નાઈન ક્રીએશન એક્સક્લુસિવ એન્ડ ક્રિએટીવ સ્ક્રીન પ્રિન્ટીંગમાં સૌરાષ્ટ્રભરમાં શિરમોર

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

ફીલ ધી પ્રિન્ટનાં કન્સેપ્ટથી નાઈન ક્રિએશન કંપની પ્રિન્ટીંગ બ્રાન્ડ બની

મશીન માત્ર પ્રિન્ટીંગમાં મદદ કરી શકે, ક્રિએટીવિટીમાં નહીં : ટીમ નાઈન ક્રિએશન

બ્રાન્ડ પાઠ : કાગળ અને કેનવાસ જ્યાં સુધી રંગોની ભાત અને અક્ષરો તથા આકૃતિની કરામતમાંથી પસાર ન થાય ત્યાં સુધી એની ગણના પસ્તીમાં જ થાય અથવા તો તેનું મૂલ્ય ન ઉપજે. સામાન્ય લાગતાં એક સફેદ પૂઠાનાં નાનકડા ટૂકડા પર લખેલી કોઈની માહિતી એટલે કે વિઝિટિંગ કાર્ડને પણ વિવિધ પ્રક્રિયામાંથી પસાર કરી બનાવવામાં આવે છે એ આપણાં હાથમાં આવે ત્યારે સમજાતું નથી પણ આંખ જ્યારે તેનાથી આકર્ષિત થાય અને થોડું મગજ દોડાવી આ અંગે માહિતી મેળવી ત્યારે ખ્યાલ આવે એક કાગળને કિંમતી બનાવવા પાછળ કેટલી કલાકારીગરી, કુશળતા અને કાર્યધગશની જરૂર પડતી હોય છે.
પ્રિન્ટીંગનું નામ આવે એટલે ઓફસેટ, સ્ક્રીન, બાઈડિંગ, લેમિનેશન, બટર, કોરલ, એડોબ, ફોન્ટ, ટુ કલર, ફોર કલર, મલ્ટી કલર, જોબ, પ્લેટ, એકનાં ચાર જેવા શબ્દો સાંભળવા-વાંચવા મળે. પ્રિન્ટીંગ કાર્યનું પોતાનું એક વિજ્ઞાન છે, વિશ્વ છે. રોજ સવારે હાથમાં આવતું અખબાર હોય કે પછી કોઈનાં ધંધાનું ચોપાનિયું કે પછી તમારું પોતાનું જ વિઝિટિંગ કાર્ડ. આપણે જાણતા નથી કે, આ એક નાનકડા કાગળને તૈયાર કરવામાં કેટલી મોટી મહેનત અને કરામત સાથે આવડતને કામે લગાડવી પડતી હોય છે. જે હકિકતમાં અપ્રત્યક્ષ લાગે, પ્રથમ નજરે દેખાઈ ન આવે. પણ હા, કાગળની કોઈપણ વસ્તુ તૈયાર કરવામાં પડદાં પાછળ ઘણુંબધુ સમર્પણ આપવું પડતું હોય છે. સતત નવી ટેક્નોલૉજી સાથે અપડેટ રહી વર્કને અપ ટુ ડેટ રાખવું પડે. જે પાછળ એક આખી કંપની સતત પોતાનું સર્વશ્રેષ્ઠ આપી બ્રાન્ડની નામના મેળવતી હોય છે. આવું જ એક સૌરાષ્ટ્રનાં પ્રિન્ટીંગ ક્ષેત્રનું બ્રાન્ડનેમ એટલે નાઈન ક્રિએશન કંપની.
નાઈન ક્રિએશન છેલ્લા એક દસકથી પ્રિન્ટીંગની દુનિયામાં કાર્યરત છે પણ આ કંપનીને બ્રાન્ડની નામના ત્યારે મળી જ્યારે ૨૦૧૬ની સાલમાં આ કંપનીનું વિસ્તરણ થતા ભાગીદાર અઝીઝખાન પઠાણ તથા પંકજ પાઉંની જુગલબંધી રચાઈ. બંનેના પ્રિન્ટીંગ અને ડિઝાઈન ક્ષેત્રનાં ૨૫થી વધુ વર્ષોનાં અનુભવનો સહિયારો લાભ નાઈન ક્રિએશનને મળ્યો. જેઓ હાલમાં સ્ક્રીન પ્રિન્ટીંગ ઉદ્યોગને પ્રગતિ અપાવવાની ધગશ સાથે નાઈન ક્રિએશનમાં જોડાયેલા છે અને તેમની સાથે ક્રિએટીવ ટીમનાં ડિઝાઈન પાર્ટનર પ્રિયંક બદ્રકિયા છે જેમનો અભ્યાસ તો ઈલે.કોમ્યુ. (ઈસી) છે પરંતુ તેઓ પોતાના શોખથી ગ્રાફિક્સ ડિઝાઇનમાં પોતાની કારકિર્દી બનાવી નાઈન ક્રિએશનને મજબૂત બ્રાન્ડ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે.
