માધવેંદ્રસિંહ ગોહિલ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 5.00 out of 5)
Loading...

સંલૈગિક સંબંધો મામલે ધર્મ, સમાજ અને કાનૂન સામે લડત ચલાવનાર રાજપીપળાનાં રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલની એક્સક્લુસિવ મુલાકાતમાં રજૂ થતાં બેબાક વિચારો.

 

       ‘સજાતીય સંબંધ ઉહાપોહ મચાવવા જેવી બાબત નથી. પુરુષનું પુરુષને કે સ્ત્રીનું સ્ત્રી ને ગમવું સાવ સ્વાભાવિક છે. ફક્ત એને શારીરિક સુખ સાથ જોડીને ગુચવાડો ઊભો કરીએ છીએ. વીસમી સદીમાં કરેલા ઓશોનાં વિધાન સાથે કદાચ આવનારી સદીઓ સુધી સહમત થતાં રહેવું પડે. વર્તમાન સમયમાં ભારતીય સમાજમાં સમલૈગિકતાના બનાવો અને અપરાધો બિન્દાસપણે સામે આવી રહ્યાં છે તે સમયે એક નિખાલસ અને નીડર વ્યક્તિએ સમલૈગિકતા જેવા લાગણીશીલ સંબંધોને લઈ પોતાના અડગ મન અને આધુનિક વિચારોથી વિષયમાં રહેલી સમસ્યા અને ગેરસમજો સામે જાગૃતિ લાવવાની જંગ છેડી છે. માનવનું નામ છે માનવેન્દ્રસિંહ.

       માનવેન્દ્રસિંહ ગોહીલ ઉર્ફ માનવનો જન્મ .સ. ૧૯૬૫માં અજમેરનાં મહારાજા શ્રી રઘુવીર સિંહજી રાજેન્દ્રસિંહજી સાહેબને ઘેર થયો હતો. તેમના રહેણાક રાજવંત મહેલને આજે એક રિસોર્ટમાં ફેરવી દેવાયો છે. ભારતનાં એક પૂર્વ રજવાડા રાજપીપળાનાં રાજકુમાર માનવેન્દ્રકુમાર ગોહીલનો ઉછેર એક પારંપારિક વાતાવરણમાં થયા પછી તેમને બોમ્બે સ્કોટીશ સ્કુલ અને વિલેપાર્લા મુંબઈમાં આવેલ અમૃતબેન જીવનલાલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યાં હતાં. .સ. ૧૯૯૧માં તેઓનાં લગ્ન ઝાબુઆમધ્ય પ્રદેશનાં ચંદ્રિકા કુમારી સાથે થયા. ત્યારબાદ તેમણે પોતે સમલૈગિક હોવાની ઘોષણા કર્યા બાદ રાજવી પરિવારથી લઈ આધુનિક સમાજનાં તેમના સામાજીક સંબંધો પર આશ્ચર્યભર્યા સવાલો ઉઠતાં આવ્યાં છે. વિરોધનાં વંટોળ વચ્ચે માનવેન્દ્રસિંહએ પોતે સમલૈગિક હોવાની જાણ પોતાની પત્નીને કરી ત્યારે તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારથી લઈ આજ સુધી તેઓ સજાતિય પુરુષોની સામાજીક પ્રતિષ્ઠા અને જાગૃતિના સામાજીક કાર્યમાં જોડાયેલા છે. અને તેથી તેઓ અવારનવાર જણાવતા રહ્યાં છે કે, અમો કોઈની જિંદગી બગાડતાં નથી, સુધારવાના અને બચાવવાના પ્રયાસો કરીએ છીએ.

       માનવેન્દ્રસિંહ .સ. ૨૦૦૨ની સાલમાં નર્વસ બ્રેકડાઉનનો પણ શિકાર બની ચૂક્યા છે. .સ. ૨૦૦૬ની સાલમાં કમીંગ આઉટ એટલે કે સજાતીયતાનો એકરાર કર્યા બાદ તેમનો પોતાના શહેરસમાજમાં ખૂબ વિરોધ થયો હતો. પરંતુ તેમણે સંજોગ સામે હાર માનતા રૂઢિચુસ્ત સમાજને સુધારવાના પ્રયત્નો સામા પ્રવાહે સતત ચાલુ રાખ્યા. જેના પરિણામ સ્વરૂપે તે પોતાનો પક્ષ રાખતા આવ્યા છે.

