Home

વાસંતી વહાલનાં વાયરાઓની મૌસમ વચ્ચે ઈશ્કનાં એવરગ્રીન ૪૩ અર્ક… ભવ્યજનોને… v દેહને ગૌણ અને આત્માને પ્રમુખ બનાવી છોડે એ મહોબ્બત. મહોબ્બત એ છઠ્ઠુ મહાભૂત અને પ્રથમ ક્રમ પહેલાંની અજાયબી છે. v સામંતીયુગમાં લખાયેલી કાલ્પનિક પ્રયણત્રિકોણ નવલકથાઓ હવે સત્ય હકીકતો બનતી જાય છે. ટીવી પડદે એ ઘટનાનોનું પરિણામ અને શીખ આપણે રોજ રાત્રે પરિવાર જોડે આરામદાયક સોફા પર બેસીને નિહાળીએ છીએ અને પછી બધું ભૂલી પ્રિયતમા કે પ્રિયતમને યાદ કરતાં-કરતાં પત્ની કે પતિનાં બાહુપાશમાં લપેટાઈને સૂઈ જઈએ છીએ. v પ્રેમ પુરુષ કે સ્ત્રી પ્રધાન નહીં પણ ભાવના પ્રધાન હોવો જોઈએ. જેનું જેટલું વહાલ તેનું તેટલું વર્ચસ્વ. v મનુષ્ય સિવાયનાં નર અને

Read More
Categories : ભવ્ય થોટ્સ / કવોટ્સ
Posted by Bhavya Raval

v સેક્સ પ્રાર્થના જેટલું જ પવિત્ર છે. જીવની ઉત્પત્તિ સર્જનહારે સેક્સ સાથે સાંકળી સેક્સને તમામ જીવોમાં ઉચ્ચતમ અને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. v આપણે આપણાં પ્રિય પાત્રોનું નામ અને પ્રસંગો ભૂલી શકીએ. તેની સાથે વિતાવેલી પળો નહીં. સમાગમ મનુષ્યનાં મન અને મગજ પર સદાય અંકિત રહે છે. v તમે શારીરિક સંબંધોનાં વ્યવહારને અટકાવી શકો, વિચારને નહીં. સેક્સની બાબતે તન પર કાબૂ રાખનાર મન પર કાબૂ રાખી શકતો નથી. v પીણાંની દુનિયામાં જે સ્થાન દારૂનું છે એ સ્થાન નર માદાની દુનિયામાં સેક્સનું છે. v સેક્સની અજ્ઞાનતા અને ડરનાં પાયામાં કળિયુગી ધર્મ અને સામાજિક રૂઢિચુસ્તતા રહેલા છે. v ઈશ્વરનાં મનુષ્યને આપેલા આશીર્વાદ

Read More
Categories : ભવ્ય થોટ્સ / કવોટ્સ
Posted by Bhavya Raval

તું કોણ છે એ ખબર છે પણ ક્યાં છે, કેમ છે, એ ખબર નથી આથી કુશળમંગળ અને મજામાં હશે એવું નહીં કહું કે પૂછું. આમ પણ તું ને હું હજુ મળ્યાં જ નથી એટલે સમજી શકું છું કે તું કેમ અને કેવી હશે. હું ભલે ફિલોસોફર હોઉં તારા મળ્યાં પહેલાં જ તારી પાસે કોઇ પ્રકારની ફિલોસોફીકલ ડિબેટથી તને ઇંન્પ્રેસ નહીં કરવાનો નિર્ણય લઇ લીધો છે. આથી તારે મારી સાથે ફક્ત સહવાસ સાધવાનો રહેશે, બીજા કરે છે તે મુબજ સહન નહીં કરવો પડે.        હમણાં રક્ષાબંધન અને સાતમઆઠમની લાં…બી રજાઓ ગઇ. હું તારા વિના ખૂબ ફર્યો. તને એકલી મૂકી ફરવાની ખુશી

Read More
Categories : ખટ્ટીમીઠી ચીઠ્ઠિઓ
Posted by Bhavya Raval

પ્રિય, મારાં વિનાની તનેને..        એક એ સમય હતો અને એક આજનો સમય છે. મારાં નામ અને આપણાં સંબંધો સિવાય ઘણુંબધું બદલાઈ ગયુ છે. ઋતુઓ પસાર થતી જાય છે, તહેવારો ઉદાસીથી ઉજવાતા જતાં રહે છે. ભણતર અને અનુભવ, સંઘર્ષ અને સફળતા, ભીડની એકલતા વચ્ચે ક્યાંક આભાસ કરાવતો તારો ચેહરો અને સાંજનાં સમયે અજાણ્યાં નંબર પરથી આવેલાં બ્લેન્ક ફોન કોલ્સમાં સંભળાતા તારા હદયનાં ધબકાર અને કેટકેટલું જાણે તારા આવવાની જોરશોરથી આગાહી કરે છે. તારે મારી પાસે આવવું છે એટલે નહીં, મારે તું પાસે જોઈએ છે એટલે..        કારણ, હવે આંસુઑ સુકાવી શકે એવાં ખભ્ભા મળતા નથી. સુખનાં સરનામા અને દુ:ખ ઓસડની

Read More
Categories : ખટ્ટીમીઠી ચીઠ્ઠિઓ
Posted by Bhavya Raval

       પ્રિય પપ્પા,        તમને થોડી નવાઈ જરૂર લાગશે. એક ઘરમાં રહેવા છતાં આજ મારે તમને મારી વાત કહેવા પત્ર લખવો પડે છે. રૂબરૂમાં તમારી સાથે આંખમાં આંખ નાખી કે જીદ કરી કઈપણ કહી કે કશું માંગી ન શકું એ અધિકાર મને છે, એટલી હિમત નથી. તમે શીખવેલ આદર્શ પણ એવું કરવા ના પડતાં હતાં. હું તમારાં અને મમ્મીનું સર્જન છું. સર્જન હંમેશાં કલાકારનાં ઈચ્છા અને માગ્યાં મુજબ ચાલે, આગળ વધે. પરંતુ પપ્પા, આજ તમારો અંશ, તમારી કલા તમારી વિરુદ્ધ જઈ એક વાત અને પગલું ભરવા જઈ રહી છે. ઈન એડવાન્સ, આઈ અમ સૉરી ડેડ.        પપ્પા, હું મારી આજ

Read More
Categories : ખટ્ટીમીઠી ચીઠ્ઠિઓ
Posted by Bhavya Raval

‘તું’ આજકાલ દુ:ખી–દુ:ખી લાગ્યા કરે છે. તેની આ વાત સાંભળી મેં સુખની શોધ શરૂ કરી. સુખ ક્યાં હોય? ક્યાં મળે? સુખ એટલે? બાળપણની કૂંપણને પૂછ્યું, સુખ એટલે? બાળકે કાલીઘેલી ભાષામાં કહ્યું, ચકેદીમાં બેસાલી મોટો બધો બલૂન અને ચોકેટ લઈ દો અંકલ તો કવ. ઘડપણની વડવાઈને પૂછ્યું, સુખ એટલે? વૃધ્ધે ધ્રૂજતા–ધ્રૂજતા ફફડતાં અવાજે કહ્યું, આશરો. ગરીબીનાં અનુભવીને સવાલ કર્યો, સુખ એટલે? લાચારે જવાબ આપ્યો, સાહેબ બે ટંક જમવા અને રહેવા છાપરું મળી રે એ સુખ. અમીરીનાં અહંકારીને સવાલ કર્યો, સુખ એટલે? નબીરાએ જવાબ આપ્યો, શોપિંગ, બિસનેસ ટુર, લેઈટનાઈટ પાર્ટીસ, મીટીંગ એક્સ્ટ્રા એક્સ્ટ્રા.. યુનો? ફિક્સ પગારનાં કામદાર પાસે જાણ્યું, સુખ એટલે? ભલો

Read More
Categories : શબ્દાવલી
Posted by Bhavya Raval

તો…… મને સાંભરે રે.. ચોકનાં લીસોટાંથી ભરી મેલતાં એ બાળપણની કાબરચીતરી ભીંત, મને સ્મરણે રે.. પરોઢિયે બાયું છાણાં થાપતી એ પોરની ગંધાતી ભીંત.. મને યાદ આવે રે.. પેશાબની પિચકારીયું મારતાં એ પાદરની ખંડેર ભીંત. મને સાદ પાડે રે.. પ્રેમિકાનાં નામ જોડે કોતરેલાં આયખાની એ નક્સીદાર રાષ્ટ્રીય સ્મારકની જર્જરિત ભીંત.. મને આંસુડા સરાવે રે.. ભાડાંનાં મકાનમાં દટાયેલી પડેલી એ મા–બાપુ સમી છત્રછાયાદાર ભીંત.. મને વહેવારો કરાવે રે.. શુભ અવસરે સકનનાં સાક્ષી બની નવવધૂનાં કંકુ થાપાની છાપદાર ભીંત. મને ઘણું કહેડાવે રે.. ગરીબનાં ઈંટચૂનાની ઓરડી પાછળની કજિયા અને કરકસરથી લીપાયેલી ભીંત.. મને બધું સમજાવે રે.. લોહી–પરસેવાથી ભેગી કરેલી કમાણીની આખાય જીવનની શેર

