પ્રેમ + સેક્સ + લગ્ન = ઢાઈ અક્ષર ‘ભવ્ય’ કે…

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.67 out of 5)
Loading...

વાસંતી વહાલનાં વાયરાઓની મૌસમ વચ્ચે ઈશ્કનાં એવરગ્રીન ૪૩ અર્ક

ભવ્યજનોને

v દેહને ગૌણ અને આત્માને પ્રમુખ બનાવી છોડે એ મહોબ્બત. મહોબ્બત એ છઠ્ઠુ મહાભૂત અને પ્રથમ ક્રમ પહેલાંની અજાયબી છે.

v સામંતીયુગમાં લખાયેલી કાલ્પનિક પ્રયણત્રિકોણ નવલકથાઓ હવે સત્ય હકીકતો બનતી જાય છે. ટીવી પડદે એ ઘટનાનોનું પરિણામ અને શીખ આપણે રોજ રાત્રે પરિવાર જોડે આરામદાયક સોફા પર બેસીને નિહાળીએ છીએ અને પછી બધું ભૂલી પ્રિયતમા કે પ્રિયતમને યાદ કરતાં-કરતાં પત્ની કે પતિનાં બાહુપાશમાં લપેટાઈને સૂઈ જઈએ છીએ.

v પ્રેમ પુરુષ કે સ્ત્રી પ્રધાન નહીં પણ ભાવના પ્રધાન હોવો જોઈએ. જેનું જેટલું વહાલ તેનું તેટલું વર્ચસ્વ.

v મનુષ્ય સિવાયનાં નર અને માદા એકબીજાંને ‘આઈ લવ યુ’ કહેતા નથી છતાં તેઓ એકબીજાંથી સ્નેહ અને સંભોગ કરે છે.

v જે રીતે કોઈને પૂછીને પ્રેમ ન થાય તે રીતે જેને પ્રેમ કરતાં હોઈએ તેને પૂછવું પડે કે, ‘ડૂ યુ લવ મી?’ અને જો તેનો જવાબ ‘યસ’ હોય તો એ પ્રેમ, પ્રેમ નથી.

v ચામડીનાં રંગ પરથી કોઈને ચાહવું ન જોઈએ. સંત હોય કે શૈતાન સૌના લોહીનો રંગ લાલ હોય છે. સૌદર્યને પ્રેમ સાથે નિસ્બત નથી એવું માનનારા કેટલાં? અંધને પણ ક્યારેય ન જોયેલો પ્રેમી હોય છે, મૂંગો તેની પ્રિયતમા પાસે પ્રેમની કવિતા ગાતો નથી અને બહેરો પોતાની પ્રેમિકા પાસેથી પોતાના વખાણ સાંભળી શકતો નથી. અપૂર્ણતાને પૂર્ણતા બક્ષે તે પ્રેમ.

v પ્રેમ અને સેક્સ વચ્ચે મમતા અને માયાની પાતળી ભેદરેખા છે. આજનાં યુગલો માયા કરી જાણે છે.

v સ્ત્રી વિના પ્રેમની કલ્પના ન થઈ શકે. કોઈ અજાણ્યાં વિજાતીય પાત્ર સાથે જ પ્રેમ હોય શકે. માતૃત્વ, ભાતૃત્વ કે પિતૃત્વ એ પ્રેમ કરતાં મને ઈશ્વરે નક્કી કરીને આપેલા લાગણી, ફરજો અને ભાવના સંબંધ વધુ લાગ્યા છે.

v હવા, પાણી અને ખોરાક અથવા રોટી, કપડાં અને મકાનને ખરી રીતે ત્યારે જ ભોગવી શકાય જ્યારે જીવનમાં પ્રેમ હોય. અસંતોષી, લુચ્ચો, ચોર, આતંકવાદી, પાપી કે ગાંડાને પણ એક તો પ્રેમ કરનાર હોય જ છે.

v કાયદેસરનાં પતિ-પત્નીની જેમ કાયદેસરનાં પ્રેમી કે પ્રેમિકા હોય તો અફેર્સ નાબૂદ થઈ જાય.

v મર્યાદા પુરુષોત્તમ કે લક્ષ્મણરેખા જેવા વિશેષણો કે સિદ્ધાંત અને આદર્શોની બડાશો વચ્ચે પ્રેમ ન થાય.

v લવ એન્ડ સેક્સ વચ્ચે હસ્તમેળાપ અને હસ્તમૈથુન જેટલો તફાવત છે.

v સેક્સ વિના પ્રેમ ના ટકી શકે. પ્રેમ વિના પણ સેક્સ થઈ શકે. પ્રેમની જરૂર આજીવન પડે છે, સેક્સ અમુક વય અને સમય પૂરતું જ જરૂરી છે.

