મહેન્દ્ર ગોસ્વામી

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 1.00 out of 5)
Loading...

ઓન ધ રેકર્ડઅને ઓફ ધ રેકર્ડવિશાલશીલ વ્યક્તિત્વ ભવ્ય રાવલ – મહેન્દ્ર ગોસ્વામી

       ભગવદ્દગોમંડલમાં ભવ્યના અનેકનેક અર્થ આપ્યા છે. જેમાંના થોડાક ભભકાદાર, મોટું, તેજસ્વી ને બહુ સારી રીતે શેહ પાડે તેવા દેખાવનું, શોભાવાળું, વિશાળ, રોનકદાર અને જોતાં મનોહર લાગે એવું ગંભીર, ગૌરવયુક્ત, ફુટડું, રૂપાળુ, મંગળ, શુભ, સુખદાયક, યોગ્ય, શ્રેષ્ઠ, સાચું, પ્રસન્ન, આબાદ, સુખી, સત્ય, સાચાપણું, શુભપણું, કલ્યાણ, કુશળક્ષેમ, વર્તમાન, કર્મરંગ, રસભેદ, હોવા લાયક થવા યોગ્ય ભવિષ્યમાં થવા જેવું..’

       ઉપરોક્ત દરેક અર્થ સાથે જાણે કે ભવ્યને નિકટનો નાતો હોય એવું એમના ફોટોગ્રાફ્સ જોતાં, એમના લખાણ વાચતા કે ભવ્યને રૂબરૂ મળતા જાણ્યેઅજાણ્યે અનુભવાય!

       ભવ્ય સાથે મારી ફેસ ટુ ફેસમુલાકાતો વધીને બે કે ત્રણ. પત્રકારત્વ ડિપાર્ટમેન્ટમાંથી અમારી વિદાય બાદ એમનું આગમન. પ્રો. યશવંત હિરાણી સાહેબે એક વખત મને ભવ્ય વિશે કહેલું. ‘ગુજરાતી સાહિત્યમાં કાઠું કાઢે એવું સબળ નાની વયે લખે છે. ‘અન્યમનસ્કતા’ નામની નવલકથા લખી છે. કોલમ લખે છે.’ શ્રી કૃષ્ણકાંત ઉનડકટ દ્વારા સહજ રીતે જ લખાયું છે કે, નવલકથા ક્ષેત્રે અત્યારે જે શૂન્યાવકાશ સર્જાયો છે, તે ભવ્ય રાવલની નવલકથાઓ દ્વારા પૂરાય તેવું એમના લખાણોમાં જણાય છે.’ ભવ્યમાં બક્ષીની ખુમારી દૂધમાં સાકર ભળે તેમ  ભળી ગઈ છે.

       પછી તો હું અને ભવ્ય ફેસબૂક ફ્રેન્ડ બનાવ્યાં. મેં કાજલબેનને કહ્યું તમારા લેખન પર જેમણે પત્રકારત્વમાં સંશોધન કર્યુ છે તે ભવ્ય રાવલ મારા મિત્ર છે.’ કાજલબેને પ્રત્યુત્તરમાં કહ્યું ભવ્ય, મજાનું વ્યક્તિત્વ છે.’

       આમ, જેનો નામોલ્લેખ ગૌરવપૂર્ણ રીતે કરવો ગમે તેવા સજ્જ લેખકોની યાદીમાં મને ભવ્યનું નામ મૂકવું ગમે. ભવ્ય દાઢી મૂછ આચ્છાદિત વદન ધીમે ધીમે ભવ્યની ઓળખ બનતું જાય છે. લેખનક્ષેત્રે માતૃભારતી પર ભવ્યની બંને નવલકથા અન્યમનસ્કતા’ ‘..અને’ ઓફ ધી રેકર્ડ વાચકો સરાહી ચૂક્યા છે.

