ભરત રાણપરા

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

મેં ભવ્ય પર કરેલો વિશ્વાસ આજ સુધી તૂટ્યો નથી. – ભરત રાણપરા

       અમારી પહેલી મુલાકાત પત્રકારત્વ ભવનમાં થઈ હતી. આ મુલાકાત પછી અમે બંને એક સાથે ૩ વર્ષ સ્ટડી કર્યું. એ માણસ બધાંની લાઈફમાં મહત્વનો છે. આમ તો મેં ઘણા લોકો સાથે વાર્તાલાપ કર્યો છે પણ ભવ્યની સાથે વાત કરવાની મઝા ઘણી આવે. બસ એક જ વાતનું દુઃખ છે કે, જ્યારે અમે ભેગા હોઈએ ત્યારે મારો ખર્ચો વધી જાય છે. અમે ૧ વર્ષમાં ખૂબ જ મસ્તી કરી અને તે લેખે પણ લાગી. બસ મારે સ્ટડી કરવાની ઈચ્છા હતી એટલે હું સ્ટડી કરતો હતો, ટકા લેવાની રેસમાં હું કદી નોતો અને આવીશ પણ નહીં. જ્યારે મને પહેલાં સેમેસ્ટરમાં ૪૭ ટકા આવ્યા ત્યારે થયું કે આ ફિલ્ડ આપણા લાયક નથી પણ પછી બીજા સેમેસ્ટરમાં ૬૦ ટકા આવ્યા તો એમ થયું કે હજી આગળ આ જ ફિલ્ડમાં વધી.

       ભવ્ય રાવલ મસ્તીખોર છે. એ તો બધાં કહે છે પણ એટલો જ નિખાલસ માણસ છે. જે છે એ બધાંને સામે જ કહી દે છે. જેમ તેમ અમારા એ ૨ વર્ષ પૂરા કર્યા ત્યાં તો ભવ્યએ કીધું કે, એમ.ફીલ. કરીએ. મેં કીધું, હું એમ.ફીલ. કરું ખરા પણ તારા ભરોસે, એણે હા પાડી. ભવ્યને ભરોસે રહેવું નહીં તેવું લોકો મને કહેતા પણ મેં ભવ્ય પર કરેલો વિશ્વાસ આજ સુધી તૂટ્યો નથી. એટલે ભવિષ્યમાં તેની પર ભરોસો કરીશ તો ખરો જ.

       અમે એમ.ફીલ.માં સાથે હતાં પણ બીજા મિત્રોની કમી આખું વરસ પડી. હવે રહી મારી મનગમતી રમત ક્રિકેટની વાત, તો એમાં તો મસ્ત ટ્રેજડી છે. ઓપનીંગ જવાનું અને બોલીંગ કરવા દેવાની શરતે ભવ્ય રાવલ ક્રિકેટ ટીમમાં રમ્યો હતો. ફિલ્ડીંગમાં પાછળ નહીં જાવ એવું એણે સ્પષ્ટપણે મને કીધેલું. એટલે મારો ખાસ મિત્ર હોવાથી મેં એ વાત માન્ય રાખી. ખરી ટ્રેઝેડી તો એ થઈ કે, જ્યારે મેં એને ઓપનીંગ જવાનું કીધું તો ચોખ્ખી ના પાડી દીધી. મેં પૂછ્યું તો કહે બીજાને મોકલ આપણે ઓપનીંગમાં નહીં જઈએ. મને ત્યારે બહુ હસવું આવ્યું. પણ એની પરિસ્થિતિ જોઈને હું પહેલેથી સમજી ગયો હતો કે આ ઓપનીંગમાં નહીં જ જાય એટલે મેં બીજા ઓપ્શન અગાઉથી રાખ્યા જ હતાં. અમે સેકન્ડ રાઉન્ડ હાર્યા એમાં એકમાત્ર ભવ્ય એ જ ૧ વિકેટ લીધી. બેટિંગમાં તો ભાઈની સ્ટ્રાઈક આવે એટલે રન દોડવાનો નહીં અને બધાં બોલ મારવાનું જ. મને બીક એ હતી કે ભવ્યને ગાર્ડ પહેરવાની આદત નહીં એટલે એ બેટીંગમાં પણ ગાર્ડ પહેર્યા વગર ગયો હતો. પણ સારું થયું કે એ વહેલો આઉટ થઈ ગયો અને ઈન્ઝર્ડ ના થયો.

       બસ મળ્યાં ત્યારથી લઈ આજ સુધી અમે ખાસ મિત્રો છીએ અને હું જીવતો રહીશ ત્યાં સુધી ખાસ મિત્રો રહીશું. એક વાત યાદ આવી જ્યારે એની સાથે નાસ્તો કરવા જાવ ત્યારે પહેલેથી પૂછી લેવું કે નાસ્તો કોણ કરાવશે પછી પાછળથી રોન ન કાઢે. હા….હા…..હા……હા….. હા…..

       – ભરત રાણપરા