નિવારોજીન રાજકુમાર

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

જે શીખાઉ હોય છે એ જ ઉત્તમ મનુષ્ય હોય છે એ ન્યાયે ભવ્ય મને એક કાયમ ઉત્તમ વિદ્યાર્થી લાગ્યો છે. – નિવારોજીન રાજકુમાર

       એક એવું નામ જે મને કાયમ નવાઈ પમાડતું. એક વિદ્યાર્થી આટલો દૃઢ કેવી રીતે હોઈ શકે? આટલો સ્પષ્ટ અને હિંમતવાળો છોકરો મને કાયમ નવાઈ પમાડતો. એ એનું લેખન હોય કે એની પરીક્ષા વિભાગ સાથેની લડત. ફેસબૂક પર કેટલાય જુવાનિયાઓ મસ્તી મજાક કરી, બેફામ લખી લોકપ્રિય બનવા મથતાં હોય ત્યારે એ જ વયનો આ છોકરો ગજુ કાઢતો દેખાઈ રહ્યો હતો. કોઈ વાદવિવાદ કે ચર્ચાથી દૂર રહેતો ભવ્ય મને અર્જુન જેવો લાગે જેને પોતાના લક્ષ્ય તરફ જ ધ્યાન હોય. આજુબાજુની ખલેલને અનદેખી કરવી ઘણી આકરી છે. પણ એ આકરૂં કામ ભવ્ય કરે છે. જે શીખાઉ હોય છે એ જ ઉત્તમ મનુષ્ય હોય છે એ ન્યાયે ભવ્ય મને એક કાયમ ઉત્તમ વિદ્યાર્થી લાગ્યો છે.

            એક પુસ્તક મને અર્પણ કરવા માગે છે એવી વાત એમણે કરી ત્યારે મારા માનવામાં નહોતું આવ્યું કે કોઈ આટલું પ્રેમાળ હોઈ શકે. જો કે એવી કોઈ એષણા મને નથી અને મારું એવું કોઈ મોટું યોગદાન પણ નથી. એટલે મેં એ વાતનો સવિનય નકાર કર્યો. માતૃભારતીની એક કાર્યકર્તા હોવાથી ભવ્યને એ પ્લેટફોર્મ આપવમાં મેં કોઈ મોટું કામ કર્યું નથી. કોઈપણ લેખક કોઈ વાંચે એ અપેક્ષાથી જ લખતો હોય છે. ભવ્યને માતૃભારતી પર ટોપ દસમાં જોઈ મને કાયમ હરખ જેવું રહ્યાં કરે. કોઈ પોતાનું આગળ ધપી રહ્યું હોય એવી લાગણી.

       એક મિત્રની પોસ્ટ પર મને  ભવ્યએ માતાનો દરજ્જા આપ્યો એ મારા માટે મોટા ગર્વની પળ હતી. મિત્ર, બહેન કે એવા કોઈ સબંધ કરતા માતાનો દરજ્જા સૌથી મહાન છે અને એ લાગણીના મજબૂત તાણાવાણાએ મને ખૂબ માન આપ્યું.

       ભવ્ય સામે ઉજ્જવળ ભવિષ્ય છે. એ એણે નક્કી કરેલાં દરેક સોપાન સાકાર કરે અને ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું. લાગણીનો સબંધ અને સબંધમાં લાગણી ચિરંજીવી રહે એવી કામના.

       નીવારોજીન રાજકુમાર