રાજેન વેફર્સ : ૨૦૩૧ સુધીમાં ૧૦૦૧ શોરૂમ સાથે રાજકોટનું નમકીન વિશ્વભરમાં નામચીન બનશે

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 5.00 out of 5)
Loading...

રાજેન વેફર્સની સફળતાનો શ્રેય ‘રાજેન’નાં વિઝન અને મિશનને..

બાપ-દાદાની પેઢીનો વેપાર-ધંધો પરંપરાગત રીતે પુત્ર સંભાળે એવી દરેક પિતાની ઈચ્છા હોય છે. રાજકોટનાં કિશોરભાઈ બલદેવની પણ એ જ ઈચ્છા હતી કે, પોતાના પગલે પુત્ર રાજેન ઘરનાં પ્રોવિઝન સ્ટોરનો ધંધો સંભાળે. જ્યારે વીસ વર્ષની યુવાવયે રાજેન બલદેવનું વિઝન અને મિશન પિતાનો પ્રોવિઝન સ્ટોર સંભાળવાનો નહીં પરંતુ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કાઠું કાઢવાનો હતો. ઈ.સ. ૧૯૯૯માં ૨૦ વર્ષની યુવાવયે રાજેન બલદેવએ આત્મવિશ્વાસ અને આયોજનપૂર્વક ‘રાજેન વેફર્સ’નું સપનું જોયું. જે રાજેન વેફર્સ આજે રાજકોટની રંગીલી બજારમાં લજ્જતદાર નમકીનનાં ૧૩ શોરૂમ ધરાવે છે અને ૨૦૩૧ સુધીમાં સમગ્ર વિશ્વમાં રાજેન વેફર્સનાં ૧૦૦૧ શોરૂમ હશે.
રાજેન વેફર્સનાં જન્મદાતા રાજેનભાઈ બલદેવ તેમની કંપનીની ફૂડ પ્રોડક્ટ્સ જેવા જ એકદમ કરકરા, ચટપટા, સ્વાદિષ્ટ સ્વભાવ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા આદર્શ વેપારી છે. ‘સિદ્ધાંતો અને પ્રામાણિકતાથી કાર્ય કરીએ તો આપણી ફૂડ પ્રોડક્ટ ઈશ્વરનો પ્રસાદ બની જાય છે.’ એ મુજબ રાજેનભાઈનાં સિદ્ધાંતવાદી નીતિનિયમોથી આજે રાજકોટની રાજેન વેફર્સ વિશ્વભરમાં સ્વાદનાં શોખીનોમાં ધૂમ મચાવે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાત અને ઠેરઠેર સુધી મોટાભાગનાં લોકોનાં ઘર, સંસ્થા, કે ઓફીસનાં ડબરાઓમાં રાજેન વેફર્સનું નમકીન હોય, હોય ને હોય જ. ધાર્મિક પરબ પર વ્રતનું ફરાળ હોય કે પ્રસંગો, તહેવારોની ઉજવણી કે પછી પિકનિકનો નાસ્તો હોય.. ભૂખ લાગે એટલે રાજેન વેફર્સનાં નમકીનની શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને દાઢે વળગે એવી સ્વાદિષ્ટ બનાવટોનો ટેસ્ટ છ સ્વાદનાં શોખીનોની ભૂખ ભાંગે છે. રાજેન વેફર્સની અમીન માર્ગ, દિગ્વિજય રોડ, સાધુ વાસવાણી રોડ, સંતકબીર રોડ, નાણાવટી ચોક, માવડી ચોક સહિતની ૧૩ બ્રાન્ચમાં અવનવા ચટપટા ફલેવર્સમાં બટાટાની ૮થી ૧૦ આઈટમ્સ, કેળા વેફર્સમાં ૧૦થી ૧૫ અવનવી બનાવટો, ૫૦ પ્રકારનાં વિવિધ નમકીન તેમજ ૧૫ જાતભાતના લઝીજ ખાખરા, પેંડા સહિતની ૧૦૦થી વધુ વેરાયટીઓનો સ્વાદ દેશ-વિદેશની સ્વાદપ્રિય જનતા સહપરિવાર મૌજથી માણે છે.
