રંગ છલકે અગેઈન : ૫૬ની છાતીથી લખેલા ૫૬ લેખો

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

સોશિયલ મીડિયા પર સૌથી વધુ વંચાતા કિન્નર આચાર્યનું નવું પુસ્તક રંગ છલકે અગેઈન.. અગેઈન એન્ડ અગેઈન વાંચવું અને વંચાવવું ગમે એવું છે

મોટા કદના તોતિંગ અખબારો જેટલો ફેલાવો અને ઈંપેક્ટ ધરાવતા લેખકનું તાજું પુસ્તક પણ રાબેતા મુજબ વિષય વૈવિધ્યથી છલોછલ

કિન્નર આચાર્ય. આમ તો આ નામ અજાણ્યું નથી, કોઈ ઓળખ આપવાની આવશ્યકતા નથી છતાં પણ કિન્નર આચાર્યની ઓળખ આપવી હોય તો એટલું જરૂરથી કહી શકાય કે, કિન્નર આચાર્ય એટલે કોઈપણ મોટા અખબારમાં ન લખતા કે એકપણ માતબર ટી.વી. ચેનલમાં ન દેખાતા કે કશે પણ મહાનુભાવોનાં જાહેર જગ્યા-જલસામાં હાજરી ન આપતા છતાં સૌથી વધુ વંચાતા, ચર્ચાતા, જાણીતા અને ખાસ તો એક એવા દબંગ-દિલદાર લેખક-પત્રકાર જેની ઝપટમાં ન ચઢી જવાય તેવી માણસો આગોતરી માનતા રાખે છે. કિન્નર આચાર્ય જાહેર જીવન સાથોસાથ સોશિયલ મીડિયાનાં એવા ખૂંખાર સિંહ છે જેની પોસ્ટ પર અવારનવાર શૈતાનોનો શિકાર થતો રહે છે અને સારા કાર્યોની સરાહના. એક મોટા કદના અખબાર જેટલો તેમનો ફેલાવો અને વ્યાપ છે. એ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી કે, જેમ રામ નામનો પથ્થર તરે તેમ કિન્નર આચાર્યનાં નામવાળું લખાણ સોશિયલ મીડિયામાં આપોઆપ લાખો લોકો સુધી વાઈરલ થઈ જાય છે, ફેલાઈ જાય છે. જેમ મોદી વિરોધીઓ પણ અંદરખાને મોદીને દાદ આપ્યા વિના રહેતા નથી તેમ કિન્નર આચાર્યથી વિરોધી વિચારધારા ધરાવતા લોકો પણ તેમનાં લખાણ વાંચી આંખ આડા કાન અને કાન આડા હાથ કરી શકતા નથી. આથી જ જાહેરમાં કે ખાનગીમાં કિન્નર આચાર્ય કહેવાય છે – અસરદાર અને દમદાર લેખક-પત્રકાર.

હાલમાં જ ધારદાર લેખક અને ધૂંવાધાર પત્રકાર કિન્નર આચાર્યનું નવું પુસ્તક રંગ છલકે – અગેઈન પ્રસિદ્ધ થયું છે. આ પુસ્તક ૫૬ની છાતી ધરાવતા કિન્નર આચાર્ય દ્વારા લિખિત-પ્રકાશિત ૫૬ લેખોનો સંગ્રહ છે. આ ૫૬ લેખો રાજકરણ, સાહિત્ય, પત્રકારત્વ, પ્રવાસ, રાષ્ટ્રવાદ, દેશસેવા, ભારતીય સેના-સુરક્ષા, કૃષિ, ટેકનોલોજી જેવા અનેક વિષયોને આવરી પ્રસ્તુત-પ્રકાશિત કરવામાં આવ્યા છે પુસ્તક રંગ છલકે અગેઈનમાં. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાહુલ ગાંધી, મુકેશ અંબાણી જેવી હસ્તીઓ પર પણ કિન્નર આચાર્યનાં હચમચાવી નાખતા લેખો આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં કિન્નર આચાર્યની સોશિયલ મીડિયામાં સુપરહીટ થયેલી સિરીઝ લેખકડાનું અસલી આરોપનામું સિરીઝ, મોરારિબાપુ વર્સિસ સ્વામિનારાયણ સિરીઝ, પત્રકારત્વનાં યાદગાર અનુભવોની સિરીઝ અને યુરોપની ડાયરી સીરીઝ સામેલ છે. સાથોસાથ કિન્નર આચાર્યનાં ખુલ્લા પત્રો પણ.. જેણે કિન્નર આચાર્યને લેખક-પત્રકાર તરીકે લોકપ્રિય પણ બનાવ્યા અને કેટલાક ચોક્કસ વર્ગમાં અપ્રિય પણ… ઘર બેઠા સોશિયલ મીડિયાનાં માધ્યમથી લેખન વડે લોકપ્રિય થઈ લોકોનાં માનસ પરિવર્તિત કરી શકવાની કિન્નર આચાર્યની આવડત કાબિલેદાદ છે. અવનવા દ્રષ્ટાંતો વડે વાંચકોને નિતનવા દ્રષ્ટિકોણ આપવામાં પણ કિન્નર આચાર્યને મહારથ હાંસલ છે. આ પ્રત્યેક શબ્દોનો સીધો પુરાવો એટલે તેમનું રંગ છલકે અગેઈન પુસ્તક.

