ધી નેક્સ્ટ જનરેશન સ્ટોરીમાં વાંચો મેટોડાથી વોલમાર્ટ સુધીની કૃતિકા ગોળની મીઠી સફર વિશે..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

કૃતિકા એગ્રોની જેનનેક્સ્ટ ભૃગુ મહેતાએ ગળપણનાં લોકલ ટુ ગ્લોબલ માર્કેટમાં શાણપણ બતાવી

એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એસો. અમેરિકા) અને ભારતનાં એફએસએસએઆઈનાં ફૂડ સેફ્ટીનાં ધારાધોરણ મુજબ કૃતિકા એગ્રો દ્વારા નૈસર્ગિક ગોળ અને આમપાપડ બનાવવામાં આવે છે.

ઓસ્ટ્રિયાનાં સાલ્સબર્ગની એક કોફી શોપમાં અને કેરેલામાં કેટલીક જગ્યાએ કૃતિકા ગોળમાંથી ચા-કોફી બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની એક મહિલા કૃતિકા ગોળમાંથી જ ચા-કોફી બનાવે છે. જેને તેણે ‘મસાલા ટી બાય કૃતિકા ગોળ’ નામ આપ્યું છે.

દેશી ગોળ બનાવવાની દેશી પદ્ધતિને તિલાંજલિ આપી ક્રાંતિકારી રીતે શુદ્ધતા, સ્વચ્છતા અને ગુણવત્તાની જાળવણી સાથે દેશી-વિદેશી લોકોની ખાનપાનનો ભાગ બનતી કૃતિકા એગ્રોની મીઠાશ

શેરડીનું અંગ્રેજીમાં બોટનિકલ નેમ સેકેરૂમ હતું તો હાલમાં સુગર ક્રોપ તરીકે જાણીતી શેરડીનું નામ સંસ્કૃતમાં ઈખ, હિન્દીમાં ગન્ના, મરાઠીમાં ઉસ, કન્નડમાં કબ્વુ, તામિળમાં કરૂમ્બ અને તેલગુમાં ચેરૂક છે. જે સમયમાં ખાંડ કે ગોળની શોધ થઈ ન હતી એ સમયમાં મીઠાઈઓ પણ શેરડીનાં રસમાંથી બનાવવા આવતી હતી! આજની તારીખમાં પણ ઘણા લોકોનો આગ્રહ ગણપણમાં ખાંડની જગ્યાએ શેરડીનાં રસમાંથી બનતો ગોળ ઉપયોગમાં લેવામાં આવે એવો જ હોય છે કેમ કે, ગોળ આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ ઔષધી છે. અને ખાંડ સફેદ ઝેર સમાન છે. પણ જો, આ ગોળ નૈસર્ગિક એટલે કે, શુદ્ધ, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ન હોય તો? તો આ જ ગોળ ખાંડની જેમ ગળ્યું ઝેર બની જાય છે. બસ આ વિચાર આજથી ૧૭ વર્ષ પહેલાં ઉમેશભાઈ મહેતાને આવ્યો અને કૃતિકા એગ્રો નામથી શેરડીનાં રસમાંથી એકદમ શુદ્ધ અને પોષણયુક્ત દેશી ગોળ બનાવવાનું શરૂ કર્યું.
