Home

વિશ્વભરમાં અર્ધી સદીથી બેસ્ટ સેલર્સ બનતું આવેલું પુસ્તક ‘યોગી કથામૃત’ ૨૧ ભાષામાં અનુવાદ થયેલું અને દુનિયાની મહત્તમ યુનિવર્સિર્ટીઓમાં ટેક્સબૂક તરીકે સ્થાન પામેલું છે. બોક્સ : આપણે કોણ છીએ? આપણું વાસ્તવિક સ્વરૂપ શું છે? શું મૃત્યુ પછી બધું જ ખતમ થઈ જાય છે? આપણે કઈ રીતે જીવી રહ્યાં છીએ? એવી કઈ શક્તિ છે જે આ સંસાર અને આપણા સૌનું સંચાલન કરી રહી છે? આપણે કોનાં આધીન છીએ? એવા રહસ્યમયી પ્રશ્નોનાં ઉત્તર ‘યોગી કથામૃત’ પુસ્તકમાંથી મળશે. વ્યક્તિ વિશેષને સંતોષ આપવામાં અને આત્મસ્વરૂપનાં બોધ માટેનું આ માર્ગદર્શક પુસ્તક ૨૦મી સદીનાં શ્રેષ્ઠ ૧૦૦ પુસ્તકોની યાદીમાં સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપિતા ગાંધીજીથી લઈ સુપરસ્ટાર રજનીકાંત અને

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ, એવું કાંઈ નહીં! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં, સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો ઝળઝળિયાં! ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ, એવું કાંઈ નહીં! હવે.. કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં; મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં. આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ, એવું કાંઈ નહીં ! હવે.. કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી; કોઈ ભીની હવાથી શ્વાસ

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

કૃતિકા એગ્રોની જેનનેક્સ્ટ ભૃગુ મહેતાએ ગળપણનાં લોકલ ટુ ગ્લોબલ માર્કેટમાં શાણપણ બતાવી એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એસો. અમેરિકા) અને ભારતનાં એફએસએસએઆઈનાં ફૂડ સેફ્ટીનાં ધારાધોરણ મુજબ કૃતિકા એગ્રો દ્વારા નૈસર્ગિક ગોળ અને આમપાપડ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રિયાનાં સાલ્સબર્ગની એક કોફી શોપમાં અને કેરેલામાં કેટલીક જગ્યાએ કૃતિકા ગોળમાંથી ચા-કોફી બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની એક મહિલા કૃતિકા ગોળમાંથી જ ચા-કોફી બનાવે છે. જેને તેણે ‘મસાલા ટી બાય કૃતિકા ગોળ’ નામ આપ્યું છે. દેશી ગોળ બનાવવાની દેશી પદ્ધતિને તિલાંજલિ આપી ક્રાંતિકારી રીતે શુદ્ધતા, સ્વચ્છતા અને ગુણવત્તાની જાળવણી સાથે દેશી-વિદેશી લોકોની ખાનપાનનો ભાગ બનતી કૃતિકા એગ્રોની મીઠાશ શેરડીનું અંગ્રેજીમાં બોટનિકલ નેમ સેકેરૂમ હતું તો હાલમાં

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

એક વ્યક્તિ રેડક્લિફને : ‘આ ભારત પાકિસ્તાન વચ્ચે જે રેખા ખેંચવામાં આવી છે એ ફિરોજપુરની રેલવે લાઈન છે. આથી તો એક રેલવે લાઈન ભારત અને બીજી પાકિસ્તાનમાં ચાલી જશે.’ રેડક્લિફ રેખા ભૂસતા-ભૂસતા : ‘તો આ રેખાને દક્ષીણ બાજુ કરી નાખી.’ બીજો વ્યક્તિ રેડક્લિફને : ‘ત્યાં તો હિંદુઓનું ખેતર છે.’ રેડક્લિફ : ‘તો ઉત્તર બાજુ કરી દઈએ.’ આ સંવાદ લંડનમાં એક સમયે ભજવાતા હોર્વડ બ્રેંટન લિખિત ‘ડ્રોઈંગ ધી લાઈન’ નાટકનાં છે. જે નાટકમાં ભારત-પાકિસ્તાનને બે ટુકડામાં વહેચનાર સીરિલ રેડક્લિફ કઈ રીતે વિશ્વ ઈતિહાસનો નિર્માતા બન્યો તેની તમામ તલસ્પર્શી હકીકત દર્શાવવામાં આવી છે. ભારતીયો ૧૫ અને પાકિસ્તાનીઓ ૧૪ ઓગષ્ટની આઝાદીની ઉજવણીમાં ભાગલાંનાં

