Home

       અઢાર વર્ષની ઉંમર સુધી મારાં કોઈ ખાસ કે અંગત દોસ્ત ન હતાં. દોસ્ત ન હતાં એટલે દુશ્મન પણ ન હતાં. જે નામનાં દોસ્તો હતાં એ પાછળ રહી ચૂક્યા અને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા હતાં. એકલાં-એકલાં મને ઘણી વખત ઘણાં વિચારો આવતા અને વિચારો હું નોટબુકનાં પાનાં ફાડી લખી લેતો. પછી એ લખેલું પાનું પણ ફાડી નાખતો.        માણસનાં જીવનમાં કોઈ પ્રવેશે અને જતું રહે એટલે એ એકલતા અનુભવે. મારાં જીવનમાં ઊલટું હતું. હું કોઈનાં આવ્યાં પહેલાંની એકલતા ભોગવી રહ્યો હતો. મારે એક એવી વ્યક્તિની જરૂર હતી જે મારો ગુસ્સો, પ્રેમ, હાસ્ય, ઉદાસી જેવી અઢળક લાગણીઓને સમજી અને મન-મગજનાં

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       વાંચન યાત્રાની ઈનામી રાશિમાં થોડાં પૈસા ઉમેરી મેં એકવીસમી સદીનું સૌથી આધુનિક યંત્ર સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન ખરીદ્યો. સોની એરિક્શન જે-૩૦૦. મોબાઈલ હોવો એ અમીરીનું જલતું પ્રતિક ગણાતો. જે મારી ઉંમરનાં ઘણા પાસે એ સમયે ન હતો. એ સિવાય મેં ઈનામી રાશિમાંથી રિશેષમાં ભરતભાઈનું ખમણ, મુન્નાનાં ગાઠિયાં અને નારણભાઈનાં ઘૂઘરા ખાધા હતાં. બધાં જ પૈસા બે દિવસમાં મોજશોખ પાછળ ખાલી થઈ ગયા.        ધોરણ દસમાં આવતાંની સાથે જ મને લાગ્યું હું ખરા અર્થમાં મોટો થઈ ગયો. સ્કૂલ અને સોસાયટીમાં મારો ચહેરો જાણીતો બન્યો. લોકો મને અને હું લોકોને ઓળખતાં. હવે પપ્પા સ્કૂલે લેવા-મૂકવા આવતા ન હતાં. હું મોટાભાગે ઘરેથી

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       ‘….ફૂલછાબ છાપાં દ્વારા વાંચન યાત્રાની સ્પર્ધા છે. આ લાયબ્રેરીની કી. દર મહિને એક પુસ્તક વાંચવાનું અને એક પાનાંમાં એનાં વિશે સારું-સારું લખી મોકલવાનું.’ બે-ત્રણ કાગળિયા આપી, ‘આમાં નિયમો ને બધુ શું કેમ લખવું લખ્યું છે. વાંચી-સમજી લેજે. શું નામ તારું?’        ચાવી અને કાગળિયા લેતાં-લેતાં, ‘રાવલ ભવ્ય.’        ‘હા. તો રાવલ. તું એક પુસ્તક વાંચ અને મને લખીને આપ. હું નો હોઉ તો મારી ઑફિસમાં મૂકી દેવાનું. હું નીકળું ચાલ. તું જોઈ લેજે. મહાદેવ.’        એમનું નામ – અશોક જાની સાહેબ. મારાં પ્રિન્સિપાલની વાત માની હું સીધો સ્કૂલનાં પુસ્તકાલયમાં ગયો, તાળું ખોલ્યું. એક કબાટ ખોલી હારબંધ પુસ્તકોમાંથી

