૪૪થી વધુ વેરાઈટીઓમાં શુધ્‍ધતા, સાત્‍વીકતા અને વ્‍યાજબી દામ સાથે જલારામ ચીકી બ્રાંડ બની

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

જલારામ ચીકીની લોકપ્રિયતા દેશમાં નહીં વિદેશમાં પણ છે

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડક શરૂ થાય એટલે ભૂખમાં થોડો વધારો થાય. સ્વાભાવિક રીતે ભૂખમાં વધારો થાય એટલે બે ટંક ભોજન અને નાસ્તા-પાણી સિવાય શિયાળાની સ્વાસ્થવર્ધક વાનગીઓ આરોગવાનું મન થાય. એમાં પણ જે લોકો સ્વાસ્થપૂર્ણ વાનગી સાથે સ્વાદ અને ગણપણનાં શોખીન હોય તો ચીકીનો ચસ્કો લીધા વિના ન રહી શકે. ચીકીનો ઈતિહાસ તો મીઠાઈથી પણ જૂનો અને એમાં પણ એક રીતે જોવા જઈએ તો ચીકી એ શિયાળાનું ઓસડ જ છે. પણ હા, એ ચીકી કા ઘરની બનાવટની હોવી જોઈએ અથવા એ ચીકી જલારામ ચીકીની હોવી જોઈએ. જેમ પ્રેમની વાત આવે એટલે તાજમહલનું નામ લેવામાં આવે એમ ચીકીની વાત નીકળે એટલે રાજકોટની જલારામ ચીકીનું નામ આવે.
૧૯૬૨ની સાલમાં નટુભાઈ ચોટાઈએ ઘર આંગણે ચીકી બનાવીને ચીકી વેંચવાના નાનકડા વ્‍યવસાયનો પ્રારંભ કર્યો હતો. નટુભાઈ એટલે કે, નટવરભાઈ ચોટાઈ શરૂઆતમાં તેમનાં પરિવાર સાથે રાજકોટમાં પોતાના ઘરે સવજીભાઈની શેરીમાં ચીકી બનાવી સોની બજારનાં નાકે ઉભા રહીને વેંચતા હતા. જેમાં ચીકીનો ચોરસ રોટલો બનાવી તેનાં ચોસલા પાડીને તેઓએ જલારામ ચીકીના નામે વેંચવાનું શરૂ કર્યું. ત્યારથી લઈ આજ સુધી રાજકોટમાં ચીકીનાં આશરે દોઢ સો અને દેશભરમાં તો અનેકો ચીકી ઉત્પાદકો હશે પણ એ બધામાં એકમાત્ર જલારામ ચીકીએ ચીકીની દુનિયામાં પોતાની નામના પ્રસ્થાપિત કરી છે. ઘણાને જાણીને નવાઈ લાગશે કે, ચીકીને ચોરસ આકારમાં ચોસલા પાડીને વેંચવાની અને ચીકીને પરપ્રાંતમાંથી ‘ચીકી’ નામ આપવાનું શ્રેય જલારામ ચીકીનાં સ્થાપક નટવરભાઈ ચોટાઈ ઉર્ફે નટુભાઈને જાય છે.
જલારામ ચીકીની સ્વાદિષ્ટતા, શુદ્ધતા વગેરે વિશિષ્ટ બાબતોને કારણે ટૂંકસમયમાં જલારામ ચીકીની બોલબાલા દેશ-વિદેશમાં થવા લાગી હતી. જોતજોતામાં નટુભાઈનાં સંતાનોએ પણ પિતાનાં વ્યવસાયમાં પોતાની મહેનત અને આવડત ઠાલવી જલારામ ચીકી નામનાં છોડને વિશાળ વટવૃક્ષ બનાવ્યો. વળી. જલારામ ચીકીનાં સંચાલક એવા પ્રકાશભાઈ અને મનોજભાઈએ શિયાળામાં જ નહીં પરંતુ બારેમાસ ચીકીનું ચલણ શરૂ કરવાની પહેલ કરી ચીકી માત્ર શિયાળામાં ખાવાની વાનગી નહીં પરંતુ મીઠાઈની માફક જ બારેમાસ જ્યાફત ઉઠાવવાની ચીજ છે એ સાબિત કરી આપ્યું. આનું પરિણામ એ આવ્યું કે, રાજકોટના જલારામ ચીકી ઉદ્યોગે દેશ-વિદેશ સુધી અપાર લોકપ્રિયતા હાંસલ કરી ગ્રાહકોનાં દિલમાં માન અને સ્વાદમાં સ્થાન મેળવી લીધું.
