ખુશી પાંચાલ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5.00 out of 5)
Loading...

ભવ્યને મારી ઓળખાણ ફેસબૂકના વર્ચ્યુઅલ વર્લ્ડ પૂરતી સીમિત હતી. અમારે ઘણીવાર સાહિત્યની બાબતમાં ચર્ચા થતી ને વાતચીત પણ માત્ર લાઈક્સને કમેન્ટ પૂરતી કે ક્યારેક ફેસબૂકમાં જ હાઈ હેલ્લો થઈ જતું. હું ભવ્યને પાછલા ૩ વર્ષથી જાણું છું. ને એ ૩ વર્ષમાં ખાસ પરિચયનો અવસર મળ્યો નહોતો. પણ હા એટલું ચોક્કસથી ખબર છે કે તેઓ પત્રકારત્વ ને સાહિત્ય પ્રત્યે રુચિ ધરાવે છે. એ કદાચ એક સિક્કાની બે બાજુ સમાન છે.

       ભવ્યને ઘણા સમય પછી અમદવાદ ફ્લાવર શોમાં મળવાનું થયું. ત્યારબાદ ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ અને અમદવાદ નેશનલ બૂકફેર.. એમ ઘણીવાર ઘણી જગ્યાએ પ્રસંગોપાત મળવાનું થયું ને એની વચ્ચે જ ભવ્ય થકી ઘણા મિત્રો મળ્યાં, એક ગ્રુપ બન્યું. અમે ઘણી બધી ચર્ચાઓ કરીએ, ઘણી ચર્ચાઓ અંત વગર રહી જાય જે શરૂ તો થાય ચાલતી જ રહે. અત્યારે સમયનાં અભાવે થોડું ઘણું ટાંકી રહી છું. બાકી ઘણી રસપ્રદ વાતો રિવરફ્રન્ટ પર કરેલી પાર્ટીઓ, ચાયની ચૂસ્કીઓ ને ગમ્મત. ફિલ્મી જગત, ઓશો, કવિતા, પ્લેટોનિક લવ, લેખન સબંધી ઘણી બધી વાતો છે જે અમે ફ્રેન્ડ સર્કલમાં અવારનવાર કરતા રહીએ છીએ. એક ખાસ વાત એ કે જ્યારે અમે બધાં મળીએ ત્યારે અમારી વચ્ચે પાર્ટી એક મુખ્ય બાબત રહે છે. પાર્ટી વખતેની ચર્ચાઓ, વાતો, ગપાટા, સેલ્ફીસ ને વ્હોટસ્એપ પરની ગ્રુપ ધમાલ બીજું ઘણું જ. ઘણીબધી વાતો હતી ને કોઈ ને જાણે જલ્દી જ ના હોય ઘેર જવાની.

       આ બધાંની વચ્ચે હું ભવ્ય વિશે વિસ્તારમાં કહું તો એ એક ખૂબ જ સારા મિત્ર છે, ને એક સારા સલાહકાર પણ. અમારે જ્યારે પણ વાત થાય એટલે મોટા માણસ ને તો આવું જ હોય, ને તેવું જ હોય. ત્યાંથી શરૂ થાય ને ઘણી રસપ્રદ ને સાહિત્ય લેખન વગેરે ચર્ચાઓ ને મુખ્ય કેન્દ્રમાં રાખી ચર્ચા ચાલ્યા કરે. હવે ભવ્ય જ્યારે તેમનાં ૨૫માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે તો એમને ખૂબ શુભેચ્છાઓની સાથે નવી જિંદગીની સફર શરૂ થવાના આગોતરા અભિનંદન..

       – ખુશ્બુ પાંચાલ