ડિયર ડેડી..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (5 votes, average: 4.20 out of 5)
Loading...

       પ્રિય પપ્પા,

       તમને થોડી નવાઈ જરૂર લાગશે. એક ઘરમાં રહેવા છતાં આજ મારે તમને મારી વાત કહેવા પત્ર લખવો પડે છે. રૂબરૂમાં તમારી સાથે આંખમાં આંખ નાખી કે જીદ કરી કઈપણ કહી કે કશું માંગી ન શકું એ અધિકાર મને છે, એટલી હિમત નથી. તમે શીખવેલ આદર્શ પણ એવું કરવા ના પડતાં હતાં. હું તમારાં અને મમ્મીનું સર્જન છું. સર્જન હંમેશાં કલાકારનાં ઈચ્છા અને માગ્યાં મુજબ ચાલે, આગળ વધે. પરંતુ પપ્પા, આજ તમારો અંશ, તમારી કલા તમારી વિરુદ્ધ જઈ એક વાત અને પગલું ભરવા જઈ રહી છે. ઈન એડવાન્સ, આઈ અમ સૉરી ડેડ.

       પપ્પા, હું મારી આજ કરતાં કાલ પ્રત્યે વધુ ગંભીર છું. અને આથી જ મારી કાલને બહેતર બનાવવા માટે આજ મારો જીવનસાથી સ્વયં પસંદ કરવાનો નિર્ણય લઉં છું. પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ. મારી આ વાત વાંચતાંની સાથે જ તમને ચિંતા થવા લાગશે. આંચકો આવશે. અઢળક સવાલ પજશે. છોકરાનું નામ, ભણતર, ખાનદાન, બિઝનેશ, બેગ્રાઉન્ડ ક્યાં રહે છે, શું કરે છે, વગેરે.. વગેરે..

       તમને એ છોકરા અને તેનાં પરિવાર સાથ મળાવીશ-જણાવીશ તો, બધું સારું હોવા છતાં જ્ઞાતિ નહીં મળે. જ્ઞાતિ મળશે તો કુંડળી નહીં મળે. લગ્નએ બે કુટુંબ-પરિવારનું જોડાણ નથી, બે અજાણી વ્યક્તિનું મિલન છે. આથી જ પ્રથમવારમાં જેની સાથે મન મળી ગયું તેની સાથે મેં લગ્ન કરી જીવન પસાર કરવાનો ફેસલો કરી લીધો છે. હવે હું તમારી નાનકી નથી રહી. આઈ અમ એડલ્ટ નાઉ. મને મારાં સાચા-સારા, ખરાબ-ખોટાંની સમજ ભાન છે. હું જાણું છું તમને મારી પર અતૂટ વિશ્વાસ છે.

       લૂક ફાધર, કોઈ બીજા પસંદ કરી આપે તેવા માણસ કે મારે કોઈ વ્યક્તિની ડિગ્રી કે સ્ટેટસને પરણવું નથી. લગ્ન એ નેચર જોઈ થાય ફીગર નહીં. સમયની સાથ સમાજ બદલાયો છે તો રૂઢિગત વિચારો કેમ એના એ જ જૂનાં-પૂરાણા છે? બીજાનું ઈચ્છયું કરવામાં પોતાનાં ધાર્યું કરવાનો મોકો કેમ મળતો નથી? રિવાજોનાં ચક્રવ્યૂહમાં ક્યાં સુધી સ્ત્રીઓ અરમાનોની આહૂતિ આપતી રહેશે?

       ખૈર, મારી ઈચ્છા, આકાંક્ષા એ તમારાં સંસ્કારની હાર નથી. મેં ઊઠાવેલ કદમ તમે આપેલ સમજણ-શિખામણની નિષ્ફળતા નથી. આ તો મારી પોતાની બગાવત કે સ્વતંત્ર રહી પોતાનાં માટે થતી જહેમત છે. પોતાનાં સુખને પામવા લેવા પડતાં કેટલાંક આકરા નિર્ણયો એ સ્વાર્થીપણું નથી હોતું. પિતા બની રહેવું તેનાં કરતાં પુત્રી બની જીવવું અગ્નિ પરિક્ષા દેવા જેટલું કઠિન છે.

       જેમ દરેક પિતા ઈચ્છતો હોય છે કે તેનો દીકરો તેમનાં જેવો બને તેમ દરેક દીકરી ઈચ્છતી હોય છે કે તેમનો પતિ તેનાં પિતા જેવો મળે. પપ્પા એ તમારાં જેવો છે. એકદમ સરળ સ્વભાવનો લાગણીશીલ અને સાફ દિલ ઈન્શાન. અમારી વચ્ચે આજ દિન સુધી સલામત અંતર સેઈફ ડિસ્ટન્સ અકબંધ છે. અમે એકબીજાને આકર્ષણનાં કેફમાં ફક્ત ચાહતાં, પ્રેમ કરતાં નથી પરંતુ પરિપક્વતાભર્યા સંબંધ પ્રત્યે ગંભીર અને જવાબદાર છે. એ મને અને હું તેને સુખી રાખી શકીશું. વી અંડરસ્ટેન્ડ ઈચ અધર વેરી વેલ એન્ડ લવ ટુ મચ.