ઉમેશભાઈ મહેતાએ ‘કૃતિકા દેશી ગોળ’ નામથી પ્રથમ વર્ષ માત્ર ૫૦૦ કિગ્રા ગોળનું ઉત્પાદન કર્યું હતું જેમાં ૩૦૦ કિગ્રા જેટલાં ગોળની નુકસાની ગઈ. પિતા ઉમેશભાઈને પ્રથમ ગ્રાસે મક્ષિકા મળી આથી તેમણે પુત્ર ભૃગુ મહેતાને પણ કૃતિકા એગ્રોની અગત્યની જવાબદારીઓ સોંપી પોતાના ધંધા સાથે જોડ્યો. દીકરા ભૃગુએ પિતા ઉમેશભાઈ ક્યાં પાછા પડ્યા એ ચકાસવા મૈસુર યુનિ. સાથે જોડાણ કરી ગોળ અંગેનાં વિવિધ રિસર્ચ પેપર તૈયાર કરાવ્યા. કઈ રીતે ખોરાક અને અતિ અગત્યની ખાદ્ય સામગ્રીઓમાં ઉપયોગમાં લેવામાં આવતો દેશી ગોળ ગુણવત્તાયુક્ત અને લાંબી આવરદાવાળો બને તે માટે બી.કોમ ભણી કાચી જુવાનીમાં પ્રવેશેલાં ભૃગુ મહેતાએ આધુનિક રીતે અભ્યાસ અને સંશોધન હાથ ધર્યું અને બીજા વર્ષે કૃતિકા એગ્રોએ ૧ ટન દેશી ગોળનું ઉત્પાદન કર્યું જે ફક્ત ૧૫ દિવસમાં વહેંચાઈ ગયું! ત્યારબાદથી ક્રમશ: કૃતિકા એગ્રો દ્વારા નૈસર્ગિક ગોળની બનાવટમાં ક્રાંતિકારી રીતે વાર્ષિક ૨૫ ટકાનાં વૃદ્ધિદર સાથે ભારત સહિત ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા ઉપરાંત મોટાભાગનાં વેસ્ટન યુરોપ દેશોમાં કૃતિકા દેશી ગોળની નિકાસ કરવામાં આવે છે. જે ભૃગુભાઈ મહેતાની મોર્ડન પ્રોડ્કશન એન્ડ સેલ્સ ટેક્નિકથી ૨૦૧૬-૨૦૧૭માં ૧૨૫૦ મેટ્રિક ટન સુધી પહોચ્યું અને ૨૦૧૭ અંત સુધીમાં ૧૫૦૦ મેટ્રિક ટન થઈ જશે. ૨૦૦૭ની સાલમાં મોર્ડન ટ્રેડ એટલે કે મોલ્સ કલ્ચર આવતા સાથે જ કૃતિકા નૈસર્ગિક ગોળ લોકલ કરિયાણાની દુકાનોથી લઈ પેન ઈન્ડિયા અંતર્ગત બીગબઝાર, ડીમાર્ટ, રિલાયન્સ ફ્રેશ જેવાં મોલ્સનાં ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ બન્યો. આમ, કૃતિકા એગ્રો છેલ્લાં એક દસકથી કાશ્મીરથી કેરેલા અને બંગાળથી બગોદરા સુધીની ભારતની બજારમાં સ્થાન ધરાવતું થયુ છે.
કૃતિકા એગ્રોનું સંપૂર્ણ ઉત્પાદનનું સંચાલન કાર્ય પિતા ઉમેશભાઈ મહેતા સંભાળી રહ્યા છે જ્યારે કૃતિકા એગ્રોનું તમામ સેલ્સ એટલે કે, વેંચાણનો કાર્યભાર પુત્ર ભૃગુભાઈ મહેતાની જવાબદારી છે. આ ઉપરાંત કૃતિકા નૈસર્ગિક ગોળનાં પ્રચાર-પ્રસારનું કાર્ય ભૃગુભાઈ મહેતા પોતાના ખભ્ભે ઉપાડી તંદુરસ્ત સમાજનાં નિર્માણ માટે સ્વાસ્થલક્ષી જાગૃતતા આપતા સેમિનાર્સ પણ યોજે છે. જે અંતર્ગત લોકોને શું ખાવું અને શું ન ખાવું તેની સમજ આપવામાં આવે છે. કેમ કે, બજારમાં મળતા બનાવટી ગોળની સરખામણીમાં કૃતિકા ગોળ કઈ રીતે અલગ તરી આવે છે એ ઘણાબધા લોકો જાણતા નથી અને કૃતિકા ગોળ જ નહીં એવી ઘણીબધી ખાદ્ય ચીજવસ્તુઓ છે જે ખાવી જોઈએ કે નહીં તે વિશે લોકો અજાણ છે. તેથી ભૃગુભાઈ મહેતા અલગ-અલગ સ્થળે સેમિનાર્સ યોજી લોકોને ખાનપાન વિષયક જાણકારી આપવાનું અને જાગૃતતા ફેલાવવાનું કાર્ય પણ કરે છે.
