ખૂશ્બુ ત્રિવેદી

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 votes, average: 3.80 out of 5)
Loading...

હું પત્રકારત્વના ક્ષેત્રમાં આવ્યાં પછી ઘણા લોકોનાં સંપર્કમાં આવી, નવા લોકોને મળી ઘણા અનુભવો થયા. હું ઝડપથી કોઈ પર પણ વિશ્વાસ મૂકતી નથી. બહુ ઓછા લોકો પર હું અતૂટ વિશ્વાસ મૂકી શકું છું. એમાના એક મિત્ર એટલે ભવ્ય. – ખૂશ્બુ ત્રિવેદી

ભવ્ય રાવલ વિશે લખવું આમ તો ખૂબ મુશ્કેલ પણ કહી શકાય અને સરળ પણ કહી શકાય. મુશ્કેલી એટલા માટે કે જે વ્યક્તિને સંપૂર્ણપણે સમજતા હોઈએ કે જાણતા હોઈએ છતાં પણ એના વિશે લખવું એ મારા માટે થોડી અઘરી બાબત છે. અને સરળ એટલા માટે કે તમે ભવ્યને જેટલો જાણો એટલી સરળતાથી તેની નજીક પહોંચી શકાય છે. આમ તો એના એકડે એક પુસ્તકમાં મને ભવ્ય વિશે લખવા મળશે એવો વિચાર સુધ્ધા પણ નોતો આવ્યો પરંતુ જ્યારે ભવ્ય સાથે એના આ પુસ્તકમાં મારે પણ એના વિશે મારા મંતવ્યો લખીને આપવાના છે તેવું જાણવા મળ્યું ત્યારે મારા મનમાં આનંદની એક લહેરખી પ્રસરી ગઈ હતી. પરંતુ બીજી જ ક્ષણે વિચાર્યુ શું લખવું? શું ના લખવું? કેવી રીતે લખવું? અને ઘણું બધું છતાં પણ એક નાનકડો પ્રયત્ન કર્યો છે ભવ્ય વિશે લખવાનો. જે અહીં આપ સમક્ષ રજૂ કરું છું.

       આમ તો અમારી મિત્રતાને દોઢ-બે વર્ષથી વધુ સમય થયો છે. જે સમયગાળા દરમિયાન અમે એક ખૂબ સારા મિત્રો બની શક્યા છીએ. મને કોઈવાર એવો વિચાર પણ નહોતો આવ્યો કે હું કોઈ ભવ્ય રાવલ જેવી વ્યક્તિનાં સંપર્કમાં આવીશ પરંતુ જ્યારે સારા અને વિચારશીલ લોકો સાથે આપણું મળવાનું ઈશ્વરે જ નક્કી કરી આપ્યું હોય છે અને કોઈ કારણોસર આપણે એકબીજાનાં સંપર્કમાં આવતા હોઈએ છીએ, આવું જ કંઈક અમારી સારે બન્યું. મારો પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ થયા પછી યુનિવર્સિટીમાં જૂના વિદ્યાર્થીઓનું સંમેલન મળવાનું હતું, એ સમયમાં ભવ્યની ‘અન્યમનસ્કતા’ બૂકની ખૂબ ચર્ચાઓ ચાલતી હતી. એટલી નાની ઉંમરમાં આટલું બધું અદ્ભૂત લખાણ, લેખનની આટલી ગૂઢ સમજ વગેરે વગેરે.. ત્યારે મનમાં એક વિચાર પ્રસરી ગયો કે આ ભવ્ય રાવલ છે કોણ? થોડા સમય પછી મારી એક ફ્રેન્ડ પાસેથી થોડું ઘણું ભવ્ય વિશે જાણવા મળ્યું અને ત્યાર પછી અમારા સર પાસેથી એમના લખાણના અને બૂકના વખાણ સાંભળ્યા ત્યારે જ મનમાં મેં નિશ્ચય કરેલો કે મારે ભવ્યને એકવાર તો મળવું જ છે. ત્યાર પછી પત્રકારત્વ ભવનનાં પ્રોગ્રામમાં ભવ્ય સામે રૂબરૂ થયા અને એ સમયે એને ડાયસ પરથી જે સ્પીચ આપી ત્યારે થયું કે આ વ્યક્તિમાં કઈ તો છે જ. પણ શું? એ ખબર નહોતી. ત્યારબાદ પ્રોગ્રામ પૂરો થયો અને હું ને મારી ફ્રેન્ડ જમવા માટે બેઠાં હતાં ત્યારે ભવ્ય મારી મિત્રને મળવા આવ્યો ત્યારે પ્રથમ અમારી મુલાકાત થઈ. મારી મિત્રએ અમારા બંનેનો પરિચય કરાવ્યો. ત્યારબાદ મનમાં જે ધારેલું કે, ભવ્યને મળવું છે એ વાતની તૃપ્તિ થઈ. એ સમયે તો બહુ વાત નહીં કરેલી કારણ કે અમે અીકબીજાને ઓળખતા ન હોય તો વાત પણ શું થાય?

