પંખીનો મળો

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 5.00 out of 5)
Loading...

પતંગિયાની રંગબેરંગી પાંખો,

માછલીની ચળકતી આંખો.

જાકમજોર જંગલ વચ્ચે કેવો શોભતો પંખીનો માળો.

કોયલનો સુમધુર કેકારવ,

હરણનો શાંતવન નિરવ.

લીલીછમ વનરાઇ વચ્ચે કેવો શોભતો પંખીનો માળો.

સસલાની ચપળ શરારત,

શિયાળની લુચ્ચી શેતાનીયત.

જંગલી જીવોના વસવાટ વચ્ચે કેવો શોભતો પંખીનો માળો.

ઘોડાની અનરાધાર ગતિ,

ગધેડાની અસાહજીક મતિ.

બળ અને બુધ્ધિનાં ચક્રો વચ્ચે કેવો શોભતો પંખીનો માળો.

વનરાજનો મારફાડ સાદ,

ગજરાજનો જોરદાર નાદ.

વેરાન વનમાં ગુંજતી ત્રાડો વચ્ચે કેવો શોભતો પંખીનો માળો.

વાંદરાની તોફાની ઊછળકૂદ,

મગરની ચાલાકીભરી ડૂબ.

વેરઝેર ને વ્હાલની વ્યથા વચ્ચે કેવો શોભતો પંખીનો માળો.

ચકો લાવ્યો ચોખાનો દાણો,

ચકી લાવી મગનો દાણો.

ઇટસિમેંન્ટની છત પર પૂઠ્ઠા વચ્ચે કેવો શોભતો પંખીનો માળો.