સુખ એટલે..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 5.00 out of 5)
Loading...

તુંઆજકાલ દુ:ખીદુ:ખી લાગ્યા કરે છે.

તેની વાત સાંભળી મેં સુખની શોધ શરૂ કરી.

સુખ ક્યાં હોય?

ક્યાં મળે?

સુખ એટલે?

બાળપણની કૂંપણને પૂછ્યું, સુખ એટલે?

બાળકે કાલીઘેલી ભાષામાં કહ્યું, ચકેદીમાં બેસાલી મોટો બધો બલૂન અને ચોકેટ લઈ દો અંકલ તો કવ.

ઘડપણની વડવાઈને પૂછ્યું, સુખ એટલે?

વૃધ્ધે ધ્રૂજતાધ્રૂજતા ફફડતાં અવાજે કહ્યું, આશરો.

ગરીબીનાં અનુભવીને સવાલ કર્યો, સુખ એટલે?

લાચારે જવાબ આપ્યો, સાહેબ બે ટંક જમવા અને રહેવા છાપરું મળી રે સુખ.

અમીરીનાં અહંકારીને સવાલ કર્યો, સુખ એટલે?

નબીરાએ જવાબ આપ્યો, શોપિંગ, બિસનેસ ટુર, લેઈટનાઈટ પાર્ટીસ, મીટીંગ એક્સ્ટ્રા એક્સ્ટ્રા.. યુનો?

ફિક્સ પગારનાં કામદાર પાસે જાણ્યું, સુખ એટલે?

ભલો માણસ કહે, એયને સાહેબ દિવસ આખો કામકાજ પતાવી સાંજ ઘર આવું ને પરિવાર જોડે જમીકરી ટી.વી. જોઈ બાળકો અને ઘરવાળીને બથભરી નિરાંત સૂઈ જાવું સુખ.

ડૉક્ટરેટ ડીગ્રીધારક બેકાર પાસે જાણ્યું, સુખ એટલે?

બદનસીબ કહે, છતી સરસ્વતીએ કોઈની પાસે લક્ષ્મી માટે થઈ હાથ લાંબો કરવો પડે ભઈસા સુખ.

તાજામાજા યુવકને પ્રશ્ન કર્યો, સુખ એટલે?

હેન્ડસમ ઉત્તર મળ્યો, પોકેટમની, બેબ્સ, મ્યુજીક, ફ્રેન્ડ, કોમ્પિટિટિવ એક્જામ. હલ્લાબોલ.

મસ્તમજાની યુવતીને પ્રશ્ન કર્યો, સુખ એટલે?

શું ઉત્તર મળ્યો છે, હું સુંદર હોઉં. સારો ઘરવાળો અને સંસ્કારી સાસુ મળે. બસ.

ઘરનાં આધારસ્તંભ સંચાલક પાસે તપાસ્યું સુખ એટલે?

મહેનતું માણસે સમજાવ્યું, ઘરનું ઘર હોય, દીકરો ઘંધો સાંભળી લે, દીકરીને વિદેશ વળાવી આપી અમે બેય જણ ચારધામ યાત્રા જઈ આવી. પચાપંચાવન થયાં હજુ બેક દસકા કાઢી લઈ ઘણું છે.

કુટુંબની કેંદ્રબિંદુ ગૃહિણી પાસે તપાસ્યું સુખ એટલે?

સમજું સ્ત્રીએ સમજાવ્યું, ક્યાંરેય કોઈને મારાંથી ઓછું આવે મારેમન સુખ.

છાપાંમાં લખતાં વિચારકનો મંતવ્ય લીધો, સુખ એટલે?

મહાશયનો મંતવ્ય અહીં પ્રગટ કરી શકાય તેમ નથી.

સમાજ સુધારક પાસે અભિપ્રાય માગ્યો, સુખ એટલે?

દેશનો ઉચ્ચ નાગરિક કે, નાનાંમોટાં છમકલાં થતાં રહેવા જોઈએ.

સેક્યુલરને

નેશનાલિસ્ટને,

ધર્મગુરુને

રેશનાલિસ્ટને.

સ્ટુડન્ટને,

જર્નાલિસ્ટને.

સુરતીને

અમદાવાદીને,

જામનગરીને

ભાવનગરીને

કચ્છીને

કાઠિયાવાડીને,

બહું બધા પાસે જાણી સુખ એટલે?

અંતે એકલી ગુજરાતી સ્ત્રીને પૂછ્યું, સુખ એટલે?

સ્ત્રી કહે, સુખ નહીં દુ:. મને કોઈ સમજી નહીં શકતું દુ:. હું દુ:ખી એટલે બધા દુ:ખીદુ:ખી લાગ્યા કરે.

પછી હું જેને દુ:ખીદુ:ખી લાગતો હતો તેને પૂછ્યું,

સુખ એટલે?

તે કહે સુખ એટલે તું