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       હવે આગળનાં વર્ષોમાં મારે જે વાત કરવાની છે, એ હમણાંનાં વર્ષોની વાત છે. પાછલાં દસ વર્ષોનો તેમાં લેખાંજોખાં હશે. એ વાતો ક્યાંક લાગણીશીલ હશે તો ક્યાંક કઠોર, ક્યાંક તે વ્યક્તિગત વિચાર હશે તો ક્યાંક જાહેર ચર્ચા, એ પોતાનાંનાં અનુભવો અને પારકાંનાં વ્યવહારોની વાત હશે. જે ઘણા ગમશે અને કદાચ બહુ બધાંને નહીં ગમે અથવા કોઈ વાંચશે નહીં, પણ.. હું કોઈનું નામ કે સરનામું જણાવ્યાં વિના લખીશ. કદાચ ઓછું લખીશ તો પણ આંછું કે કાચું નહીં લખું. આજ સુધીનાં વર્ષોની જે લેખનસફર થઈ તેમાં પણ હું ઘણાં વ્યક્તિ અને વિષયને  ન્યાય આપી શક્યો નથી. આથી આ વર્ષમાં એમને પણ સાંકળી

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

     તત્વચિંતક એમર્સનનાં વિચાર મુજબ પ્રત્યેક મનુષ્યનાં શિક્ષણમાં એક સમય એવો આવે છે જ્યારે તેને ખાત્રી થાય છે કે, ઈર્ષા એ અજ્ઞાન છે અને અનુકરણ એ આપઘાત છે. મારાં શૈક્ષણિક જીવનમાં આ સમય ચૌદમે વર્ષે છઠ્ઠા ધોરણમાં પ્રવેશી ચૂક્યો હતો. મેં નક્કી કરી લીધું હતું કે, હું ક્રિકેટર બનીશ પણ જો એ ન બની શકું તો ડૉક્ટર બનીશ. જે માટે ખૂબ મહેનત કરવી પડશે અને બધાંથી અલગ ઉઠી આવવું પડશે. કોઈની નકલ કે દેખાદેખી કરીશ નહીં, જેટલું આવડે જેવું આવડે કરીશ અને ઘટતું શીખીશ. એ સમયે દિવસ-રાત મોટા ભાઈને મહેનત કરતાં જોઈ હું પણ ભણવા અને ક્રિકેટમાં મહેનત કરવા

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

        મુંબઈ. બાર-તેર વર્ષની ઉંમરે જ્યારે મુંબઈની ધરતી પર પગ મૂક્યો ત્યારે સપનાંમાં પણ ખબર ન હતી કે, હું લેખક બનીશ. લેખક બનીશ તો પહેલી લઘુનવલકથા લખીશ અને એ લઘુનવલકથાની પૃષ્ઠભૂમિ મુંબઈ હશે! હું તેર-ચૌદ વર્ષની વયે મુંબઈ સાથે મહોબ્બત કરી બેઠેલો. મુંબઈ પાસે એ હતું અને છે જે જગતનાં કોઈ શહેર પાસે નથી. શું એ નહીં કહું.        મુંબઈ સૌ કોઈને આકર્ષી અને ગમી શકે છે. મુંબઈ એ અનુભવોનું શહેર છે. મુંબઈ માટે બધાં સરખાં છે પણ મુંબઈમાં કોઈ સરખું રહી નથી શકતું. મુંબઈ પાસે દરિયો છે, ટેકરીઓ છે, નાની-નાની ખીણ છે. રૂપિયો છે, ગરીબી છે, જાહોજહાલી અને ખાનાબદોસી

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

      બાર વર્ષે આપણે બાળક રહેતાં નથી. બાર વર્ષે શારીરિક અને માનસિક વિકાસનો બીજો તબક્કો શરૂ થાય છે. બારમુ વર્ષ આપણું કિશોર બનવાની તૈયારીનું વર્ષ છે. બાર વર્ષે આપણામાં શરમ આવે છે અને સંયમ રહેતો નથી. બાર વર્ષે આપણે બોલકાં અને ઉઠવા-બેસવા-પહેરવામાં કાળજી લેતાં થઈ જઈએ છીએ. બાર વર્ષે આપણામાં એકાકી ગુણ પ્રવેશે છે ને બાર વર્ષે જે બાર અસરો સૌથી વધુ નિકટતાથી વર્તાય છે તે આ મુજબ છે – સ્પર્શ, સ્વર, શબ્દ, સૂર, સુગંધ, સ્નેહ, સેવા, સંયમતા, શૈતાની, સેક્સ, સજાતીયતા અને સ્વાર્થ.        પાંચમા ધોરણનાં પરિણામની અંદર મારી ઊંચાઈ ૪.૮ ઈંચ અને વજન ૩૦ કિલો દર્શાવેલાં છે.