       પત્રકારત્વના શિક્ષણ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પોતાનાં ગુણાંકનમાં થયેલ ગરબડ ગોટાળાના કારણે વ્યથિત આ વિદ્યાર્થી, લેખક, પત્રકાર પોતાને થયેલો અન્યાય છાપરે ચડીને પોકારે છે. પરિણામ સ્વરૂપ શિક્ષણ આયોગ, ટી.વી. ન્યૂઝ ચેનલો, વર્તમાનપત્રો અને માતબર મેગેઝિનોને ભવ્ય રાવલને થયેલ અન્યાય ઉજાગર કરવાની રીતસર ફરજ પડે છે. ભવ્ય પણ ડગલું ભર્યું કે ના હટવુએ ન્યાયે જમાનાનાં ખાધેલ ખૂંધાઓ સામે અણનમ, અડીખમ લડત આપે છે. જેમાં અન્યાયની સામે ન ઝૂકવાની પ્રતિબધ્ધતા જાવા મળે છે.

       પ્રમુખ સ્વામી બાપાના બ્રહ્મલિન થયાની નોંધ નેશનલ મીડિયા યોગ્ય રીતે ન લે તે પણ ભવ્યને કઠે છે, અને ભવ્યની ફેસબૂક પોસ્ટનાં પડઘા છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી પડે છે.

       ભવ્યની એક કાવ્ય પંક્તિ છે જરી ભીંત ખખડાવી ત્યાં જોયું? મને અજાણ્યો મહેમાન જાણી, આવકારો આપવા ભીંત ડોકિયા કરે રે….’ પરંતુ સાહિત્ય જગતરૂપી ભીંત પર હવે ભવ્ય રાવલ નામ બિલકુલ અજાણ્યું નથી. ભવ્ય રાવલ સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં શબ્દો અને સર્જનની ભીંત ખખડાવ્યા કરે અને આપણે સૌ ભાવકોવાચકો તેમને પ્રેમાળ આવકારો આપી આપણા મનહૃદયનાં દરવાજા ખૂલ્લા રાખી અજાણ્યાં મહેમાનને જાણીતા મહેમાનમાં તબદીલ કરીએ એ જ ભવ્યસાર્થકતા.

       રાહત ઇંદોરીની એક ગઝલ ભવ્ય ફેસબૂક પર પોસ્ટ કરી છે તેનો પ્રથમ અને અંતિમ શેર

       મૈં લાખ કહ દૂં કિ આકાશ હૂં જમી હૂં મૈં…

       મગર ઉસે તો ખબર હૈ કિ કુછ નહીં હૂં મૈં…

       યે બુઢી કબ્રે તુમ્હે કુછ નહીં બતાએંગી…

       મુઝે તલાશ કરો દોસ્તો યહીં હૂં મૈં…

       તો દોસ્તો, શોધવાથી તો ભગવાન પણ મળે. તો આ તો ભવ્યછે, મળે જઆજે નહીં તો કાલે સાહિત્યના સરનામે, પત્રકારત્વની પાંખેનવલકથાના નગરે કે કવિતાની કેડીએમિત્રોની મહેફિલ કે ફિલ્મોના ફનકારેલેખનનાં લલાટે કે શિક્ષણના સાનિધ્યે ફેસબૂકના ફેરે કે વ્હોટ્સએપના વાયરેપ્રકૃતિના પ્રેમે કે શહેરી સંગાથેપુસ્તકોના પન્ને કે ડિઝિટલ દીવારે…. અત્ર તત્ર સર્વત્ર પ્રસરવું ભવ્યને ગોઠે છે. ‘વેચાઈ’ જવું નહીં પરંતુ ‘વહેંચાઈ જવું’ની ફિતરત ભવ્યને મિત્રો, લેખકો અને ભાવકોમાં અદકેરો બનાવે છે. ભવ્યની આ એકડે એકની યાત્રા અવિસ્મરણીય બની રહેવાની છે.

       મારી કાવ્યપંક્તિઓ ભવ્ય રાવલને અર્પણ

       તળિયું તોળી હુંબેઠો છું,

       જાત જબોળી હુંબેઠો છું,

       અવધૂતી ઈચ્છાને સંગે,

       ખાખાખોળી હુંબેઠો છું.

       મહેન્દ્ર ગોસ્વામી