ગોળની નવી સીઝન શરૂ : કૃતિકા નૈસર્ગિક ગોળને વ્યાપક આવકાર

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

દેશ-વિદેશમાં કૃતિકા ગોળ હવે ખાંડનો પર્યાય બની રહ્યા છે

આધુનિક ટેકનોલોજી અને લોકોની ઝડપી લાઈફસ્ટાઈલને કારણે હવે ફૂડ હેબીટ બગાડવા માંડી છે. લોકોને તૈયાર કે અર્ધ તૈયાર ફૂડ પર આધાર રાખવો પડે છે. જેને લીધે તબિયત જાળવવાનો પડકાર રહે છે. કેમિકલ અને અન્ય પ્રિજર્વેટીવ શરીર માટે હાનિકારક છે. એ ખ્યાલ વ્યાપક બની રહ્યો છે. ગોળની જ વાત કરીએ તો એક સમયે લોકો દેખાવમાં સારો અને ચમકદાર પણ કેમિકલયુક્ત ગોળ પસંદ કરતા હતા. જ્યારથી કૃતિકા નૈસર્ગિક બ્રાન્ડ દ્વારા માર્કેટમાં નૈસર્ગિક ગોળ મૂકવામાં આવ્યો છે ત્યારથી કૃતિકા ગોળે પાછું વળીને નથી જોયું. આજે કૃતિકા ગોળ ન માત્ર ભારતની પણ વિદેશની લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ છે. તાજેતરમાં જ ગોળની નવી સીઝન શરૂ થતા કૃતિકા ગોળની દેશ-વિદેશમાં ભારે ડિમાન્ડ નીકળી છે.
કૃતિકા ગોળ વિશે જાણવા જેવું ઘણું છે. એશિયામાં છેલ્લાં કેટલાંક સમયથી દક્ષિણ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા ગોળનાં મુખ્ય ઉત્પાદકો હતા, મહારાષ્ટ્રમાં ગોળનું મોટા પાયે ઉત્પાદન અને વપરાશ કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશનાં મુઝફ્ફરનગર જિલ્લામાં વિશ્વની સૌથી મોટી ગોળ બજાર આવેલી છે. આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ જિલ્લાનું અન્કાપાલ્લી અને પશ્ચિમ મહારાષ્ટ્રનો કોલ્હાપુરી જિલ્લો પીળા રંગનાં ગોળ માટે જાણીતો છે. ભારત સિવાય વિશ્વભરમાં ઘણી ગોળ માર્કેટ આવેલી છે.
રાજકોટનાં મેટોડા સ્થિત શુદ્ધ નૈસર્ગિક કૃતિકા ગોળએ શેરડીની ખરીદીથી લઈને ગોળનાં ઉત્પાદન, પેકિંગ, વેંચાણ અને ગ્રાહકનાં સંતોષ સુધી દરેક ક્ષેત્રમાં એવી ટક્કર આપ્યા બાદ કહી શકાય કે, ગળપણનો રાજા ગોળ છે તો ગોળનો મહારાજા કૃતિકા નૈસર્ગિક ગોળ છે. અંગ્રેજીમાં ગોળને jaggery કહે છે તેવા આહારનાં એક મહત્વપૂર્ણ ખાદ્ય ગોળ વિશે શું તમે જાણો છો કે બજારમાં મળતા આચ્છા પીળા-સફેદ રંગનાં ગોળમાં અખાદ્ય કેમિકલ અને રસાયણો ઉમેરવામાં આવે છે. જે આરોગ્ય માટે અત્યંત નુકસાનકારક છે. હકીકતમાં તો નૈસર્ગિક શુદ્ધ ગોળ ઘેરા બ્રાઉન-ચોકલેટી રંગનો હોય છે. સફેદ રંગનાં ગોળમાં હાઈડ્રો, ડીર્ટજન્ટ પાવડર અને સ્ટોન પાવડર ઉમેરવામાં આવે છે. કેટલીક વખત ગોળનું વધુ ઉત્પાદન મેળવવા માટે તેની બનાવટ વખતે નીચલી ગુણવત્તાવાળી ખાંડ પણ ઉમેરવામાં આવે છે.
કૃતિકા નૈસર્ગિક ગોળ એટલે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પરિપક્વ શેરડીનાં તાજા ફિલ્ટર કરાયેલા અર્કમાંથી બનાવેલો મીઠાશ અને કુદરતી તત્વોસભર ગોળ જેમાં ગ્લુકોઝ, મિનરલ્સ, કેલ્શિયમ, વિટામિન્સ, લોહતત્વ, ફોસ્ફરસ, પ્રોટીન્સ અને પોટેશિયમ તથા મેગ્નેશિયમ જેવા અનેક ઉપયોગી પોષકતત્વોથી ભરપુર છે. વિકાસશીલ દેશોની ખાદ્ય બનાવટોનાં ધારાધોરણો મુજબ કૃતિકા નૈસર્ગિક ગોળ બનાવવામાં આવે છે. કૃતિકા ગોળનાં ઉત્પાદન વખતે જાળવવી પડતી સફાઈ, ન્યુટ્રીશન વેલ્યુની માવજત, માહિતીસભર કાયદાને અનુરૂપ બોક્સ પર જાણકારીવાળું લેબલિંગ અને પેકિંગથી કૃતિકા ગોળની આગવી ઓળખ છે.
