હું પણ કોરોના વોરિયર..

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

હું પણ કોરોના વોરિયર..

હું કામ સિવાય ઘરની બહાર ક્યાંય પણ જતો નથી,
હું કામ સિવાય ઘરની અંદર કોઈને પણ આવવા દેતો નથી.
હું પણ કોરોના વોરિયર છું..

હું જાહેરમાં માસ્ક – સેનેટાઈઝરનો ઉપયોગ કરું છું,
હું જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરું છું.
હું પણ કોરોના વોરિયર છું..

હું સ્વદેશી વસ્તુઓની જ ખરીદી કરું છું,
હું આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરું છું.
હું પણ કોરોના વોરિયર છું..

હું ક્યાંય જાહેરમાં થૂંકતો નથી, છીંક-ઉઘરસ ખાતા મોઢું રૂમાલથી ઢાકવાનું ભૂલતો નથી,
હું કોઈ જોડે હાથ મિલાવતો નથી, નમસ્તેથી જ અભિવાદન કરવાનું ચૂકતો નથી.
હું પણ કોરોના વોરિયર છું..

હું મારાથી મોટા વડીલોની વિશેષ સંભાળ રાખું છું,
હું મારાથી નાના બાળકોની ખાસ કાળજી રાખું છું.
હું પણ કોરોના વોરિયર છું..

હું કોઈનો ચેપ મને ન લાગે તેની સાવચેતી રાખું છું,
હું મારો ચેપ કોઈને ન લાગે તેની તકેદારી રાખું છું.
હું પણ કોરોના વોરિયર છું..

હું અફવાઓ પર ધ્યાન આપતો નથી કે અફવાઓ ફેલાવતો નથી,
હું અસત્યો પર વિશ્વાસ કરતો નથી કે અસત્યનો ફેલાવો કરાવતો નથી.
હું પણ કોરોના વોરિયર છું..

હું પોલીસ, પત્રકાર, શિક્ષક, બેન્કરને સન્માન આપું છું,
હું સફાઈકર્મીથી લઈ સનદી અધિકારીઓને આદર આપું છું.
હું પણ કોરોના વોરિયર છું..

હું આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને પ્રાથમિકતા આપું છું,
હું યોગ, ધ્યાન, કસરત, આસાનને પ્રાધાન્ય આપું છું.
હું પણ કોરોના વોરિયર છું..

હું લોકડાઉનનાં પડકારોથી તૂટતો – હારતો નથી,
હું લોકડાઉનનાં પરિણામોથી ભાગતો – ડરતો નથી.
હું પણ કોરોના વોરિયર છું..

હું મારાથી નાના-મોટા દરેક વર્ગને મદદરૂપ બનું છું,
હું મારાથી નાના-મોટા પ્રત્યેક વ્યક્તિને સહાયરૂપ બનું છું.
હું પણ કોરોના વોરિયર છું..

હું રોગ પ્રતિકારક શક્તિ વધારવા સંકલ્પબદ્ધ બનું છું,
હું સરકારનાં નિર્ણયોમાં સહકાર આપવા કટિબદ્ધ બનું છું.
હું પણ કોરોના વોરિયર છું..

હું સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતો નથી,
હું કોઈને પણ ક્યારેય પણ ગેરમાર્ગે દોરતો નથી.
હું પણ કોરોના વોરિયર છું..

હું આપત્તિઓમાં સાવચેતીને જ શ્રેષ્ઠ સમાધાન સમજું છું,
હું અડચણોમાં તકેદારીને જ શ્રેષ્ઠ નિવારણ સમજું છું.
હું પણ કોરોના વોરિયર છું..

હું એક જવાબદાર નાગિરક તરીકે નિયમોનું પાલન કરવું કર્તવ્ય સમજું છું,
હું એક સમજદાર નાગરિક તરીકે સંયમ મુજબ વર્તવું ફરજ સમજું છું.
હું પણ કોરોના વોરિયર છું..

હું, મારાથી.. કોરોના વાયરસ વધુ શક્તિશાળી હોય એવું માનતો નથી,
હું, મારાથી.. કોરોના વાયરસ નાશ ન પામે એવું સમજતો નથી.
હું પણ કોરોના વોરિયર છું..

હું એક ગુજરાતી છું, હું રાજ્ય કોરોનામુક્ત કરીશ,
હું એક ભારતીય છું. હું રાષ્ટ્ર કોરોનામુક્ત બનાવીશ.
હું પણ કોરોના વોરિયર છું..

– ભવ્ય રાવલ લેખક-પત્રકાર