       પૈસા, પ્રતિષ્ઠા, પ્રવૃતિ, પાવર જેવા શબ્દો બેશક દીવાસપ્નોને તોડીફોડી નાખે છે. મારી વાતોમાં તમને રિયાલીટી કરતાં ફિકશન વધુ લાગતું હશે. પરંતુ તમે જ કહો ડેડ, કે જે છોકરો તમે મારાં માટે શોધવાનાં હતાં એ આગળ જતાં સારો જ નીકળવાનો છે તેની શું ખાત્રી? ભવિષ્યના ગર્ભમાં શું છે એ કોઈ નથી જાણતું. માણસને ઓળખવા-સમજવા તેની જોડે સમય પસાર કરવો પડે. હું જેને પ્રેમ કરું છું તેની સાથે છેલ્લા પાંચ વર્ષથી સંપર્કમાં રહી બધું સમજી શકી છું. અમારો પ્યાર બે ઘડીનો નથી જે શરીરનાં ઘર્ષણ સાથે પરસેવા જોડે ઊતરી જાય. આથી જ અમને બીજા કપલો જેવા ન સમજતા. હું તમારી દીકરી છું, બધા પાસાં પારખીને જ પ્યારમાં પડી છું.

       એક વ્યક્તિમાં, જીવનસાથીની પસંદગી કરતાં સમયે શિક્ષણ અને સંપત્તિ કરતાં શક્તિ અને સારાઈનો ગુણ મારાં માટે વધુ મહત્વનો છે. આજનાં સમયની યુવતી છોકરાનું મન જુવે છે મોઢું નહીં. પર્સનાલિટી કરતાં આંતરિક ગુણ વધુ મહત્વનાં છે. દેખાવ કરતાં સ્વભાવ ઈમ્પોટન્ટ છે. છોકરો ઓછું કમાતો ચાલે ઉછીના પૈસા વ્યાજે ફેરવતો ન ચાલે. વ્હોટ યૂ થિંક?

       દરેક સંતાન તેમનાં વાલીને અણસમજુ સમજે છે અને હરેક વાલી તેમનાં સંતાનને નાદાન સમજે છે. હકીકતમાં બંને બધી જ બાબતો પ્રત્યે જાણકાર અને સમજદાર હોય છે. આમ છતાં વર્ષોથી એકબીજા જોડે રહેવા છતાં જીવનસાથીની પસંદગી બાબતે માતા-પિતા અને સંતાન વચ્ચે વિચારભેદ પ્રવર્તે છે. કેમ?

       રજનીશે કીધું છે, ‘આઈ ઓલ્વેઈઝ ટોલ્ડ માય ફાધર ધેટ, હી વૉઝ રોન્ગ એન્ડ વ્હેન આઈ રીઅલાઈઝડ ધેટ, હી વૉઝ રાઇટ, આઈ હેડ માય સન ટુ ટેલ મી ધ સેમ..

       દીકરી વિશે વિચારકો, ચિંતકો જે થિંક કરી શકાતા નથી એ મેં તમારી જોડે રહી ફીલ કર્યું છે. આપણે આધુનિક ડૉટર-ફાધર બની રહ્યાં છીએ. તમામેતમામ વાતો-વિચારો એકમેક જોડે શેઅર કરી છે. આથી જ મને આ વાત છુપાવી યોગ્ય ન લાગી, સિક્કાની બીજી તરફ પિતાનાં વાત્સલ્યનો ભરોસો અને પ્રેમીના વહાલસોયા વિશ્વાસમાંથી મે અજાણ્યાનાં પ્રેમને આવકાર્યો. આ પાછળ ઘણાં કારણ છે. એ તમને જણાવીશ તો ગણાવ્યું કહેવાશે. એટલે આપ ખુદ જ વિચારજો, સમજજો.