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       આગિયારમે વર્ષે હું ઈશ્વરમાં માનતો થઈ ગયો હતો. રોજ ગીતામંદિરમાં જઈ વિશાળ કૃષ્ણની પ્રતિમાને નમન કરી પગે લાગતો. પ્રદક્ષિણા ફરતો. પૂજારી દાદા પાસેથી ચરણામૃત અને પ્રસાદી લેતો. ભજનો ને હનુમાન ચાલીસા મને કંઠસ્થ થઈ ચૂક્યાં હતાં. પ્રાર્થના પછી હું બધાં પાસે ભજન ગવડાવતો અને શનિવારે હનુમાન ચાલીસા બોલાવતો. નવરાત્રીમાં ધૂપ-દીવા અને આરતી-ગરબાથી મા શક્તિની આરાધના કરતો. મારાં જીવનમાં ભગવાન નામનો વિષય પ્રવેશી ચૂક્યો હતો જે મુશ્કેલીનાં સમયમાં મારું પ્રેરકબળ બની રહેતો. હું આફતની ઘડીમાં ઈશ્વરને યાદ કરી સમજી લેતો કે હવે એ બધુ ઠીક કરી આપશે. બધુ ઠીક પણ થઈ જતું. કેવી ન્યારી લીલા! મારાં ધાર્મિક અને

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       ૨૬ જાન્યુઆરી, સવારનાં ૮.૩૦ આસપાસનો સમય હતો. હું ડ્રોઈંગરૂમમાં કુદરતી દ્રશ્ય દોરી રહ્યો હતો. બાજુમાં જ મારો ભાઈ કશું લખી રહ્યો હતો. પાછળની બાજુ મમ્મી-પપ્પા કામ કરી રહ્યાં હતાં ને અચાનક બધું હલવા-ડોલવા લાગ્યું. ધ્રુજારી અને કંપન પેદા થતાં તરત જ મારાં ભાઈ હડબડાઈને મોટા અવાજે કહ્યું, ‘મમ્મી ભૂકંપ આવ્યો.’ અમે બધાં દોડીને ઝડપથી ઘરની બહાર પગથિયાં ઉતરી કંમ્પાઉન્ડમાં ચાલ્યાં ગયા. મેં સામેની તરફ એક મકાનની દીવાલ ફાંટતી જોઈ. લોકોને આમતેમ ભાગતા અને અમારાં ઘરને હલાતા-ડોલતા જોયું હતું. થોડી જ સેકંન્ડોમાં બધું જ શાંત થઈ ગયું. લાઇટ જતી રહી હતી. ટેલિફોન લાઇન્સ ઠપ્પ થઈ ગઈ હતી. અમે

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       બાળપણ એટલે ઈશ્વરે રચેલી અછાંદસ કવિતા અને વિધાતાએ આલેખી આપેલી બાળકથા. જેને કુંભારનાં ચાંકડે મઠારવામાં આવી. બાળપણ એ બગીચાનાં ફૂલોની દેખરેખ કરવાનો માળી એટલે માતા-પિતાને મળેલો સેવાકીય પ્રસંગ છે. એ જેટલું નાનકા માટે મહત્વપૂર્ણ છે એટલું જ મોટેરાં માટે મૂલ્યવાન છે. મારું બાળપણ સરળ-સ્પષ્ટ અને સીધી લીટીમાં પસાર થયું છે. એકાદ-બે ઘટનાને બાદ કરતાં તેમાં કોઈ ઊતાર-ચઢાવ નથી. હું મારાં બાળપણથી સંતોષિતતા અનુભવું છું.        બાળપણ એટલે વાળ અને દાંત ખરવા-ઊગવા અને પડી-આખડી કૂણા મટી કઠણ બની ઊછરવાની ઘટના. બાળપણ બાળક માટે કિશોર બનવા તરફનું પ્રયાણ અને પડાવ છે. એવું કહેવાય કે, બારે બુદ્ધિ. મારાંમાં