v આપણાં બાપ-દાદાનાં વખતમાં બગીચાઓ પ્રેમીનોની રાજધાની હતાં, હવે હોટેલ્સનાં ડિલક્સ રૂમ કે કોમર્સિયલ ઓફિસો તેમનાં સભાસ્થળો છે.

v કર્મની દ્રષ્ટિએ આધુનિકયુગમાં આપણે ફક્ત સીસીટીવી કેમેરામાં નહીં પણ આરંભથી આજ સુધીનાં કાળનાં હિસાબનીશ ચિત્રગુપ્તનાં ચોપડે પણ નજરમાં નોંધાયેલા છે.

v સંબંધો કાયદાની જેમ પૂરાવો માગે છે. પ્રેમનાં પૂરાવા ન હોય. પ્રેમ એ ઈશ્વરીય પરચો છે.

v ગમતી વ્યક્તિને તેનાં પ્રેમી/જીવનસાથી જોડે જોઈ ઈર્ષા, ગુસ્સો કે લઘુતાની લાગણી ન થાય તો ગમતી વ્યક્તિ માટેનો આપણો પ્રેમ સાચો. પત્ની/પ્રેમિકાનાં પરપુરુષ કે પતિ/પ્રેમીનાં પર સ્ત્રી સાથેનાં સંબંધોને જ્યારે આપણે હળવાશથી લેતાં થઈ જશું ત્યારે ઘણી જિંદગી અને ભવિષ્યો બચી જશે.

v પ્રેમમાં ઘનતા નહીં પ્રવાહિતા જરૂર છે તેમાં ઘનિષ્ઠતા કરતાં ગહનતાનું મહત્વ વધુ છે.

v સેક્સ અને લગ્ન પ્રેમને ખતમ કરી નાખે છે. સફળ પ્રેમસંબંધો માટે સેક્સ અને લગ્ન જોખમી છે.

v એરેન્જ મેરિજમાં લવ એરેન્જ કરવો પડે છે. નક્કી કરી કે ગોઠવી આપેલા લગ્ન સબરસ વિનાની વાનગી જેવા છે, એકદમ ફિક્કા. પ્રેમ જીવનનો સબરસ છે.

v રંડીબાજ પુરુષને કોઈપણ સ્ત્રી અપનાવી શકે પણ વેશ્યા સ્ત્રીને કોઈ પુરુષ બહેન બનાવવા પણ રાજી થતો નથી. પુરુષો કપડાં કાઢ્યા વિના પણ નાગા થઈ શકે છે.

v પેઢી દર પેઢી પ્રેમ અપડેટ થતો રહે છે.

v વિદાય થતી કન્યાનાં આંસુમાં ભૂતકાળ વિસરાઈ જાય છે. હવે પ્રેમીનું સ્થાન પતિ લઈ લેશે અને દરેક ભાવમાં અધિકાર આવશે. દરેક નવા સંબંધો નવી જવાબદારીઓ અને સીમાડાનું નિર્માણ કરે છે.

v ગુજરાતી છોકરાંઓ પ્રેમિકા માટે દારૂ, મટન, ધુમ્રપાન અને મોડાં સૂઈ મોડાં ઊઠવા સુધીની કુટેવો છોડી આપે છે. પછી આગળ જતાં એ પ્રેમિકા પત્ની બને ત્યારે કેટલાંક કિસ્સામાં પરિવાર અને મિત્રોની કુરબાની પણ લઈ લેતી હોય છે. આમ છતાં, આ સંસારમાં સ્ત્રીથી મોટું કોઈ સમર્પણકર્તા કે દાતા નથી.

v ‘લગ્નવિચ્છેદ’ શબ્દ મને બહુ પિષ્ટપીંજણવાળો વિચિત્ર લાગે છે. આ શબ્દ જેટલો અઘરો છે તેટલું અઘરું હવે છૂટાછેડાં – ડિવોર્સ લેવાં નથી. વ્હાલવિચ્છેદ, પ્રેમવિચ્છેદ કે સ્નેહવિચ્છેદ અટપટું લાગે. અને ‘બ્રેકઅપ’ કેવો શબ્દ છે? જવાબ છે – સ્વતંત્રભાવ પ્રગટ કરતો એકદમ હળવોફૂલ.

v સ્ત્રી સિમંત પછીનાં પ્રેમ અને સેક્સની દુનિયા કે સંબંધો વિશે લખવા-વિચારવાનું આપણે ભૂલી ગયા છીએ.

