પરિચય

      ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫૧૦૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

     સ્કૂલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળાકોલેજયુનિવર્સિટી કક્ષાએ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતથી લઈ આજ સુધીમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યાકર્યા છે. સાથોસાથ અઢી અક્ષર (૨૦૦૮), ઓહ..જિંદગી (૨૦૧૧૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સુપેરે સાબિત કરી છે. ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા પત્રો અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી હ્યાં છે.

     ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા આવુ છે ગુજરાત પ્રસિદ્ધ થઈ છે. ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક કાઠિયાવાડ પોસ્ટમાં ભવ્ય રાવલની નવલકથા અન્યમનસ્કતા ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય થઈ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાં અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે. માતૃભારતીની ઓનલાઇન મોબાઈલ સાહિત્ય એપ્લિકેશન પર નવલકથાકાર ભવ્ય રાવલની નવલકથા ‘…અને ઑફ ધી રેકર્ડ અને અન્યમનસ્કતા ધૂમ મચાવી વાંચકોનો અઢળક પ્રેમભર્યો પ્રતિસાદ પામ્યો છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ પુસ્તક ભવ્ય રાવલનાં લેખન, સર્જન અને અભ્યાસનું શ્રેષ્ઠ પ્રતિબિંબ છે.

     લેખક, કવિ, વક્તા ભવ્ય રાવલ પત્રકાર પણ છે. દરમિયાન તેઓ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલાં છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન કાજલ ઓઝાનાં કટાર લેખન અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ જેવા વિષયો પર સંશોધન કરેલું છે. હાલમાં (૨૦૧૬) તેઓએ રાજકોટસૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વમાં એમ.ફિલ (માસ્ટર ઈન ફિલસૂફી) અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે.

     પોતાનાં જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખનચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.