Home

ભવ્યજી થોડા જીદ્દી જરૂર છે. – ભૂમિ સિંધવડ        ભવ્યનો પરિચય મારા માટે માત્ર બે-ત્રણ વર્ષનો છે. પરંતુ કોઈપણ યંગ જનરેશનમાં જ્વલે જ જોવા મળતી કઈ નવું કરવાની તમન્ના મેં ભવ્યમાં જોઈ છે. તેણે ધારેલ કામ પૂર્ણ કર્યા પછી જ એ જંપે છે. તેના હાથમાં લીધેલા કામો સામાન્યતઃ વ્યક્તિ તરીકે વિચારીએ તો એમ લાગે કે પૂરા નહીં કરી શકે. પરંતુ નક્કી કરેલ કામ પૂરુ ન થાય તો તે ભવ્ય શેનો? તેનામાં સારા લેખક, પત્રકાર, વિવેચક અને એક લીડર તરીકેના ગુણોનો સમન્વય જોવા મળે છે. તેને એમ.ફીલ.ની માર્કસીટમાં આવેલા ઓછા માર્કની સામે જે લડત આપી છે તેને જરૂર બિરદાવવી જોઈએ. તેનો

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

તારું થડ મજબૂત કર પછી સિસ્ટમ સામે લડજે, અન્યથા શહીદ થવાના ચાન્સીસ છે. – જયંત પીઠડિયા        ભવ્ય રાવલે કઈ નહીં તો નાની ઉંમરમાં તેનું નામ સાર્થક કર્યું છે. આટલી નાની વયે તેણે લેખક – પત્રકાર તરીકે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે કાબિલે દાદ છે.        જેનો શારીરિક દેખાવ સાધારણ છે, એટલે કે દુબળો પતલો છે પણ આંખોમાં ખુમારી ભરી છે. અને તેની રગેરગમાં કંઈક કરી છૂટવાની ભાવના છે. એવા ભવ્ય રાવલની પ્રથમ ઓળખાણ એક ઉગતા લેખક તરીકે થઈ હતી. ત્યારે તો એ કદાચ કૉલેજમાં પ્રથમ કે બીજા વર્ષમાં ભણતો હશે, એ સમયે ‘કાઠિયાવાડ પોસ્ટ’માં તેના લખાણ પ્રગટ કરાવવા

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ગુજરાતી વિષયની બૂક મળતી ન હોવાથી ભવ્યને મળવાનો ખ્યાલ આવ્યો. – આમેના હાલા        ભવ્ય નામ જ એટલું સુંદર. સાંભળતા જ અર્થ પૂછવાનું મન થયું. પછી મનને પાછું વાળી લીધું કે આ નામનો ઘણો વિશાળ અર્થ થાય છે. આમ તો હું ભવ્યને ઓળખતી ન હતી. પરંતુ જ્યારે ઓનલાઈન ‘કાઠિયાવાડ પોસ્ટ’માં તેની નોવલ ‘અન્યમનસ્કતા’ અને પછી માતૃભારતી પર ‘..અને’ ઓફ ધી રેકર્ડનાં અમૂક પ્રકરણ વાંચ્યા પછી તેના બીજા પ્રકરણીની તત્પરતાથી રાહ જોતી દર સોમવાર-ગુરુવારથી બીજા સોમવાર-ગુરુવાર સુધી આગળ શું થશે? એ જાણવા ભવ્યને પૂછી લેવાનું મન થતું. ત્યાર પછી ભવ્ય અને તેનાં લેખનને જાણવા સોશિયલ મીડિયા પરથી ઘણું જાણ્યું-સમજ્યું. વાતો કે

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ભવ્ય જેવાં યુવાનોની ભારતને ખૂબ જરૂર છે. – વનિતા રાઠોડ        ભવ્યની ભવ્યતાની શું વાત કરું? ભવ્ય ગુણોનો ભંડાર છે ને તમામ વિષયોનો નિષ્ણાત છે. તેની સાથે મારે થયેલા અનુભવનું પરિણામ જાહેર કરું તો તેની હાજર જવાબીની તોલે કોઈ આવી શકે જ નહીં. ગમે ત્યારે તેને પૂછો, ગમે તે વિષય પર પ્રશ્ન કરો તેની પાસે સ્પષ્ટ જવાબ જ મળે. ભવ્યમાં આટલી નાની ઉંમરે આટલી સમજ અને પુખ્તતા ક્યાંથી આવી હશે?        મને ઘણી બાબતોમાં ભવ્યએ પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપેલું છે. તે હું સહજ સ્વીકારી શકું. તેનાં ક્રાંતિમય વિચારો, જુસ્સાસભર ભાષણો, નવરચના અને જાગૃતિ લાવવા આહ્‌વાન કરે. યુવા પેઢીમાં હાલ