બદલાતા સમયની સાથે જ્યારે જલારામ ચીકીનો નાનકડો ઉદ્યોગ વિકસવા લાગ્યો ત્યારે સમય અને સંજોગને ધ્યાને રાખી જલારામ ચીકીએ સૌ પ્રથમ ૧૯૯૮ની સાલમાં ચીકીને હાઈજેનીક પેકીંગમાં ન્યુટ્રીશ્નલ વેલ્યુ દર્શાવી વેચાણ કરતાની સાથે ચીકીની બનાવટ અને બજારમાં ક્રાંતિ લાવી. મતલબ કે વધુ એક બાબતમાં જલારામ ચીકી પાયોનિયર બન્યું. પહેલાના સમયમાં ચીકી છાપામાં વિટાળી વેંચવામાં આવતી ત્યારે જલારામ ચીકીએ એરટાઈટ પેકેટમાં ચીકીનું વેંચાણ શરુ કર્યું. જેનો સીધો લાભ વિદેશી લોકોને થયો. આંતરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોનાં માપદંડ સાથે બનતી જલારામ ચીકી સાત સમુંદર પાર સ્વાદ-શોખીનોનાં ભોજન-અલ્પાહારથી ભેટનો એક ભાગ બન્યો.
ડાયાબીટીશથી લઈ સુગર લેવલ જેનાં વધુ હોય તેને પણ જલારામની ચીકી તો ચાખવી જ હોય આથી લોકો સુગરલેસ આઇટેમ માંગતા થયા છે. આથી ગ્રાહકોની આ જરૂરીયાતને પૂર્ણ કરવા જલારામ ચીકી દ્વારા હેલ્‍થ કોન્‍સીયસ વર્ગ માટે ખાસ ખજુરની સુગર લેસ, ખજુર પુરી, ખજુર રોલ, ખજુર પાક અને ખજુર ગજક પણ તૈયાર કરવામાં આવે છે. ત્રણેક વર્ષના શોધ-સંશોધનોના કયાસરૂપે જલારામ ચીકીએ ઓછા ગોળની ક્રશ ચીકીનું ઉત્‍પાદન કર્યું છે જેને પણ સ્વાદ અને ગળપણનાં રસિયાઓએ બજારમાંથી ટૂંકાગાળામાં સફાચટ કરી છે. જલારામ ચીકીની કોઈપણ આઈટમ તરોતાજા બની બજારમાં મુકાઈ કે ઝડપથી આઉટ ઓફ સ્ટોક થઈ જાય! જલારામ ચીકી દ્વારા શિયાળામાં થોડી વિશેષ આઇટેમો તૈયાર કરવામાં આવે છે. જેમાં ગોળ શીંગ, ગોળ તલ, ગોળ દાળીયા, ગોળ મીકસ, ગોળ ચોકો, ગોળ કાળા તલ, ગોળ કોપરા, ગોળ ક્રશ, ગોળ કાજુ, ગોળ તલના લાડવા, શીંગ તલ, શીંગ તલ દાળીયા, ખાંડ મીકસ, ખાંડ ટોપરા ક્રશ, ખાંડ ટોપરા, ખાંડ ખારેક, ખાંડ સોના, ખાંડ કાજુ, ખાંડ બદામ, ખાંડ સુકોમેવો, ખાંડ કાળા તલ, મીકસ વેરાયટી સહિતની આઇટેમોનો સમાવેશ થાય છે.
જલારામ ચીકીના પ્રકાશભાઇ ચોટાઇનાં જણાવ્યા અનુસાર દર વર્ષે ગ્રાહકોને કંઇક નવીનત્તમ વેરાયટી આપવાની જલારામ ચીકીની પરંપરા રહી છે. આ સિવાય જલારામ ચીકીની શુધ્‍ધતા અને સાત્‍વીકતા સ્વચ્છતાથી સ્વાસ્થપૂર્ણ રીતે જાળવવામાં આવે છે. જલારામ ચીકીની બજારમાં મૂકવામાં આવેલી ૪૪થી વધુ આઇટેમો માત્ર રાજકોટ જ નહીં દેશ વિદેશમાં લાવ-લાવ સાથે લોકપ્રિયતા પામી છે. જલારામ ચીકી એકમાત્ર ચીકીની બનાવટ અને વેંચાણ કરતો ગૃહ ઉદ્યોગ છે જ્યાં ટોટલ પ્રોસેસ ચીકી બનાવવામાં આવે છે. મતલબ કે, સિંગદાણા શેકવાથી લઈ ચીકી બની જાય અને એના પેકિંગ સુધીની એ ટુ ઝેડ તમામ પ્રક્રિયા જલારામ ચીકીમાં કરવામાં આવે છે. આ માટે ડીયુપીટી ફાયર મશીન પણ વસાવવામાં આવ્યું છે. જે હવા એટલે કે, ભેજને ખેંચે છે. જલારામ ચીકી ૫૫ વર્ષો જૂની પેઢી અને ગ્રાહક પરિવારનાં સાથ-સહકારથી બ્રાન્ડ હોવા છતાં અન્ય ચીકી ઉત્પાદકો કરતા ભાવમાં વાજબી તેમજ ગુણવત્તામાં વિશેષ અને વિશિષ્ટ છે.
એક સમય હતો જ્યારે ચીકી તો લોનાવાનાની એમ કહેવાતું પણ જલારામ ચીકીની મેનેજમેન્ટ ટિમનાં ગ્રાહકલક્ષી તદ્દન અલગ આઈડિયા અને ઈનોવેશનથી આજે દેશ-દુનિયામાં ચીકી તો રાજકોટની જલારામ ચીકીની એમ કહેવાય. યાની જલારામ ચીકી બ્રાન્ડ સાથે રાજકોટની ગળી ઓળખ પણ બની. આ શિયાળામાં આવનાર નવું વર્ષ કે ઉતરાયણ જેવા તહેવારો જો જો જલારામ ચીકીને ચાખ્યા વિના જાય નહીં..

