પુસ્તકો : વસાવતા પહેલાં, વાંચી લીધા પછી..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.67 out of 5)
Loading...

બૂક્સ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. પુસ્તકોને માણસનાં શ્રેષ્ઠ મિત્રો સદીઓથી એટલા માટે કહેવામાં આવ્યાં છે કારણ કે, એ માનવમન મસ્તિષ્કમાં મનોમંથન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. પુસ્તકો વ્યક્તિ, જૂથ, માનવ સમુદાયનું દર્પણ બની વર્ષોથી સુધારાવાદી સમાજભાગીદારીમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. તેથી જ એ ફક્ત પ્રત્યાયનનું માધ્યમ નથી પરંતુ માનવ ચેતનાને જાગ્રત કરવાનું મશીન પણ છે અને નવ માર્ગ દેખાડનાર મસીહા પણ છે

       પુસ્તકો સદીઓ સુધી જીવે છે, જીવાડતા રહે છે. આજથી સો-બસો વર્ષો પહેલાના પીળાં પડી ગયેલા પુસ્તકોનાં પાંના વચ્ચેથી સમકાલિન ઇતિહાસ અને સમાજ વ્યવસ્થાનો ખ્યાલ મળી આવે છે. જે ભણતરનાં ભાગ રૂપે વર્તમાન સમાજ ઘડતરમાં પોતાનો ભાગ ભજવે છે.

       જ્ઞાન સાથ ગમ્મત અને ટેકનોલોજી સાથ ટેલિફિલ્મો, નાટકો-નોલેજ, રમત અને રાજકારણ, પ્રવાસ-ધર્મ, સાહિત્ય-સંસ્કૃતિ વગેરે વિષયો સિવાય હજારો વિષય પર પુસ્તકો લખાતા-છપાતા વ્યાં છે. પ્રકાશન ક્ષેત્રે સંપાદક, લેખક, કવિ, વિવેચક, રાજનેતાથી લ અભિનેતા સુધીનાં તમામ કલાકારોની કલારસિકો માટેની વિધવિધ આવ્રૃતિ પ્રગટ થતી રહે છે. આ ઉપરાંત કેટલીક સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપની, સંસ્થા, મંડળીઓ પણ પોતાના ધ્યેય અને હેતુને સિદ્વ કરતા પુસ્તકો બહાર પાડતી રહેતી હોય છે.

       પુસ્તકોમાં કવિતાના પુસ્તકો સૌથી ઓછા વહેચાય અને વંચાય વધુ છે! ત્યારબાદ નવલકથાઓ સૌથી વધુ વહેચાય અને વંચાય છે. પછી લેખો, સમીક્ષા, ઇતિહાસ, પ્રવાસ જેવા સમકાલીન-સાંપ્રત વિષય પરના પુસ્તકો લાઇબ્રેરીમાંથી વંચાતા રહે છે. બૂક-સ્ટોર્સમાંથી ડિસ્કાઉન્ટ ઓફર હોય તો ખરીદાતા રહે છે અને ક્યારેક વંચાયા વિના પસ્તીમાં કે કાચ સાફ કરવા અથવા પડીકા વાળવામાં જતા રહે છે! આ હકીકત છે.

       જ્યારે ગુજરાતી ભાષામાં કોઈ નવાસવા લેખકનું પુસ્તક વહેચાણ-વાંચન, લોકપ્રિયતાની સીમા વટાવી બેસ્ટ સેલર પુસ્તક તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યુ ત્યારે અભ્યાસ કરતા માલૂમ પડે છે કે, ગુજરાતી વાંચક વર્ગ ફક્ત નામી લેખકના પુસ્તકો નામના આધારે, સંબંધોના દાવે ખરીદતા નથી. અમૂક રીડર્સ બૂક્સ વસાવતા સમય કેટલાક પહેલુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે શીખવા જેવું છે. સારા પુસ્તકોનાં કેટલાક આવશ્યક લક્ષણો છે. જે ચકાસી પુસ્તક ખરીદવા. જેમ કે પુસ્તક ખરીદતા સમય સ્વંયની રસ-રુચિ સિવાય પુસ્તકનું નામ અને વિષય શું છે? પ્રસ્તાવના લખેલી છે? કોના દ્રારા લખાય છે? પ્રકાશન સંસ્થા સાથ એ ખાસ જોઇ લેવું. આ ઉપરાંત પુસ્તકની મૂળ કિંમત સાથ પાનાની સંખ્યા અને ક્વોલેટી કેવી છે એ તપાસવી. પુસ્તક બાઇડિંગ કરેલુ છે? એના પર જેકેટ ચડાવેલુ છે એ પણ ફટાફટ તપાસી લેવું.