રાજેન વેફર્સની શૂન્યમાંથી સર્જનની ટેસ્ટી-સોલ્ટી સ્ટોરી જણાવું તો, પિતાનાં પ્રોવિઝન સ્ટોરનાં નાના પાયાના મર્યાદિત વેપારની જગ્યાએ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જંપલાવી દુનિયાને પોતાની આવડતનો પરચો આપવાની મહત્વકાંક્ષાને રાજેનભાઈએ પોતાની ધર્મપત્ની જયશ્રીબેનને આજથી ૧૮ વર્ષ અગાઉ જણાવી હતી. જયશ્રીબેનએ રાજેનભાઈનાં સપનાને સંકલ્પ બનાવ્યો. બસ પછી શું હોય? જ્યાં એકમેક પર વિશ્વાસ ત્યાં સહિયારો વિકાસ. ધોરણ ૧૦ પાસ રાજેનભાઈ અને એફ.વાય. બી.એ. પાસ જયશ્રીબેન એટલે કે બલદેવ દંપતીએ પોતાના ગુજરાત હાઉસિંગ બોર્ડનાં નાનકડા ઘરનાં ફળિયામાં ૫૦૦ રૂપિયાની મૂડીએ કેળાની વેફર્સ બનાવવાનું કામ શરૂ કર્યું. જો ધીરજ, કુનેહ અને દીર્ધદ્રષ્ટિ રાખવામાં આવે તો કોઈપણ નાનું અમથું કામ પણ મોટા વેપાર ધંધાનું સ્વરૂપ ધારણ કરી લે છે એ રાજેનભાઈએ સાબિત કરી બતાવવાનું શરુ કર્યું.
રાજેનભાઈ અને જયશ્રીબેનએ બે વર્ષ સુધી ઘરનાં ફળિયામાં કેળાની વેફર્સ બનાવી વહેંચી. વેફર્સ વેચવાનો ધંધો કર્યા બાદ બલદેવ દંપતીએ ઘરથી નજીક ૨૦૦ વાર જગ્યામાં ઇન્ડસ્ટ્રીયલ સાઈટ હપ્તેથી ખરીદી. ૨૦૦૧થી ૨૦૧૧ની સાલ સુધી બલદેવ દંપતી અને પરિવારે સાથે મળી એકમેકને મદદરૂપ થતા થતા હોલસેલ વેફર્સનાં વેપારમાં દિન દુગની, રાત ચોગની મહેનત કરી. રાજેનભાઈ દિવસ-રાત વેફર્સ બનાવવાનાં જરૂરી સામાન, માણસોથી લઈ ઓડર્સ લેવા, માલ મોકલવા સુધીનાં દરેક કામમાં કલાકો સુધી મથ્યા રહે. રાજેનભાઈનાં ધર્મપત્ની જયશ્રીબેન દીકરા ધાર્મિક અને આદિત્યની સાળસંભાળ લેતાં-લેતાં રાજેનભાઈને પૂર્ણ સમર્પણભાવે નિષ્ઠાથી મદદ કરે. એક સમયે પોતાનો દીકરો ઘરનો પ્રોવિઝન સ્ટોર જ સંભાળે તેવી ઈચ્છા ધરાવતા રાજેનભાઈનાં માતા-પિતા કિશોરભાઈ અને કોકિલાબેન બલદેવ પણ વહુ અને દીકરાને તન-મન-ધનથી સહાયકર્તા થઈ રાજેન વેફર્સની પ્રગતિનાં પાયા મજબૂત બનાવતા હતા. ઉતાર-ચઢાવ અને ચડતી અને પડતી વચ્ચે ૨૦૧૧ની સાલમાં રાજેન વેફર્સનાં હોલસેલ બિઝનેસનું એક દસક પૂર્ણ થઈ ગયું હતું.