છેલ્લાં સત્તર વર્ષથી કૃતિકા દેશી ગોળની કમાન સંભાળનાર ભૃગુભાઈ મહેતા એવું કહે છે કે, વિકાસશીલ દેશોની ખાદ્ય બનાવટોનાં ધારાધોરણો મુજબ કૃતિકાનો નૈસર્ગિક ગોળ બનાવવામાં આવે છે. ઉત્પાદન વખતે જાળવવી પડતી સફાઈ, ન્યુટ્રીશન વેલ્યુની માવજત, માહિતીસભર કાયદાને અનુરૂપ બોક્સ પર જાણકારીવાળું લેબલિંગ અને પેકિંગ. આટલું જ નહીં પરંતુ કૃતિકા ગોળનાં પેકેટ પર કસ્ટમર કેર નંબર ખુદ ભૃગુ મહેતાનો છે. જે સીધા ગ્રાહકો સાથે જોડાઈ સંતોષકારક જવાબ અને કોઈપણ સમસ્યાનું તુરંત નિરાકરણ લાવે છે. આમ, છેલ્લાં દોઢ દસકમાં કૃતિકા નૈસર્ગિક ગોળ બ્રાંડ બનતા ગ્રાહકોએ નવી વસ્તુની માંગ કરી હતી આથી ટૂંકસમયમાં ગ્રાહકોની લાગણી અને માંગણીને ધ્યાને લઈ ગત વર્ષ ભૃગુભાઈ મહેતાએ કૃતિકા ગોળ સાથે કૃતિકા ફ્રૂટવેય આમપાપડ નામની એક તદ્દન નવી ફૂડ પ્રોડક્ટની ગ્રાહકોને ભેટ ધરી, એ પણ નૈસર્ગિક જ.
પિતા-પુત્ર નૈસર્ગિક ગોળનો વેપાર પૂરજોશમાં આગળ ધપાવી રહ્યા હતા ત્યારે બીજી તરફ ભૃગુ મહેતાનાં ધર્મપત્ની મીનલ મહેતા અને તેમની સખી અમી પટેલએ કૃતિકા એગ્રો હેઠળ આમપાપડનું ઉત્પાદન શરુ કર્યું. જેનું પ્રોડ્કશન ડેવલોપમેન્ટ તથા રિસર્ચ ડેવલોપમેન્ટનું કામ અમી પટેલ, પ્રોડ્કશનનું કામ મીનલ મહેતા અને સેલ્સનો કાર્યભાર ભૃગુ મહેતા સંભાળી રહ્યા છે. આ મુજબ કૃતિકા એગ્રો હેઠળ ગ્રાહકોની માંગણી અને બે સહેલીઓની મિત્રતાની લાગણીમાંથી એક તદ્દન નવી ખાદ્યસામગ્રીનો જન્મ થયો જેણે કરોડો મમ્મીઓનાં સંતાનોને ફળદાયી નાસ્તા, ચોકલેટ અને મુખવાસનો વિકલ્પ આપ્યો. ફ્રૂટનાં ડેઇલી ડોઝ માટે કૃતિકા ફ્રૂટવેય આમપાપડનો ઓપ્શન ઇન્ડિયાની ફૂડ માર્કેટમાં તો ઉપલબ્ધ નથી જ સાથોસાથ વિદેશોમાં કૃતિકાનો આમપાપડ ત્યાંના ફ્રૂટબારને ટક્કર આપી રહ્યો છે. આ સાથે જ જાણીને આશ્ચર્ય થશે કે, વિશ્વભરમાં કૃતિકા ફ્રૂટવેય આમપાપડનું વેંચાણ ફેસબુક જેવા સોશિયલ મીડિયાનાં માધ્યમથી થઈ રહ્યું છે. જે ખૂબ જ સફળ રહ્યું છે.
કૃતિકા એગ્રોનો ફ્રૂટવેય આમપાપડ આજે મોટાભાગનાં સંતાનોના લંચબોક્સ, ટીફિન બોક્સ સહિત ટ્રાવેલિંગ અને ફરાળનો ભાગ બન્યા છે. આ આમપાપડ એટલે વિદેશોમાં મળતું ફ્રૂટબાર. કૃતિકા એગ્રોનું આમપાપડ કેસર કેરીનાં રસમાંથી બને છે. મેડ ફોર રીઅલ મેંગો. જે બાર મહિના સુધી બધા જ કેરીનાં ગુણધર્મો સાથે બેસ્ટ ટેસ્ટ વિથ હેલ્થીનેસ બક્ષે છે. ભૃગુભાઈ મહેતા આવનાર સમયમાં કૃતિકા એગ્રોની બ્રાંડ હેઠળ જ ગવાવા, પાઈનેપલ, બેરિઝ વગેરે જેવા ફળોનાં રસમાંથી નેચરલ ફ્રુટરોલ્સ બનાવી ભારતની બજારોમાં લાવવાનું વિચારી રહ્યાં છે.
