સેક્સ – ચીડથી ચેતના.. આવેગથી ઉજાસ.. સર્જનથી અનંત..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (7 votes, average: 4.57 out of 5)
Loading...

v સેક્સ પ્રાર્થના જેટલું જ પવિત્ર છે. જીવની ઉત્પત્તિ સર્જનહારે સેક્સ સાથે સાંકળી સેક્સને તમામ જીવોમાં ઉચ્ચતમ અને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે.

v આપણે આપણાં પ્રિય પાત્રોનું નામ અને પ્રસંગો ભૂલી શકીએ. તેની સાથે વિતાવેલી પળો નહીં. સમાગમ મનુષ્યનાં મન અને મગજ પર સદાય અંકિત રહે છે.

v તમે શારીરિક સંબંધોનાં વ્યવહારને અટકાવી શકો, વિચારને નહીં. સેક્સની બાબતે તન પર કાબૂ રાખનાર મન પર કાબૂ રાખી શકતો નથી.

v પીણાંની દુનિયામાં જે સ્થાન દારૂનું છે એ સ્થાન નર માદાની દુનિયામાં સેક્સનું છે.

v સેક્સની અજ્ઞાનતા અને ડરનાં પાયામાં કળિયુગી ધર્મ અને સામાજિક રૂઢિચુસ્તતા રહેલા છે.

v ઈશ્વરનાં મનુષ્યને આપેલા આશીર્વાદ – તમે ફળદ્રુપ બનો, અનેક બનો, પૃથ્વીને સમૃદ્ધ કરો અને જીતી લોમાં સેક્સ ગૂંથાયેલું છે.

v સેક્સમાં અતિરેક અને અભાવની એક વિશિષ્ટ મજા છે. આવેગને વેગ આપે તે સેક્સ.

v આપણે બધા એક રીતે જોવા જઈએ તો સેક્સની જ ઉપજ છીએ. સેક્સ વિના આત્મા પ્રગટી કે જન્મ લઈ શકાતો નથી.

v સેક્સ સ્વને બહાર લઈ આવે છે. સેક્સ માનવીનાં બધા આવરણો હટાવી ‘હું’ને તોડી નાખે છે.

v આ દુનિયા પ્રેમ, લગ્નસંસ્થા કે પરિવારો પર નહીં પણ સેક્સથી ટકેલી છે. સમગ્ર શ્રુષ્ટિ સેક્સને આધીન છે.

v કોઈને અઢી કલાક સુધી વિચારતા અને નવ માસ સુધી વિચરતા કરવા માટે સેક્સ શબ્દ કાફી છે.

v સેક્સ એ પરમાનંદને આત્મસાત કરવાનો પરિશ્રમ છે.

v સેક્સ કરવાનું જેટલું અગત્યનું છે એટલુ જ સમજવા-સમજાવવાનું આવશ્યકનું છે.

v કોઈ પણ પ્રકારનું સેક્સ હાથ વિના શક્ય નથી.

v ફિલોસોફી અને થિયોલોજીની દ્રષ્ટિએ જોતાં મને સેક્સ સેવા અને સાધના લાગે છે.

v સેક્સ એ સાત રંગ, છ સ્વાદ, નવ રસ, છત્રીસ પકવાન અને ચોસઠ કલાઓનાં સ્થાનમાં સૌથી શ્રેષ્ઠ સ્થાને છે.

v સામાજિક જીવન જીવવા માટે સેક્સ જરૂરી છે.

v સેક્સ એ વિવિધતા, વેદના અને વહાલનો ત્રિવેણી સંગમ છે.

v સેક્સમાં મગજ નહીં પરંતુ ગુપ્તાંગોની ચપળતા જોઈએ.

v સેક્સનું ખરું કાર્ય આનંદનું દાન અને આવેગનું દમન કરવાનું છે.

v કામ અને સેક્સ વચ્ચે મન અને મગજ જેટલો તફાવત છે.

v જગતભરની દરેક ભાષાની ગાળો સેક્સ આધારિત સેક્સ સંલગ્ન છે.

v સેક્સ કર્યા પછી જ મોક્ષનાં વિચાર આવી શકે.