કૃતિકા એગ્રોની નૈસર્ગિક શુદ્ધ ગોળ સિવાયની એક બીજી સ્વાસ્થવર્ધક ખાદ્ય બનાવટ એટલે FRUITWAY mango roll. જેણે કરોડો મમ્મીઓનાં સંતાનોને ફળદાયી નાસ્તા, ચોકલેટ અને મુખવાસનો વિકલ્પ આપ્યો. ફ્રૂટનાં ડેઇલી ડોઝ માટે કૃતિકા FRUITWAY mango rollનો ઓપ્શન ઇન્ડિયાની ફૂડ માર્કેટમાં તો ઉપલબ્ધ નથી જ સાથોસાથ વિદેશોમાં કૃતિકાનો mango roll ત્યાંના ફ્રૂટબારને ટક્કર આપી રહ્યો છે. આ સાથે જ જાણીને આશ્ચર્ય થશે કે, વિશ્વભરમાં કૃતિકા FRUITWAY mango rollનું વેંચાણ ફેસબુક જેવા સોશિયલ મીડિયાનાં માધ્યમથી પણ થઈ રહ્યું છે. જે ખૂબ જ સફળ રહ્યું છે.
કૃતિકા એગ્રોનો FRUITWAY mango roll આજે મોટાભાગનાં સંતાનોના લંચ-ટીફિન બોક્સ સહિત ટ્રાવેલિંગ અને ફરાળનો ભાગ બન્યા છે. આ mango roll એટલે વિદેશોમાં મળતું ફ્રૂટબાર. કૃતિકા એગ્રોનું mango roll કેસર કેરીનાં રસમાંથી બને છે. મેડ ફ્રોમ રીઅલ મેંગો. જે બાર મહિના સુધી કેરીનાં સંપૂર્ણ ગુણધર્મો સાથે બેસ્ટ ટેસ્ટ વિથ હેલ્થીનેસ બક્ષે છે. કૃતિકા FRUITWAY mango roll એટલે હેલ્થી, સ્માર્ટ, ફ્રૂટ બેઈઝ સ્વીટ સ્નેક્સ.
કૃતિકા એગ્રો દ્વારા ભારત સહિત ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા ઉપરાંત મોટાભાગનાં વેસ્ટન યુરોપ દેશોમાં કૃતિકા નૈસર્ગિક દેશી ગોળની નિકાસ કરવામાં આવે છે. સાથે જ કૃતિકા નૈસર્ગિક ગોળ લોકલ કરિયાણાની દુકાનોથી લઈ પેન ઈન્ડિયા અંતર્ગત બીગબઝાર, ડીમાર્ટ, રિલાયન્સ ફ્રેશ જેવાં મોલ્સનાં ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ બન્યો છે.
આમ, કૃતિકા એગ્રો છેલ્લાં એક દસકથી કાશ્મીરથી કેરેલા અને બંગાળથી બગોદરા સુધીની ભારતની બજારમાં સ્થાન ધરાવતું થયુ છે. કૃતિકા એગ્રોની ખાદ્ય બનાવટો અત્યંત આરોગ્યપ્રદ અને વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે કોઈપણ જાતનાં રંગ-રસાયણો કે અખાદ્ય પદાર્થોનાં ઉપયોગ વિના શુદ્ધ, સાત્વિક ચોક્કસાઈપૂર્વક નૈસર્ગિક રીતે ઉત્પાદિત કરવામાં આવે છે. કૃતિકા એગ્રોનો મુખ્ય હેતુ કેમિકલ વિનાની શુદ્ધ ખાદ્ય સામગ્રીનું નિર્માણ કરી લોકોની તંદુરસ્તીમાં ઉત્તરોતર વધારો કરવાનું છે. ગાંધીજીનું એવું માનવું હતું કે, ગોળ શુદ્ધ ખાંડ કરતા પણ વધુ સ્વાસ્થવર્ધક છે. કારણ કે, તે લોહીની અંદર તેટલી ઝડપથી દાખલ થતો નથી. ગાંધીજીએ આ જે શુદ્ધ દેશી ગોળની વાત કરી છે એ નૈસર્ગિક ગોળ એટલે આજનો કૃતિકા એગ્રો પ્રોડ્યુસ પ્રા.લિ. ઈ-૧૨ બી, લોધીકા, રોડ નં. સી, કાલાવડ રોડ રાજકોટ મેટોડામાં (ફો. નં. ૦૨૮૨૭ ૨૮૭૬૬૩) સ્થિત કૃતિકા શુદ્ધ નૈસર્ગિક ગોળ.