v આ જમાનો સંયુક્ત કુટુંબ સ્થાપવાનો નથી, આ જમાનો સંયુક્ત સંબંધો બાંધી પરિવાર અને સમાજનાં નૈતિક મૂલ્યોને ધાર્મિક અને કાનૂની દ્રષ્ટિએ ટકાવી રાખવાનો છે. ફરજ, જવાબદારી, નિષ્ઠા અને કર્તવ્ય નીચે આપણાંમાંથી કોણ દબાયેલું કે દટાયેલું મહેસુસ કરતાં નથી?

v યુવા છોકરી કરતાં વયસ્ક સ્ત્રી સાથે પ્રેમ કરવાની મજા કઈક અલગ છે, કોલેજીયન છોકરાં કરતાં વેપારી પુરુષ સાથે લફડું કરવાની મૌજ કઈક અલગ છે.

v ઓનલાઈન સોશિયલ સાઈટ્સ પર થતો ડિજીટલ લવ મને પ્લેટોનિક લવનો જ એક પ્રકાર લાગે છે. બધું સામસામે હોય છે છતાં દૂર. હવે હથેળીને ચૂમીને ફૂંક મારવા કરતાં પણ મને સ્માઈલી-ઈમોજી દ્વારા થતું હોઠને સ્પર્શ્યા વિનાનું ચુંબન વધુ પવિત્ર લાગે છે.

v કોઈપણ રિલેશનમાં દૈહિક કે માનસિક રોમાન્સ જોઈએ. રોમાન્સ વિનાના સંબંધો આત્મા વિનાના શરીર જેવા છે – મૃત.

v સ્ત્રીનાં શરીર પર સંબંધોની મહોર જોવા મળે છે. પુરુષનાં શરીર પરથી ખબર નથી પડતી, એ પરણિત છે કે અપરણિત? તેની પત્ની છે? હશે તો ગર્ભવતી હશે કે કેમ? હા, ક્યારેક ત્રીસી વટાવી ગયેલા પુરુષને હરખતો જોઈ એવું લાગ્યા કરે કે, નક્કી તેની પત્ની પિયર ગઈ હશે. અને દાઢી વધારેલાં પુરુષને જોઈ શું લાગે? જવાબ છે – હવે ગમ કે દગામાં કોઈ દાઢી વધારતું કે દારૂડિયો બની જતું નથી. દાઢી વધારવાની ફેશન હોય છે અને શરાબ પીવાની અને ધોકા ખાવાની સિઝન એ પુરુષનાં જીવનનો એક ભાગ છે.

v કોઈને ભગાડી જનાર કે કોઈ જોડે ભાગી જનાર સ્ત્રી વીરાંગના છે, એ વીરત્વની મૂરત છે. પરિવારની બીક ને પોતાનાઓની શરમની સીમા વચ્ચે પ્રેમ ન થઈ શકે.

v એક સમય એવો પણ આવશે જ્યારે બાળવિવાહની જેમ બાળપ્રેમ અપરાધરૂપ ગણાઈ તેની સજા મળશે.

v સ્ત્રી સ્વાતંત્ર જેવા વિષયોમાં લવ અને લસ્ટ જોડી દેનારા મને લલનાઓનાં દલાલ લાગ્યા છે. એમની દલીલો અને વિચારોમાં દોગલાપણું છે. એ સ્વાર્થીઓની માતા-બહેન શું સ્ત્રી નથી?

v મારે અને ખાસ તો ગુજરાતી સાહિત્યને એક એવી ટીનએજ છોકરીની જરૂર છે જે તેનાં પહેલા ક્રશ કે કિસની બેધડક ચર્ચા કરી શકે. પોતાના નિષ્ફળ કે સફળ પ્રેમસંબંધોને મૂલવી શકે. એનાં શબ્દોમાંથી આજનાં છોકરાંઓની માનસિકતા અને વિચાર બયાન થતાં હોય. નિખાલસ નારી દરેક પુરુષની શોધ છે.

v પ્રેમ થઈ જવાની, પ્રેમ કરવાની અને પ્રેમ કરી લેવાની ઉંમર જન્મથી મૃત્યુ સુધીની છે. પ્રેમનો ચોક્કસ સમય ન હોય. પોતાની શર્તે અને ફુરસદે પ્રેમ કરવો જોઈએ. પ્રેમ કરી લેવો જોઈએ અને પ્રેમ થઈ જવો જોઈએ. જો તમે ગમે ત્યારે ગમે તેની જોડે પ્રેમમાં નથી પડી શકતાં તો તમારે એક સારાં મનોચિકિત્સકને બતાવવાની જરૂર છે.