નાઈન ક્રિએશન કંપનીમાંથી બ્રાન્ડની નામના મેળવી શક્યું એ પાછળ આ કંપની દ્વારા થતું એક્સક્લુસિવ સ્ક્રીન પ્રિન્ટીંગ અને યુવીનું કામકાજ રહેલું છે. સ્ક્રીન પ્રિન્ટીંગ સાથોસાથ અન્ય લેઝર કટિંગ, મેટલ સ્ટીકર્સ, ડાય કટિંગ, પોપઅપ આર્ટ, યુવી કેમિકલ (અલ્ટ્રાવાયોલેટ) પ્રોસેસ વગેરે દ્વારા એક્સક્લુસિવ વિઝીટીંગ કાર્ડ, વેડિંગ કાર્ડ ઉપરાંત સૌથી અલગ અને વિશેષ પ્રકારનાં કેટલોગ, ઈન્વીટેશન કાર્ડ, સ્ટેશનરી આઈટમ્સનું પ્રિન્ટીંગ એન્ડ મેકિંગ નાઈન ક્રિએશનની આગવી ઓળખ છે. આ સિવાય નાઈન ક્રિએશન દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ‘ફીલ ધી પ્રિન્ટ’નો કન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. સ્ક્રીન પ્રિન્ટીંગ અભિવ્યક્તિ અને લાગણીઓ પહોંચાડવા માટેનું એક શક્તિશાળી સાધન છે. અત્યારે સ્ક્રીન પ્રિન્ટીંગ પ્રક્રિયા અસાધારણ પ્રિન્ટ પરિણામો પ્રાપ્ત કરવા માટે નવીનત્તમ રહી છે. સૌ એવું માનતા હતા કે, લોકો શબ્દો કરતાં ચિત્રો વધુ યાદ રાખે છે પરંતુ વર્તમાન યુગમાં આ વાત અલગ છે. જો લોકો પ્રિન્ટીંગને ફિલ કરી શકે તો વધુ યાદ રાખી શકાય છે. નાઈન ક્રિએશનની ક્રિએટીવ ટીમે સ્ક્રીન પ્રિન્ટીંગની પ્રક્રિયા સાથે પ્રિન્ટને લગતી એક તદ્દન નવીન કલ્પના કરી અને વિવિધ ઇફેક્ટ સાથે નવ જુદા જુદા અને વિશિષ્ટ નવ સેમ્પલ બનાવ્યા છે. જેણે પ્રિન્ટીંગની દુનિયામાં ‘ફીલ ધી પ્રિન્ટ’નો કન્સેપ્ટ મૂકી સ્ક્રીન પ્રિન્ટીંગ વર્લ્ડમાં રિવોલ્યુશન લાવ્યું.
નાઈન ક્રિએશનનાં મુખ્ય સંચાલક પંકજ પાઉં અને અઝીઝખાન એવું માને છે કે આ મુજબની ઇફેક્ટ પ્રિન્ટીંગને નવી ઊંચાઇઓ આપશે અને જોનારા પર એક યાદગાર છાપ બનાવી શકશે. જે પ્રિન્ટીંગ ઇફેક્ટ બિઝનેસ-સર્વિસની સારી ઓળખ (વીઝીટીંગ કાર્ડ), પ્રમોશનલ આઈટમ, આમંત્રણ/લગ્ન કાર્ડ વગેરેને વધુ મોભાદાર બનાવવા માટે મદદ કરશે. મોટા ભાગે પ્રિન્ટીંગ વાંચવા અને સમજવા માટે વપરાય છે પરંતુ એ સફળ તો જ ગણાય જો જોયા બાદ લાંબાગાળા સુધી યાદ રહી જાય. આમ, નાઈન ક્રિએશને પ્રિન્ટને માત્ર શબ્દો કે આકર્ષક દેખાવનો વિષય ન બનાવતા સ્પર્શને પણ કેન્દ્રમાં રાખી પ્રિન્ટીંગ વર્કને એવું બનાવ્યું જે અક્ષરોથી આકર્ષક, દેખાવમાં દિલધડક અને સ્પર્શથી અનુભવી શકાય.