       માનવેદ્રસિંહએ સ્વીડનનાં સ્ટોકહોમમાં યોજાયેલ યુરો પ્રાઈડ ગે ફેસ્ટીવલનું ઉદઘાટન કર્યું છે, તેઓ બીબીસી ટેલિવીઝનની લોકપ્રિય શ્રેણી અંડરકવર પ્રીન્સીસમાં ભાગ લઈ ચૂક્યા છે ઉપરાંત બ્રાઝિલના સાઓ પાઓલો શહેરમાં ૩૫ લાખ લોકોની ગે પરેડમાં માનવેન્દ્રસિંહ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચઆવ્યાં છે. સજાતિય પુરુષો માટેના સામાયિક ફન’ના તંત્રીપદ પર પણ રહ્યાં છે. માનવેન્દ્રસિંહ લક્ષ ટ્રસ્ટની સ્થાપના કર્યા બાદ તેમના ચેરમેન બની સંસ્થાને ૨૦૦૬ની સાલનું સીવીલ સોસાયટી પારિતોષિત અપાવવામાં સફળ રહ્યાં. વિશેષમાં માનવેન્દ્રજી એશિયા પેસિફીક કોએલિશન ઑઁ મેલ સેક્સ્યુઅલ હેલ્થના વ્યવસ્થાપન મંડળમાં જોડાયા. ત્યારબાદ તેમના જીવન પર એક ફિલ્મ બનવાની વાત પણ જાહેર થઈ જેની પટકથા એક અન્ય રાજ પરિવારની વ્યક્તિ કપૂરથલા રાજકુમાર અમરજીત સિંહ દ્વારા લખવામાં આવી છે. તો આવો જાણીએ રાજકુમાર પાસેથી બીજી કેટલીક વાતો.

       ભવ્ય રાવલ : કલમ ૩૭૭ વિશે શું કહેવું  છે?

       માનવેદ્રસિંહ : રાણી વિકટોરિયા જ્યારે ભારતમાં રાજ કરતાં હતા તે સમયે .સ. ૧૮૬૮માં લૉર્ડ મેકોલો દ્વારા કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો. ક્વીન વિકટોરિયા અંગત રીતે આવા સંબંધો પ્રત્યે ખૂબ ધૃણા કરતાં હતા. કલમમાં એવું છે કે કાયદો એક રીતે ફક્ત અમારા જેવા લોકોને નહીં પરંતુ ભારતની દરેક વ્યક્તિને લાગુ પડે છે. એક માનવ અધિકારનું ઉલ્લઘન છે જે માટેની લડત ઘણા સમયથી ચાલુ છે. હમણાં થોડા વર્ષ પહેલા લાઝ ફાઉન્ડેશન દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં રીપિટિશન દાખલ થઈ ઘણી આરગ્યુમેન્ટના અંતે જુલાઈ ૨૦૦૯માં કાયદો અમારી તરફેણમાં આવ્યો હતો. કેસ સરકાર વિરુદ્ધ હતો. અમે કાયદો હટાવવા નથી ઈચ્છતા પરંતુ સુધારો ઈચ્છીએ છીએ. કેસ ખતમ થયો સમયના લૉમિનિસ્ટર વિરપ્પન મૌયલીએ કેસને બેસ્ટ આરગ્યુમેન્ટ કેસ ઈન ઈન્ડિયા તરીકે જાહેર કર્યું હતું. અને પછીથી ભારત સરકારે પણ તેમની હાર સ્વીકારી હતી. ત્યારબાદ સમાજના અમુક લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને બાદમાં અમારી હાર થઈ હતી. બૉલીવુડમાંથી સારો સપોર્ટ મળ્યો હતો. લડત ક્યુમેરિટી વર્સિસ હિપોક્રીસીની છે. માનવતાને નહીં સ્વીકારો તો સંસ્કૃતિનો પરાજય છે. કાયદામાં આગળ ક્યુરેટિવ પેટિશન ક્યોર શબ્દ પરથી આવેલ છે જે હેઠળ તમે કેસ રીઓપન કરવાની અરજી કરી શકો છો. મેન્ટલ હેલ્થ પ્રેક્ટિસ એસોસીએશન અને ખુદ શ્યામ બેનેગલેએ અરજી દાખલ કરેલ છે. જે હેઠળ સુપ્રીમે કેસ રીઓપેન થાય ત્યારે ઓપન કોર્ટમાં સુનવાઈ થશે એવું જાહેર થયું.