       ઈનશોર્ટ પપ્પા, મેં તમને કાળી મજૂરી કરતાં જોયા છે. મહેનત કરી ઘરની એક-એક નાની-મોટી વસ્તુઓ વસાવતા જોયા છે. રાત્રે બે વાગે અંધારામાં ઘરના દીવાનખંડમાં ધંધાની ફીકરમાં એકલાં આમતેમ આંટાફેરા કરતાં જોયા છે. મેં તમને કેલેન્ડરમાં દિવસો ગણીગણી હું સમજતી થઈ ન હતી ત્યારથી મારાં સગપણનાં રૂપિયા ગલ્લાથી લઈ બેંકની ફિક્સ ડિપોજીટમાં જમા કરાવતા જોયા છે. ઘરના તમામ સભ્યોમાં હું તમારી સૌથી નજીક છું અને અંગત વ્યક્તિ આ પ્રકારે ફેસલો કરે ત્યારે તમને દુ;ખ થવાનું સ્વાભાવિક છે. મારે તમને દુ;ખ આપવું નથી, માત્ર કેટલીક જવાબદારીઓમાંથી તદ્દન મુક્ત કરવા છે.

       આ ક્ષણે હું તમારાં મનની ઊથલપાથલને સમજી શકું છું. તમારું સપનું અમારાં ભાઈ-બહેનમાંથી કોઈ એકને ડૉક્ટર બનાવવાનું હતું. એ સપનાંને સાકાર કરવા તમે ભાઈને ડૉક્ટર બનાવ્યો. મને ગ્રેજ્યુએટ પૂરું કરાવ્યું. મમ્મીના અવસાન પછી તમે ક્યાંરેય માતૃત્વની ઉણપ આવવા દીધેલ નથી. આપણે ખુશીથી રહીએ છીએ. યુ આર વર્લ્ડસ ગ્રેટેસ્ટ ફાધર. લવ યુ પપ્પુ.

       મારાં અનેરા સપનાં, ઉજ્જવળ કારકિર્દી, અઘરી મંજીલ, એકધારુ લક્ષ્ય, અને ધ્યેય તરફ મૂકાતી દોટ ક્યાંરેય ખત્મ નહીં થાય. તેમાં મારાં થનાર બધાનો સાથ રહેવાનો અને સુખ-દુ;ખના સહભાગી બનવાના. ડોન્ટ વરી ફોર માય સાઈડ. હું ભલે તમારું નામ રોશન ન કરી શકું, તમને નીચું જોવા જેવું પણ કઈજ નહીં કરું.

       પિતાજી, મારે વારસામાં તમારું વહાલ જોઈએ છીએ, વસિયત નહીં. જિંદગીમાં ધનનું મૂલ્ય ઘણું છે પણ દોલત બધું જ નથી. ભૌતિકતાનાં ભાર નીચે દબાય મારે કાચની ઢીંગલી બની જીવવું નથી. મારે સ્ંબંધોનાં બનાવટી પીંજરામાં પૂરાવું નથી. જ્યાં લાગણીઓ નહીં આવેશો હોય. મારે જીવનનાં સઘળા રસને, બધા રંગોને જીવવા છે. ખાલીખોટું હસવું નથી અને અમથેઅમથું રડવું નથી.

       મેં જાણ્યું-અનુભવ્યું છે કે, યુ હેવ ફ્રીડમ ઑફ ચોઈસ, બટ વન્સ યુ ચુઝ, યુ હેવ નો ફ્રીડમ ટુ ગો બેક. પપ્પા હું કદાચ મારાં ઊઠાવેલ કદમમાં નાપાસ થાઉં તો પાછી નહીં ફરું. હું ગમે તેવા કપરા સંજોગોમાં જીવી અને બધાને જીતી જાણીશ. આપણી કુટુંબની શાખ, પરિવારનાં સંસ્કાર અને તમારી આશાને હું ક્યાંરેય હાનિ નહીં પહુચાડું. પ્રોમિસ પોપ્સ.

       પપ્પા, આજ દિન સુધી તમે માગ્યાં વિના બધું આપ્યું છે. મને જરૂરિયાત વિનાનુ ઘણું મળ્યું છે. હવે બસ તમારાં આશીર્વાદ ઈચ્છુ છું. હું તમારાંથી જુદા કે અલગ થવા નથી જઈ રહી, હું દૂર જઈ રહી છું. જ્યાં પણ હઈશ તમને ત્યાથી મીસ કર્યા કરીશ. પિતાને પુત્રીનો સંબંધ જ અજીબ છે. પપ્પા એની પુત્રીને બધું આપવા માગે અને પુત્રીનો પિતા કઈ જ ન લે. અને અંતે પિતા કન્યાદાન કરી દે!

       વાહલા પપ્પા, તમારી નજર આ સમય મારાં રૂમ તરફ હશે. ચિંતા ન કરતાં હું હજુ ભાગી નથી. મે મારો વિચાર અને નિર્ણય દર્શાવ્યો છે. તમારી સહમતિ વિના મારાં બધા સાહસ અધૂરાં છે.

લી.

તમારી ડાહ્યી દીકરી.