ધંધા-વેપાર ક્ષેત્રની વ્યવસાયિક તકલીફો અને પડકારો સ્વીકારતા અને સફળતાની સીડી ચઢતા-ચઢતા રાજેનભાઈએ મનીમેકિંગ ગણાતું હોલસેલ અને માર્કેટિંગનું કામ એક દસક બાદ બંધ કર્યું. કેમ કે, હોલસેલ અને માર્કેટિંગનું કહેવાતું મનીમેકિંગ કામ મહેનતનું વળતર આપવામાં ધારીએ તેટલું સરળ અને સફળ હોતું નથી. વળી, આગળ વધવા એક જગ્યાએ ઊભું રહી જવું પણ યોગ્ય હતું નહીં. આથી ૨૦૧૨ની સાલમાં રાજેનભાઈએ સમગ્ર વિશ્વમાં ઉચ્ચ ગુણવત્તાસભર, સ્વાસ્થવર્ધક જીવનશૈલીનાં વિકાસ માટે પોતાના ધંધાનો વિકાસ કરવાનું વિચાર્યું. રાજેનભાઈનો વિચાર વ્યવહારમાં મૂકાવવાનો શરૂ થયો કે ૨૦૧૨થી લઈ ૨૦૧૭ સુધીનાં પાંચ વર્ષનાં સમયગાળામાં રાજકોટમાં રાજેન વેફર્સનાં એક પછી એક જોતજોતામાં ૧૩ શોરૂમનો શુભારંભ થયો. રાજેન વેફર્સની આ સફળતામાં માલિક રાજેનભાઈની દૂરંદેશી વિચારસરણીનો બેશક મોટો ફાળો છે.
રાજેન વેફર્સ ફૂડ કંપનીએ ૧૦ વર્ષ સુધી માત્ર કેળા વેફર્સ બનાવ્યા બાદ ૩ વર્ષ સુધી કેળા અને બટાકા વેફર્સ બનાવી અને પછી ૧ વર્ષ સુધી કેળા અને બટાકા વેફર્સ સાથે ચેવડો બનાવ્યા બાદ છેલ્લાં ૫ વર્ષથી તમામ પ્રકારનાં નમકીન બનાવે છે. રાજેન વેફર્સનો ૫૦થી વધુ લોકોનો સ્ટાફ પરિવાર પૂરી મહેનત, ઈમાનદારી અને આસ્થાથી રાજેન વેફર્સની વિવિધ બનાવટો બનાવવામાં જરા પણ બાંધછોડ કરતો કે કચાશ રાખતો નથી. આથી જ, રાજેન વેફર્સની ક્વોલિટી અને કોન્ટીટી પરસ્પર જળવાઈ રહી છે. વિશ્વસનીયતા સાથે વ્યવસાય કરવો એ રાજેન વેફર્સનો ટ્રેડમાર્ક છે.
ક્યારેય સફળતાની આશાએ કાર્ય ન કરતા રાજેન વેફર્સનાં ઓનર રાજેનભાઈ બલદેવ એવું કહે છે કે, રાજેન વેફર્સ ટોપ પર પહુંચવા સિદ્ધાંતોને વળગી કાર્ય કરે છે. તકલીફો એ પડકાર છે. પડકારોમાં પુરુષત્વનો પરચો આપી શકે એ જ સાચો ધંધાર્થી. મારા સંઘર્ષનાં સમયમાં મારી પત્ની, બાળકો, માતા-પિતા અને સમગ્ર પરિવાર સાથે સ્ટાફએ જે સાથ સહકાર આપ્યો છે એ સાથ સહકારનાં ફળ અને ગ્રાહકોનાં પ્રેમનાં પરિણામ સ્વરૂપે આજે રાજેન વેફર્સ સફળતાનાં રસ્તે અગ્રેસર છે. રાજેન વેફર્સે મને સવારે ઊઠવાનું કારણ આપ્યું છે. રાજેન વેફર્સનાં ૧૩ શોરૂમ બનાવવામાં જેટલી મહેનત અને મથામણ કરી છે તેનાથી અનેકગણી મહેનત કરવાનું હાલમાં ચાલુ છે.