Read More
Categories : શબ્દાવલી
Posted by Bhavya Raval

બંધૂકમાંથી નીકળતી ગોળીઓની જેમ હું તનેધડા, ધડ ધ.ડ ધડ ચાહું છુ. ઘાયલ કરી મૂકતો આપણો સંબંધ.. રોજ સવાર–સાંજ પૂકારાતી, દુશ્મનોની સીમા પારથી આવતી બંદગીની પૂકાર માફક હું તને દિવસમાં બે વાર મુજ પાસ પામુ છું. માઇલો દૂર રહેતું આપણું તન–મન.. જેમ મને ભારત મા પ્યારી છે તેમ તને હું, સમર્પણની ભાવના કાજે હું તને ગમુ છું. માટે જ તો મારી મા માટે જિંદગીના ખેલ રમુ છુ. આ જિંદગી ન્યોછાવર છે સ્ત્રી ચારિત્ર જેમ.. આ શરહદે વેર–ઝેરની ભાવના ક્યાંરે ઓગળશે? નફરત અમન–શાંતિમાં ક્યાંરે ભળશે? અને હું તારી મમતા ને ક્યાંરે પામી શકીશ? આ પ્રશ્ર્નો લઇ મંદીર–મસ્જીદ–ચર્ચ–ગુરુદ્વારામાં નમું છું. હું સૈનિક છું.

Read More
Categories : શબ્દાવલી
Posted by Bhavya Raval

એ ઘણીવાર મને પૂછતી, ‘મૌસમનો પહેલો વરસાદ કાયમ સાંજે જ કેમ આવે?’ જવાબ તો નથી…. પણ…. આ એક કવિતા.. મૌસમનો પ્રથમ વરસાદ.. હર વર્ષની આથમતી સાંજે આવતો, ઝરમર ઝરમર મૌસમનો પ્રથમ વરસાદ.. ડામર રોડ અને દિલને બેહરમીથી, જખ્મી કરી નાખતો મૌસમનો પ્રથમ વરસાદ.. અતીત અને અનાગતની, પવન અને પરબહ્મની.. અદ્રશ્ય અનુભૂતિ કરાવતો મૌસમનો પ્રથમ વરસાદ.. અનિર્વચનીય કિસ્સાની, એકમેકનાં હિસ્સાની.. મીટ્ટીની સોંધી સોંધી સોડમ વચ્ચે, સુગંધી સ્નેહની ફસલ ફેલાવતો મૌસમનો પ્રથમ વરસાદ.. કવિતાનાં લેન્ડસ્કેપમાં, વ્હોટ્સઅપનાં ચેટબોક્સમાં.. ફેસબૂકની વોલમાં, અજાણ્યાં ફોનકોલમાં.. ધર્મની દીવાલ તોડી વરસતો મૌસમનો પ્રથમ વરસાદ.. વાયુ વૃષ્ટિદાતા બની, દક્ષિણનાં કિનારા પરથી.. પ્રિયતમનાં સ્પર્શને વાગોળતો લાવતો મૌસમનો પ્રથમ વરસાદ.. જાતિનાં

Read More
Categories : શબ્દાવલી
Posted by Bhavya Raval

પતંગિયાની રંગબેરંગી પાંખો, માછલીની ચળકતી આંખો. જાકમજોર જંગલ વચ્ચે કેવો શોભતો પંખીનો માળો. કોયલનો સુમધુર કેકારવ, હરણનો શાંતવન નિરવ. લીલીછમ વનરાઇ વચ્ચે કેવો શોભતો પંખીનો માળો. સસલાની ચપળ શરારત, શિયાળની લુચ્ચી શેતાનીયત. જંગલી જીવોના વસવાટ વચ્ચે કેવો શોભતો પંખીનો માળો. ઘોડાની અનરાધાર ગતિ, ગધેડાની અસાહજીક મતિ. બળ અને બુધ્ધિનાં ચક્રો વચ્ચે કેવો શોભતો પંખીનો માળો. વનરાજનો મારફાડ સાદ, ગજરાજનો જોરદાર નાદ. વેરાન વનમાં ગુંજતી ત્રાડો વચ્ચે કેવો શોભતો પંખીનો માળો. વાંદરાની તોફાની ઊછળકૂદ, મગરની ચાલાકીભરી ડૂબ. વેરઝેર ને વ્હાલની વ્યથા વચ્ચે કેવો શોભતો પંખીનો માળો. ચકો લાવ્યો ચોખાનો દાણો, ચકી લાવી મગનો દાણો. ઇટસિમેંન્ટની છત પર પૂઠ્ઠા વચ્ચે કેવો શોભતો

Read More
Categories : શબ્દાવલી
Posted by Bhavya Raval
Page 8 of 812345678