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       ૯૮-૯૯ની સાલમાં મેં પહેલું બાળનાટક જોયેલું – ડાયનોસોર. પપ્પા મને સાઇકલ પર બેસાડી રાજકોટનાં હેમુગઢવી ઓડિટોરિયમમાં નાટક જોવા લઈ ગયેલાં અને ત્યાંથી એક ઓડિયો કેસેટ પણ લઈ આપેલી જેમાં વાર્તા હતી – મિયાંફૂંસકી અને તભા ભટ્ટ. હું રોજ એ વાર્તા અમારાં ફીલીપ્સનાં ટેપમાં સાંભળતો. જે ઓડિયો વાર્તાનું એક વાક્ય આવતાં હું ઊછળી કૂદતો, તાલીઓ વગાળતો. એ વાક્ય હતું – અમે કોણ? મિયાંફૂંસકી સિપાઈબચ્ચાં.        આ વર્ષે જ મેં જીવનમાં પ્રથમવાર સર્કસ જોયેલું. સર્કસની સાથોસાથ પહેલી વખત ભૂરીયાવ જોયા. ઠીંગણો જોકર જોયો. હાથીને ક્રિકેટ રમતાં અને પાંજરાની અંદર ગોળગોળ બાઇક ચલાવનાર કરતબબાજને નિહાળ્યો. મોંમાંથી અગનજ્વાળા ફૂંકતા એક કાળિયાને

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       ક્રિકેટ – જો હું લેખક ન હોત તો ક્રિકેટર હોતો. બાળપણમાં ક્રિકેટ મારી જીવાદોરી હતી. રજાનાં દિવસોમાં બસ એક જ દિનચર્યા હોય. સવાર ઊઠીને ક્રિકેટ, બપોરે જમીને ક્રિકેટ અને રાત્રે પ્રકાશનો ગોળો લગાવીને પણ ક્રિકેટ. ઘરની અંદર ક્રિકેટ, ઘરની બહાર કંપાઉન્ડ કે અગાશી પર ક્રિકેટ, ઘરની સામેનાં ખુલ્લા પ્લોટમાં ક્રિકેટ. જો ક્યાય જગ્યા ન મળે તો થેલીમાં બોલ નાંખી દોરી બાંધી ઓરડાનાં દરવાજાની વચ્ચે બોલ ટિંગાડી બેટિંગ પ્રેક્ટિસ કરીએ.        હું ડાબેરી બેટ્સમેન અને જમણેરી બોલર હતો. મારી સાથે ક્રિકેટ રમવામાં મારો ભાઈ અને પાડોશી મિત્ર ચીકલ હોય. ક્યારેક આજુબાજુની શેરી-ગલીવાળા મિત્રો પણ રમતમાં જોડાય તો ટિમ

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       પહેલાં ધોરણમાં નાપાસ થયા બાદ ફરીથી મેં પહેલું ધોરણ સંપૂર્ણ નિયમિતતા અને શિસ્તતાથી પૂરું કર્યું. પરિણામસ્વરૂપે પ્રથમ વર્ગની વાર્ષિક પરીક્ષાની અંદર સાઈઠ વિદ્યાર્થીઓમાં મારો ચોથો નંબર આવ્યો. બધાં ખુશખુશાલ થઈ ગયા. સ્કૂલનાં શિક્ષકો અને આચાર્ય પણ મારી પ્રગતિ નિહાળી આશ્ચર્યમાં હતાં. લેખિત અને મૌખિક બંને પરીક્ષામાં મારે ગણિત-ગુજરાતીમાં ક્લાસમાં સૌથી વધુ ગુણ હતાં. ઘરની બહાર કાલુને સ્કૂલમાં લોકો ભવ્યનાં નામથી ઓળખવા લાગ્યાં. મારો એક મિત્ર બન્યો હતો જેનું નામ નીરજ હતું. નીરજ સીધો-સાદો અને ભણવામાં નબળો હતો. તેનાં અક્ષર સારાં ન થતાં. ત્રીજા ધોરણથી એ બીજી શાળામાં જતો રહ્યો હતો. પાછળથી ખબર પડી એનું પરિવાર ભાડાંનાં મકાનમાં