       ભવ્ય રાવલ : એક પ્રિન્સ તરીકે ગે હોવાનું સ્વીકારવા બદલ ભારતીય સમાજમાં કેવી તકલીફ પડી અને પશ્ચિમ સમાજમાં કેવા અનુભવ થયા? તિરસ્કાર અને આવકાર બાબતે કહો.

       માનવેદ્રસિંહ : ભારતના બંધારણની કલમ ૧૪માં રાઇટ ટુ ઈક્વોલિટીની વાત કરવામાં આવી છે તેમાં લૈગિકતા શબ્દનો પણ ઉપયોગ થયેલ છે. એટલે ભારતીય સમાજમાંથી આવકાર અને તિરસ્કાર બંને મળ્યાં. માણસને જીવન જીવવાનો હક્ક છે. જીવનમાં દરેક તબ્બકે અનુભવો થયા છે. ઘરથી લઈ વિદેશ પ્રવાસ સુધી. હું ગાંધીજીની જેમ સત્યનાં માર્ગે ચાલવામાં માનું છું.

       ભવ્ય રાવલ : ભારતમાં સમલૈગિકો માટે નર્મદા કિનારા પર કુભેશ્વર પાસે પ્રથમ ગે ઓલ્ડ એજ હોમ તેમજ ગે લોકોમાં એચઆઇવી એઇડ્સ સામે જાગૃતિ તેમજ ગેનાં અધિકાર માટે લડત ચલાવવા સ્થાપેલી સંસ્થા લક્ષ્ય અંગે, તેમની કામગીરી વિષે તમારું શું કહેવું છે?

       માનવેદ્રસિંહ : એશિયાનું સૌ પ્રથમ વૃદ્ધાશ્રમ છે. જ્યાં બધા લોકો રહે છે. માત્ર ગે નહીં. મારાતમારા જેવા લોકોને ઘરમાંથી, સમાજમાંથી કાઢી મૂકવામાં આવે છે. સમય અને ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં માણસ એકલો પડે છે વિચારથી ઓલ્ડ એજ હોમની સ્થાપના કરવામાં આવી છે. સાથેસાથ સમાજસેવાના કામ કરીએ છીએ.

       ભવ્ય રાવલ : શું સજાતીયતા પ્રાચીન ભારતમાં પણ હતી?

            માનવેદ્રસિંહ : કામસૂત્રથી લઈ દરેક પુરાણોમાં સમલૈગિક પાત્ર છે. શિખંડીનું પાત્ર છે . કિન્નર સમાજમાં બહુચરાજી માતાનું મંદિર છે તે કિન્નરો ઉપરાંત આમ નાગરિક પણ પૂજે છે. નરેદ્ર મોદી પણ તેમને પૂજે છે. ઈતિહાસમાં લેસ્બિયન ઓરિજન ઘણા હતા. ઈશ્વર અને આપણે સૌ એક છીએ. ૧૫૧૬ એપ્રિલ ૨૦૧૪માં સુપ્રિમ કોર્ટ ઓર્ડર પાસ કરી કિન્નર સમાજને ઓળખ મળશે. નાગરિકતા પ્રાપ્ત થશે. TG કૉલમ મળશે એવું જાહેર કર્યું છે.

