રેખા જાની

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

અમીટ આકાશમાં મદમસ્ત વિહરતા પક્ષીઓ જેવો ભવ્ય

અફાટ રણમાં મૃગતૃષ્ણા મીટાવતો મીઠી વિરડી સમાન ભવ્ય

ન આદિ ન અંત, શબ્દોની માયાજાળમાં અનેકોને મહાત કરતો ભવ્ય

ઘડીકમાં નાનું બાળક, તો ઘડીકમાં મોટા વેદશાસ્ત્રી સમાન માર્ગદર્શક ભવ્ય

શબ્દોની સારેગમના આરોહ અવરોહને તાલબદ્ધ રીતે પ્રસ્તુત કરતો ભવ્ય

સંઘર્ષર્થી થાક્યા વગર સતત ઝઝૂમી સંજાગોને ધોબી પછાડ આપતો ભવ્ય

ભવ્ય વિશે જેટલું કહું એટલું ઓછું પડે તેમ છેતે બ્રહ્મસમાજનું ગૌરવ છે

ભવ્ય એક એવું વિલક્ષણ મોતી છે, જે મોતીઓના ઢગલાંમાં પણ અલગ તરી આવી પોતાની પ્રતિભાને ઉજાગર કરી જાય છે

       રેખા એન. જાની