એક રીતે જોઈએ તો રંગ છલકે અગેઈન પુસ્તકનાં પાનાં પાનાં પર લેખકે એવા અનેક રંગોને છલકાવ્યા છે,  ઢોળ્યા છે, ઉડાવ્યા છે. જે રંગોમાં રંગાઈને વાંચકનું મન-મગજ મેઘધનુષી બની જાય. આ પુસ્તકનું લખાણ એ બાબતની સાબિતી આપે છે કે, આજે પણ ગુજરાતી ભાષા-સાહિત્ય સો ટચનાં સોના જેવું સત્ય, સમૃદ્ધ, સ્વતંત્ર, શક્તિશાળી છે. કલમ અને કિ-બોર્ડની તાકાત હજુ આજે પણ એટલી જ અકબંધ છે. વાંચકો આ પુસ્તકનાં માધ્યમથી જરૂરથી જાગૃત બનશે. યુવા લેખકો-પત્રકારોને પણ સચોટ-તટસ્થ અને થોડામાં ઘણું કેમ કહી-લખી શકાય તેના અઢળક ઉદાહરણ ને અસંખ્ય દાખલા મળી રહેશે. જ્યાં જરૂર જણાય ત્યાં તટસ્થતાની તલવાર છોડી એકતરફા એકે-૫૬ની જેમ ક્ષણભરમાં વીંધી નાખતી દલીલો અને રજૂઆતો કેમ કરી શકાય એ પણ આ પુસ્તકનાં લેખક-પત્રકાર કિન્નર આચાર્યનાં અક્ષરેઅક્ષરમાં અનુભવવા મળશે. જેમના લેખ વાંચી ભલભલાનાં પરસેવા છૂટી જાય છે એ લેખક-પત્રકારે પરસેવો પાડી ૫૬ની છાતીએ લખેલા ૫૬એ ૫૬ લેખ પર પુસ્તકમાં લખાયેલી ડો. શરદ ઠાકરની પ્રસ્તાવના ‘કિન્નર આચાર્ય : નોટ ફોર સેલ’ જ આ પુસ્તક પાછળ ખર્ચેલા પૈસા વસૂલ કરી દે છે. રંગ છલકે જેમ જ  રંગ છલકે અગેઈન પુસ્તક પણ ખરીદ કરવું વ્યાજબી અને વાંચીને વહાલું બને એવું છે.

સોશિયલ મીડિયાનાં સૌથી વધુ વંચાતા તથા જાહેરમાં થોડાઘણા વખોડાતા અને અંદરખાને બહુંબધા વખણાતા ચર્ચાસ્પદ લેખક-પત્રકાર કિન્નર આચાર્ય માટે એવું કહી શકાય કે, મુદ્દો કે માણસ કોઈપણ હોય કિન્નર આચાર્ય લખ્યું એટલે પૂરું. બસ તો કિન્નર આચાર્યએ રંગ છલકે બાદ ફરી એકવખત તરોતાજા વિષયો અને અવનવા વ્યક્તિઓ પર રંગ છલકે અગેઈન પુસ્તક લઈ આવ્યા છે. તેમણે આ પુસ્તકમાં નામી-અનામી માણસો અને જાણીતા-અજાણ્યા મુદ્દા પર પોતાના પત્રકારત્વનાં અનુભવ, સાહિત્યની સમજણ, જીવનનાં ઊંડા અભ્યાસને આધારે ખુમારીથી ખરું લખી કાઢ્યું છે. રંગ છલકે અગેઈન પુસ્તક કન્ટેન્ટ – ક્રિએટિવિટીમાં પણ જબરદસ્ત છે. અગેઈન એન્ડ અગેઈન વાંચવું, ખાસ તો બીજાને વંચાવવું પણ ગમે એવું છે. તો તૈયાર થઈ જાવ લેખક-પત્રકાર કિન્નર આચાર્યનાં પુસ્તક રંગ છલકે અગેઈનમાં અગેઈન એન્ડ અગેઈન રંગાવા..

– ભવ્ય રાવલ લેખક-પત્રકાર

【દરેક અગ્રણી બુકસ્ટોલ્સ અને એમેઝોન પર ઉપલબ્ધ】