હમ્મમમ્મ..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (9 votes, average: 4.67 out of 5)
Loading...

એ આજે પણ એકબીજાંને એટલો જ પ્રેમ કરે છે.
જેટલાં એકમેકને ગઈકાલ સુધી ચાહતાં હતાં અને એટલાં જ આવતીકાલ સુધી એકબીજાંને ચાહતાં રહેવાના છે..
પહેલાં દોસ્તી થઈ પછી તે પ્રેમમાં પરિવર્તીત થઈ પ્યાર થયો અને હવે માત્ર છુપી દોસ્તી રહી છે. એક એવી દોસ્તી અને સંબંધો જે ફેસબૂકનાં લોગઈન સાથ શરૂ થઈ લોગઆઉટ સાથ પૂર્ણવિરામ લઈ લે છે.
આજે પણ..
એટલાં જ નખરાં-નફરત-નજાકત
એટલું જ સમર્પણ-સમજણ-શિથિલતા
એટલી જ વાતો-વિખવાદ-વ્હાલ
એટલો જ પ્યાર-પસ્તાવો-પરેજીઓ
સાત સમંદર દૂર હોવા છતાં શ્ર્વાસથી પણ નજીકનાં ધબકાર ભર્યા અનુભવોનાં મુકામે બંને દરરોજ મળે છે – ફેઈસ ટુ ફેઈસ પર નહીં પરંતુ ફેસબૂક પર..
બધાંની વચ્ચે રહીને પણ અજાણ, અસમંજસ અને એકમેક માટે વારંવાર ફેસબૂક પર અવરજવર કરતાં બે પાત્રો..
એકને ત્યાં સવાર છે ઊગતો સૂરજ છે,
અને
બીજાને ત્યાં રાત છે ઊગતો ચાંદ છે.
થોડાં વર્ષો પહેલાં ઊગીને આથમી ગયેલાં સંબંધોને જોડતી કળીસમા શબ્દો છે.
પોસ્ટ-કોમેન્ટ-લાઈક-ફોટો-લિક ફેસબૂકનાં સુવાંળપભર્યા બ્લ્યુ કલરમાં પીળા પડી ગયેલાં રીશ્તાને લીલાશ મળી. ફરી આપસમાં પીગળવાની પહેલ થઈ..
એક પરણિત છે,
બીજો અરણિત રહ્યો છે.
શું કામ? કાશ એ ફરી આવે અને એનું મેરીટીકલ સ્ટેટસ સિંગલમાંથી મેરીડ થઈ જાય..
સ્માઈલની મદદથી દિલની નાનાંમાં નાની વાત કહેતી એ બંને વ્યક્તિ સંબંધોની ઉષ્મા, આકાંક્ષા અને ભૂતકાળની કેટલીક યાદો સમેટી જ્યારે પણ ચેટીંગ કરે છે ત્યારે બેખબર, અનાયાસ અને અવિરત પણ તેમનું મૌન શબ્દ બની જન્મ લે છે એક શબ્દમાં – હમ્મમ..
હમમ્મ જે શબ્દમાં બંનેની હકારાત્મક હામી ભરેલી છે.. જે મહાબ્બત મૌન અને નકારની હા રહેલી છે..