v સ્મિત, અંગોનો જૂકાવ અને ત્રાટક નજર સેક્સમાં નમકીનનું કાર્ય કરે છે.

v કોમ્પલિમેન્ટ, જોક્સ, વીડિયો, કવિતા, લવ લેટર, ચોકલેટ, પરફ્યુમ અને ફ્લાવર્સ સેક્સને જાગૃત કરવામાં ઉપયોગી બને છે.

v સેક્સને કેવળ ગુપ્તાંગો સાથે જ સંબંધ નથી. સેક્સમાં રસ, રૂપ, ગંધ અને ભાવનું સ્થાન મહત્વનું છે.

v એજ્યુકેશનલ ઈન્સિટ્યૂટમાં આપણે સેક્સલીલા રોકી શકતા નથી અને સેક્સ એજ્યુકેશન જેવા વિષયો પણ અમલમાં મૂકી શકતા નથી.

v સેક્સ એ ઊર્જા અને ઉત્પત્તિનો જન્મદાતા અને દ્રષ્ટાંત છે. જેમ બે ચીજોનાં જોડાણથી કશું ઈમપોર્ટ કે એક્સપોર્ટ થાય છે તેમ સેક્સમાં બે જીવનાં જોડાણથી સર્જનથી નવસર્જન અને વિસર્જન સુધીની ક્રિયા-પ્રક્રિયા થાય છે.

v હિન્દુ પ્રજા સેક્સમાં મહારથ ધરાવે છે. એ પછી લખવા, કરવા કે જોવા કઈપણ હોય. આપણે ફક્ત સેક્સની ચર્ચા કરવામાં જ નિમ્નસ્તરે છીએ.

v શારીરિક નપુંસકતા એ સૌથી મોટો શાપ છે. સેક્સની કરીને જે જીવો સંતાન પેદા કરી શકતાં નથી એ નર માદા ઈશ્વરનાં ગંભીર ગુનેગારો હશે.

v સેક્સએ આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તીનું રિપોર્ટ કાર્ડ છે.

v સેક્સ ઝઘડાઓનું સમાધાન કરાવે છે. ત્રણ દિવસ ચાલેલા અબોલાનું નિરાકરણ ચોથી રાતે પથારીમાં થઈ જાય છે.

v સેક્સ એ સહકાર અને સમજણનો વિષય છે.

v સેક્સ એ ઈશ્વરનાં અસિમ આશીર્વાદ છે. જેનાં થકી જ ઈશ્વર પૃથ્વી પર અવતરે છે.

v સેક્સમાં કલાસ્વામીઓના આત્માને ઝકૃત કરી દેવાની તાકાત છે.

v પુરુષની કામવાસનાનું પરિણામ ક્યારેક બળાત્કાર હોય છે તો સ્ત્રીની કામવાસનાનાં ઊપસંહારમાં સંબંધોની બરબાદી અને સ્નેહીઓની હત્યા હોય છે.

v સંન્યાસ લેવા જઈ રહેલા યુધિષ્ઠિરને રાજધર્મ સમજાવતા અભિમાનવતી એટલે કે દ્રોપદી કહે છે કે, ‘કાયર અને નપુંસકો પૃથ્વીનો ઉપભોગ કરી શકતા નથી. જેમ કાદવમાં માછલીઓ થતી નથી એમ નપુંસકનાં ઘરમાં પુત્ર થતો નથી.’ અગ્નિકન્યાનાં આ વચનોમાં સેક્સનાં ઉપભોગ વિના સંન્યાસ કે સમાધિ લેનારા, કાયર શિખામણકારો અને સેંક્સને કર્યા-જાણ્યા વિના કશું પણ બોલનારા નપુંસકો માટે બોધપાઠ છે. આ જગતની તમામ વસ્તુ અને સેવાનો ઉપભોગ-ઉપયોગ સમાજ અને આત્માનાં ત્યાગ પહેલાં કરી લેવો જોઈએ.

v સેક્સ શબ્દ કાને અથડાઈ અને તમે બંધ કે ખૂલી આંખે કુદરતનાં સર્જનની જૈવિક પ્રક્રિયા કરતાં માત્ર નગ્નતાનાં દર્શાય તો તમારી દ્રષ્ટિએ સેક્સ શું છે એ તમારે ઝડપથી સમજી લેવાની જરૂર છે.