રાજેન વેફર્સનું આગામી લક્ષ્ય ૨૦૧૯ની સાલ સુધીમાં અત્યારે છે તેનાં કરતા ત્રણ ગણી મોટી ક્ષમતા ધરાવતી ફૂડ સાઈટ્સ અને ૨૦૩૧ સુધીમાં ૧૦૦૧ નમકીનનાં શોરૂમ સ્થાપવાનું છે. રાજકોટનાં રાજેન વેફર્સવાળા રાજેનભાઈ બલદેવ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સિવાય કોઈપણ બીજો બિઝનેસ કરવા માંગતા નથી. દુનિયાનાં લોકોને સ્વાસ્થવર્ધક ઉચ્ચ ગુણવતાયુક્ત નમકીનનો ટેસડો લેવડાવતા રહેવાનું કાર્ય રાજેનભાઈનો રસપ્રિય વિષય છે. આટલું જ નહીં પરંતુ એકસમયે પિતાનાં અણગમા વચ્ચે કેળાની વેફર્સ બનાવવા તાવડો માંડનાર રાજેનભાઈએ એવું કહે છે કે, તેમનાં પિતા આખી રાત સાઈટ પર દેખરેખ રાખે છે. પપ્પા અને મમ્મી બંને રાજેન વેફર્સને સંપૂર્ણ સમર્પિત છે. વાહ..રે.. પુત્રની મહત્વકાંક્ષાથી શરૂમાં અણગમો રાખનારા પિતા કિશોરભાઈએ પણ ટૂંકસમયમાં પ્રોવિઝન સ્ટોરનો વ્યવસાય બંધ કરી પુત્રને સાચો અને પોતાને ખોટો ઠરાવવામાં દિવસ-રાત લાગી પડ્યા હતા. અને આજે જુઓ બલદેવ પરિવારનાં પારિવારિક સભ્યોની એકબીજાનાં પ્રત્યેની ભાવના અને ચાહનાએ રાજેન વેફર્સને રાજકોટની નમકીન ઇન્ડસ્ટ્રીઝનો રાજા બનાવ્યો છે.

બોક્સ.૧ : ગુરુમંત્ર : ૧૯૯૮માં પિતાનો પ્રોવિઝન સ્ટોર ધમધોકાર ચાલી રહ્યો હતો. પણ વારસામાં મળેલો પિતાનાં પ્રોવિઝન સ્ટોરનો બેઠો ધંધો કરવાને બદલે એક વીસ વર્ષનાં દસ ચોપડી ભણેલા યુવાને વેફર્સ બનાવવા તેલ અને તાવડો મૂકી પોતાનું પાણી બતાવ્યું. રાજેન વેફર્સનાં માલિક રાજેનભાઈ નિડરતા રાખી નાસીપાસ ન થવાને જીવનમંત્ર માને છે. સાથોસાથ લક્ષ્ય વિશાળ અને પરિણામલક્ષી રાખી પૈસાને પ્રોડક્ટ ન ગણવાનું સૂચવે છે. તો નુકસાનીઓમાં પણ ફાયદા અને સફળતાની ચાવી રહેલી છે તેવું કહીં ધંધા સાથે વાંચન કેળવવાનો સંદેશ સૌને પાઠવે છે. જ્યારે રાજકોટનાં વેફરવાળા રાજેનભાઈનાં નામથી જ ઓળખાતી વિશ્વને સ્વાસ્થપૂર્ણ જીવનશૈલી અને ગુણવત્તાસભર નમકીન આપતી રાજેન વેફર્સ કંપનીની સફળતાનો ગુરુમંત્ર હોનેસ્ટી, ટિમવર્ક, ક્વાલિટી ફર્સ્ટ, રિસ્પોન્સબ્લીટી અને રીસ્પેક્ટ ફોર ઈન્ડીવિડ્યુઅલ છે. રાજેનભાઈનાં સપનાને પરિવારજનોનો સાથ સહકાર મળ્યો તેથી રાજેન વેફર્સ માટે સેવેલા સપ્નો સાકાર થઈ રહ્યા છે ત્યારે નેક્સ્ટ જનરેશન એટલે કે, બાપ-દાદાની પેઢીથી અલગ નવી પેઢીઓનાં સપના અને સાહસમાં જો પરિવારજનોનો સાથ, સહકાર અને સ્નેહ ભળશે તો સફળતા આપોઆપ મળશે. જેનું જ્વલંત ઉદાહરણ રાજેન વેફર્સ અને બલદેવ પરિવાર છે.