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       બાળપણનાં તોફાનો, નાસમજી, બાલિષતા અને નિર્દોષતાસભર કેટલીક ઘટનાઓનું ફળ જીવન પર્યત પડછાયાની જેમ જોડેને જોડે રહે છે. જો ભવિષ્યને પારખી અને ભૂતકાળમાં પહોંચી શકાતું હોતું તો મારાં જીવનનાં પાંચમાં વર્ષે ઘટનાર બે ઘટનાઓને હું ઘટવા ન દેતો.        જીવનનું અર્ધુ દસક રંગેચંગે જીવી લીધાં બાદ પહેલીવહેલી નિષ્ફળતા પાંચમે વર્ષે સાંપડી. હું પહેલાં જ ધોરણમાં ખરાબ રીતે નાપાસ થયો. જેનું મુખ્ય કારણ સ્કૂલમાં અનિયમિત હાજરી રહી. સ્કૂલે જવું તો ન જ ગમતું પણ જોડેજોડે શિક્ષણવ્યવસ્થા, આથી બીજા નંબર પર હું પહેલાં ધોરણમાં નિષ્ફળ થયો એ પાછળનું જવાબદાર કારણ કેટલાંક અંશે શૈક્ષણિક માળખું અને વિચિત્ર વાતાવરણ રહ્યું. પછી આ

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       મને ઘર પાસેની લંગડીની સ્કૂલમાં એકડા-બગડા શીખવા માટે મૂકવામાં આવ્યો. જ્યાં જવું મને જરા પણ ગમતું નહીં. હું રડતો અને ત્યાંથી પરાણે ભાગી આવતો. બાલમંદિરમાં ન જવા મારાં રોજેરોજ અવનવા નાટકો ઊભા હોય. ક્યારેક પેટમાં દુ:ખે, ક્યારેક માથું દુ:ખે, ક્યારેક દાંત હલતો હોય અને ક્યારેક હું કજિયા કરી લંગડીની સ્કૂલે જવાથી બચી જતો. એ બાલમંદિરનું નામ યાદ નથી પણ બધાં એને લંગડીની સ્કૂલ કહેતાં. કેમ કે, તેની પ્રિન્સિપાલ લંગડી હતી, જે એક મોટા ઓરડામાં સાઈઠ-સીત્તેર જેટલાં બાળકો ભરી બે શિક્ષિકા રાખી ભણાવતા.        હું લગભગ અડધા વર્ષમાં ત્રીસ-ચાલીસ વખત લંગડીની સ્કૂલે હાજરી આપી શક્યો હોઈશ. હું રડતો-રડતો

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

      આપણે કંઈક કરી કે બની શકીએ એ પહેલાં આપણાં અસ્તિત્વને જગાડવું અને વ્યક્તિત્વને કંડારવું પડે છે. આ સંદર્ભે બાળકનાં જીવનમાં ત્રીજા વર્ષનું મહત્વ અને પ્રભુત્વ ઘણા અર્થમાં છે. હવે એ થોડું સમજણું થાય છે, આંગળી પકડ્યાં વિના ચાલી શકે છે. અચકાયા વિના બોલી શકે છે. જાણીતાંઓને ઓળખે છે અને અજાણ્યાંથી દૂર રહી શરમાઈ છે. બાળપણની આ ખરી શરૂઆત છે. અહિયાં તેનાં ભાવિનાં બીજ રોપાઈ ચૂક્યાં છે. હવે આસપાસની વ્યક્તિ જે ભરણપોષણ અને સારસંભાળ લેશે તેનું પરિણામ મળતું જશે.        જીવનનાં ત્રીજા વર્ષનાં થોડાંઘણાં સ્મરણો મને યાદ છે. બીજા બાળકોની સરખામણીમાં હું ચપળ અને હોશિયાર હતો. આજે પણ