       પુસ્તક માત્ર બે કાચા-પાકા પૂઠ્ઠા વચ્ચે રહેલી રચનાકારની વાત સાથ સંબંધ ધરાવતું નથી. પુસ્તકનો સંબંધ ભૂતકાળ અને ભવિષ્ય બંને સાથ જોડાયેલો છે. આથી જ કેટલાય સાહિત્યકારો આજે પણ પુસ્તકનાં પાંના પર જીવતા રહી શક્યા છે. ભૂતકાળને જીવાડતા રહેવા અને ભવિષ્યનો અંદાજ આપવા-મેળવવાનો એકમાત્ર સરળ આધાર પુસ્તકો જ છે જે ફ્રેન્ડ, ફિલોસૂફર અને ગાઇડ બનતા આવ્યાં છે. બની રહેશે. જ્યારે રેડિયો, ટેલિવિઝન કે બીજા મનોરંજનના સાધનોની શોધ થઇ ન હતી ત્યારે પુસ્તકો જ હતાં જે માણસની એકલતાનાં સાથી બન્યા હતાં. આથી ગ્રંથાલયને કુટુંબ બનાવી ગેલેક્સીમાં આરામથી જીવન પસાર કરી શકાય છે. હા એ રું ક્યારેય કોઇ પુસ્તક એક વિષય પર સંપૂર્ણ માહિતી આપનારુ હોતું નથી. પુસ્તકનું કાર્ય જ વિધવિધ વિષય પર સંસોશન-રીસર્ચ કરતા-કરાવતા રહેવાનું છે.

       લોકમાન્ટ ટીળકે કહ્યું છે કે, હું નર્કમાં પણ પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે એનામાં એવી શક્તિ છે કે એ જ્યાં હશે ત્યાં એની મેળે જ સ્વર્ગ ઊભુ થઇ જશે. આ વાતને હકીકત બનાવી આપણી આસપાસ વ્યાપેલા ગંદા વાતાવરણને દૂર કરવા સૌએ પુસ્તક માત્ર ખરીદવા જેવા જ નહી પણ જિંદગીમાં અપનાવવા જેવુ છે.

       રાજકોટ, જામનગર, ભાવનગર જેવા મોટા શહેરોમાં દર વર્ષે, બે વર્ષે માંડ એકવાર માત્ર બે-ત્રણ દિવસ પૂરતા પુસ્તક મેળા યોજાય છે એ પાછળ પ્રજા કરતા તંત્રની બેદરકારી વધુ છે કે વાંચકોની નિરસતા એ પ્રશ્ર મોટો છે.

       પુસ્તક છપાવવા-વેચવા-ખરીદવાનો ­વ્યવસાય કંગાળ નથી પરંતુ ક્રિએટીવીટીનું સિમ્બોલ ગણાતી બૂક્સના સેલિંગ પાછળ જ કોઇ ક્રિએટીવ માર્કેટીંગ રહેલું નથી! ઘણા લોકોને એ પણ ખબર નથી કે વિશ્ર્વનું પ્રથમ બેસ્ટ સેલર પુસ્તક ભારત પર લખાયેલું છે. વિશ્ર્વનું સૌથી વધુ વંચાયેલું, અન્ય ભાષામાં પ્રગટ થ છપાયેલું પુસ્તક પણ ભારતનું જ છે.

       છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી અને ઇકોફ્રેન્ડલી એન્વામેન્ટને ધ્યાનમાં રાખી-બૂક એપ્લીકેશન એન્ડ વેબસાઇટ્સ, બ્લોગ્સનું આપણે ત્યાં ચલણ વધ્યુ છે. પુસ્તક ઘર બેઠા ડાઉનલોડ કરી વાંચી શકાય છે અને મિત્રો સાથ તેની લિંક શેઅર કરી વધુ લોકોને વંચાવી પ્રસાર થઇ શકે છે. આ સાથે કેટલીક શોપીંગ સાઇટ્સ પર પુસ્તકોનું વહેચાણ થાય છે. કેટલું સરળ છે પુસ્તક ખરીદવું, વાંચવુ અને હા વાંચ્યા પછી..

       પુસ્તકો ખરીદવા, વાંચન કરી લીધા બાદ તેની કાળજી અને જનત ઘરની બીજી કિંમતી વસ્તુઓની માફિક કરવું એટલું જ જરૂરી છે. જેમ ઘરમાં લક્ષ્મીની સાચવણી માટે તીજોરી હોય છે તેમ પુસ્તકોની ગોઠવણી માટે એક ટેબલ, પટારો હોવો જોઇએ. જૂના પુસ્તકો જેટલા સચવાશે અને નવા પુસ્તકો જેટલા વંચાશે એટલા વધુ લોકોને કપરા સમયમા વાંચન દરમિયાન સાચવી લેશે. આજ અગત્યનું છે. કારણ, સારા પુસ્તકની પસંદગી બાદ એક સમયે વાંચી લીધા પછી ભવિષ્યમાં તેનું ફરીથી વાંચન એક નવો સંદેશ, એક નવી રાહ આપશે.