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

આજે પણ એક શમણું ચકડોળ ફેરવે છે પાંપણ પર, જાણે રાજકોટનો મેળો વસ્યો હૃદય કેરી થાપણ પર.. – ડો. હિતેષ મોઢા રાજકોટ રંગીલું અને સૌરાષ્ટ્ર મસ્તીનું છે. અહિયાંનાં લોકોની દુનિયાનો છેડો ઘર અને ઘરનો છેડો પાનનાં ગલ્લા, બગીચાની પાળી, ડેમનો પુલ, સાંધ્ય બજારો, મોલ્સથી લઈ સગા-સંબંધીનાં સરનામાં છે તો સ્વર્ગનો દ્વાર રાજકોટ છે. જી.. હા. રાજકોટની રાપચીક રોનક વિશે જેટલું પણ સાંભળ્યું અને વાંચ્યું હોય એ અનુભવવાનો સમય આવી ગયો છે. કેમ કે, જશન અને ટશનની સેશન શરુ થવા જઈ રહી છે. ઘરે-ઘરે તેલનાં તાવડા મંડાઈ તીખાં-મીઠાં ફરસાણો-પકવાનો બનાવાય રહ્યાં છે. રેલ્વે-બસ-એરની ટિકિટ્સ બુક થઈ ગઈ છે. રાજકોટની નજીકનાં સ્થળોથી

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રમોશન પ્રા.લિ.નાં માલિક અને માર્કેટિંગ – મોટિવેશનલ ગુરુ દિનેશ પંડ્યાનાં પુત્રોનું લક્ષ્ય : ૧૦૦ લોકોને મહિને ૧ લાખ રૂપિયા કમાતા કરવા અને ૫ વર્ષમાં ૧ કરોડ લોકોને રોજગારી આપવી સેવા અને શ્રમમાંથી વ્યવસાય વિકાસ કરવાનો ફંડા ૭૦ કરોડની બ્રાંડવેલ્યુ ધરાવતા દાદા ઓર્ગેનિક અને એડશોપ પ્રમોશન પ્રા.લિ.ની યુએસપી હોવાનું જણાવતા દેવ-જીગર પંડ્યા કામ કરવા દ્રષ્ટિ નહીં દ્રષ્ટિકોણ જરૂરી : ખેતી અને ખાદી ક્ષેત્રે પ્રેરણા અને પ્રોત્સાહનનો પર્યાય બન્યાં પંડ્યા પિતા-પુત્રો : દુનિયાનાં રંગો ન જોઈ શકનાર એક દીર્ઘદ્રષ્ટા પ્રજ્ઞાચક્ષુએ કરોડોનાં પથદર્શક બની અનેકની જિંદગી રંગીન બનાવી : ખાદીયુગનો પુન:જન્મ કરવાનાં પિતા દિનેશભાઈનાં મહત્વકાંક્ષી મનોરથને સાકાર કરવા ધી

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

આખું જગત ધીરે રહીને ટેરવે આવી ગયું, મેસેજથી લઈ ફોનમાં મળવું સૌને ફાવી ગયું.. ના તો ગલી, ના ચોકમાં, દોસ્તો હવે મળતા નથી, આ ફેસબુક યારોને દોસ્તો, સૌને તફડાવી ગયું.. – નરેશ કે. ડોડીયા પહેલાં શેરી, સ્કૂલ, ક્લાસ, કોલેજ, મામા-માસી-ફૈબાનાં ઘર પાસેનાં અલગ-અલગ દિલદાર દોસ્તો હતાં અને હવે ફેસબૂક, વોટ્સઅપ, ઈન્સ્ટા, હાઈક, સ્કાયપીનાં જુદા-જુદા ડિજીટલ દોસ્તો હોય છે. પહેલાં દોસ્તી દિલ જોઈ થતી અને હવે પ્રોફાઈલ, સ્ટેટસ, પર્સનાલિટી વિથ નોલેજ જોઈને થાય છે. પહેલાં દોસ્તીમાં ઓન્લી લાગણી જોવાતી અને હવે ઓલ્વેઝ લાભ જોવાય છે. પહેલાં ફ્રેન્ડ્સ આર ઓલ્વેઝ મેટ ફોર ફન હતું અને હવે ફ્રેન્ડ્સ આર ઓલ્વેઝ મેટ ફોર વર્ક