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ભવ્યનું લખાણ જેમ વાંચતો ગયો તેમ નશો ચડવા લાગ્યો. સ્વાનુભવ ને સર્વાનુભવમાં પલટી દેતો કીમિયો. તેનું લેખન અનુભવી મને લાગતું કે, જે કાંઈ કહેવાયું છે તે મારા જ દિલની વાત છે. – ભાવેશ વ્યાસ        કઈ લખવાની વાત આવે તો આપણી ફાલતું ફિલોસૂફી બિલકુલ ગાલીબના શેર સમાન છે – અટપટી. જો કે મને કોઈ વાંચવાવાળું નથી એ અલગ વાત છે. જીવનમાં પ્રથમવાર ચાર લાઈન લખવાનો છું અને એ પણ એક લેખક પર લેખ. ગૂમાવવા જેવો અવસર ન લાગ્યો. સાહેબ, પાછા આ તો લેખકની સાથે લમણે લખાયેલ મિત્ર પણ ખરા.        પ્રથમ વખત શ્રી ભવ્ય રાવલને પત્રકારત્વ ભવનના ક્લાસમાં મળ્યો. લાંબી

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

બગાવતનો કીડો એમના સ્વભાવમાં સળવળે છે. કોઈના હાથ નીચે કામ કરવાનું એમને ફાવે તેવું નથી. – પ્રફુલ કામદાર        ભવ્યનો એક દિવસ ફોન આવ્યો, કહ્યું કે, હું ગધ્ધાપચ્ચીસી પૂરી કરી રહ્યો છું. બધાં મિત્રો, પરિચિતોને કહી મારા વિશે લખવાની વિનંતી કરીશ.  એ પછી પુસ્તકાકારે પ્રકટ કરીશ. મેં કહ્યું કે, તમારા સાથે એટલો પરિચય તો નથી પણ હું મને જે ખબર છે એ ચોક્કસ લખીશ, પછી રાખવા જેવું લાગે તો સાચવજો, નહીં તો…..        પ્રથમ પરિચય ફેસબૂક મારફતે થયો. ભવ્યએ દીવના ફોટા, દીવ ગુજરાતી માટે કુખ્યાત છે, એ બધી વસ્તુઓ અને ટેબલ પર બાટલીઓ સજાવેલી હતી, એ સાથે ફોટો પડાવ્યો હતો.

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

હું પત્રકારત્વના ક્ષેત્રમાં આવ્યાં પછી ઘણા લોકોનાં સંપર્કમાં આવી, નવા લોકોને મળી ઘણા અનુભવો થયા. હું ઝડપથી કોઈ પર પણ વિશ્વાસ મૂકતી નથી. બહુ ઓછા લોકો પર હું અતૂટ વિશ્વાસ મૂકી શકું છું. એમાના એક મિત્ર એટલે ભવ્ય. – ખૂશ્બુ ત્રિવેદી ભવ્ય રાવલ વિશે લખવું આમ તો ખૂબ મુશ્કેલ પણ કહી શકાય અને સરળ પણ કહી શકાય. મુશ્કેલી એટલા માટે કે જે વ્યક્તિને સંપૂર્ણપણે સમજતા હોઈએ કે જાણતા હોઈએ છતાં પણ એના વિશે લખવું એ મારા માટે થોડી અઘરી બાબત છે. અને સરળ એટલા માટે કે તમે ભવ્યને જેટલો જાણો એટલી સરળતાથી તેની નજીક પહોંચી શકાય છે. આમ તો એના