પંકજ પાઉંનાં જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના માર્કેટમાં પ્રિન્ટીંગ ક્ષેત્રે મહદઅંશે ભૂલ ભરેલી માન્યતા સ્થાનિક લોકોમાં રહેલી છે. લોકો સસ્તાં પાછળ શ્રેષ્ઠતા ગુમાવે છે. રાજકોટ છોડીને સારું અને સસ્તું પ્રિન્ટીંગ અથવા ડિઝાઈન કાર્ય મેળવી શકાય એ સાવ સાચું નથી હોતું. અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે રાજકોટના ડિઝાઈનર ગુજરાતના અનેક શહેરોનું કાર્ય રાજકોટથી કરી રહ્યા છે. આજે અવનવી ટેક્નોલૉજીનું આગમન થઈ રહ્યું છે એ સમયે સ્થાનિક કક્ષાએ વિકાસની ઘણી બધી તકોને ધ્યાનમાં લઈ રાજકોટ અને સૌરાષ્ટ્રનાં લોકોને ઘર આંગણે પ્રથમ નંબરે શ્રેષ્ઠ સેવા આપવાનો નાઈન ક્રિએશનનો સંકલ્પ છે. બીજા નંબરે સરળતાથી તમામ સેવાની ઉપલબ્ધિનો ધ્યેય મુખ્ય છે અને ત્રીજા નંબરે ઉચ્ચત્તમ સેવા મળી રહે એ અમારું લક્ષ્ય છે. લોકોનો ક્લાસ અને વ્યક્તિગત આત્મસંતોષ સાથે અમારા પરનો વિશ્વાસ જળવાઈ રહે એ જ અમારું વળતર છે એવું પંકજ પાઉં કહે છે તો અઝીઝખાન પઠાણનાં મતાનુસાર નાઈન ક્રિએશનનું સોનેરી સ્વપ્ન આગામી સમયમાં રાજકોટ-સૌરાષ્ટ્રની જનતાને પ્રિન્ટીંગ કાર્ય માટે બહારગામ જવું ન પડે તે રીતે પ્રિન્ટીંગનું સ્તર વધુને વધુ ઉચ્ચકક્ષાએ લાવી વ્યવસાયિક નહીં પરંતુ વ્યાજબી રીતે ગ્રાહક હિતને કેન્દ્રમાં રાખી વધુને વધુ સહાયક અભિગમની ભાવના સાથે મદદરૂપ થવાનો છે. ‘ઓલ સર્વિસ અન્ડર વન રૂફ’ આપવાના હેતુસર નાઈન ક્રિએશન કંપની અવનવા વ્યક્તિઓ અને વિચારોનાં સંપર્કમાં આવીને સતત નવું આપવાની કોશિશ કરી રહી છે. આવનારા સમયમાં નાઈન ક્રિએશન કંપનીનું બ્રાન્ડ નેમ વિશ્વભરમાં ખ્યાતનામ બને એ માટે તેઓ અને તેમનાં તમામ કર્મચારીઓ કટીબદ્ધ છે એવું અઝીઝખાન જણાવે છે.
આ સિવાય નાઈન ક્રિએશન કંપનીની વધુ એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે, કંપનીમાં અનેરી આવડત ધરાવતા અનુભવી કારીગરોની સાથે સાથે ૪૦% કારીગરો બહેરા અને મૂંગા છે. સામાજીક સુખાકારીની જવાબદારી અને ઉત્તરદાયિત્યનાં એક ભાગરૂપે નાઈન ક્રિએશન કંપની દ્વારા મૂક બધીરોને સ્ક્રીન પ્રિન્ટીંગની તાલીમ આપવામાં છે. આટલું જ નહીં પરંતુ કંપનીનાં મુખ્ય સંચાલક પંકજ પાઉં અને અઝીઝખાન પણ ન્યાય અને નીતિમત્તાથી કાર્ય કરવા પર વિશ્વાસ ધરાવે છે. નાઈન ક્રિએશન માટે બ્રાન્ડ કરતા કંપની અને કંપની કરતા કસ્ટમર્સ અગત્યનાં છે. જો કસ્ટમર્સને પૂરતી સર્વિસ અને ગુણવત્તા બાબતે સંતોષ મળશે તો માર્કેટમાં તમારી પેઢી આપોઆપ બ્રાન્ડ બનશે અને ગ્રાહકો ભગવાન નહીં પરંતુ આપના ભક્તો બનશે.