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

બોક્સ : મેયરથી મુખ્યમંત્રીનાં સંતાનોએ મેળવ્યું સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં શિક્ષણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ડો. વલ્લભભાઈ કથીરીયા, કલ્પકભાઈ મણીયાર, નલીનભાઈ વસા, ડો. જયદિપસિંહ ડોડિયા તથા રાજકોટનાં પ્રતિષ્ઠિત કોટક, કાનાબાર, ડેલાવાળા વગેરે પરિવારોની પેઢીઓનાં સંતાનો સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં મણીયાર પિતા-પુત્રનાં માર્ગદર્શન હેઠળ ભણી ચૂક્યા છે. મણીયાર પરિવારની બંને દીકરીઓએ પણ પિતા અને દાદાની સંસ્થામાંથી જ શિક્ષણ મેળવ્યું છે તો ભવિષ્યમાં આ દીકરીઓ પણ પિતા અને દાદાની વારસાગત મૂડી સરસ્વતી વિદ્યામંદિર સંસ્થાનું સુકાન સંભાળે તો નવાઈ નહીં. બોક્સ : ચેરમેન અપૂર્વભાઈ મણીયાર સંચાલિત સરસ્વતી વિદ્યામંદિરનાં સંકુલો યોગ આધારિત પદ્ધતિથી શિક્ષણ આપવા સાથે મિશનરી-સેલ્ફફાઈનાન્સ એજ્યુકેશન ઈન્ડસ્ટ્રીનો જડબાતોડ જવાબ બની બાળકોનાં શારીરિક, માનસિક, બૌદ્ધિક,

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

છેલ્લાં અડધા દસકમાં સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાએ સૌને હરતા-ફરતા સમાચારપત્રી અને ખબરીઓ બનાવી દીધા છે. કોઇપણ ઘટના, બનાવ, અકસ્માત કે પ્રસંગની વિશેષ અને વહેલી જાણકારી પત્રકાર પહેલા તો સોશિયલ મીડિયા યૂઝર્સ પાસે હોય છે! સમાચારો હવે અખબારો, રેડિયો કે ન્યૂઝ ચેનલ્સ પહેલા વોટ્સઅપ, ફેસબૂક અને ટ્વીટર પર વંચાય અને જોવાય છે. જૂના જમાનાથી ઓડિયો વિઝ્યુઅલની ઈજારાશાહી ધરાવતા ન્યૂઝ અને રેડિયો ચેનલ્સ કરતા હવે વીડિયો-ઓડિયો સૌથી પહેલા સોશિયલ મીડિયામાં પ્લે-રન એન્ડ વાઈરલ થઈ જાય છે. સોશિયલ મીડિયાની ગરમાગરમ બજારથી સમાચાર સંસ્થાઓનાં ‘બ્રેકીંગ’, ‘એક્સલ્યુસીવ’ અને ‘ન્યૂઝ અપડેટ’નાં પાટિયા ઉતરી ગયા છે. સોશિયલ મીડિયા જ્યારથી આવ્યું ત્યારથી દરેક સોશિયલ મીડિયા યુસર્સ જાણે

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

રાજેન વેફર્સની સફળતાનો શ્રેય ‘રાજેન’નાં વિઝન અને મિશનને.. બાપ-દાદાની પેઢીનો વેપાર-ધંધો પરંપરાગત રીતે પુત્ર સંભાળે એવી દરેક પિતાની ઈચ્છા હોય છે. રાજકોટનાં કિશોરભાઈ બલદેવની પણ એ જ ઈચ્છા હતી કે, પોતાના પગલે પુત્ર રાજેન ઘરનાં પ્રોવિઝન સ્ટોરનો ધંધો સંભાળે. જ્યારે વીસ વર્ષની યુવાવયે રાજેન બલદેવનું વિઝન અને મિશન પિતાનો પ્રોવિઝન સ્ટોર સંભાળવાનો નહીં પરંતુ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કાઠું કાઢવાનો હતો. ઈ.સ. ૧૯૯૯માં ૨૦ વર્ષની યુવાવયે રાજેન બલદેવએ આત્મવિશ્વાસ અને આયોજનપૂર્વક ‘રાજેન વેફર્સ’નું સપનું જોયું. જે રાજેન વેફર્સ આજે રાજકોટની રંગીલી બજારમાં લજ્જતદાર નમકીનનાં ૧૩ શોરૂમ ધરાવે છે અને ૨૦૩૧ સુધીમાં સમગ્ર વિશ્વમાં રાજેન વેફર્સનાં ૧૦૦૧ શોરૂમ હશે. રાજેન વેફર્સનાં જન્મદાતા રાજેનભાઈ