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

મૃત્યુ : હમ કા ઓઢાવે ચદરિયા, ચલતી બિરિયા.. શ્રી.થી સ્વ.ની સફર.. ૐ શાંતિ.. શાંતિ.. પુનરપિ જમમ, પુનરપિ મરણ.. પુનરપિ જનની જઠરે શયનમ….        જનમ-મરણનાં રહસ્ય અકબંધ રાખી ઈશ્વર પોતાની હાજરી સતત પુરાવતો રહે છે. જન્મથી મોટો કોઈ હર્ષ નથી અને મૃત્યુથી મોટી કોઈ હતાશા નથી. પ્રિયજનનું મૃત્યુ અધમુવું બનાવી છોડે છે. કોઈપણ જીવ માટે મૌત એ આખરી પડાવ છે અને એ કોઈપણ જીવની અંતિમ મંજિલ આપણાં જીવનનો રાઈટ કે લેફ્ટ ટર્ન હોઈ શકે છે. કુદરતી પામેલા મૃત્યુ કરતાં જે લોકોએ સામે ચાલીને મૌતને ભેટયું છે, પોતાનાં કે બીજાની આત્માની હત્યા કરવાનો અપરાધ કર્યો છે એમણે તેમની સમસ્યાનું સમાધાન નહીં પરંતુ

Read More
Categories : લેખાંજોખાં
Posted by Bhavya Raval

મને ઘણીવાર ફેસબૂક પર નવા જોડાતા મિત્રો પૂછતાં રહેતા હોય છે કે આપ મેરીડ છો? અને હું સ્વાભાવિકતાથી હર વખતે હકીકત જણાવી આપતો હોઉ છું, I m single and 21 years old only! તેમાંથી અમુક અથવા જૂનાં યારો જ વારંવાર પૂછતાં રહેતા હોય છે, ‘આપ કોને ચાહો છો? આપની પ્રેમિકા કોણ છે?’ અને હું આ વાતને હસતાં-હસતાં હવામાં ઊડાવી નાખતો હોઉ છું. અને પછી….        મારું માનસ તર્ક કરે છે, જે રીતે ઉર્દૂ વિના કોઈ ગઝલ નથી, કોઈ મુશાયરો નથી એ રીતે જીવનમાં કોઈ ગમતી વ્યક્તિ વિના એ જીવન જિંદગીની અંતિમ ખુશી સુધી પહોચતું નથી, એક ગમતી ગઝલની માફક પસંદીદા

Read More
Categories : લેખાંજોખાં
Posted by Bhavya Raval

સ્નેહ વિશેનાં મારાં અંગત સ્પંદનો સંક્ષિપ્ત શબ્દોમાં સ્નેહી સાથીઓ માટે… માનવતાનું અનૌરસ ફરજંદ છે મહોબ્બત.. મહોબત્ત-મર્સી-કિલિંગ જેવી છે. મૌત પછીની મજા અને વ્યક્તિ યોગ્ય હોય તો સ્નેહની જીવીત હરીત સમાધિમાં સ્વર્ગનો અહેસાસ થાય છે. અજાણ્યાં બાદ જાણીતા વ્યક્તિ-વસ્તુ-વિચાર માટે પ્રેમ અને પસીનો વહેવડાવાની, વ્હાલથી હથેળી વડે સ્પર્શવાની અને પ્રતિધોષો પૈદા કરતાં રહેવાની આ રમતમાં બે વિરુધ્ધ પ્રતિસ્પર્ધીનું લક્ષ હંમેશાં એક જ રહે તો સંબંધો ટકી રહે છે. જ્યારે પોતાનાં અણગમા ભૂલાવી ગમતી વ્યક્તિનાં ગમા અપનાવીએ છીએ ત્યારે એ અપનાવેલાં અણગમા સામેની વિજાતીય વ્યક્તિનાં પણ અણગમા બની ગયા હોય છે એ પ્રેમ છે. એ સ્નેહની સહાદત છે. એક પાનું કે પુસ્તક