       મને કે ભવ્યને ખબર નહીં હોય કે આ ક્ષણિક સમયની નાનકડી મુલાકાત એક સારી મિત્રતાનો કાયમ માટે બની રહેશે. પછી અમે ફેસબૂક દ્વારા મિત્રો બનાવ્યાં પણ ત્યારે કંઈ ખાસ વાતચિત ન થતી. માત્ર હાઈ-હેલ્લો વગેરે પરંતુ હું જ્યારે ફ્રી હોઉ ત્યારે ભવ્યની પ્રોફાઈલ અને એણે લખેલી પોસ્ટનું નિયમિત વાંચન કરતી. ધીરેધીરે મને સમજાયું કે ભવ્યનું લખાણ તો ખરેખર ઉચ્ચ કોટીના લખાણોની હરોળમાં મૂકી શકાય એવું ઉત્તમ છે. આટલી નાની ઉંમરમાં આટલું અદ્ભૂત લખાણ, સાહિત્યનો આટલો ઊંડો અભ્યાસ ખરેખર વખાણવા લાયક કહેવાય. દરેક પ્રકાર કરંટ અફેર્સ, ઈસ્યુ, વિવાદ આ બાબતોમાં અચૂકપણે ભવ્યની પોસ્ટ હોય જ છે. એ પણ ધારદાર, વિરોધીઓ સમસમી જાય એવું લખાણ બિન્દાસપણે લખે છે અને સાથોસાથ ઘણીબધી નાની વાર્તાઓ, પત્રો અને અમૂક એવા વિષયો છે જેનાં પર આજ સુધી કોઈએ લખ્યું પણ નથી અથવા વિચાર્યું પણ ન હોય તેવી બાબતો પર પણ ભવ્ય ખૂબ જ સારો અભ્યાસ કરીને પોતાનું લેખન કાર્ય કરે છે. એવું તો ઘણું બધું લખાણ છે ભવ્યનું એના પર જો લખવા બેસીએ તો એક નાનકડી પુસ્તિકા બની શકે આરામથી.

       ભવ્ય રાવલ મારા વાંચક કે હરિફ નથી પરંતુ મિત્ર અને હિતેચ્છુ છે એમ કહીએ તો ચાલે. હું પત્રકારત્વના ક્ષેત્રમાં આવ્યાં પછી ઘણા લોકોનાં સંપર્કમાં આવી, નવા લોકોને મળી ઘણા અનુભવો થયા. હું ઝડપથી કોઈ પર પણ વિશ્વાસ મૂકતી નથી. બહુ ઓછા લોકો પર હું અતૂટ વિશ્વાસ મૂકી શકું છું. એમાના એક મિત્ર એટલે ભવ્ય. અમે ત્રણ ચારવાર મળેલા છીએ. પરંતુ મેસેજમાં તો વાત થતી જ હોય છે. ભવ્યને વ્યક્તિ વિશેષની હરોળમાં મૂકી શકાય તેમાં જરા પણ અતિશયોક્તિ ના લાગે. એનો સૌથી મોટો ગુણ કહો કે આદત એ છે – સ્પષ્ટવક્તા. જે પણ વાત હોય એ સીધી જ રજૂ કરી દેવાની. બીજી સારી બાબત એ છે કે, તેઓ બધાં સારા લેખકો અને સાહિત્યની ઉંડી સમજ ધરાવે છે છતાં પણ સામેવાળી વ્યક્તિને શાંતિથી સાંભળે છે એમની સાથે કોઈપણ બાબતને વાત કે ચર્ચા કરી હોય એ કાયમ એમના સ્મૃતિપટ પર અંકિત થઈ જાય છે. આ મારો અનુભવ છે. અચાનક એમ જ મારાથી બોલાઈ ગયુ હતું કે, મને બહુ ઓછા લોકો જાડે ફાવે એ સમયે ભવ્ય પાસેથી પણ એેવું જ જાણવા મળ્યું કારણ કે બંને સ્પષ્ટવક્તા, માટે બધાં જોડે ના ફાવે. આ બાબતમાં અમારી સમાનતા પૂરવાર થઈ. આ જ કારણસર અમારી મિત્રતામાં ખાસ બાંધછોડ કરવાની આવી નથી.