ભૃગુભાઈ મહેતાનાં જણાવે છે કે, ગોળ પારંપરિક રીતે છેલ્લાં હજારો વર્ષોથી બને છે. મીઠાઈથી લઈ દેશ-પરદેશમાં ચા-કોફી પણ ગોળમાંથી બને છે. કૃતિકા ગોળ અને આમપાપડ સંપૂર્ણપણે હાનિકારક દવા કે રસાયણમુક્ત છે. શુદ્ધ, આરોગ્ય અને કુદરતી વિટામીનયુક્ત છે. આ ઉપરાંત ખનીજતત્વોથી ભરપૂર દરેક ઉંમરની વ્યક્તિ માટે શક્તિદાયક છે. કૃતિકા એગ્રોની ખાદ્ય બનાવટો અત્યંત આરોગ્યપ્રદ અને વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે કોઈપણ જાતનાં રંગ-રસાયણો કે અખાદ્ય પદાર્થોનાં ઉપયોગ વિના શુદ્ધ, સાત્વિક ચોક્કસાઈપૂર્વક નૈસર્ગિક રીતે ઉત્પાદિત કરવામાં આવે છે. કૃતિકા એગ્રોનો મુખ્ય હેતુ કેમિકલ વિનાની શુદ્ધ ખાદ્ય સામગ્રીનું નિર્માણ કરી લોકોની તંદુરસ્તીમાં ઉત્તરોતર વધારો કરવાનું છે. કૃતિકા નૈસર્ગિક દેશી ગોળ એટલે ગ્લુકોઝ, મિનરલ્સ, કેલ્શિયમ, વિટામીન્સ, ફોસ્ફરસ, લોહતત્વ, પ્રોટીન્સ, પોટેશિયમ તથા મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વોથી ભરપુર ગોળ. કૃતિકા ફ્રૂટવેય આમપાપડ એટલે હેલ્થી, સ્માર્ટ, ફ્રુટ બેઈઝ સ્વીટ સ્નેક્સ.
ભારતમાં ગોળનું માર્કેટ ૩૦૦૦ કરોડ રૂ.નું છે. જેમાં મોટાભાગે કેમિકલવાળો ગોળ ઉત્પાદિત થઈ રહ્યો છે. હકીકતમાં શુદ્ધ અને સાચો ગોળ સફેદ કે આંછા પીળા રંગનો નહીં પરંતુ ચોકલેટી રંગનો હોય છે. સફેદ રંગનાં ગોળમાં હાઈડ્રો, ડીર્ટજન્ટ પાવડર અને સ્ટોન પાવડર ઉમેરવામાં આવે છે. કેટલીક વખત ગોળનું વધુ ઉત્પાદન મેળવવા માટે તેની બનાવટ વખતે નીચલી ગુણવત્તાવાળી ખાંડ પણ ઉમેરવામાં આવે છે. ખાંડ હાડકાંને ઓગળે છે જ્યારે ગોળ હાડકાંને મજબૂત બનાવે છે. માનસિક સ્વાસ્થ માટે ગોળ હિતકારી છે. ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવતો ગોળ નૈસર્ગિક હોવો જોઈએ. રાજકોટનાં સૌ.યુનિ. રોડ પર આવેલી એફએસએલ માત્ર ૨૦ રૂ. કોઈપણ વ્યક્તિને કોઈપણ ખાદ્ય વસ્તુ આપો એટલે ગણતરીની કલાકોમાં તે વસ્તુમાં રહેલી ગુણવત્તા અંગેની સંપૂર્ણ તપાસ કરી ઉપયોગમાં લીધેલી સામગ્રીની જાણકારી આપે છે. કોઈપણ વ્યક્તિ આ તપાસ કરી પોતાની ગમતી અને ભાવતી વસ્તુ ખરેખર સ્વાસ્થ માટે કેટલી ફાયદાકારક છે કે હાનિકારક છે તેની ખરાઈ કરી શકે છે. જ્યારે કૃતિકા એગ્રો દ્વારા એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એસો. અમેરિકા) અને ભારતનાં એફએસએસએઆઈનાં ફૂડ સેફ્ટીનાં ધારાધોરણ મુજબ નૈસર્ગિક ગોળ અને આમપાપડ બનાવવામાં આવે છે.
