હિતેન ભટ્ટ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

ભવ્ય જ્યારે પણ પ્રેમ વિશે લખે છે ત્યારે ખરેખર દિલને અડી જાતું હોય છે. – હિતેન ભટ્ટ

       ભવ્ય રાવલ,  પહેલા તો માતૃભારતી અને પછી અમદાવાદમાં ભવ્યની મુલાકાત બાદ ઓળખાણ થઈ. જ્યારે જ્યારે ભવ્ય અમદાવાદ આવે ત્યારે મને ભવ્ય આનંદ અપાવીને જાય. તેમનું નોલેજ, તેમનું પત્રકારત્વ એ જ તેમનો પાવર છે. તેમની દાઢી અને મૂછ તેમની ઓળખાણ છે. ભવ્ય જ્યારે પણ પ્રેમ વિશે લખે છે ત્યારે ખરેખર દિલને અડી જાતું હોય છે. હું ભવ્ય જેટલું સારું લખી તો નથી શકતો પણ જે મારા મનમાં એમના વિશેનાં વિચારો છે એ ચોક્કસ કહીશ.

       ભવ્ય દેખાવમાં તો એક સીધોસાદો પત્રકાર જ લાગે પણ હકીકતમાં તે ખૂબ જ નોલેજબલ યંગ પત્રકાર છે. તેમની રગેરગમાં પત્રકારત્વનું લોહી વહે છે એવું મને લાગે છે. તે જ્યારે બોલતો હોય ત્યારે કોઈને ભાષણ જવું લાગતું નથી. બધાંને એમાં રસ પડે છે. અને ભવ્યની પબ્લિશ થનાર એકડે એક પુસ્તક માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

       હિતેન ભટ્ટ