મૌસમનો પહેલો મેઘો

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 5.00 out of 5)
Loading...

ઘણીવાર મને પૂછતી,

મૌસમનો પહેલો વરસાદ કાયમ સાંજે કેમ આવે?’

જવાબ તો નથી…. પણ….

એક કવિતા..

મૌસમનો પ્રથમ વરસાદ..

હર વર્ષની આથમતી સાંજે આવતો,

ઝરમર ઝરમર મૌસમનો પ્રથમ વરસાદ..

ડામર રોડ અને દિલને બેહરમીથી,

જખ્મી કરી નાખતો મૌસમનો પ્રથમ વરસાદ..

અતીત અને અનાગતની,

પવન અને પરબહ્મની..

અદ્રશ્ય અનુભૂતિ કરાવતો મૌસમનો પ્રથમ વરસાદ..

અનિર્વચનીય કિસ્સાની,

એકમેકનાં હિસ્સાની..

મીટ્ટીની સોંધી સોંધી સોડમ વચ્ચે,

સુગંધી સ્નેહની ફસલ ફેલાવતો મૌસમનો પ્રથમ વરસાદ..

કવિતાનાં લેન્ડસ્કેપમાં,

વ્હોટ્સઅપનાં ચેટબોક્સમાં..

ફેસબૂકની વોલમાં,

અજાણ્યાં ફોનકોલમાં..

ધર્મની દીવાલ તોડી વરસતો મૌસમનો પ્રથમ વરસાદ..

વાયુ વૃષ્ટિદાતા બની,

દક્ષિણનાં કિનારા પરથી..

પ્રિયતમનાં સ્પર્શને વાગોળતો લાવતો મૌસમનો પ્રથમ વરસાદ..

જાતિનાં સીમાડા ફાડી ગરજતો,

ભીંજાઈને એકબીજામાં ભેળવતો..

અકળાયેલા, કરમાયેલા, વિખરાયેલા,

પસીના અને પરફ્યુમની સ્મેલમાંથી ફ્રી કરી..

દિલમાં તરવરાટ, દિમાગમાં ઝગમગાટ રેલાવતો મૌસમનો પ્રથમ વરસાદ..

વૃદ્ધત્વ મીટાવી, કામ પતાવી, અલહડ બની,

તન પલળવા, મન લપસવા, યૌવન બહેલવા..

આહોશમાં, મદહોશમાં, આતુર થઈ,

રેનકોટ કોટ પાછળનાં ડીલને વિષકારી થઈ ડંખતો મૌસમનો પ્રથમ વરસાદ..

સઘળું વોટરપ્રૂફ કરી લેવાની વોર્નિંગ એટલે મૌસમનો પ્રથમ વરસાદ..

વર્ષારાણીનો ચાર માસ માસીકમાં આવવાનો પિરિયડ એટલે મૌસમનો પ્રથમ વરસાદ..

વિયોગ દૂર કરી લગાવે તારી યાદોનો રોગ એટલે મૌસમનો પ્રથમ વરસાદ..

બચ્ચાંઓની વર્ષા રાણી,

બુઢાઓનાં વરુણદેવ.. એટલે મૌસમનો પ્રથમ વરસાદ..

કુદરતી કેન્વાસ પર પીળી સાંજને નારંગી કરી,

ઈશ્વરીય મેઘઘનુષ રચતો મૌસમનો પ્રથમ વરસાદ..