જલારામ ચીકી : ફેક્ટ ફાઈલ
સ્થાપના : ૧૯૬૨
સ્થાપક : નટવરભાઈ ચોટાઈ
સંચાલક : પ્રકાશભાઈ ચોટાઈ, મનોજભાઈ ચોટાઈ, દર્પણભાઈ ચોટાઈ
ચીકી વેરાયટી : ૪૪થી વધુ
બ્રાંચ : ૪ – (લીમડા ચોક, સોની બજાર, ઈન્દીરા સર્કલ અને જિલ્લા ગાર્ડન)

ગુરુમંત્ર : જલારામ ચીકીનાં સંચાલક પ્રકાશભાઈ કહે છે કે, ઉચ્ચ ક્વોલીટી અને વ્‍યાજબી ભાવની શાખે જલારામ ચીકીને પેઢીગત સફળતાઓ અપાવી છે. જે તેનો ગુરુમંત્ર છે શહેરના નાનામાં નાના કરીયણાવાળા કે સિઝન સ્‍ટોર્સમાં પણ જલારામ ચીકી આસાનીથી ઉપલબ્‍ધ થઈ જાય છે. જલારામ ચીકીની બનાવટ કરતા સમયે સ્વચ્છતા સાથે ગ્રાહકોની સ્વસ્થતાને ધ્યાને લેવામાં આવે છે ઉપરાંત શુદ્ધ અને સાત્વિક જલારામ ચીકીનો બજાર ભાવ નક્કી કરતા સમયે દરેક વર્ગનાં લોકોને ધ્યાનમાં રાખવામાં આવે છે. જલારામ ચીકી માત્ર નફો કરવાના ઉદ્દેશ સાથે ચીકીની બનાવટ કે વેંચાણ કરતી નથી. જલારામ ચીકીનું લક્ષ્ય ગ્રાહકોને શિયાળા સિવાય બારેમાસ ચીકીનાં ખરા સ્વાદ સાથે સો ટકા ગુણવત્તાયુક્ત ગળપણનો પ્રસાદ આપવાનું છે. બજારમાં મળતી અન્ય ચીકીઓ કરતા વાજબી ભાવ અને ઉચ્ચ ગુણવત્તા જલારામ ચીકીની યુએસપી છે.

બોક્સ : જલારામ ચીકી એકમાત્ર એવો ચીકીનો ગૃહ ઉદ્યોગ છે જ્યાં ચીકીનાં ઉત્પાદનથી લઈ વેંચાણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મોટા ભાગનાં ચીકી ઉત્પાદકો કાચો માલ તૈયાર લેતા હોય છે જ્યારે જલારામ ચીકીમાં સિંગદાણા શેખવાથી (સિંગદાણા શેકવા ઘણું અઘરું છે) લઈ તેનાં ફોતરા કાઢવા, ચીકી બનાવવા માટેની અન્ય સામગ્રી અને સાધનોમાં સ્વચ્છતા અને ગુણવત્તાનો વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે.