ભુપેન્દ્રસિંહ રાઓલ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

ભવ્ય પાસે એ આશા છે આર્ટીકલ તો અમે લખીશું ભવ્ય તું સાહિત્ય રચ.. – ભુપેન્દ્રસિંહ રાઓલ

       ભવ્ય રાવલ સોશિયલ મીડિયા પર બહુ જૂનો મિત્ર. કદી મળેલા નહીં. મિત્ર બન્યો ત્યારે તો બહુ નાનો હશે. પણ એની નાની મોટી પોસ્ટ વાંચીએ એટલે સમથીંગ કૈક સ્પાર્ક જણાય. ફેસબૂક જેવાં માધ્યમ પર અઢળક લખનારા છે. એમાં મારે તો ૫૦૦૦ મિત્રોનો જમેલો હતો. પણ એમના લખાણમાં દમ હોય. તેજ, લિસોટો, તિખારો કે તણખો હોય એવા બહુ જ ઓછા મળે. ભવ્ય એમાંનો એક હતો. એના લેખની પાછળ સોચ, સમજ, પૂરતું વાચન અને શબ્દ વૈભવ દેખાઈ આવતો. હવે તો મારા જેવાં એના બીજા અનેક લેખકો બોલે તેવું લખે છે. પણ એમાં સાહિત્ય કેટલું? લગભગ જરાય નહીં. મુનશી, ધૂમકેતુ, પન્નાલાલને શું ભૂલી જવાના? કેવા કેવા ગ્રેટ સાહિત્યકારો હતાં આપણી પાસે. ચાર ચાર જ્ઞાનપીઠ મેળવનારની પેઢી તો હવે સમાપ્તિને આરે ઉભી છે. મધુરાય અને રઘુવીર ચૌધરી સાહેબ પછી શું? સાહિત્યને નામે આર્ટીકલ જ વાંચનારા? કે પછી થ્રિલર? ભવ્ય પાસે એ આશા છે આર્ટીકલ તો અમે લખીશું ભવ્ય તું સાહિત્ય રચ..

       ભારત આવ્યો ત્યારે એને પહેલીવાર મળવાનું થયું. ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલમાં અને પછી રાજકોટમાં. આખો દિવસ જાડે ફર્યા પણ ખરાં. નિખાલસ, સેવાભાવી, કોઓપરેટીવ નમ્ર ભવ્ય અન્યાય સામે છેવટ સુધી લડી લે તેવો છે. બહુ મજાનો માણસ ભવ્ય નાનો છે પણ રાઈનો દાણો છે.

       –  ભુપેન્દ્રસિંહ રાઓલ