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

જો મગજ દોડાવતા આવડે, તો હાથ ચલાવવા ન પડે. આપણા ભાગનું દોડાવવાનું મગજ આપણે જ બનાવેલાં કોમ્પ્યુટર અને ડિજીટલ ટેક્નોલોજી દોડાવે છે એટલે આપણે નવરા બેસવાનો અને હાથ મજૂરી કરવાનો સમય આવી ગયો છે. જો કે, એકવીસમી સદીએ સ્કીલ એન્ડ ક્વોલિટી બેઈઝ્ડ વર્કનાં યુગની જન્મદાત્રી છે. હવે ઘોડા અને ગધેડા એક લાકડીએ હંકારવામાં આવતા નથી. પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવાં વિસ્તારોમાં પ્રભિતાઓ પૂજનીય ન હોય, પ્રોફેશનાલિઝમનાં નામે મીંડું હોય ત્યારે પેશનને પ્રોફેશન અને ગમતા શોખનાં નશાને પેશામાં કેમ પરિવર્તિત કરવો એ પ્રશ્ન કલાકારને મુંજવતો અને કલાને મારતો આવે છે. કલાની કદર વ્યવસાયિક ધોરણે થતી ન હોય તેવા વિવિધ ક્ષેત્રોમાંથી જો

Read More
Categories : અથાણું, લેખાંજોખાં
Posted by Bhavya Raval

• અક્ષરો વડે પ્રસ્તુત થતું અંતર અને આસપાસની અનુભૂતિનું વ્યંજન એટલે કવિતા. • શબ્દોનું સર્જકે કરેલું શીર્ષાસન કવિતા છે. એ અક્ષરોનું આભૂષણ છે. લાગણીઓનું લાક્ષાગૃહ છે. • કવિતા સમજણનું માપદંડ છે. દીર્ઘમાં દુનિયાને સાંકળવાની શક્તિ કવિતામાં છે. • કવિતા એટલે ઈશ્વરની પ્રાર્થના અને મનુષ્યનો અંતરનાદ. • કક્કો બારાખડી ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કવિતા છે. • મારી પ્રિય કવિતા એક જ શબ્દની છે. – ૐ • કવિતામાં પ્રાણ અને પ્રકૃતિનું પ્રતિબિંબ છલકે છે. એ આત્માનો અરીસો છે. • કવિતાએ ભાવોની ચરમસીમાનું ઉદાહરણ છે. જ્યારે કઈ નથી સૂઝતું ત્યારે કવિતાઓ ઉપજે છે. • અભિવ્યક્તિનાં મહારથીઓનું હથિયાર એટલે કવિતા. કવિતા દરેક સંબંધ, યુદ્ધ,

Read More
Categories : ભવ્ય થોટ્સ / કવોટ્સ
Posted by Bhavya Raval

ચાતકની પ્યાસ – ચાહતનું ચોમાસું ભારત મૌસમ વિભાગ દ્વારા ૩૦ મેનાં રોજ કેરળમાં વિધિવત ચોમાસું બેસવાની સંભાવનાને નકારી ગુજરાતમાં ચોમાસું રપમી મેની આસપાસ બેસી જશે એવી એક જ્યોતિષ અને હવામાન ખાતાનાં જાણકારની આગાહીને વધાવતું આગોતરું ચોમાસું બેસી ગયું હોય એવું વાતાવરણ સર્જાય ગયું. આજ સાંજનાં સુમારે એકાએક આપણા સંબંધોની જેમ વાતાવરણમાં પલટો આવ્યો. શહેરનાં અનેક નાનામોટા વિસ્તારમાં વરસાદી છાંટા સાથે ઠંડક તો પ્રસરી પણ હું અહીં તું ત્યાં.. આપણી વચ્ચે હજુ પણ વૈશાખી ધોમધખતો વિરહ જ છે ને? તારી યાદોભરી વાસંતી સાંજે શું તે થયું કે ભારે પવન સાથે આવેલા વરસાદી ઝાપટાથી જાણે અષાઢી વાતાવરણ જ સર્જાય મહોબ્બતી માહોલમાં મીટ્ટીની