v સાયન્સની દ્રષ્ટિએ સેક્સ જૈવિક પ્રક્રિયા હશે, આર્ટ્સની દ્રષ્ટિએ પ્રેમ હશે, કોમર્સની દ્રષ્ટિએ પરસ્પરની આપ-લે. પણ ધર્મની દ્રષ્ટિએ? સેક્સમાં પાપ અને પુણ્ય નથી હોતું. કોઈપણ કાર્યની મજા અને સજા લેવા-ભોગવવાનો સૌને અધિકાર છે.

v જીવનનો એકપણ અંગ અને આયામ સેક્સથી પર કે અછૂટો નથી.

v સેક્સમાં આસ્થા અને અનુભવ ન હોય તો તેને એક્સપ્રેસ ન કરી શકાય.

v સેક્સ એ શૉ-કેસમાનાં શૉ-પીસ જેવુ છે. જ્યાં સુધી તેને પૂર્ણપણે આત્મસાત ના કરી ત્યાં સુધી કઈ પણ કહેવું જોખમી છે, ફક્ત કરવું જ ફાયદામાં છે.

v સેક્સનો અંતિમ હેતુ સ્ખલન નહીં, ઉત્ખલન છે.

v કોની જોડે શારીરિક સંબંધો રાખવા અને કોની જોડે નહીં એ શારીરિક સંબંધો બાંધનાર બે વ્યક્તિએ રાજીખુશીથી નક્કી કરવાનું હોય છે, બસ.

   અને અંતે..

   નારદમુની એક દિવસ પંચચૂડા નામની રૂપસી અપ્સરા જોડે સંવાદ કરે છે ત્યારે પંચચૂડા અપ્સરા નારદને કહે છે કે, ‘હે.. નારદજી કુલીન, રૂપવતી અને સનાથ સ્ત્રીઓ પણ મર્યાદામાં રહેતી નથી. આ સ્ત્રીઓનો દોષ છે – મર્યાદાસુ ન તિષ્ઠન્તિ સ દોષ : સ્ત્રીષુ નારદ.

   સ્ત્રીથી પાપી બીજું કોઈ નથી. અમે પાપીમાં પાપી પુરુષનો સ્વીકાર કરી લઈએ છીએ.

   સ્ત્રી માટે કોઈ પુરુષ અગમ્ય નથી. રૂપવાન હોય કે કુરૂપ, એ પુરુષ છે એટલુ સમજીને સ્ત્રીઓ તેમનો ઉપભોગ કરે છે. – વિરુપં રૂપવન્ત વા પુમાનિત્યેવ ભુંજતે.

   બહ્મન, જો સ્ત્રીઓને કોઈ કારણસર પુરુષ પ્રાપ્ત ન હોય કે એ દૂર ગયો હોય તો એ કૃત્રિમ ઉપાયોથી મૈથુનમાં પ્રવૃત્ત થઈ જાય છે. સ્ત્રી ચંચળ છે, જેનું સેવન મુશ્કેલ છે. એનો ભાવ જલદી કોઈની સમજમાં આવતો નથી. સ્ત્રી જેટલું મહત્વ રતિને માટે કરવામાં આવેલાં અનુગ્રહને આપે છે એટલુ મહત્વ બીજું કશાને આપતી નથી.’

   અને આટલા સંવાદને અંતે જગતનું શૃંગારસ્ય રહસ્ય પંચચૂડા વચનનાં વસ્ત્રો કાઢી છતું કરે છે કે,

   ‘દેવર્ષે, બધી જ રમણીઓની બાબતમાં એક રહસ્યની વાત – કોઈપણ મનોરમ પુરુષને જોતાં જ સ્ત્રીની યોનિ ભીની થઈ જાય છે. ઈદુમન્યરચ દેવર્ષે રહસ્ય સર્વયૌષીતામ – દષ્ટેવ પુરુષ દ્રદં યોનિ : પ્રકીલદ્યતે સ્ત્રીયા:.’