• દેશી ગોળ બનાવવાની દેશી પદ્ધતિને તિલાંજલિ આપી ક્રાંતિકારી રીતે શુદ્ધતા, સ્વચ્છતા અને ગુણવત્તાની જાળવણી સાથે દેશી-વિદેશી લોકોની ખાનપાનનો ભાગ બનતી કૃતિકા એગ્રોની મીઠાશ..
• એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એસો. અમેરિકા) અને ભારતનાં એફએસએસએઆઈનાં ફૂડ સેફ્ટીનાં ધારાધોરણ મુજબ કૃતિકા એગ્રો દ્વારા નૈસર્ગિક ગોળ અને mango roll બનાવવામાં આવે છે..

નૈસર્ગિક શુદ્ધ ગોળનું પ્રતિક કૃતિકા ગોળ બન્યો ખાંડનો પણ પૂરક..
ડબલ્યુડબલ્યુએફ વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડનાં મંતવ્ય પ્રમાણે ખાંડનાં કારખાના હવા, પાણી અને ધરતીમાં પ્રદૂષણ ફેલાવે છે. જ્યારે ખાંડનાં પ્રમાણમાં ગોળ શ્રુષ્ટિ અને સ્વાસ્થ માટે વધુ ફાયદારૂપ છે. ખાંડનાં જોખમોને જાણી, ગોળનાં ફાયદાઓને પારખી લોકો હવે ખાંડનાં પૂરક તરીકે કૃતિકા ગોળનો જ ઉપયોગ કરતાં થયા છે. ઓસ્ટ્રિયાનાં સાલ્સબર્ગની એક કોફી શોપમાં અને કેરેલામાં કેટલીક જગ્યાએ કૃતિકા ગોળમાંથી ચા-કોફી બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની એક મહિલા કૃતિકા ગોળમાંથી જ ચા-કોફી બનાવે છે. જેને તેણે ‘મસાલા ટી બાય કૃતિકા ગોળ’ નામ આપ્યું છે.

