સવાલ વિનાનો જવાબ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (7 votes, average: 4.00 out of 5)
Loading...

..અને પછી અપિરિચત વ્યક્તિ સાથ પરિચયમાં આવી માણસ વિચાર કરતો રહે છે કે શું તે જે કરી રહ્યો છે એ યોગ્ય છે?

       શરૂઆતનો સંબંધ ફક્ત મિત્રતાનો હતો.. ગઝલ જેવો – માત્ર બોલચાલની ભાષાનો..

       તમેસંબોધનથી શરૂ થયેલી વાત તુંસંબોધન પર આવી અટકી ત્યારે માલૂમ પડ્યું કે દોસ્તીના સંબંધમાં દિમાગને માત આપી દિલ ઘણું આગળ નીકળી ગયું છે. જેમ હું અને તું માંથી આપણે થયાં તેમ જ..

       જ્યાં સુધી બધું ઠિક ચાલતું હતું ત્યાં સુધી કોઈ શંકા-પ્રશ્ર્નો કે વિવાદને સ્થાન ન હતું.. હવે એકબીજાંની નજીક આવ્યાં બાદ ખ્યાલ આવ્યો કે છે શું આ યોગ્ય છે?

       સવાલનાં જવાબ કોઈ પાસે નથી..

       અને એટલે જ હવે એ સંબંધને કોઈ નામ નથી. એ બે વ્યક્તિનું કોઈ વાસ્તવિક વજૂદ નથી.

       હું એવું માનું છું કે જ્યાં સવાલો છે ત્યાં સ્વતંત્રતાની સરહદ સમાપ્ત થઈ જાય છે અને આથી લાગે છે કે યોગ્ય-અયોગ્ય ચકરાવામાં ફસાઈ મૂંઝવણો પેદા કરી બે વ્યક્તિ બાંધેલા સંબંધને સવાલનાં ઘેરામાં લાવી ઉલજાવી નાંખે છે. એવાં સવાલો ક્યારેય ના ઉપસ્થિત થવા દેવા જોઈએ જેના જવાબ આપણી પોતાની પાસે ન હોય..