સુલતાન સિંગ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

આ વ્યક્તિ ખરેખર ચહેરા કરતાં આંતરિક વધુ ઊંડો અને ગહેરો છે. – સુલતાન સિંગ

       કેટલાય વાક્યો અને કહેવતોનાં નિચોડ રૂપે જીવતો વ્યક્તિ, કેટલીય બાધાઓ છતાં અટક્યા વગર ચાલ્યા કરતો વ્યક્તિ, અને દરેક રાહ પર પડકાર ફેંકી પાર કરતો વ્યક્તિ, અને છેલ્લે આ બધી ખૂબીનો સરવાળો એટલે જેનાં વિશે હું લખું છું એ વ્યક્તિ, ઝાઝા શબ્દો નથી પણ ઈન શોર્ટ હું થોડાક શબ્દોમાં કહું તો…..

       ભવ્ય રાવલ એટલે નામ, કામ અને લેખન જેવાં ક્ષેત્રોમાં ભવ્ય શબ્દની વ્યાખ્યાને શોભાવનારું કાર્ય કરનાર. સાહિત્યને ભવ્યતાનું ભાથું પીરસનાર અને કાવ્ય, લેખન સાથે ઘણા પ્રકારે સાહિત્ય સાથે આંતરિકતા કેળવનાર વ્યક્તિત્વ મૂળ નામ દેખાવ પ્રમાણે કોઈ ઐતિહાસિક સમયના અડીખમ યોદ્ધા અને રાજા મહારાજા જેવો ભવ્ય દેખાવ ધરાવનાર. કૃષ્ણ વિશે ઉંડુ જ્ઞાન રાખનારા અને પાલી ભાષામાં લખાયેલા વસ્ત્રો સાથે મોટાભાગે જોવા મળતું વ્યક્તિત્વ. કૃષ્ણ અંગે નાનામાં નાની વાતને તથ્યો સુધીના ઉંડાણમાં તપાસનાર અને કાજલ ઓઝા વૈદ્ય જેવાં લેખક પર આખી લાંબી લચક સંશોધનાત્મક રચનાઓ આપનાર વ્યક્તિ.

       થોડાક શબ્દો આજે લખી રહ્યો છું એ વ્યક્તિ વિશે જેને સાહિત્ય સાથે જાડાયેલા મોટા ભાગના લોકો જરૂરથી જાણતા અને ઓળખતા હશે જ. રાજકોટના યુવા લેખક અને મિત્ર એવા ભવ્ય રાવલ વિશેની કેટલીક યાદો જે મેં જીર્વી છે અને જાણી છે. આજથી નવેક મહિના પહેલાની વાત કરૂં તો ભવ્ય રાવલ એટલે કે ‘… અને ઓફ ધ રેકોર્ડ’  બૂકના લેખક જે એ સમયે માતૃભારતી નામના ઓનલાઈન પ્લેટફોર્મ પર એપીસોડીક સ્વરૂપે હું વાંચતો હતો. એ વ્યક્તિ ઓળખાણ વગરનો હતો. ત્યારે પણ મારા અંદરના જીવને ક્યાંય સ્પર્શ્યો કદાચ એના લેખનથી પ્રથમ ઓળખાણ માત્ર એટલી જ. એના પછીની વાસ્તવિક મુલાકાત છેક અમદાવાદ ખાતે આયોજન થનાર લીટરેચર ફેસ્ટિવલમાં થઈ. ફેસબૂક અને વોટસ્એપની આભાસી દુનિયામાંથી આ પ્રથમ વાસ્તવિક પળ હતી. જ્યારે હું અને ભવ્ય સામસામે હતાં. સામાન્ય રીતે ત્યારે મારી ઓળખાણ હતી જ નહીં પણ કરાવેલી ઓળખાણ એટલે કે ગોઠવાયેલી મુલાકાત હતી. ઘણી વખત જીવનમાં જાણ્યાં વગરનું પ્રતિભાવિ શબ્દચિત્રણ વાસ્તવિકતાથી ઘણું દૂર રહીને છટકી નીકળતું હોય છે. ઓચિંતી મુલાકાત, અભિવાદન અને માત્ર એકાદ વખતની ઝલક અથવા કેમેરામાં જેમ તેમ ગ્રુપમાં પકડાયેલો એ ફોટો બસ આટલી જ યાદ અને આટલી જ નાનકડી માત્ર છ કે સાતેક શબ્દોની વાતથી ત્રીજા દિવસે થયેલી નાની અમથી ઓળખાણ એના પછી આટલી વધશે એવી આશા પણ ન હતી. એ દિવસો પછી ફેસબૂક જેવાં માધ્યમોથી જોડાઈ આ ઓળખાણ મજબૂત બનતી ગઈ.

       ટૂંકી મુલાકાતો અને ટૂંકી વાતો આ બંનેના આધારે ક્યારેય પોતાના માનસિક તર્કના આધારે વ્યક્તિને કલ્પવો અશક્ય અને ભૂલ ભર્યો થઈ શકે છે. એ વાત સમજવા મળી. ભવ્ય સાથે હવે સારી એવી મિત્રતા છે અને સાથે જીવેલી ખોબા જેટલા પળોની યાદ પણ છે. અને પળોમાં જૂનું તો ઠીક નવું પણ ઘણું શીખવા મળે એમ છે. આ વ્યક્તિ ખરેખર ચહેરા કરતાં આંતરિક વધુ ઊંડો અને ગહેરો છે. શાંત સમુદ્રના અંદરનો પ્રવાહ ત્સુનામી સર્જે એમ ભવ્યની કલમ ચાલ્યા પછી કાગળ પર જે સર્જાય છે તે અદભૂત હોય છે અને ત્સુનામીની જેમ ઘણા લોકમાનસ પર અસર પડે એજ રીતે ભવ્ય ભાઈની કલમ ઘણા દિલોમાં પરિવર્તન સર્જે છે. પ્રથમ ‘….અને ઓફ ધ રેકોર્ડઅને ત્યારબાદ અન્યમનસ્કતાદ્વારા ઘણા દિલો સુધી પહોંચેલા ભવ્ય ભાઈ ઘણાની લાગણીઓને સ્પર્શ્યા છે. ત્રણેક વખત મળેલા સાથની ઘણી યાદો છે. અને આગળ પણ નવી યાદો આ કડીમાં જોડાતી રહેશે. સાહિત્ય જગતમાં ઉંડા સ્તર સુધી ઉતરેલા મિત્ર માટે કવિ શ્રી રઈશ મણિયાર સાહેબની ગઝલમાંથી ચાર પંક્તિ લખું છું.

       મંદિર કે મસ્જિદો સુધી અટકી ગયા સહુ,

       જીજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો,

       મારી તરસના સાચા સ્વરૂપને પીછાણવા,

       હરિયાળી ભોમ છોડી મરુસ્થળ સુધી ગયો.

       – સુલતાન સિંગ