હું સૈનિક છું
બંધૂકમાંથી નીકળતી ગોળીઓની જેમ હું તનેધડા, ધડ ધ.ડ ધડ ચાહું છુ.
ઘાયલ કરી મૂકતો આપણો સંબંધ..
રોજ સવાર–સાંજ પૂકારાતી, દુશ્મનોની સીમા પારથી આવતી બંદગીની પૂકાર માફક હું તને દિવસમાં બે વાર મુજ પાસ પામુ છું.
માઇલો દૂર રહેતું આપણું તન–મન..
જેમ મને ભારત મા પ્યારી છે તેમ તને હું,
સમર્પણની ભાવના કાજે હું તને ગમુ છું.
માટે જ તો મારી મા માટે જિંદગીના ખેલ રમુ છુ.
આ જિંદગી ન્યોછાવર છે સ્ત્રી ચારિત્ર જેમ..
આ શરહદે વેર–ઝેરની ભાવના ક્યાંરે ઓગળશે?
નફરત અમન–શાંતિમાં ક્યાંરે ભળશે?
અને હું તારી મમતા ને ક્યાંરે પામી શકીશ?
આ પ્રશ્ર્નો લઇ મંદીર–મસ્જીદ–ચર્ચ–ગુરુદ્વારામાં નમું છું.
હું સૈનિક છું.
મારે બે મા છે.
એક મારી ખુદની મા જેણે મને જન્મ આપ્યો છે અને એક ભારત મા જેણે મને ધર્મ, સંસ્કાર, સામાજીકતા અર્પી છે.
સરહદ પર લડવાની શક્તિ અને દેશભક્તિ દેનાર માને હું વંદન કરુ છું. જેમ સૂર્ય ઝળહળે અને ચાંદ ચમચમે એ રીત.. હું સળવળું ટળવળું છું.
હું સૈનિક છું.