આમ, પિતા ઉમેશભાઈ મહેતાએ નૈસર્ગિક દેશી ગોળ બનાવવાનાં વિચાર સાથે ગોળ બનાવવાનો ધંધો શરૂ કર્યો તો પુત્ર ભૃગુભાઈ મહેતાએ કૃતિકા દેશી ગોળને અંતરયાળ વિસ્તારોથી લઈ વૈશ્વિક બજારમાં ઓળખ અપાવી. બીજી તરફ ભૃગુભાઈની પત્ની મીનલ મહેતા અને તેમની સખા અમી પટેલે ફ્રૂટવેય આમપાપડ બનાવ્યા તો ભૃગુભાઈ મહેતાએ આમપાપડને પણ વિશ્વભરમાં પ્રચલિત બનાવી પોતાની સેલ્સ, માર્કેટિંગ અને મેટોડામાં બનતી એક ફૂડ પ્રોડક્ટને કઈ રીતે ગામડાંની કરિયાણાની દુકાનોથી લઈ વર્લ્ડવાઈડ વોલમાર્ટ મોલ્સમાં પહોચાડી શકાય તેની આગવી પરખ આપી છે.

બોક્સ : ગુરુમંત્ર : કૃતિકા એગ્રોની જેનનેક્સ્ટ ભૃગુ મહેતા સરળ કાઠીયાવાડી ભાષામાં મૈથા કરવાને પોતાને ગુરુમંત્ર માને છે. કશું જ ન કરવાને બદલે સૌએ કઈકને કઈક કરવું જોઈએ. આ ઉપરાંત તન અને મન ચંગા રાખવા સાથે જે ખાઓ એ શુદ્ધ, સાત્વિક અને સારું ખાવા જણાવે છે. જે લોકો ખાદ્ય સામગ્રીનાં વ્યવસાય-વિભાગમાં જોડાયેલા છે તેઓને ભૃગુભાઈ કહે છે કે, પરિવારને જે ખવડાવો-પીવડાવો છો એ જ ગ્રાહકોને ખવડાવા-પીવડાવાનું રાખો. ખાસ તો દરેક વ્યક્તિએ કોઇપણ વસ્તુની ખરીદી કરતા પહેલાં તેનાં પેકિંગ પરની સંપૂર્ણ માહિતી અને ઉત્પાદક ગુણવત્તા વાંચી જવા તેઓ સૂચવે છે. ભૃગુભાઈ મહેતા દરરોજ ૪૦ કિમી જેટલું સાઈકલિંગ કરે છે. દેશ-દુનિયાનાં દેશોની મુલાકાત લે છે અને સમસ્ત વિશ્વને પોતાનું પરિવારનાં સભ્યો ગણી લોકોની તંદુરસ્તીમાં વધારો થાય તેવી ખાદ્યવસ્તુઓનું નિર્માણ કરવાની નેમ ધરાવે છે. વર્ષ પ્રતિ વર્ષ વિકાસ અને સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરનાર કૃતિકા એગ્રોની યુએસપી નો એડ કેમિકલ્સ, એનર્જી ફૂડ, નેચરલ વિટામીનરલ અને પ્યોર હાઈજેનિક છે જે મહેતા પિતા-પુત્રોની સફળતાનો નૈસર્ગિક ગુરુમંત્ર છે.

કૃતિકા નૈસર્ગિક ગોળ : ફેક્ટ ફાઈલ :
સ્થાપક : ઉમેશભાઈ મહેતા
સંચાલક : ભૃગુભાઈ મહેતા
સ્થાપનાં : ૨૦૦૧
ઉત્પાદન : ૨૦૦૧માં ૫૦૦ કિગ્રા
હાલમાં : ૨૦૧૬-૧૭માં ૧૫૦૦ મેટ્રિક ટન
પ્રોડ્ક્ટ એક્સપોર્ટ : ઈંગ્લેંડ, યુએસએ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, અને આફ્રિકાનાં અમુક દેશોમાં
ભારત : પેન ઇન્ડિયા અંતર્ગત કોઇપણ કરિયાણાની દુકાનથી લઈ મોલ્સ સુપર માર્કેટમાં ઉપલબ્ધ

કૃતિકા ફ્રૂટવેય આમપાપડ : ફેક્ટ ફાઈલ
સ્થાપના : ૨૦૧૬
સંચાલક / સેલ્સ મેનેજમેન્ટ : ભૃગુભાઈ મહેતા
પ્રોડ્કશન ડેવલોપમેન્ટ / રિસર્ચ ડેવલોપમેન્ટ : અમી પટેલ
પ્રોડ્કશન મેનેજમેન્ટ : મીનલ મહેતા
પ્રોડ્ક્ટ એક્સપોર્ટ : ઈંગ્લેંડ, યુએસએ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, અને આફ્રિકાનાં અમુક દેશોમાં
ભારત : પેન ઇન્ડિયા અંતર્ગત કોઇપણ કરિયાણાની દુકાનથી લઈ મોલ્સ સુપર માર્કેટમાં ઉપલબ્ધ