Read More
Categories : લેખાંજોખાં
Posted by Bhavya Raval

માય ડિયર સ્વરા.. એક સ્ત્રી જેની દરેક આદત, શોખ, પસંદ-નાપસંદ, મૌન પાછળનાં રુદન, ગુસ્સા પાછળનાં અટ્ટહાસ્ય, સાહસ અને સ્વાભિમાનશીલ વ્યક્તિત્વથી હું પૂરેપૂરી રીતે પરિચિત છું. જે સ્ત્રીનાં આચાર-વિચાર અને વ્યવહાર સંપૂર્ણપણે મારાં વ્યક્તિત્વમાં વણાઈ ચૂક્યાં છે. જે સ્ત્રીનાં હાથમાં હાથ પરોવી વિશ્વાસપૂર્વક મેં નાની-મોટી ખરીદીથી લઈ જિંદગીના મોટાંમાંમોટાં મહત્વપૂર્ણ નિર્ણયો આંખના ઈશારે પલકારામાં કરી લીધા હતાં. જે સ્ત્રીની સાથે એકબીજાનાં સગા-સ્નેહી, સબંધી, સમાજ વિરુદ્વ જઈ લગ્ન કર્યાં હતાં. જે સ્ત્રી લગ્ન પહેલાંના બે અને લગ્ન બાદનાં સાડા ત્રણ વર્ષથી મારાં જીવન અસ્તિત્વનો અભિન્ન અંગ બની ગઈ છે. જે સ્ત્રીએ મારી પ્રતિષ્ઠા, પ્રગતિનાં પાયા નાંખ્યા છે અને જે એકમાત્ર સ્ત્રીને ખુશ

Read More
Categories : વાર્તા.. રે.. વાર્તા..
Posted by Bhavya Raval

કેટલાં વર્ષો થઈ ગયા ઉનાળા વિશે લખ્યા ને… પ્રથમ વાર આઠમાં ધોરણમાં ઉનાળા વિશે નિબંધ લખ્યો અને સ્કૂલમાં ફર્સ્ટ આવતા કલાસ ટીચરે ટીપ્પણી કરી હતી કે, એક દિવસ આ છોકરો લેખક બનશે.. હજુ યાદ છે પ્રોત્સાહન રાશીમાં હાથ ખર્ચીના બે રૂપિયા ઉમેરી રીસેસમાં મીનાને માટલા કુલ્ફી ખવડાવીને હૈયે ટાઢકની ટંકોરીઓ વાગેલી. તે સમયે મારાં શિક્ષક સાચા હતાં. છેલ્લાં વીસ વર્ષથી ‘કર્ણાવતી દૈનિક’ નામનાં પ્રસિધ્ધ અખબારનો તંત્રી.. આજે અચાનક રાઓલ સાહેબનો ન્યુજર્સીથી ફોન આવ્યો અને કહ્યું,        ‘ભગીરથ સાહેબ મારે ઉનાળા પર એક આર્ટીકલ જોઈએ છે તે પણ તત્કાલ..’        આજે તંત્રી સાહેબની તબિયત થોડી નરમ હતી. પહેલેથી ભગીરથને ઉનાળો અપ્રિય

Read More
Categories : વાર્તા.. રે.. વાર્તા..
Posted by Bhavya Raval

કૂણાં તડકા, સ્વચ્છ પાણી અને નિર્મળ પવનવાળા રંગીલા શહેરનાં ગીચ વિસ્તારમાં આવેલી એકતા સોસાયટીના મધ્યમ વર્ગીય ટેનામેન્ટસની વસાહતમાં રહેતી સર્જનાને પોતાનો ટુ બેડ હૉલ કિચેનનો પ્રમાણમાં નાનકનો સ્વપ્ન મહેલ આજે થોડો વધુ ફેલાઈને પહોળો અને આલીશાન લાગી રહ્યો હતો. વહેલી સવારથી ઊઠીને હાથમાં ઝાડું પકડી આખા ઘરમાં આમતેમ ચહલકદમી કરતી સર્જનાનું મન કોણ જાણે છેલ્લાં કેટલાંક દિવસોથી ભાવનામયી રીતે સ્થિર ન હતું. અકારણ અંતરનાં ઊંડાણમાં કઈક ખટકતું-ખૂચતું હતું.        બે દિવસથી કામવાળી બાઈ લીલાબેન ઘરકામ કરવા પાછી ક્યારે આવશે એ કહ્યાં વિના રજા પર ચાલી ગઈ છે. આ કામવાળા પણ.. ઘરની સાફસૂફી કરવાની હોવાથી પતિ દીપક કામનું ભારણ સ્વેચ્છાએ સમજીને