v લગ્ન બાદ જો દિવસ લાંબો અને રાત ટૂંકી ન લાગે તો સંબંધોમાં પ્રેમની ઉણપ છે એવું સમજી લેવું.

v લિવ ઈન કે મૈત્રી કરાર જેવા કાનૂન કરતાં હિન્દુ મેરિજ એક્ટમાં બે વિવાહની પરવાનગી મળવી જોઈએ. આપણે બે ભાઈ રાખી શકીએ. બે બહેન હોય શકે. મનમરજી મુજબ સંતાનો પેદા કરી અને મિત્રો બનાવી શકીએ તો આ વિશ્વની સૌથી મહાન લોકશાહી ધરાવતા સ્વતંત્ર દેશમાં ઈચ્છાનુસાર બે લગ્ન કેમ ન કરી શકીએ? સહમત ન થનારાઓની શું બે પ્રેમી કે પ્રેમિકા નથી? તો બે પતિ કે પત્ની કેમ નહીં?

v મોટી ઉંમરની સ્ત્રી હંમેશાં મને પ્રામાણિક લાગી છે. તે ક્યારેય કશું છૂપાવતી નથી. તેનો ભૂતકાળ ગમે તેટલો ગંદો હોય, તેનાં સ્વચ્છ બદન પાસે ઝાખો જ લાગે.

v મને આજીવન મારાથી મોટી ઉંમરની સ્ત્રીઓ ગમી છે. બીજા ધોરણમાં હતો ત્યારે ક્લાસ ટીચરથી લઈ આજ સુધી, મારી અને મારાં મોટાભાગનાં સમવયસ્ક મિત્રોની પ્રથમ પસંદ એક છોકરાંની મમ્મી છે. અને જો એ ડિવોર્સી હોય તો વાત જ શું કરવી? ચૌદ-સોળ વર્ષની વયે ઊંઘમાં છોકરીઓ આવીને પથારી બગડી જાય પણ જો વીસ-પચ્ચીસની વયે કોઈ છત્રીસ આસપાસ પહોંચેલી છત્રીસની છાતી ધરાવતી મહિલા મળી જાય તો ઊંઘ ઊડી જાય અને જિંદગી સુધારી જાય.

v ૨૦૧૬-૧૭ની સાલમાં મારી આસપાસ રહેતી પાત્રીસથી પિસ્તાલિસ વર્ષની સ્ત્રી આગળ મને મેનકા, કામિની, રંભા, અનસૂયા કે સીતા અને દ્રોપદીનાં ચરિત્ર નબળાં લાગે છે. એકવાર મધ્યવયસ્ક સ્ત્રીનાં પ્રેમમાં પડીએ પછી વારંવાર પ્રેમમાં પડવાનું મન થયા જ કરે. આજનાં મોર્ડન યુવાનવર્ગનું નવું વ્યસન છે – પોતાનાંથી દસ-બાર વર્ષ મોટી, ભરાવદાર બાંધાવાળી, મેરિડ કે ડિવોર્સી ફેન્સી વુમન સાથે વહાલ કરવું.

v કેટલાંક વિચારકો પ્રેમ શબ્દનો ઉદ્દભવ, વ્યુત્પતિ, અર્થ જેવી શબ્દની માયાજાળ રચી પ્રેમને સમજાવે છે. પ્રેમમાં ‘પ્રેમ’ શબ્દને નહીં પ્રેમ ‘સંબંધ’ને સમજવાનો હોય. પ્રેમમાં શબ્દ ગૌણ અને સંબંધ મહત્વનો છે. અક્ષર અને ક્ષર વિનાની આત્માથી આત્માની અનુભૂતિ એટલે ઈશ્ક.

v ખરાબમાં ખરાબ સ્ત્રી કે પુરુષ સાથે પણ સારામાં સારા સંબંધો સાધી આપણે એ સંબંધમાં પ્રેમનાં સ્થાપન સાથે સામેની વ્યક્તિની ખરાબી દૂર કરી શકીએ છીએ. પ્રેમ માણસની આંતરિક અને બાહ્ય ખરાબી દૂર કરી ખૂબીને ખીલવે છે.

              અને અંતે.. રૂપમ દેહિ, જયાં દેહિ, યશમ દેહિ, દ્રીષો જાહિ.. અર્થાત મને સૌદર્ય આપો, વિજય આપો, યશ આપો, મારા શત્રુઓને નાશ કરો. અને અર્ગલા સુસ્તિનાં અંતિમ વાક્ય મુજબ

       મને એક (વધુ પણ માગી શકાય) રૂપસી પત્ની આપો જે મારી ઈચ્છાઓ પ્રમાણે કરે….