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       ‘હું બાથટબમાં નાગો હતો.’        ‘હું જન્મ્યો હતો એ તો સ્વાભાવિક રીતે મને યાદ નથી પણ મારી મોટી બહેન કહેતી કે, હું મારી મમ્મીનાં ગર્ભાશયમાંથી નીકળ્યો ત્યારે અવાજ કર્યો ન હતો અને મુઠ્ઠીઓ વાળેલી હતી.’        ‘મને અજવાળામાંથી એકએક કોઈ અંધારા તરફ લઈ ગયું અને વર્ષો પછી સમજાયું એક નર્સ મને પીઠ પાછળ બાંધી ટોઈલેટમાં લઈ ગઈ હતી……… what an insult’ કેવું અપમાન?’        આ વાક્યો જાપાનનાં મહાન ફિલ્મ નિર્માતા દિગ્દર્શક અકીરા કુરોસેવાનાં પુસ્તક ‘Something like an autobiography’ એટલે કે, ‘આત્મકથા જેવું કંઈક’નાં શરૂઆતી અંશ છે. આ વાક્યોને મારાં જીવન સાથે કોઈ સમાનતા નથી, અહીં ઉપરોક્ત વાક્યો

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

       મારાં જન્મ પહેલાં ઈશ્વરનો જન્મ થઈ ચૂક્યો હતો. ઈશ્વરે મનુષ્યને જન્મ આપ્યો. એ કરોડો મનુષ્યોમાંથી એક સ્ત્રી-પુરુષે ઈશ્વરની સાક્ષીએ પ્રેમલગ્ન કરી લીધાં. જેમનાં ત્રીજા સંતાનરૂપે મારો જન્મ ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ આસો માસનાં સાતમા નોરતે થયો.        મારો જન્મ એ સ્થળે થયો છે જ્યાં લોકો મોક્ષની પ્રાપ્તિ માટે પધારે છે – હરિદ્વાર.        હરિદ્વાર સંતોની ધરા અને ધર્મની ધૂરા છે, હરિદ્વારમાં ઠંડી ખૂબ પડે છે. એ સમયે અમારા ઘર-આશ્રમ પાસે સફેદ ગાંડા હાથીઓનો ત્રાસ અને ભય ફેલાયેલો હતો. સ્થાનિકો સંધ્યાનાં અંધારા પહેલાં ઘરમાં ચાલ્યાં જતાં, હાથીઓનાં આતંકથી બચવા લાકડાંની મશાલ ઝલાવતા. વહેલાં પરોઢિયેથી સંધ્યાઆરતી સુધી હરિદ્વારમાં બારેમાસ ભીડભાડ રહેતી.

Read More
Categories : ભવ્ય
Posted by Bhavya Raval

I had the pleasure of teaching Bhavya Raval in my class of Media Law and Ethics couple of years ago. From the first day of class, Bhavay Impressed me with his ability to be articulate about difficult concepts and texts, his sensitivity to the nuances within legal issues, and his passion for reading, writing and creative expression – both in and out of the classroom. Bhavya is a talented literary critic and writer, and he has my highest recommendation as a student and writer. Bhavya is talented at considering his interest within literature and the purpose behind authors works. He

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ભાઈશ્રી ભવ્ય રાવલ સાથે મારે ઘણાં વર્ષોથી પરિચય છે. તેઓ જ્યારે કોલેજ વિદ્યાર્થી હતા ત્યારથી લગભગ. અમોને મળાવવામાં મારા આદર્શ શ્રી બક્ષી સાહેબ નિમિત્ત બન્યા. ભવ્યભાઈ પણ બક્ષીબાબુનાં ચાહક. ઘણીવાર મારી ઓફિસે આવે. અને અમો બંને બક્ષી સાહેબ અને તેમના ગુજરાતનાં પ્રદાનને યાદ કરીએ. ત્યારે મેં ભવ્યભાઈમાં એક અંગારો જોયેલ. અને અમારા અરસપરસ મેગેઝીન માટે મેં સમયાંતરે તેમની પાસે લખાવ્યું. ત્યારબાદ તો તેમને પત્રકારત્વનો કોર્ષ પણ કર્યો. એક નવલકથા પણ પ્રકાશિત કરી. તેના વિમોચનમાં પણ ભાગ લેવાનો સુઅવસર મળ્યો.. એમના લખાણમાં તેજાબ અને હૃદયમાં ગુલાબ અને આંખમાં અમી જેવું વ્યક્તિત્વ ધરાવતા ભવ્યભાઈ આજે તો પોતાની આત્મકથાસમ ફેસબુક ઉપર ડેઈલી ડોઝ

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval
Page 4 of 812345678