Read More
Categories : વાર્તા.. રે.. વાર્તા..
Posted by Bhavya Raval

એ સુંદર હોવાની સાબિતી જ્યારે તેનું નાક આપી ગયું, ત્યારે તેણે અને સૌએ પ્રશ્ન કર્યો. ‘નાક સિવાય બીજું શું ગમે છે?’ મારો જવાબ હતો – ‘નાક પછી મને જે ગમે છે તેનું નામ ખબર નથી, છતાં ગમે છે.’ એ તેનું કોઈ અંગ તો નથી, પણ અંગ પરનું જ એક નાનું અમથું નિશાન છે. આમ તો, સાવ સહજ રીતે જણાવું તો, મને તેણી દ્વારા થતાં કેટલાંક અવાજો ગમે. જેમ કે, નાની અમથી ઉધરસ પણ તેનાં આંતરડા અને મારાં અંતરનાં ધબકારા ઊંચા કરી દે, અચાનક એકાએક લાંબી ઉધરસની હરોળ તેને થોડી તકલીફ આપે એ પણ મારી આંખોને નિહાળવું અને કાનોને અનુભવવું ગમે.

Read More
Categories : અવનવું
Posted by Bhavya Raval

એ સુંદર છે એની સૌથી મોટી સાબિતી તેનું નાક છે. નાક? હા, તેનું નાક. મને તેનું નાક બહુ પસંદ છે. તેણીમાં ગમવા જેવુ ઘણું છે. તેનાં પરિપક્વ વિચાર, ઉંમરથી વધુની સમજણ, આકર્ષક દેખાવ અને? અને અન્ય સ્ત્રીઓની સરખામણીમાં બહુ જ થોડા સપના અને શોખ સાથેસાથે સેવાકીય અને સંતોષી સ્વભાવ વધતાંમાં. છતાં મને તેનું અણીદાર નાક ગમે છે. જે તેનાં ચહેરા અને શારીરિક અંગોમાં કુદરતી બક્ષિશ હોય આભૂષણની જેમ શોભી ઊઠે છે. અજાયબીની જેમ ખીલી મને તેની તરફ ચુંબકીય રીતે ખેંચી લે છે. એક ચાહક તરીકે તેનાં નમણાં નાકને ચાહવા પાછળનાં તર્ક પણ છે. નાક સ્ત્રી કે પુરુષનાં ચહેરામાં વિશિષ્ટ સુંદરતા

Read More
Categories : અવનવું
Posted by Bhavya Raval

એ તસવીર કંઈક ખાસ છે, મોનાલીસાના ચિત્ર કરતાં પણ..! જડ, ચેતન, નિ:સ્તેજ… ફોટામાં રહેલાં ચહેરાઓ પણ સજીવ છતાં નિર્જીવ છતાં જીવંત. કેટલી યાદો સજાવેલી છે એ તસવીરમાં, દસ સાલ જૂની છતાં હજી કાલે જ એ ફોટો પડાવ્યો હોય તેવી મારાં વિચારો જેટલી તાજી. એ સમયે ૩૬ ફોટા પડી શકે તેવા રોલવાળો કેમરો આવતો. આખરી એક ફોટો બાકી હતો, ૩૫ ફોટા ખેચાય ગયા પછી શું ખાસ હતુ એ ફોટોમાં? ખચક. ફ્લેસ પડી, રોલ પૂરો, ફોટા સ્ટુડિયોમાંથી ધોવાઈ આવી ગયા. આલ્બમમાં સજાવાઈ ગયા. કદાચ કંઈ જ ખાસ નહીં એ સમયે.. પણ આજ જ્યારે એ તસવીર જોઉ છું, તેનાં પર હાથ ફેરવું છું

Read More
Categories : આપણી વાત
Posted by Bhavya Raval

..અને પછી અપિરિચત વ્યક્તિ સાથ પરિચયમાં આવી માણસ વિચાર કરતો રહે છે કે શું તે જે કરી રહ્યો છે એ યોગ્ય છે?        શરૂઆતનો સંબંધ ફક્ત મિત્રતાનો હતો.. ગઝલ જેવો – માત્ર બોલચાલની ભાષાનો..        ‘તમે‘ સંબોધનથી શરૂ થયેલી વાત ‘તું‘ સંબોધન પર આવી અટકી ત્યારે માલૂમ પડ્યું કે દોસ્તીના સંબંધમાં દિમાગને માત આપી દિલ ઘણું આગળ નીકળી ગયું છે. જેમ હું અને તું માંથી આપણે થયાં તેમ જ..        જ્યાં સુધી બધું ઠિક ચાલતું હતું ત્યાં સુધી કોઈ શંકા-પ્રશ્ર્નો કે વિવાદને સ્થાન ન હતું.. હવે એકબીજાંની નજીક આવ્યાં બાદ ખ્યાલ આવ્યો કે છે શું આ યોગ્ય છે?        સવાલનાં