બોક્સ.૨ : ૨૦૩૧ સુધીમાં વિશ્વભરમાં રાજેન વેફર્સનાં ૧૦૦૧ શોરૂમ સ્થાપવાનાં પિતાનાં લક્ષ્યને પૂરું કરવા પુત્રો ધાર્મિક અને આદિત્ય તત્પર અને તૈયાર
પ્રથમ રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ત્યારબાદ વૈશ્વિક કક્ષા સુધી રાજેન વેફર્સને લઈ જવાનું લક્ષ્ય ધરાવતા રાજેનભાઈનાં સંતાનો ધાર્મિક અને આદિત્ય પણ કાચી ઉંમરમાં પિતાનાં બિઝનેસમાં જોડાઈ ગયા છે. ધાર્મિક અને આદિત્ય માટે રાજેનભાઈ એક પિતાની સાથોસાથ રોલમોડેલ અને બિઝનેસ ગુરુ છે. બલદેવ પરિવારની રાજેનભાઈ બાદની ધી નેક્સ્ટ જનરેશન આધુનિક પેઢી ધાર્મિક અને આદિત્ય પણ સમયને અનુરૂપ બિઝનેસમાં પિતાને ઉપયોગી થાય તેવી ટેક્નોલોજી, ટીપ્સ અને ટેકનીક્સ શીખવતા રહે છે. બલદેવ પરિવારની ત્રણેય પેઢી કિશોરભાઈ, રાજેનભાઈ અને ધાર્મિક, આદિત્યનું વિઝન અને મિશન જ રાજેન વેફર્સની યુનિક યુએસપી છે. ક્યુંકી ચાહ વિનાની રાહ નકામી. રાજેન વેફર્સની ચાહ ૨૦૩૧ સુધીમાં ૧૦૦૧ શોરૂમ કરવાની છે એટલે રાહ નક્કી અને નિશ્ચિત છે.

બોક્સ.૩ : રાજેન વેફર્સનું વિઝન અને મિશન ક્યારેય નાનું હોતું કે નિષ્ફળ જતું નથી : જયશ્રી રાજેન બલદેવ
રાજેન વેફર્સનાં પ્રારંભથી વર્તમાનની સફરનાં સાક્ષી જયશ્રીબેન જણાવે છે કે, પાંચસો રૂપિયાની મૂડીથી રાજેન વેફર્સની શરૂઆત થઈ હતી. ઘરનાં ફળિયામાં રાજેને મોટા બકડિયામાં તેલ મૂકી જ્યારે કેળા છીલતા-છીલતા પોતાનું વિઝન અને મિશન જણાવ્યું હતું ત્યારે જ નક્કી કરી લીધું હતું કે, નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન. બસ તે દિવસ અને આજની ઘડી.. પતિ રાજેનનાં આયોજન, આત્મવિશ્વાસ અને અથાગ પ્રયત્નોથી રાજેન વેફર્સનું વિઝન અને મિશન ક્યારેય નાનું હોતું કે નિષ્ફળ જતું નથી. પરિવારનાં દરેક સભ્યો માટે રાજેન વેફર્સ એક કિંમતી ઘરેણું છે. રાજેન વેફર્સની મહામૂલી મૂડીનું જતન અમે દિવસ-રાત કરીએ છીએ.