       ઇનશોર્ટ પુસ્તકો બને એટલા વાંચો, વહેચો, વસાવો, વંચાવવાનો પ્રયત્ન કરો. પુસ્તકોએ નવજીવન આપનારા પ્રભુ છે. એ નકારાત્મકતાને ભગાવનાર ડૉકટર છે. એ આપણી અંદર જ્ઞાનનો સંચાર કરનાર શિક્ષક છે. રાજકોટ આકાશવાણીનાં પ્રખ્યાત રેડિયો ઉદ્દઘષક એવા સલિમ સોમાણી પુસ્તકનાં જબરા શોખીન છે. અને એ શોખને ધ્યાનમાં લઇ તેઓ એક નાનકડા ગ્રુપનું સંચાલન કરી અર્ધમાસિક પુસ્તક સમીક્ષાનું આયોજન કરે છે. જેમા તેમના દ્વારા વર્તમાનમાં વાંચેલ ક્રૃતિ વિશે કેટલાક લોકોને સારા-નરસ પાસા વર્ણવી તે પુસ્તક વાંચન કરવા પ્રેરે છે. એ પોતે ખરીદેલા સુંદર પુસ્તકો સાથી દોસ્તોને વાંચવા આપે છે. અને એ વિશે વાર્તાલાપ યોજતા રહે છે. આ ઉપરાંત બીજી કેટલીક પુસ્તકોને લાગતી-વળગતી પ્રવૃતિ છાનેખૂણે તમારી ઘર-સોસાયટીના નાકે કે શહેરનાં એકાદ વિસ્તારમાં ચાલતી હશે . તમે પણ સરસ્વતીનાં ઉપાસકની બનવાનો લાભ ઉઠાવી શકો છો. અથવા તમે પણ જો પુસ્તકપ્રેમી છો તો કોઇ નવી પ્રવુતિ શરુ કરી શકો છો. રાષ્ટ્રીય શાળા રાજકોટ ખાતે દર રવિવારે વિકાસ કૈલા જેવાં સાહિત્ય રસિકચિંતક મિત્રો પુસ્તક પરબનામે વિનામૂલ્યે પુસ્તકોનાં આદાન-પ્રદાનનો કાર્યક્રમ યોજાય છે, જે નોંધનીય અને સૌએ લાભ લેવા જેવો છે.

       ગુજરાતમાં અને ગુજરાતી જાણતા વર્ગમાં એકંદરે શિક્ષણની સ્થિતિ સારી છે. પરંતુ પુસ્તકિયા જ્ઞાન કરતાં પણ પ્રેટિકલ નોલેજનું જ્ઞાન જ બહેતર તેવી નબળી વાતો કરનારને એ જણાવવુ અને જાણવુ જરુરી છે કે સહી-ગલતને પારખવાની, ઊંચ-નીચને ઓળખવાની અને મૂલવવાની મૂળભૂત દ્વષ્ટીકોણની ક્રિયા શીખવાની કળા પુસ્તકોના પાંના પર અકાયેલી પડી છે. બ્લેક એન્ડ વ્હાઇટ શબ્દો અને કાગળ પર ચિત્રેલુ સાહિત્ય માનવીનાં જીવનમાં કઇ રીતે, ક્યા પ્રકારે, કેટલા રંગો પૂરે છે એ મને વધુ સમજાવવાની જરુરત લાગતી નથી. એ અનુભવવુ પડશે.

       ખૈર, પુસ્તકો વધુ વહેચાય, વંચાય એ બદલ રેક અખબાર, સામાયિકે ફરજ સમજી બૂક રીવ્યૂસની કોલમ શરુ કરવી જોઇએ. લેખક, કવિ, સાહિત્યકાર, સમીક્ષક જોડે વાંચકોનો સંપર્ક ગોઠવી મીડિયાએ ગોષ્ઠી, વાર્તાલાપ, ચર્ચામંચ જેવા કાર્યક્રમ યોજવા જોઇએ. શાળા-મહાશાળા કોલેજ, યુનિવર્સિટીમાં ભણતર ઉપરાંતના વિષયો પર પુસ્તક સમીક્ષા, વાંચન યાત્રા યોજાતી રહેવી જોઇએ. અને એક લાઇન આ સેન્સમાં ક્યારેય ન ભૂલવી જોઇએ – પઢેગા ભારત, તો હી બઢેગા ભારત. મતલબ કે વિકાસ સાધવાનો એક પાયો પુસ્તકનાં પ્રચાર-પસારનો પણ છે.