ઈશ્ક.. આય હાય રે… ઉફ્ફ..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 votes, average: 5.00 out of 5)
Loading...

મને ઘણીવાર ફેસબૂક પર નવા જોડાતા મિત્રો પૂછતાં રહેતા હોય છે કે આપ મેરીડ છો? અને હું સ્વાભાવિકતાથી હર વખતે હકીકત જણાવી આપતો હોઉ છું, I m single and 21 years old only! તેમાંથી અમુક અથવા જૂનાં યારો જ વારંવાર પૂછતાં રહેતા હોય છે, ‘આપ કોને ચાહો છો? આપની પ્રેમિકા કોણ છે?’ અને હું આ વાતને હસતાં-હસતાં હવામાં ઊડાવી નાખતો હોઉ છું. અને પછી….

       મારું માનસ તર્ક કરે છે, જે રીતે ઉર્દૂ વિના કોઈ ગઝલ નથી, કોઈ મુશાયરો નથી એ રીતે જીવનમાં કોઈ ગમતી વ્યક્તિ વિના એ જીવન જિંદગીની અંતિમ ખુશી સુધી પહોચતું નથી, એક ગમતી ગઝલની માફક પસંદીદા વ્યક્તિ હોવી જોઈએ. પ્રેમ, પ્યાર, ઈશ્ક, પ્રિત, સ્નેહ કરવા માટે. જેને પોતાની રચનાની ભાગીદાર બનાવી શકાય, જેને લાઈફની પાર્ટનર બનાવી શકાય ને ફૂટતા ફટાકડાઓનાં ધમાકા વચ્ચે જેને પરણવાનું છે અને તૂટતાં સિતારાઓ જોઈ નજર જુકાવી, ખરતી નયનની પાંપણો હથેળી પર લઈ વિશ કરી તેની ખુશીઓની દુવા માંગવાની છે.

       હું ઘણાં યુવક-યુવતીના સંપર્કમાં છું, એ હમઉમ્ર છે, હમદમ છે. બિરાદર છે, કામ અને ટાઈમપાસ વચ્ચેનાં સબંધોનો સેતુ બાંધી બેસતા સ્નેહીઓ છે. એ કોઈને ને કોઈને ચાહે છે. પ્રેમ કરતાં હોય છે, આજે એકબીજાંને પરણી ચૂક્યાં છે અથવા અનચાહ્યાંને પોતાનાં બનાવી બેસ્યા છે. હા, હું ચીલાચાલુ એ પ્રેમીપંખીડાની વાત કરતો નથી જેનાં કોંટેક્ટ નંબરની સાથે કનેક્ટટેડ માલ બદલે છે. હું એ નવજવાનોની વાત કરું છું જેનાં ખ્વાબોમાં જિંદગી ફૂટી નીકળે છે ત્યારે દોસ્તી થાય છે ને લાગણીનાં ભાવને ઝલઝલો આવી દોસ્તી બાદ પ્યાર થાય છે. અહીં રીઝન કે તર્કને બદલે ઈમોશન્સ કે ભાવુકતાને પ્રાધાન્ય અપાય છે. સર્વ કલાઓ પ્રત્યે રુચિ પેદા થાય છે કેમ કે જિંદગીમાં હવે વસંત આવી છે. મુહબ્બતની મૌસમ શરૂ થાય છે.

       ફિલ્મી પાત્રોથી લઈ સાહિત્યના કિરદારોમાં તેનો ચહેરો દેખાય છે, બીજા યુગલો કરે તેવી અને હીરો-હિરોહીનમાંથી શીખીએ એવી બધી જ ક્રિયા ગમતા પાત્ર માટે કરવાની અદેખાય છે. જ્યારે પોતાનાં અણગમા ભૂલાવી ગમતી વ્યક્તિનાં ગમા અપનાવીએ છીએ ત્યારે એ અપનાવેલાં અણગમા સામેની વિજાતીય વ્યક્તિનાં પણ અણગમા બની ગયા હોય છે એ પ્રેમ છે. એ સ્નેહની સહાદત છે.

       કદાચ હાફિઝ ફારસીમાં કંઈક એવું લખે છે : ફૂલની ખુશ્બૂ, દિલની ફરિયાદ, મહેફિલના ચિરાગનો ધુમાડો.. જે માણસ મહેફિલની બહાર નીકળ્યો, પરેશાન થઈને નીકળ્યો. આ શેર જરૂર પ્રેમની મહેફિલ વિશે લખાયો હશે. આજાદ અને ખુવાર થવાનું જ હવે આ રિશ્તાનો અંજામ છે, પડાવ છે.