       ભવ્યએ જે મનમાં નિશ્ચય કર્યો હોય તે પરિપૂર્ણ કરે જ છે. જેમ કે એમ.ફીલ.નાં પરિણામમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ ગોટાળા સામે એકલે હાથે જબરજસ્ત લડત આપી. ભલભલા માણસ થાકીને આવું કાર્ય છોડી દે પરંતુ હાર માન્યા વગર લડતને પરિપૂર્ણ કરી સાથોસાથ એનું પરિણામ પણ પોતાના તરફી મળ્યું. એ એક શિસ્તબધ્ધ લડત હતી.

            ભવ્યની બંને નોવેલ વાંચ્યા પછી હું અને ભવ્ય જ્યારે મળ્યાં  ત્યારે મારા મન પર લેખક અને સાહિત્યકારની ભવ્યની જે છાપ હતી તે બિલકુલ ખોટી પૂરવાર થઈ. એક સરળ તાકાતવર, સીધો સ્વભાવ કોઈપણ ભય કે સંકોચ અનુભવ્યા વગર તમે એમની જોડે વાતો કરી શકો. વાતો કરતાં કરતાં સમય ક્યાં પસાર થઈ જાય એ પણ ખરબ જ ના પડે. હા, ભવ્યની વાતોમાંથી જાણવાનું અને શીખવાનું ઘણું બધું મળે છે. ભવ્ય જો લેખક ના હોત તો ક્રિકેટર હોત એ જાણી થોડું અચરજ થયેલું . પણ લેખક તરીકે નામના મેળવવી એ પણ એક સારી બાબત છે. લેખન અને વાંચન એનો પેસો છે. મનગમતા વિષયો વિવાદ અને અકસ્માતો છે. ધાર્મિક બાબતો પણ આજ સુધી બહુ લખ્યું નથી એ સારી બાબત છે. નાની ઉંમરે આટલું ગહન લખવું એ જ એક ઈષ્ટ બાબત છે.

       સારા લેખકની પહેચાન એનું લખાણ જ હોય છે. પરંતુ ભવ્યના કિસ્સામાં આ થોડું અલગ છે. એના લખાણ માટે તો ઓળખાણ જ છે પણ વધારે જાણીતા તેઓ પોતાના દાઢી ને મૂછ માટે છે. ભવ્યનું નામ સાંભળતા જ એ દાઢીવાળો ચહેરો સ્પષ્ટપણે નજર સમક્ષ આવી જાય છે. અને સાથોસાથ મોટે ભાગે કોટનના કુર્તા જ પહેરે છે જે પણ એક એની વિશિષ્ટ પહેચાન છે.

       આજ સુધી ભવ્ય તરફથી કોઈપણ ખરાબ અનુભવ મને થયો નથી. કોઈ નરસી બાબતો પણ ચર્ચાઓ પણ નથી થઈ. પણ હા, એનામાં એટલું ચોક્કસ કહીશ કે ભવ્ય પોતાની દરેક વાત પર સ્પષ્ટ અને તટષ્ઠ હોય છે. પોતાની વાત સામે વાળી વ્યક્તિને કેવી રીતે મનાવવી એ એમને બખૂબી રીતે આવડે છે અને આ બાબતે ભવ્ય તો ચોક્કસ સફળતા મેળવી હશે એ હું જાણું છું.

       ખૂશ્બુ ત્રિવેદી