Read More
Categories : આપણી વાત
Posted by Bhavya Raval

..અને થોડાં જ મહિના બાદ એક દિવસ છૂટા પડી ગયેલા બે દોસ્ત-પ્રેમી પાત્રો ફરીથી મળે છે.        યુવતી એ દરમિયાન યુવકને પ્રશ્ર્ન કરે છે.        ‘આપણે ફરી પહેલાંની જેમ ન રહી શકીએ?‘        યુવક ઉત્સુકતાથી પ્રશ્ર્નનો પ્રતિપ્રશ્ર્ન પૂછે છે, ‘પહેલાંની જેમ એટલે કેમ?‘        યુવતી સહજતાથી ઉત્તર આપે છે. ‘એકબીજાનાં આકર્ષણમાં..’

Read More
Categories : આપણી વાત
Posted by Bhavya Raval

સ્ત્રી – શતરૂપા, દેવૃકામા, સન્નારી, નગ્નિકા, અક્ષતયોનિ, કાન્તા, સ્વૈરિણી, વનિતા, દારા:, અપ્સરા, તન્વીશ્યામા, કધયા, સધ્ય:નાતા, અસૂર્યમ્પશ્યા, અરુંધતિ, અનસૂયા, માનિની, પ્રમદા. વિનસથી વનિતા – નરશ્રુષ્ટિની જનેતા નારી v આ જગતમાં સ્ત્રી સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. v સ્ત્રી ધર્મ અને સંસ્કૃતિની સ્થાપક અને રક્ષક તથા સમાજ-પરિવારની પોષક છે. v સ્ત્રીનું સ્થાન ઈતિહાસમાં જેટલું ઉચ્ચ અને અમર છે તેટલું વર્તમાનમાં નથી. v સ્ત્રીજીવ હોવું એ ગૌરવ કરતાં પણ દુનિયાની સૌથી મોટી જવાબદારીની બાબત છે. v સ્ત્રીને શું-શું જોઈએ એનું લાંબુ લિસ્ટ બધાને ખબર હોય છે પણ સ્ત્રીને શું આપી શકાય કે સ્ત્રી શું આપે છે તેની યાદી કોઈ પાસે તૈયાર નથી. v

Read More
Categories : ભવ્ય થોટ્સ / કવોટ્સ
Posted by Bhavya Raval

બળેલો, બરછટ, ગંધાતો, ધોવાયેલો, મેલો, સુઘડ… રંગો વિશે બ્લેક એન્ડ વ્હાઈટ પીછડો v દરેક ધર્મને પોતાનો એક રંગ છે. v રંગ વૈભવતાનું પ્રતિક છે. એ શ્રુષ્ટિમાં સ્વીકાર અને પરીવર્તનની ભાત ઉપસાવે છે. v કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો પડછાયો રંગીન હોતો નથી. v માણસ રંગ બદલે તો પણ એક સરખો જ દેખાય છે. અહી રંગ એટલે ભાવ. રંગને માનવજીવનમાં ઘણી ઉપમા સાથે જોડવામાં આવે છે. v લેન્સ એ રંગોનું કેદખાનું છે. કેમરાની દ્રષ્ટિએ રંગો ચોર છે. v રંગ આકર્ષણ અને અણગમાનો જન્મદાતા છે. રંગ પરથી કોઈપણ વ્યક્તિ કે વસ્તુ પરત્વે ઘણા લોકોની પસંદ નાપસંદ નક્કી થાય છે. જ્યોતિષમાં રંગોનું સ્થાન

Read More
Categories : ભવ્ય થોટ્સ / કવોટ્સ
Posted by Bhavya Raval
Page 7 of 812345678