જનમેજય અધ્વર્યુ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

મિત્ર એટલે શું?

       બે ઘડી મન બહેલાવે એને મિત્ર ન કહેવાય, એને તો મનોરંજન કહેવાય.

       મિત્ર એવો હોવો જોઈએ કે જે આપણી સાથે હોય અને આપણે ખોટું કરતાં હોઈએ તો આપણને વારે, આપણને સધિયારો આપે, દિલાસો આપે અને સારું કરીએ કે લખીએ તો આપણને વખાણે. જરૂર પડે તો આપણને બે લાફા મારે એવો મિત્ર હોવો જોઈએ.

       ફેસબૂકમાં ગાળેલા ૯ વર્ષો દરમિયાન ઘણાં સારાં મિત્રો મળ્યાં છે, અરે! આ ફેસબૂકને લીધે જ હું સાહિત્યમાં પાછો ફર્યો છું એટલે તો હું એનો ઋણી છું જ. મારા અનેક ફેસબૂકના મિત્રોમાંથી હું રૂબરૂ માંડ ૨૫ જણને જ મળ્યો છું. એમાનાં એક મિત્ર છે શ્રી ભવ્ય રાવલ. શરૂઆત થઈ સાહિત્યની વાતથી. તેઓ બહુ જ સારા લેખક છે. પત્રકાર છે, કવિ છે. એમના લખાણો વાંચીને હું એમનાં પ્રત્યે આકર્ષાયો. ૧ વર્ષ સુધી અલપઝલપ વાતો જ થતી રહી. એમને મારી નજીક લાવવાનું કાર્ય મારા લખાણો અને મારી નિડરતાએ કર્યું. વાતચીતનો દોર શરૂ થયો. અલબત વાતો અને મેસેજ સાહિત્યને લગતા જ થતાં એમાં ઘરેલું વાતો પણ આવી જતી.

       થોડાક સમય પહેલાં એમને અમદાવાદ આવવાનું થયેલું. અગાઉથી મને ફોન કરેલો કે આપણે મળીએ. મેં કહ્યું કે મને આનંદ થશે, તમને મળવામાં, અને અમે મળ્યાં ખૂબજ પ્રેમથી. તેઓ મારે માટે રાજકોટનાં પેંડા લેતાં આવેલા. એના પૈસા પણ ન લીધા. આને જ કહેવાય સબંધ અને ગાઢ મિત્રતા.

       બીજી વાર પણ અમે અમદાવાદના એક ગાર્ડનમાં મળ્યાં. બહુજ સારી વાતો થઈ, ખૂબજ મઝા આવી.

       ત્રીજી વાર એ એમનાં ભાઈ સાથે મારે ઘરે આવેલા, પેંડા આપવા જ તો. ત્યારે પણ બહુ સારી વાતો થઈ.

       ભવિષ્યમાં એમની ભાષા અને એમની આવડત ઘણી જ સારી હોવાથી સાહિત્યમાં મોટું નામ કમાશે એમાં બેમત નથી.

       હું આવા સરસ અને ખમતીધર સાહિત્યકારનો મિત્ર છું એનો મને ગર્વ છે.

       અને છેલ્લે એમને અભિનંદન અને અનેકાનેક શુભકામનાઓ.

       જનમેજય અધ્વર્યુ