Read More
Categories : ખટ્ટીમીઠી ચીઠ્ઠિઓ
Posted by Bhavya Raval

       આ વાંચી રહેલાં મારાં મિત્રો, માર્ગદર્શકો, સગાં-સ્નેહી, વાંચકો, હરીફો, ચાહકો, આદર્શો અને સલાહકારોને નમસ્કાર. જે મને ગમે છે તેઓને અને હું જેમને નથી ગમતો તેઓને, મને જાણતા અને અજાણતા તમામ જીવોને નમો નમ:        નમો નમ: સ્તેનાનાં પતયે નમો નમ:        નમ: પુંજિષ્ઠેભ્યો નમો નિષાદે ભ્ય:        બ્રહ્મ દાશા બ્રહ્મૈવેમે કિતવા:        અર્થાત પેલા ડાકુઓના સરદારને નમસ્કાર, પેલા કૂરોને, પેલા હિંસકોને નમસ્કાર.        આ ચોર, આ દુષ્ટ, આ ઠગ બધાંયે બ્રહ્મ છે. સૌને નમસ્કાર.        સૌ પ્રથમ તો પચ્ચીસ દિવસ સુધી મને રોજ સવારે એકડે એકથી શરૂ કરી આજ સુધી જીવનના એક-એક વર્ષોને લખવાની શક્તિ, પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       ઉત્પત્સ્યતે મમ તુ કોડ્પિ સમાનધર્મા કાલેબ્દનિખધિવિપુલા ચ પૃથ્વી        એટલે કે, કોઈક દિવસ મારો સમાનધર્મી ઉત્પન્ન થશે અને મારી રચનાનોનાં રહસ્યોને સમજશે. કારણ કે, સમયનો અંત નથી અને પૃથ્વી વિપુલ છે.        જિંદગી – મને જીવાતા જીવન કરતાં મૃત્યુ પછીનું જીવન જીવવાની વધુ રસપ્રદતા, તાલાવેલી અને ઉતાવળ છે. હું જીવીશ કે મરીશ કશો ફર્ક નહીં પડે. લેખકનાં નામની આગળ સ્વ. લખાતું કે લાગતું નથી.        મેં ક્યારેય નોકરી માટે રિસ્યૂમ કે છોકરી માટે બાયોડેટા બનાવ્યો નથી, બનાવીશ પણ નહીં.        ઈનામો જીતનાર લોકપ્રિય સાહિત્ય, પુસ્તકો અને પિક્ચરો મેં ક્યારેય વધુ વાંચ્યા કે જોયા નથી. તેમનાં વિશે ક્યાંક વાંચ્યું હોય

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

      રિપોર્ટર – ‘આપકે આશ્રમ મૈ યહ હો રહા હૈ, વોહ હો રહા હૈ..’       ઓશો – ‘તો મુજે ક્યાં?’       રિપોર્ટર – ‘લેકિન આશ્રમ તો આપકાં હૈ નાં?’       ઓશો – ‘તો તુજે ક્યાં?        ૨૩-૨૪ વર્ષે જ્યારે પોતાનાંઓ અને પરિચિતો અંગત સવાલો અને શંકા કરે ત્યારે આ ઓશો વાક્યો કહેવા જેવાં છે. જે લોકો બીજાની જિંદગીમાં ડોકિયા અને પારકાની પંચાતમાં ભાગ લે છે એ મારી દ્રષ્ટિએ ધૃણાપાત્ર છે. આવા ઘણા લોકો મારાં ગુસ્સાનો ભોગ અવારનવાર બવ્યાં છે. આપણે કેટલીક બાબતોમાં હજુ પણ અભણ અને આદિમ જ છીએ. બીજાં