શું કામ,
કૃતિકા નૈસર્ગિક ગોળનાં
થાય છે વખાણ?
• નૈસર્ગિક ગોળ શક્તિદાયક આહાર છે. તે શ્વસનતંત્ર, પાચનતંત્ર તેમજ કિડનીની કાર્યક્ષમતા વધારવામાં સહાયક છે.
• નૈસર્ગિક ગોળ પાચનકર્તા છે. તે પિત્તનું શમન કરી લીવરની કાર્યશક્તિ વધારે છે.
• નૈસર્ગિક ગોળ એસિડનું બ્લડપ્રેશરને નિયંત્રિત રાખી એસિડીટી અને ગેસ માટે સારો ઉપચારક છે. તેમજ તાણ-આંચકીની સારવારમાં મદદરૂપ છે.
• નૈસર્ગિક ગોળ અસ્થમા, દમ, મૂર્છા આવવાની મુશ્કેલી અટકાવી હાડકાં મજબૂત બનાવે છે.
• નૈસર્ગિક ગોળ હિમોગ્લોબીનમાં વધારો કરે છે. જમવામાં દરરોજ કૃતિકા ગોળનું સેવન કરવાથી સ્નાયુ અને રક્તવાહિની સશક્ત બને છે.
• નૈસર્ગિક ગોળમાં પેન્ટોથીનીક એસીડ-ઈનાસીટોલ પૂરતા પ્રમાણમાં હોવાથી શારીરિક તેમજ માનસિક સ્વાસ્થય માટે ખૂબ હિતકારી છે.
કૃતિકા નૈસર્ગિક ગોળમાં છે ઔષધીય ગુણ..

કૃતિકા દેશી ગોળની ખાસિયત..
• બજારમાં મળતા અન્ય ગોળની સરખામણીમાં હાનિકારક દવા કે રસાયણ મુક્ત
• શુદ્ધ, સ્વચ્છ, સાત્વિક, આરોગ્યપ્રદ અને ગુણવત્તાસભર
• કુદરતી વિટામિન્સ યુક્ત
• દરેક ઉંમરની વ્યક્તિ માટે શક્તિદાયક ફાયદારૂપ
• લેબોરેટરી ટેસ્ટમાં પારંગત ટકાઉ અને આકર્ષક હાઈજેનિક પેકિંગ

કૃતિકા FRUITWAY mango roll : તમારી મનગમતી કેરીનો સ્વાદ.. માણો બારેમાસ..
કેસર કેરીનાં રસને ડિહાઈડ્રેડ (પાણીનાં ભાગને ઉડાડ્યા) બાદ જે ભાગ વધે છે તેને mango roll કહેવામાં આવે છે. કેરીનાં શોખીનો માટે કૃતિકા FRUITWAY mango rollનો શોખ મેંગોમેનીયા કહેવાયો છે. જેમણે કૃતિકાનાં mango rollનો ટેસ્ટ કર્યો છે તેમણે અથાણાની જેમ બારેમાસ તાજી કેસર કેરીનાં પૂરક સ્વરૂપે કૃતિકા mango rollનું સેવન કરતા આવ્યા છે. કૃતિકા FRUITWAY mango roll નો કલર એન્ડ ફ્લેવર્સ છે. નાના-મોટા સૌ કોઈ માટે કૃતિકાનાં mango roll એટલે રીઅલ ફ્રૂટ એનર્જી. હેલ્થી અને સ્માર્ટ સ્નેકનો ડેઇલી ડોઝ. કૃતિકા મેંગોરોલે સ્વાદપૂર્ણ અને સ્વાસ્થયવર્ધક સ્નેકની દુનિયામાં ક્રાંતિ સર્જી છે.