી.પ્લસ સીસી ટીવી વગેરે દ્વારા બેસ્ટ પર્ફોર્મન્સના દર વર્ષે એનકો એવોડ્સ મળેલા છે.

ગુરુમંત્ર : રાજકોટ ઇલેક્ટ્રિકલ લાયસન્સ હોલડર કોન્ટ્રાકટર એસો.ના પ્રમુખપદે પચ્ચીસ વર્ષ સુધી કાર્યરત રહેલા અને કિરણ ઈલેક્ટ્રિક કંપનીનાં એમ.ડી. કિરણભાઈ કહે છે કે, સમગ્ર મહેતા પરિવારની સંયુક્તતા, એકતા, સંપ, સાથ, સહકારની ભાવના અને મેનપાવર જ બિઝનેસની સફળતા હાંસલ કરવાનો સક્સેસમંત્ર છે. કિરણ ઇલેક્ટ્રિક કંપનીની ન્યુ જનરેશનનું ધ્યેય સમગ્ર ભારતમાં કિરણ ઇલેક્ટ્રિક કંપનીની રોશની પથરાઈ તેવો છે. કિરણ ઇલેક્ટ્રિકનાં મહેતા પિતા-પુત્રો એડવાન્સ ટેક્નોલૉજી સાથે એડવાન્સ પ્રોડક્ટ માર્કેટમાં લાવી લોકો સુધી પહોચાડવાને પોતાની સફળતાનું કારણ સમજે છે. કિરણ ઇલેક્ટ્રિકનાં સંચાલકો વહેલા તે પહેલાંનાં ધોરણે વધુમાં વધુ લોકોને સરળ, સુરક્ષિત અને આધુનિક ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ આપીને આજે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઈલેક્ટ્રિક માર્કેટમાં આગવી ઓળખ ધરાવે છે.

બોક્સ : રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તમે સ્ટીલની મિલો, રોલિંગ પ્લાનટ્સ, મશીન શોપ્સ, ફોર્જીંગ ઈન્ડસ્ટ્રી, રેસીડેન્ટ એન્ડ કોમર્શિયલ કોમ્પલેક્ષ, સિનેમાઘર, હોસ્પિટલ, એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ કે કોઇપણ પ્રસંગે જે ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સ અને સર્વિસ જુઓ છો એ મોટાભાગે કિરણ ઈલેક્ટ્રિક કંપનીની હોય છે. કિરણ ઈલેક્ટ્રિક કંપની ઈલેક્ટ્રિક કંપનીની મુખ્ય કામગીરી વૈશ્વિક કક્ષાની ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સનું નિર્માણ કરતી ઈલેક્ટ્રિક કંપનીની વસ્તુનાં વેંચાણ, ફીટીંગ તેમજ ડિસ્ટીબ્યુટર અને મેન્યુફેકચર્સનું છે. રાજકોટના જવાહર રોડ પર પાંચ માળમાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી એડવાન્સ અને અદ્યતન ઈલેક્ટ્રિક આઈટમનો શોરૂમ એટલે કિરણ ઇલેક્ટ્રિક કંપની. ૧૯૪૫ની સાલમાં એક અકસ્માતે શરૂ થયેલી કિરણ ઈલેક્ટ્રિક કંપની તેની સ્થાપનાકાળનાં ૭૨ વર્ષથી ઉત્તરોતર પ્રગતિ કરીને ઈલેક્ટ્રિક માર્કેટમાં સૌને ૪૪૦ વોલ્ટનો ઝટકો આપતી આવી છે.