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       પત્રકારત્વનાં શિક્ષણમાં આવી પૂર્ણતાનો પુલ બંધાયો. આમ તો, કૉલેજ પૂરી થતાં સુધીમાં જ પત્રકારત્વની સારી-નરસી બંને બાજુ મેં નજીકથી અનુભવી લીધી હતી. આ ક્ષેત્રમાં સીધી લીટીનાં પૈસા નથી, નામ છે પણ બે દસકનાં ભોગ પછી. રજાનો દિવસ અને બીજી નોકરીઓમાં મળે તેવી શ્યોરીટી નથી. શોષણ ચોક્કસ મળશે. છતાં પણ હું પત્રકારત્વનાં અભ્યાસમાં આવ્યો. પત્રકારત્વનાં અભ્યાસમાં આવતાંની સાથે જ સંભાવનાઓ, શક્યતાઓ અને સંબંધોનો એક આખો પટારો ખૂલી ગયો. હું દિમાગ બાજુ પર મૂકી, દિલ લગાવીને બે વર્ષ ભણ્યો. ખૂબ શીખવા, જાણવા અને ખાસ તો માણવા મળ્યું. પત્રકારત્વનાં બે વર્ષ દરમિયાન જે કઈ અનુભવ્યું એ હું અગાઉ લખી ચૂક્યો છું. જે

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       દર્દ મૈ ભી યહ લબ મુસ્કુરાને લગતે હૈ,        બિતે લમ્હે હમે જબ ભી યાદ હૈ…        હું જ્યારે-જ્યારે કૉલેજટાઇમ યાદ કરું છું ત્યારે-ત્યારે આનંદીત થઈ ઊઠું છું. દુનિયાની એવી કોઈ કૉલેજમાં નહીં હોય જ્યાં શિક્ષણની સાથે મજા ન મળતી હોય. અને જ્યાં મજા હોય ત્યાં મિત્રો અને અવનવાં અનુભવો ન હોય. કૉલેજમાં બહુ મજા આવે છે, બહુ બધાં દોસ્તો મળે અને શત્રુઓ બને છે. એનો રોમાંસ અને રોમાંચ આ જીવન વિસરતો નથી. કૉલેજ તમને પ્રોફેશનલ બનાવે છે, કૉલેજ તમને પર્સનાલિટી આપે છે. કૉલેજ તમારા વ્યક્તિત્વનું ઘડતર, બાહ્ય તથા આંતરિક ગુણોનું ચણતર અને મહેનતનું વળતર આપે છે. કૉલેજ એ

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       કૉલેજનાં બીજા વર્ષ અને જિંદગીનાં વીસમાં વર્ષે એક સરળતા, એક વિસામો, એક ઠહરાવ, એક સુખદિલી અને એક શાંતિનો સમય આવી જાય છે. બધુ ઠીક થઈ રહ્યું હોય છે ને બરાબર જઈ રહ્યું હોય છે. કોઈ પૂછે કે, આ સમયે તમે તમારી જાતને ક્યાં જૂઓ છો? તો એમને કહેવાની ઈચ્છા થાય કે, હું મારાં ઘરની ત્રણ માળ ઊંચી ઈમારતનાં ટેરેસ પર ઊભો છું. જ્યાંથી ઊભાં રહીને નીચે જોઉં છું તો લાગે છે કે, ઓહ..હો હું બસ હજુ અહિયાં જ છું? નીચેથી નજર હટાવી આકાશી તરફ જોઉં છું તો લાગે છે કે, આહ હા, હું બસ હજુ અહિયાં જ છું! હજુ

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       શ્રી. એમ.ટી. ધમસાણીયા કોમર્સ કૉલેજમાં મને અને મારાં મિત્રોને એડમિશન મળી ગયું. હું એક દિવસ કૉલેજની લાયબ્રેરીમાં તૈયારીપૂર્વક ગયો. અમારાં લાયબ્રેરીયન કડક હતાં એની મને અગાઉથી જાણકારી. હું રુઆબથી પુસ્તકોનાં કબાટ પાસે આમતેમ ફર્યો. ત્યાં બેસીને વાંચન કરતી છોકરીઓ પણ મને જોવા લાગી હતી. ખુરશી પરથી અચાનક ઊભા થઈને લાયબ્રેરીયન મારી પાસે આવ્યાં. ‘તું રાવલ છો ને?’        ‘હા.’        ‘આલે આ પુસ્તકો.. તારાં માટે જ કાઢી રાખ્યાં છે.’        મેં પુસ્તકો હાથમાં લઈ જોયું. બક્ષીનાં પાંચ પુસ્તકો હતાં. પછી એમની સામે જોયું.        ‘જે.વી.ને હું જ પુસ્તકો કાઢી આપતો. મોડી સાંજ સુધી વાંચતો હોય. પછી હું કહું ચલ

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval
Page 3 of 812345678