            ભવ્ય રાવલ : એક તરફ ભૂતપૂર્વ કેન્દ્રિય આરોગ્ય મંત્રી અંબુમણી રામદોસે ગે સંબંધોની તરફેણ કરતા તેમને કાનૂની દરજ્જો આપવાની વાત કરી હતી. બીજી તરફ ગે સેક્સને અપ્રાકૃતિક ગણાવી ભૂતપૂર્વ સ્વાસ્થ મંત્રી ગુલાબ નબી આઝાદએ હોમોસેક્યુઅલ સંબંધો પર ચિંતા વ્યક્ત કરી હતી. તો આજના વર્તમાન આરોગ્ય મંત્રી ડૉકટર હર્ષવર્ધને કહ્યું છે કે, સેક્સ એજ્યુકેશન બંધ થવું જોઈએ. તમારું બધા અંગે શું કહેવું છે? શું સેક્સ એજ્યુકેશન હોવું જોઈએ? શિક્ષણમાં સેક્સને સમાવવા ઉપરાંત સમલૈગિકતાનો પણ અભ્યાસ જરૂરી છે?

            માનવેદ્રસિંહ : સેક્સ એજયુકેશન અમુક એજ ગ્રુપમાં જરૂરી છે. રાઇટ ઇન્ફૉમેશન એજ્યુકેશન મારફત મળે છે. માબાપને ક્યારેક સંતાન સાથ વિશે વાત કરતાં સંકોચ થાય છે અને હવે તો કોમ્યુનિકેશનનાં સાધન સાથ જો સાચી માહિતી યોગ્ય વ્યક્તિ અને પુસ્તકો જેવા માધ્યમોથી મળે તો એમાં કઈ ખોટું નથી.

            ભવ્ય રાવલ : ભવિષ્યમાં તમારી શું યોજનાઓ છે?

            માનવેદ્રસિંહ : ભવિષ્યમા હું આજ જેવા કાર્યો કરતાં રહેવા માંગુ છું. મારી ફાઇટ રાષ્ટ્રીય નથી. ગ્લોબલફાઈટ છે. મારૂ સપનું વસુધેવ કૂટુંમ્બકમની ભાવનાવાળું છે. એચઆઇવી, પર્યાવરણ, કાળાધોળાના ભેદ જેવા અનેક પ્રશ્નો છે. જે સામે લડત કરવા અમેરિકામાં એકતા ટ્રાન્સગ્લોબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.

            ભવ્ય રાવલ : સાહિત્ય અને સિનેમામાં ગે વિષય હવે ચર્ચાવા લાગ્યો છે અવસરે તમારે શું જણાવું છે?

            માનવેદ્રસિંહ : મારા પર અમેરિકામાં છેલ્લા બે વર્ષથી ફિલ્મ પણ બની રહી છે. સમાજમાં પરિવર્તન લાવવા માટે ફિલ્મ માધ્યમ સારું છે. બૉલીવુડમાં અમારા રોલ મોડેલ પણ છે. મારા હિસાબે પહેલા અમને મજાકનાં મૂડમાં લેવામાં આવતા હતાં પરંતુ હવે આવું રહ્યું નથી. ફિલ્મોમાં ગે અંગે ગંભીરતાથી કઈક પ્રદર્શન થશે તો સારું રહેશે.

       આમ, માનવેદ્રસિંહ પોતાના વિચાર અને વર્તનથી બહુ સ્પષ્ટ છે. ભારતમાં પચ્ચીસ લાખથી વધુ લોકો હોમોસેક્સ્યુઅલ રિલેશનશિપમાં જોડાયેલા છે. જેમાથી એક લાખ કરતાં વધુ લોકો એચઆઇવી પોજીટિવ છે. મોટાભાગના ધર્મગુરુઓનું કહેવું છે કે ઈસ્લામ અને બાઇબલમા હોમોસેક્સ્યુઅલ સંબંધો વિશે નિષેધ દેખાડવામાં આવ્યો છે તો બીજી તરફ ફાયર, પેઈજ થ્રી, દોસ્તાના જેવી ફિલ્મો અને હિમાંશી શેલતની નવલકથા આઠમો રંગ ઉપરાંત બિંદુ ભટ્ટની નવલકથા મિરા યાજ્ઞિકની ડાયરીમાં પ્રકારનાં વિષયને સ્થાન આપી સમાજમાં સમલૈગિકતાને સમ્માન સાથ સ્વીકારવાની વાત કરવામાં આવતી રહે છે. હવે તો જોવું રહ્યું કે બીજા કેટલા માનવેન્દ્રસિંહો હકીકતમાં સિંહ બની સત્યની લડત લડતા રહશે.