       અહીં જિંદગીથી કોઈ થાકી જતું નથી પણ સંબંધો પાસે હારી જાય છે. પોતાનાં પાસે જૂકી જવાય છે અને પારકાને પોતાનાં બનાવી તૂટી જવાય છે. એકતરફ સગપણ હોય છે અને બીજી તરફ સ્નેહપણ. પ્રેમિ કે પ્રેમીકાને પતિ-પત્ની બનાવવાની હોડમાં ક્યાંરેક નશીબ સાથ હોય તો પણ ત્રણ એકકાવાળી કારનામાઓની જોડ કામમાં આવતી નથી. કેમ કે રાધા હોય કે મીરાં, રાવણ જેવો શિવભક્ત અને શબરી જેવી રામભક્ત હોય કે કે સુપર્ણખા જેવી સેલફિશ સ્ત્રીઓ આ બધાનાં કિસ્સા પણ હજુ ઈતિહાસના પાનાં પર જીવંત છે. યુદ્ધ, સંગ્રામ, ગાથાની કમી નથી.

       આ બધા પ્રેમીમિત્રો મરજીવા કરતાં પણ ઊંડા ઉતરી સ્નેહસાગરમાં ડૂબવા માંગે છે એ મહોબ્બતજીવી છે., સ્વપ્નજીવી છે. તેઓનાં ગરમાગરમ હોઠ, ભરાવદાર ગુબ્બારેદાર સ્તનમાં જ્યારે નવી-નવી ઊગતી આંચ્છી અધકચરી દાઢી ચુભે છે ત્યારે ખ્યાલ આવે છે કે ટીનએજ શું છે. મંગળવારની સ્ત્રી-વિષયક પૂર્તિમાંથી ત્યારે ચોરીછૂપીથી ખોલી નજર ટકટકાવી યૌવનની સમસ્યા બે-ત્રણ વાર વાંચી જવાય છે. પછી ભાન થાય છે આ યૌવનની નહીં, આ જોબનની નહીં આ હર પ્રેમીનો પ્રોબ્લમ છે. લવ બાદ સેક્સનું તત્વ હવે શારીરિક સંબંધમા ભળી રહ્યું છે. શિયાળાની સવાર હોય કે ઉનાળાની બપોર કે ચોમાસાની સાંજ.. હવે આ તનમાં હૂંફ પનપવાની છે. હવે આ મનમાં તરંગો ઊઠવાના છે.

       અંધારી રાતે આખું જગ સૂઈ જાય છે ત્યારે આ પ્રેમીઓ જાગે છે. રાત આખી વાતો કરી અપેક્ષાનાં બીજરૂપી સપ્ન સેવ્યા હોય અને પછી એ અરમાનોનાં ખાતર-પાણી ન થતાં એકદિવસ ઝખનાંઓ ડંખવા લાગે છે. પરંતુ શું થાય?

       મુસ્કુરાહટ પાછળ મહોબ્બતનાં છલકાયેલા આંસુઓનાં જામ છે. આ રોમ-રોમ કતરા-કતરા તે ગમતી વ્યક્તિનાં સાનિધ્ય વિના હવે મુમકિન નથી. આત્મહત્યા કરી લૈલા-મજનુંની શ્રેણીમાં નામ નથી નોંધાવું કે કોઈની યાદો પાછળ પાગલ બની ફટીચર કવિતા, નવલકથા કરી તેને તાજમહાલ જેવી અજાયબી સમજવી. બસ પરિવારની સહમતી જોઈએ છે. અને ના મળે તો?

       ફેસબૂક પર હોય તો બ્લોક કરી દૂરી સાધી લઈએ કે તેની યાદ ન આવે. ઘરનાં, કોલેજનાં સરનામાની જાણ હોય તો એ ગલી-મહૌલામાંથી નીકળવાનું છોડી દઈએ. અરે મોબાઈલ નંબરથી લઈ અંગત આદતો બદલી નાખીએ પણ છતાં એ કશીશ, એ આરજૂ, તેનાં શરીરની સુગંધ અને પરફૂમની સ્મેલ નાંકમા રહી જાય તો નાંક કેમ બંધ કરી લેવું? અને બંઘ કરવું તો ક્યાં સુધી? આ યુવાહૈયાની આકળામણ છે. આ હેતની હવામાંથી નિજાદ મેળવવા ક્યાં હકીમને કે તાંત્રિકને બતાવવું? ક્યાં વૈજ્ઞાનિક પાસે આ દુ:ખની દવા મળશે? યાદોએ રોગ બની આજ અને આવતીકાલનો ભોગ લેવાની છે.

