સ્ત્રી – શતરૂપા, દેવૃકામા, સન્નારી, નગ્નિકા, અક્ષતયોનિ, કાન્તા, સ્વૈરિણી,

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.50 out of 5)
Loading...

સ્ત્રી – શતરૂપા, દેવૃકામા, સન્નારી, નગ્નિકા, અક્ષતયોનિ, કાન્તા, સ્વૈરિણી, વનિતા, દારા:, અપ્સરા, તન્વીશ્યામા, કધયા, સધ્ય:નાતા, અસૂર્યમ્પશ્યા, અરુંધતિ, અનસૂયા, માનિની, પ્રમદા.

વિનસથી વનિતા – નરશ્રુષ્ટિની જનેતા નારી

v આ જગતમાં સ્ત્રી સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.

v સ્ત્રી ધર્મ અને સંસ્કૃતિની સ્થાપક અને રક્ષક તથા સમાજ-પરિવારની પોષક છે.

v સ્ત્રીનું સ્થાન ઈતિહાસમાં જેટલું ઉચ્ચ અને અમર છે તેટલું વર્તમાનમાં નથી.

v સ્ત્રીજીવ હોવું એ ગૌરવ કરતાં પણ દુનિયાની સૌથી મોટી જવાબદારીની બાબત છે.

v સ્ત્રીને શું-શું જોઈએ એનું લાંબુ લિસ્ટ બધાને ખબર હોય છે પણ સ્ત્રીને શું આપી શકાય કે સ્ત્રી શું આપે છે તેની યાદી કોઈ પાસે તૈયાર નથી.

v સમગ્ર ઈતિહાસમાં અમુક અપવાદ બાદ કરતાં સ્ત્રી પાત્રો ક્રૂર કે કુખ્યાત નથી, વનિતાના આદર્શ અને અમર અસ્તિત્વો અને વ્યક્તિત્વોથી આપણો ભૂતકાળ સમૃદ્ધ છે,

v સ્ત્રીનું ગર્ભાશય સંસારની સૌથી મોટી અજાયબી છે.

v સ્ત્રીના આંસુને આંસુ નહીં પણ ‘લાગણીઓનાં ઝરણા’નું નામ આપવું જોઈએ.

v સ્ત્રી જે જોઈ શકે છે, જે કરી શકે છે, જે આપી શકે છે કે સમજી શકે છે એ સ્ત્રી સિવાય કોઈ બીજું જોઈ, કરી, આપી કે સમજી શકતું નથી. સ્ત્રીથી શ્રેષ્ઠ અને સુંદર આ જગતમાં બીજું શું છે?

v સ્ત્રીને સુરક્ષા, સહાનુભૂતિ, અનામત કે સ્વમાન નહીં પરંતુ માત્ર એવાં પુરુષની જરૂર છે જે ફક્તને ફક્ત તેનો પોતાનો હોય. મોટાભાગનાં પુરુષો સ્ત્રીને પગની જૂતી સમજતા હોવા છતાં સ્ત્રી પુરુષની ચરણરજ-પાદુકા બનવા તૈયાર થઈ જાય છે! મને ક્યારેક લાગે છે કે, સ્ત્રીઓ આજીવન બીજાઓ પર ઉપકાર જ કરતી આવી છે.

v કામસૂત્રમાં ચાર પ્રકારની સ્ત્રીઓ છે – પદ્મિની, ચિત્રિની. શંખિની અને હસ્તિની. આ ઉપરાંત સ્ત્રીના બીજા કેટલાંક શાસ્ત્રોક્ત નામ – શતરૂપા, દેવૃકામા, સન્નારી, નગ્નિકા, અક્ષતયોનિ, કાન્તા, સ્વૈરિણી, વનિતા, દારા:, અપ્સરા, તન્વીશ્યામા, કધયા, સધ્ય:નાતા, અસૂર્યમ્પશ્યા, અરુંધતિ, અનસૂયા, માનિની, પ્રમદા.

v સ્ત્રી સદાય મહાનતા અને યશસ્વીતા અપાવતી રહે છે. મેં સ્ત્રીને પોતાની જાત સમક્ષ આત્મગૌરવ લેતા બહુ નિહાળી છે. કોઈને પણ કહ્યા કે જાણ કર્યા વિના બીજાઓનું ભલું કર્યાનો આત્મગૌરવ સ્ત્રીઓ વારંવાર લઈ મનોમન ખુશી અને સંતોષ પ્રગટ કરતી રહે છે.

v સ્ત્રી અક્ષરની ત્રણ રેખાઓ જે રીતે સાત્વિક, રાજસિક અને તામસિક ગુણો દર્શાવે છે તે રીતે મહિલા શબ્દનાં ઊભા ચાર લીટા મને ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં લાગે છે.