રાજકોટનાં ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી નાઈન ક્રિએશન કંપનીનાં માલિકો પંકજ પાઉં અને અઝીઝખાન એકબીજાનાં પ્રતિસ્પર્ધી નહીં પરંતુ પૂરક બનીને કામ કરતાં કંપનીએ ટૂંકાગાળામાં સ્ક્રીન પ્રિન્ટીંગની દુનિયામાં મોટું નામ અને કામ મેળવ્યું છે. તેઓ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે શૈક્ષણિક સંકૂલ, હોસ્પિટલ, હોટેલ, રેસ્ટોરાં, એગ્રીકલ્ચર, એન્જિનિયરીંગ, બ્રાસ પાર્ટ, રીટેઈલ આઉટલેટ વગેરેનું તમામ પ્રિન્ટીંગ અને ડિઝાઈનનું ક્રિએટિવ વર્ક, નવા પ્રોડક્ટનાં લોંચિંગ, પેકિંગથી લઈ તમામ પ્રકારનું ડિઝાઈન અને પ્રિન્ટીંગનું એક્સક્લુસિવ ક્રિએટીવ વર્ક આપી ખૂબ જ સંતોષકારક રીતે પૂરું પાડે છે. તો હવે પછી જ્યારે તમે કોઈ એક્સલ્યુસિવ કંકોત્રી કે વિઝીટીંગ કાર્ડ કે પ્રિન્ટીંગ જૂઓ તો યાદ રાખજો કે એ નાઈન ક્રિએશન કંપનીનું કામ હોય શકે.

બ્રાન્ડ મેકિંગ પાઠ : નાઈન ક્રિએશનનાં સંચાલક પંકજ પાઉં અને અઝીઝખાન કહે છે કે, એક સફળ બ્રાન્ડ માત્ર તે જ છે જે અન્ય લોકોથી અલગ હોય. અમારા સર્જનાત્મક ઇનપુટને કારણે અમે અન્ય લોકોથી અલગ છીએ અને અને પ્રિ-પ્રેસ પ્લાનિંગથી લઇને પોસ્ટ-પ્રેસ આઉટપુટ સુધી અમે અમારા ગ્રાહકોને માર્ગદર્શન આપી શકીએ છીએ. આ સિવાય સ્ક્રીનની દરેક ઈફેક્ટને વિશિષ્ટ રીતે અમારી કંપની પ્રદાન કરી શકે છે. અમે અમારા ગ્રાહકોને બ્રાન્ડ બનાવવા અને બ્રાન્ડના મૂલ્યોને આધારે સ્પર્ધાત્મક વિશ્વમાં ટકી રહેવા તથા આગળ વધવા માટે મદદ કરીએ છીએ. સૌથી અગત્યની બાબત એ છે કે, મશીન માત્ર પ્રિન્ટીંગમાં મદદ કરી શકે, ક્રિએટીવિટીમાં નહીં. નાઈન ક્રિએશન રાજકોટ બ્રાન્ડ બન્યું એ પાછળ કંપનીની કાર્ય કુશળતા ઉપરાંત સર્જનાત્મક ઈજારાશાહી જવાબદાર છે. એક્સક્લુસિવ ક્રિએટીવ સ્ક્રીન પ્રિન્ટીંગમાં નાઈન ક્રિએશનનો કોઈ તોડ નથી એ જ કંપનીનાં બ્રાન્ડ મેકિંગની યુએસપી છે.

ફેક્ટ ફાઈલ: નાઈન ક્રિએશન
સ્થાપના : ૨૦૦૭
વિસ્તરણ : ૨૦૧૬
સ્થાપક સંચાલકો : પંકજ પાઉં (એડમિનિસ્ટ્રેશન, માર્કેટિંગ એન્ડ પી.આર. હેડ), અઝીઝખાન પઠાણ (ક્રિએટીવ હેડ એન્ડ પ્રોડ્કશન) અને પ્રિયંકભાઈ બદ્રકિયા (ડિઝાઈન પાર્ટનર)
સ્ટાફ : ૨૫
પ્રોડક્ટ્સ સર્વિસીસ : લોગો ડીઝાઇન, કેટલોગ, ઈન્વીટેશન કાર્ડ, વિઝીટીંગથી લઈ વેડિંગ કાર્ડ, સ્ટેશનરી આઈટેમ્સનું એક્સલ્યુસિવ ક્રિએટીવ પ્રિન્ટીંગ-મેકિંગ
વર્ક એક્સપોર્ટ : સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત દેશભરમાં
વિઝન : એક્સક્લુસિવ ક્રિએટીવ સ્ક્રીન પ્રિન્ટીંગને વધુને વધુ નવી ઊંચાઈ પર લઈ જવું