       આખરીબાર જોય લેવી છે, નજારોમાં વસાવી લેવી છે પણ આખરે તો પલક ઝપકાવ્યા વિનાની આંખો પણ થાકે છે અને પરસેવારૂપી તેમાંથી રુદન સ્વરૂપે યાતના ઝરે છે ત્યારે એ યુગલને વિખૂટા પડતાં સમયે પહાડોમાંથી નીકળતું ઝરણું, આગળ જઈ વહેતી નદી બની દરિયામાં ભળતું તેનાં મીઠા માંથી ખારા બન્યાંનું સ્વરૂપ સમજાય છે.

       આ યુવનોના દિલ-દિમાગમાં પોલિટિક્સ કે સેક્યુલારીઝમનાં પાઠ પલ્લે પડતાં નથી. પ્રાંતવાદની દાસ્તાન લઈ કે જાતિવાદની પીપૂડી વગાડી એમને વોટબેંકની રાજનીતિ શું છે? તેમાં રસ નથી. એઓ માત્ર એટલું જ જતાવવા માંગે છે કે ધર્મ, જાતિ અને સીમાથી ઉચ્ચ અમારો પ્રણય છે. મોદી પી.એમ. બને કે ન બને પણ એ ગમતી વ્યક્તિ મારો પિયો કે પિયા બનશે એવી મનોહઠ છે. એમને જ્ઞાતિમાં નહીં પણ સર્વધર્મ સમાનનાં સામાન્યજ્ઞાનમાં રસ છે. એમને મન દેશની સરહદો પર હાલતા-ચાલતા થતાં સીઝફાયર નહીં પણ આંખોથી થઈ હદયમા ઉતરી ગયેલાં દિલફાડી થતાં ફીલિંગસ્ફોટ મહત્વનાં છે.

       ફ્યઝ નામનાં શાયર લખ્યું છે: લંબી હૈ ગમ કી શામ. મગર શામ હી તો હૈ.

       જીવનસફરનાં માર્ગે બધાં પાછલાં પૂલો બળી જલી ચૂક્યાં છે અને આગળ ઊંડી ખીણ છે. પણ નાઉમ્મીદ થવાનું નથી આ જઝબાતોની જ્યુડિશિયરીમાં મહોબ્બતના સીર્ફ ઔર સીર્ફ માયના બદલાયા છે.

       સારી કે નરસી તમન્નાઓ રાખ ઔર ખાક થઈ ગઈ, જેમને ચાહ્યાં તે કોઈ બીજાની બાહોની ગરમી બની ગઈ. અનહદ, અપાર પ્યાર બસ એ બે પળની મસ્તી હતી. આનંદ હતો પૂરા દિન-રાતનાં સાથ-સથવારાનો, એ મઘમઘતું ગુલાબ એ ઓગળી જતી ચોકલેટ અને એ અરમાનો અને એ તેનાં હોઠની લાળ મારાં હોઠમાં ટપકતીને તેમાં ખારા આંસુ ભળતા સમજાતું કે, હવે છૂટા પડવાનો વખત આવી ગયો છે. હા, હવે આ બધું ભૂલી જવાનું છે. આ જિંદગી, આ યુવાની મમ્મી-પપ્પાએ પસંદ કરેલાં પાત્રને સોપવાની છે. અને પછી એ સાંજ આવે છે. એ રાત ધૂંધળી રોશનીમાં કોઈ અજાણ્યાંનો સ્પર્શ છે. પહેલાં ઊંઘ આવતી તો પ્રિયતમનાં સપનાવાળી ને હવે? તો એ સૂકાયેલી આંખોમાં સપના અત્યારે રહ્યાં નથી. એ વિવાહીત છે!

       એડના સેન્ટ વીસેન્ટ મિલેની મને પંક્તિ યાદ આવી જાય છે..

       ટોટલ ઓન, સેડ હાર્ટ કરેજસલી!

       મહેનત કર, ગમગીન દિલ, હિમ્મતથી!