v સ્ત્રી પલંગ અને ખુરશી બંને જગ્યાએ શોભનીય છે. આ બંને સ્થાને આસીન સ્ત્રી કઈ પણ કરી કે કરાવી શકે. કઈ પણ..

v ફક્ત સ્ત્રી વિનાનું ઘર જ નહીં પરંતુ સ્ત્રી વિનાની ઑફિસ, હૉસ્પિટલ અને સ્કૂલની કલ્પના પણ મુશ્કેલ છે.

v ખુશ થવું કે દુ:ખી થવું તે સ્ત્રીનાં પોતાના હાથમાં છે. સ્ત્રીને કોઈ રાજી કરી શકતું નથી. સ્ત્રી ઈચ્છે તો જ દુ:ખી થઈ શકે કે રડી શકે. સ્ત્રી અજીત છે.

v સ્ત્રીનું નિર્માણ શ્રુષ્ટિના કાર્ય સંચાલક તરીકે થયું છે.

v પુરુષો ધણી બાબતોમાં સ્ત્રીથી લઘુતા સેવે છે. સ્ત્રી વિના પુરુષનું અસ્તિત્વ નથી એ પુરુષોએ સમજી લેવું જોઈએ. પુરુષને પોતાનો વંશ આગળ ધપાવવા હંમેશાં બીજા વંશની સ્ત્રીઓનો સહારો લેવો પડે છે.

v રાજનીતિ, ધર્મ, યુદ્ધ, ઈતિહાસ,  વિજ્ઞાન અને સંસ્કૃતિનાં પાયામાં સ્ત્રી ચારિત્રોનું અમૂલ્ય યોગદાન છે. તેમનાં વિના આપણે આદિમાનવમાંથી આધુનિક માનવ બની શકતા નહીં.

v આ દુનિયાના અસ્તિત્વ માટે જેટલી જ જરૂર નરની છે એટલી જ જરૂર માદાની પણ છે. તેમ છતાં પુરુષ સ્ત્રીથી ઉચ્ચ છે એવું વિચારી અને સ્ત્રી પુરુષ સમકક્ષ નથી એવું સમજી બધા એકબીજાં પાસે મૂર્ખ ઠરે છે.

v સ્ત્રીને ગાય કે બીજા પશુ-પ્રાણી જોડે સરખાવી આપણે સ્ત્રી અને પશુ-પ્રાણી બંનેનું અપમાન કરીએ છીએ.

v સમાજમાં સ્ત્રીઓને તેનાં શરીર વગર માત્ર આત્મા સ્વરૂપે વિચારવી જોઈએ. જેથી ઘણી બધી માન્યતા અને મહત્વકાંક્ષા નામશેષ થઈ શકે.

v સ્ત્રી પાસેથી આપણે સદાય સમર્પણની આશ રાખીએ છીએ પણ સ્ત્રીને સમર્પિત થવા તૈયાર નથી.

v સ્ત્રી કુટુંમ્બનું કેન્દ્રબિંદુ છે. એ કિંગમેકર છે. સમાજ ભલે સ્ત્રીપ્રધાન ન હોય ઘર અને પરિવાર સ્ત્રીપ્રધાન જ હોય છે.

v ફેમિનિસ્ટોએ પુરુષો સમકક્ષ સ્ત્રીઓનું સ્થાન ઉચ્ચ લાવવા કરતાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યામાં વધારો કરવા પર ધ્યાન દેવાની વધુ જરૂર છે.

v જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવો વાસ કરે છે, સ્ત્રી ઘરની લક્ષ્મી અને દીકરી તુલસીનો ક્યારો છે. સફળ પુરુષની પાછળ સ્ત્રીઓનો હાથ હોય છે. વગેરે વગેરે જેવા અઢળક ચવાઈ ગયેલા વાક્યો-અવતરણો આજે પણ સમાજમાં માનભેર બોલાઈ છે. લખાઈ છે પણ અમલમાં મૂકાતા નથી. બીજાનાં ઘર કે પરિવારની સ્ત્રીને આપણે આપણાં ઘર કે પરિવારની સ્ત્રી તરીકે જોઈ કે અપનાવી શકતાં નથી.

આનંદ, આશ્ચર્ય, ઈચ્છા, ધિક્કાર, પ્રેમ અને વિષાદ નામની છ વૃત્તિઓનો અનુભવ સ્ત્રી વિના ન થઈ શકે. એકમાત્ર સ્ત્રી જ પૃથ્વી પર સ્વર્ગ અને નર્કનો અહેસાસ કરવી શકે છે. એ આસ્તિકને નાસ્તિક અને નાસ્તિકને સ્વસ્તિક બનાવી શકે. સ્ત્રી તો સ્ત્રી છે. એના દિવસો નહીં જન્મારા ઊજવવાના હોય.