ધીનલ ચાવડા

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

મેં ભવ્યની એક પણ નોવેલ વાંચી નથી છતાં એ સારો મિત્ર છે. એને કેટલીવાર કહ્યું કે આટલું લાંબુ લાંબુ લખાણ ન લખતો હોય તો – ધીનલ ચાવડા

       હું ભવ્ય રાવલને એફ.બી પર મળેલી ત્યારે મેં પત્રકારત્વમાં બેચલર પૂરુ કર્યું હતું ને માસ્ટર કરવા માટે વિચારણા ચાલી રહી હતી. ભવ્યની સલાહથી મેં પત્રકારત્વ ભવનમાં માસ્ટર્સ શરૂ કર્યુ. જ્યાં ભવ્ય સિવાય બધાં જ અજાણ્યાં હતાં. મારા માટે તો ભવ્ય ત્યારથી એક સારો મિત્ર બની ગયો. હા, એ એક જૂનિયર હતો પણ અમે સારા મિત્રો હતાં અને આજે પણ છીએ.

       ભવ્યને વાળ પ્રત્યે ખૂબ પ્રેમ. પેલા લાંબા વાળ રાખતો હવે લાંબી દાઢી રાખે છે. પત્રકારત્વ ભવનમાં એણે મને બધી બાબતે ખૂબ મદદ કરી છે. ખાસ કરી મારો થિસીસ પૂરો કરવામાં મને ઘણું જ ગાઈડ કર્યુ. ઉંમરમાં અમે બંને સરખા પણ એ મારા કરતા હોંશિયાર, કારણ એનું વાંચન વધારે છે. એ કાયમ મને કહેતો કે, તું ક્યાય હાલ એમ નથી. એ દિલથી નિખાલસ બધી વાતો શેર કરે. મને કાયમ એના મિત્રો વિશે ફરિયાદ રહી કે ભવ્ય, તું સારા લોકોને કેમ મિત્ર નથી બનાવતો?

       અને એના ફાકીનાં વ્યસનની ફરિયાદ. બહુ બધું બોલ બોલ કરતો બોલકણો સ્વભાવ પણ ખૂબ લાગણીશીલ. બીજાની જેમ કોઈનો ક્યારેય મીસજજ્જ નહીં કર્યો હોય. બસ બધાંને કામમાં આવે. મારે જ્યારે પણ મુંઝવણ થતી કોઈપણ બાબત  એની સાથે ફોનમાં વાત કરતી ને એ મારી સાથે નહીં પણ બધાં સાથે ફોનમાં લાંબી લાંબી વાતો જ કરતો. બેલેન્સ ન પતે ત્યાં સુધી. પત્રકારત્વ પૂરું થયું ત્યારથી અત્યાર સુધી ખૂબ સારા મિત્રો રહ્યાં. ત્યાર પછી ભવ્યની એક નોવેલ ‘અન્યમનસ્કતા’ આવી. ખબર નથી ભવ્યને શેનું શૂરાતન ચડ્યું છે તો દાઢી રાખી છે. જરાય સારો નથી લાગતો પણ એ કોઈનું માનશે નહીં મને ખબર છે. પછી પરીક્ષાવાળાનાં શું ભોગ લાગ્યાં કે ભવ્યના પેપરમાં ૪૬ માર્કસ્નો છબરડો નિકળ્યો ને ભવ્યએ સૌરાષ્ટ્ર યુનિ. વિરૂદ્ધ યુદ્ધની જાણે ઘોષણા ન કરી હોય એમ આક્રમક થઈ અરજીઓ કરી.

       મેં ભવ્યની એક પણ નોવેલ વાંચી નથી છતાં એ સારો મિત્ર છે. એને કેટલીવાર કહ્યું કે આટલું લાંબુ લાંબુ લખાણ ન લખતો હોય તોમને એમ કહે તને આમા ન ખબર પડે. એકવાર અમે જ્યારે પ્રવાસમાં ગયા ત્યારે એણે મારી ઈન્સલ્ટ કરી તે મને હજી યાદ છે. ને એણે અજાણતા થયેલી ભૂલ બદલ સોરી પણ કીધેલું. બીજા છોકરા કરતાં અલગ તરી વળે છે એ કારણ કે કોઈનાંમાં આવડત થોડી પણ હોય ઘમંડ આવી જાય પણ ભવ્ય ને જરાય ઘમંડ નથી.

       બીજું ભવ્ય જ્યારે જ્યારે પણ પ્રેમ વિશે લખે, હું પૂછું કે આ કોના વિશે છે તો કહે, એમ જ લખ્યું છે. પણ એ બહુ સોફ્ટ હાર્ટ છે. દર વખતે પ્રેમમાં પડી જાય છે ને પછી દુ:ખી પણ એટલો જ થાય છે. ભવ્યનો મને હવે જ્યારે ફોન આવે ત્યારે પહેલો પ્રશ્ન એ જ કરે કે, તારે હવે ક્યારે પરણવું છે. કોક સારો છોકરો શોધી લે. આ જ વાત હું કરું તો કહે છોકરા તો ગમે ત્યારે પરણી શકે.

       એના વિશે કહેવાનું ઘણું બધુ અહીં રહી જાય છે. બીજા પ્રસંગો પણ લખવા છે પણ સમય અને શબ્દનો અભાવ હોવાથી મિત્ર ભવ્યને ખૂબ ખૂબ શુભેચ્છા ને ખૂબ સારું લખે તેવી પ્રેરણા આપી વિરમું છું.

       ધીનલ ચાવડા